________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
હવે હેમદ્રવ્યનું વિધાન કહે છે –
- શાંતિકર્મ અને પુષ્ટિકર્મના માટે કલમના ચોખા, સફેદ ધરોના અંકુરા, તથા ચંદનને હેમ કરે, સ્ત્રીના વશીકરણ કર્મના માટે કરેણના ફૂલને હોમ કરે, ભેંસાગુગળ અને કમળને હોમ કરવાથી નગરવાસી લોકો દિવસે દિવસે ક્ષોભ પામે છે, સોપારી તથા નાગરવેલના પાનને તેમ કરવાથી સઘળા રાજાઓ વશ થાય છે, તલ તથા ડાંગરને ઘી સહિત હોમ કરવાથી ધનધાન્યની વૃદ્ધિ થાય છે. ગાયના ઘીએ કરીને સહિત એવા મોગરાનાં ફૂલેને હોમ કરવાથી યોગિ જને પણ વશ થાય છે, ઘી સહિત કેરીઓના જથ્થાને હોમ કરવાથી ખેચરી નામની દેવી વશ થાય છે અને ખાખરાના ફૂલોને હોમ કરવાથી વયક્ષિણી નામની દેવી વશ થાય છે.-૩૬, ૩૭, ૩૮, ૩૯.
ઘરના ધૂમાડાની મેશ, લીંબડો, કાળા સરસવ, સમુદ્રનું મીઠું, કાગડાની પાંખ સહિત હોમવાથી એક માતાના પેટે જન્મેલા બન્ને ભાઈઓમાં પણ નિશ્ચયે કરીને વૈર થાય છે.-૪૦
સમશાનમાં રહેલા હાડકાએ કરીને સહિત બહેડાંના ઝાડનાં અંગારા અને ઘરના ધૂમાડાની મેશને તેમ કરવાથી દુશ્મન લોકે એક પખવાડીયાની અંદર મરણ પામે છે.-૪૧
ઉભયભાષાના કવિશ્રેષ્ઠ શ્રીમદ્વિષેણસૂરિએ રચેલા ભૈરવપદ્માવતીક૫માં વશીકરણ મંત્ર નામને
સાતમે પરિછેદ સંપૂર્ણ.
For Private And Personal Use Only