________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ દેવીપૂજાક્રમ અધિકાર દીપન વડે શાંતિ કર્મ, પલ્લવ વડે વિદ્વેષ કર્મ, સંપુટ વડે વશીકરણ કર્મ, રાધન વડે બંધ કર્મ, પ્રથન વડે સ્ત્રીઆકર્ષણ કર્મ અને વિદર્ભન વડે સ્તંભન કર્મ કરવું ૧.
મન્ટની આદિમાં નામ લખવું તે દીપન, અંતમાં નામ લખવું તે પલ્લવ, મધ્યમાં નામ લખવું તે સંપુટ, આદિ, મધ્ય અને અંતમાં નામ લખવું તે રોધન, મન્નના એક એક અક્ષરનાં અંતરે નામને એક એક અક્ષર લખવો તે ગ્રથન, મન્વના બે અક્ષર પછી નામ લખવું તે વિદર્ભણ. એ પ્રમાણે શાંતિ કર્માદિ છ કર્મની વિધિ જાણીને મન્નવાદી અનુષ્ઠાન કરે. ૨-૩.
દિશા, કાળ, મુદ્રા, આસન અને પલ્લવના ભેદને બરાબર જાણીને મન્કવાદી જાપ કરે, કારણ કે] દિશા કાળાદિના ભેદને નહિ જાણતે એ તે હંમેશાં જા૫ અને હોમ કરવા છતાં પણ મન્નની સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. ૪.
હવે ગ્રંથકાર દિશા, કાળ વગેરેના ભેદ વડે છે કર્મની વ્યાખ્યા કરે છે.
ઉત્તર દિશાના સન્મુખ રહીને વશીકરણ કર્મ, દક્ષિણ દિશાના સન્મુખ રહીને આકર્ષણ કર્મ, પૂર્વ દિશાને સન્મુખ રહીને સ્તંભન કર્મ, ઈશાન દિશાના સન્મુખ રહીને નિષેધ કર્મ, અગ્નિદિશાના સન્મુખ રહીને વિદ્વેષણ કર્મ, વાયવ્ય દિશાના સન્મુખ રહીને ઉચાટન કર્મ, પશ્ચિમ દિશા સન્મુખ રહીને શાંતિ કર્મ અને નિત્ય દિશાના સન્મુખ રહીને પૌષ્ટિક કર્મ કરવું. ૫.
દિવસના પૂર્વભાગમાં વશીકરણ, આકર્ષણ અને સ્તંભન કર્મ, મધ્યા સમયે વિશ્લેષણ કર્મ, દિવસના પાછલા ભાગમાં ઉચ્ચાટન કર્મ, સંધ્યા વખતે નિષેધ કર્મ, અર્ધરાત્રિના સમયે શાંતિ કર્મ અને પ્રભાત સમયે પોષ્ટિક કર્મ કરવું, વશીકરણને છોડી આકર્ષણાદિ બધાં કર્મો જમણા હાથથી કરવા અને વશીકરણ કર્મ ડાબા હાથે કરવું. ૬-૭.
આકર્ષણ કર્મમાં અંકુશમુદ્રા, વશીકરણમાં સુરજમુદ્રા, શાંતિ અને પૌષ્ટિક કર્મમાં જ્ઞાનમુદ્રા, વિદ્વેષણ કર્મમાં પ્રવાલમુદ્રા, સ્તંભન કર્મમાં શંખમુદ્રા, અને વધુ પ્રતિષેધ કર્મમાં વજમુદ્રાનો ઉપયોગ કરે–૮.
૧. આ દીપનાદિ ભેદ કેવી રીતે કરવો તે જાણવા માટે મંત્રાધિરાજ ચિતામણિ'માં છપાએલા પ્રામગિક નિવેદનના પૃષ્ઠ ૧૫, ૧૬માં જુઓ. ૨. આ છે મુદ્રાઓ કેવી રીતે કરવી તેની સમજુતી માટે “મેત્રાધિરાજ ચિંતામણિ પૃઇ ર૭૫માં જુઓ.
For Private And Personal Use Only