________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાથ પગની અંગુલિ આદિ શાખાઓને વિશે (બીજ) લખીને, આ પ્રકારના અનુક્રમે કરીને તૈયાર કરેલી યંત્રાકૃતિના બહારના ભાગમાં અગ્નિમંડલના ત્રણ સંપુટ કરીને, તે અગ્નિમંડલના બહારના નવ કોઠાઓના આગળના ભાગમાં ફ્રાં તથા તેના આંતરાઓમાં જે લખીને, તે મંડલની બહાર નીચે કહેવાતે એ પદ્માવતી દેવીને મન્ચ વીંટ, તે મન્વવલયની બહાર હ્રકારના ત્રણ વલય કરીને એ કારથી ઉધન કરવું. આ પ્રમાણે કહેલે એ યંત્ર અળતે, સફેદ ચંદન, લાલ ચંદન, કેસર વગેરે દ્રવ્યોથી ઋતુવંતી સ્ત્રીના વસ્ત્રને વિશે લખો અને તેવા વસ્ત્રના અભાવે સ્ત્રીની ખોપરીને વિશે લખીને આકડાનું દૂધ, ચોધારા શેરનું દૂધ, ઘરના ધૂમાડાની મેશ તથા મીઠું વગેરે દ્રથી વિશેષ પ્રકારે લેપ કરીને ખેરના લાકડાના અંગારા ઉપર યંત્રને તપાવીને ઈટ એવી સ્ત્રીનું બુદ્ધિમાન પુરુષે સાત દિવસની અંદર આકર્ષણ કરે છે. પુરુષનું આકર્ષણ કરવામાં સ્ત્રીની પરીની જગ્યાએ પુરુષની ખોપરી ઉપર આ જ યંત્ર લખવો.૧–૧૧,૧૨,૧૩,૧૪,૧૫,૧૬,૧૭,૧૮ વલયમન્ટો દ્વાર–
ॐ ह्रीं हैं हस्क्लीं पो! पद्मकटिनि! अमुकां मम वश्याकृष्टिं कुरु कुरु संवौषट् ।।
સ્મશાનની પરીને વિષે કપૂર, કેસર, આદિ સુગંધી દ્રવ્યોથી ઢીંકારની મધ્યમાં દેવદત્તનું નામ લખીને, તે હ્રકારની બહારના ભાગમાં અગ્નિમંડલ આળેખવું, તે અગ્નિમંડલની બહાર જે બીજ તથા નીચેને મન્ન વીંટ [અને] એ યંત્રને ખેરના લાકડાનાં અગારા ઉપર તપાવવાથી સાત દિવસની અંદર ઈચ્છિત સ્ત્રીનું આકર્ષણ થાય છે.- ૧૯. વલયમન્ગદ્વાર:--
ॐ नमो भगवति! चण्डि ! कात्यायन ! सुभगदुर्भगयुवतिजनानाकर्षय आकर्षय ह्रीं र र यूं संबोपट देवदत्ताया हृदयं घेघे ॥
ઉભયભાષાના કવિશ્રેષ્ઠ શ્રીમક્ષિણસૂરિએ રચેલા ભૈરવપદ્માવતીકાલ્પમાં અંગનાકર્ષણ નામનો
છઠ્ઠો પરિચ્છેદ સંપૂર્ણ
૧-૨ યંત્રની આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૨૮, ૨૯.
For Private And Personal Use Only