________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪] કુમાર પવનંજય તથા તેના પિતા પ્રહલાદરાજા પણ ભરત ચક્રવર્તીના કરાવેલા રત્નમય જિનમંદિરોની વંદના માટે કૈલાસ આવેલા, અને વંદન પૂજન કરીને ફરતા હતા ત્યાં રાજા મહેન્દ્રની નજર તેમના ઉપર પડી. રાજા મહેન્દ્ર પ્રસન્નતાપૂર્વક તેને કહ્યું કે મારી કન્યા અંજનીને આપના પુત્ર પવનકુમાર સાથે પરણાવવાનો વિચાર છે. રાજા પ્રફ્લાદે પણ સ્નેહથી કહ્યું કે મારા પુત્રના મહાભાગ્ય ! તમારી વાત પ્રમાણ છે. એ પ્રમાણે પવનકુમાર અને અંજનીનો સંબંધ નક્કી થતાં, ત્યાં માનસરોવરના કિનારે જ વિવાહૂ કરવાનું નક્કી થયું અને ત્રણ દિવસના લગ્ન સ્થપાયા.
અંજનીના રૂપની અભૂતતા સાંભળીને પવનકુમારને તરત જ તેને દેખવાની ઈચ્છા થઈ. ત્રણ દિવસ તેનાથી રહી ન શકાયું જ્યારે અંજનીને દેખું! એવી ચિંતા થઈ. અને પોતાના પ્રહસ્ત નામના મિત્રને વાત કરીઃ હે સખા! તારા વિના આ વાત કોને કહું? જેમ બાળક પોતાનું દુઃખ માતાને કહે, શિષ્ય ગુરુને કહે, કિસાન રાજાને કહે, રોગી વૈદને કહે, તેમ બુદ્ધિમાન પોતાના મિત્રને કહે છે, તેથી મારા મનની વાત હું તને કહું છું “ રાજા મહેન્દ્રની પુત્રી (અંજની) ને દેખ્યા વગર મારું મન સ્થિર થવાનું નથી.” પ્રહસ્ત હસ્યો. રાત પડતાં બન્ને મિત્રો વિમાનમાં બેસીને આકાશમાર્ગે અંજનીના મહેલે આવ્યા ને ઝરૂખામાં છૂપાઈને અંજનીનું રૂપ-લાવણ્ય દેખતાં પવનકુમારને પ્રસન્નતા થઇ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com