________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ધ્યાન વડે ભૂત, ગ્રહ અને શાકિની પણ ઉપસર્ગ કરી શકતા નથી તથા પૂર્વ સંચય કરેલું દુકૃત પણ જલદીથી નાશ પામે છે.-૧૦
પર્યકાસને બેસી પિતાની પાસે પૂજનના આઠ પ્રકારના] દ્રવ્ય રાખીને [પૂર્વાદિ આઠ] દિગ્વધૂઓને તથા પિતાને સુંદર એવા ચંદનથી તિલક કરીને, જેના મુકુટના અગ્ર ભાગમાં ધરણેન્દ્ર છે, વિસ્તીર્ણ રાતું કમળ જેનું આસન છે, કુર્કટ સર્પ જેનું વાહન છે એવી રાતા વર્ણવાળી, કમલના સરખા મુખવાળી, ત્રણ નેત્રવાળી, વરદ, અંકુશ, પાશ અને દિવ્ય ફળ જેના હાથમાં છે એવી, [તથા] જાપ કરનારા પુરુષોને ફળ આપનારી પદ્માવતી દેવીનું સાધકે-મંત્રવાદીએ) ધ્યાન કરવું (જુઓ આકૃતિ નંબર ૧).-૧૧, ૧૨.
સાધ્ય અને સાધકના અંશને જાણુને બુદ્ધિમાને મન્ચને ઉપયોગ કરે, કારણ કે અંશના જ્ઞાન સિવાય મન્નનું ફળ નિરર્થક થાય છે.–૧૩. સાધ્ય અને સાધકના અશ ગણવાની રીત –
સાધ્ય-મન્ચના અને મન્દસાધકના નામના અનુસ્વાર, સ્વર અને વ્યંજનને જુદા જુદા કરીને અનુક્રમે ઉપર અને નીચે સ્થાપન કરવા એટલે મન્ચના નામના અક્ષરો ઉપર મૂકવા અને સાધકના નામના અક્ષરે નીચે મૂકવા. તેમાં , , જૂ, અને હૂ એ નપુસક વર્ણો હોય તે તેને છોડી મન્ચના નામના અક્ષરોને સાધકના નામના અક્ષરોથી ગુણવા, અને જે સંખ્યા આવે તેને ચારે ભાગવા, ચારે ભાગતા જે શેષ રહે તે આય કહેવાય છે. તે આયને જ બુદ્ધિમાન એક, બે, ત્રણ અને ચાર એમ અનુક્રમે સ્થાપે. એક વર્ણ શેષ રહે તો તે સિદ્ધ, બે શેષ રહે તો સાધ્ય, ત્રણ શેષ રહે તે સુસિદ્ધ અને ચાર શેષ રહે તે શત્રુ જાણો. (ચાર આયમાંથી) બુદ્ધિમાને સિદ્ધ અને સુસિદ્ધને ગ્રહણ કરવા અને સાધ્ય તથા શત્રુને ત્યાગ કરવો. સિદ્ધ તથા સુસિદ્ધ એ બે પ્રકારને આય હાય તો તે મન્ચ સફલ થાય છે, અને સાપ તથા શત્રુ આય હોય તો તે મન્ન નિષ્ફળ જાય છે.૧૪, ૧૫, ૧૬, ૧૭.
ક મન્ત્ર કયારે ફળ આપે અને કયા મન્ત્રની સાધના કરવી તે ગ્રન્થકાર વર્ણવે છેઃ
જે સિદ્ધ મન્ત્ર હોય તો કેટલાક દિવસે ફળ આપે છે, સાધ્ય મન્ચ પણ ઘણું દિવસે ફળ આપે છે. સુસિદ્ધ મન્ન જલદી ફળ આપે છે અને શત્રુ મન્ચ પ્રાણ અને ધનને નાશ કરનાર થાય છે. મન્વની આદિમાં અને અંતમાં શત્રુ હોય તે મન્નને ત્યાગ કરે, ત્રણ સ્થાનમાં–આદિ, મધ્ય અને અંતમાં શત્રુ હોય તે મૃત્યુ થાય અથવા કાર્યને નાશ થાય. આયની ગણના કરતાં મન્ચની આદિમાં શત્રુ હોય, મધ્યમાં સિદ્ધ હોય અને અંતમાં સાધ્ય હોય ત્યારે અત્યંત કષ્ટ પડે, સ્વ૯૫ ફળ આપનારે થાય છે એમ કહેવું
For Private And Personal Use Only