________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Cyanmandir
લિંગે લેપ કરવાથી સ્ત્રીની કામવાસનાના ગર્વનું ખંડન થાય છે.-૩૦,૩૧.
ભેંયરીંગણી તથા ફલને રસ, ઘેળું સૂરણ, લાલ ચિતરો, લીલા ચણાને ઠાર, કૌઅચ, ઊભી રીંગણના કાંડવલ્લી, મરેઠી તથા ખાટી લુણીના રસથી અગ્નિ પર સીસાને નવ વાર ભાવના આપીને તૈયાર થએલા દ્રવ્યને (લિગે) લેપ કરીને (સંભોગ કરવાથી સ્ત્રીને દ્રાવ થાય છે.-૩૨, ૩૩
અંકેલ રસ, રાજચંપાને ૨સ તથા કુમારપાઠાના રસથી બાર, સોળ તથા ચોવીસ ગાદીઆણું પ્રમાણ પારાનું સેવન કરીને, બાવચીનાં બીજ, ગર્દભકર્ણ (ઓષધિ વિશેષ), એખરાનાં બીજ, અઘાડાનાં બીજ તથા કાળા ધંતુરાથી એકવીસ દિવસ સુધી શોધેલા પારાનું મર્દન કરીને, રાત્રે કાંજીકા (સુગંધી દ્રવ્યોથી બનાવેલો ધૂપ ને ધૂપ આપી તે પારદની નીચે પ્રમાણે જળની આકૃતિ બનાવી તેને સ્ત્રીની યોનિમાં પ્રવેશ કરાવવો. તે આ પ્રમાણે–આલા સ્ત્રીને બાર ગદીઆણું પ્રમાણ, મધ્યમાને (યુવતીને સળ ગદીઆણુ પ્રમાણ અને વૃદ્ધાને ચાવીસ ગદીઆણા પ્રમાણ પારદની જલૌકા (જળ)નો ક્રમ જાણ, તેથી સંગ વખતે નહિ દ્રવતી એવી સ્ત્રી પણ યૌવનથી મદેન્મત્ત થએલી સ્ત્રીની માફક આ કહેલા જલુકા પ્રોગથી દ્રવે છે. જલુકા પ્રયોગ વિધાન પૂરો થયા.-૩૪,૩૫,૩૬,૩૭.
ઉત્તર દિશામાં રહેલા એવા કોચના ભૂલને ગાયના મૂત્રમાં ઘસીને પોતે (કપાળમાં) કરેલું એવું તિલક શાકિનીના કપાળમાં પ્રતિબિંબ રૂપે દેખે છે.-૩૮
દિવ્યસ્તંભનને માટે ઉજવળ ચોખા, મરી, પીપર અને મરેઠીના ચૂર્ણનું ભક્ષણ કરવું તથા કપૂરાદિ દિવ્ય સ્તંભનને માટે બુદ્ધિમાને સુંઠના ચૂર્ણનું ભક્ષણ કરવું.-૩૯
દેડકાંની ચરબી અને લાજવંતીના બધા અંગોના ચૂર્ણનો હાથે લેપ કરવાથી ઘડા પર રહેલી તુલા (ત્રાજવા)નું દિવ્ય સ્તંભન થાય છે.-૪૦
નગોડ તથા સફેદ સરસવ(ની પોટલી) પોતાના ઘરમાં અથવા દુકાનમાં પેસવાના દરવાજાને વિષે રવિવારના દિવસે પુષ્ય નક્ષત્રનો વેગ આવે છતે બાંધવાથી વસ્તુનો વિક્રય નિશ્ચય કરીને થાય છે.-૪૧
લાલ જાસુદનાં ફુલને વિશેષે કરીને કાંજી (ખાટી)ની સાથે મર્દન કરીને રજસ્વલા સ્ત્રી ત્રણ દિવસ પીએ તો તે સ્ત્રીને ગર્ભ રહેતો જ નથી અને અટકાવ પણ આવતો નથી, કદાચ અટકાવ આવે તે પણ તેને ગર્ભ તે રહેતો જ નથી–૪૨
ઉભયભાષાના કવિશ્રેષ્ઠ શ્રીમદ્વિષેણસૂરિએ બનાવેલા ભૈરવપદ્માવતીક૫માં વશીકરણ તૈત્રાધિકાર
નામને નવમો પરિચ્છેદ સંપૂર્ણ
For Private And Personal Use Only