________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ ગારૂડ તંત્રાધિકાર પરિચ્છેદ હું મહિલણાચાર્ય સર્ષે કંસ દીધેલા એવા પુરુષને ઓળખવાને વિષે, શરીર ઉપર મન્ચના અક્ષરો લખવા વિષે, રક્ષા કરવાને, કંસને આવેશ રોકવા વિષે, શરીરે ચડતું ઝેર અટકાવવા વિષે, ઝેર ઉતારવા વિષે,કપડું વગેરે ઢાંકવાના કૌતુકને તથા ખડીથી આલેખેલા સર્ષના દંતથી ડંસ દેવા રૂપી ગારૂડ અધિકારના આઠ અગેનું વર્ણન કરું છું-૧ | ચંદ્ર સ્વર ચાલતો હોય તે વખતે કહેવા આવનાર માણસના પ્રશ્નાક્ષરોની સંખ્યા બેકી હોય અને સૂર્ય સ્વર ચાલતો હોય તે વખતે કહેવા આવનાર માણસના પ્રશ્નાક્ષાની સંખ્યા એકી હોય તે ડંસ દીધેલ પુરુષ વિદ્યમાન છે તેમ જાણવું અને તેથી વિપરીત પ્રશ્નાક્ષરોની સંખ્યા બેકી હોય અને સૂર્ય સ્વર ચાલતું હોય અથવા ચંદ્ર સ્વર ચાલતો હોય અને અક્ષરોની સંખ્યા એકી હોય તો ડંસ દીધેલો પુરુષ વિદ્યમાન નથી તેમ જાણવું.-૨
કહેવા આવનાર માણસના પ્રશ્નાક્ષરોની સંખ્યા ને બમણી કરીને, તે બમણી કરેલી સંખ્યાને ત્રણે ભાગતાં જે શુન્ય શેષ આવે તે ડંસ દીધેલે પુરુષ વિદ્યમાન નથી તેમ જાણવું અને જે એક અગર બે શેષ આવે તો તે વિદ્યમાન છે તેમ જાણવું.-૩
વં ક્ષે એ મન્વથી મન્તરીને પાણી છાંટવાથી ડંસ દીધેલાનું શરીર કંપે અથવા તેની આંખો ઉઘડે તો તે જીવે છે અને જે તે પાણી છાંટયા પછી શરીર ન કરે અથવા તે આંખે ન ઉઘડે તો તે ડંસ દીધેલે પુરુષ નથી જીવતો તેમ જાણવું.-૪
| સંગ્રહ પરિચ્છેદ સમાપ્ત .. હવે બીજો અગન્યાસ પરિછેદ કહે છે:
થિ છે એ પાંચ બીજે, પીળા, સફેદ, સુવર્ણ, કાળો અને ઇંદ્રધનુષ જેવા નીલ એ પાંચ વર્ણવાળાને બે પગે, નાભિ, હૃદય, મુખ, તથા મસ્તક એ પાંચ અંગોને વિષે અનુક્રમે સ્થાપવા.'
અંગન્યાસ ક્રમ સંપૂર્ણ ત્રીજે રક્ષાવિધાન કહે છે –
ચાર પાંખડી વાળા કમલની કણિકાના મધ્ય ભાગમાં ડંસ દીધેલા પુરુષનું નામ ફ્રકારની અંદર લખીને, બહાર રહેલી ચારે પાંખડીઓમાં ક્ષિા » સ્વાદ (?) એ ચાર બીજે લખીને તે કમલ ઉપર ફ્રકારના ત્રણ આંટા મારીને, ડંસ દીધેલા માણસના ગળે યંત્ર બાંધ અથવા છાતી પર આ યંત્ર ચંદનથી લખવે.
| રક્ષા વિધાન સંપૂર્ણ આ ૧. પાંચ બીજેની સ્થાપના અનુક્રમ આ પ્રમાણે છે:–
For Private And Personal Use Only