Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩] ત્યાંના રાજા પ્રહલાદ અને રાણી કહુમતીને વાયુકુમાર (અર્થાત્ પવનંજયકુમારક) નામનો પુત્ર છે, તે મહા પરાક્રમી, રૂપવાન, શીલવાન અને ગુણવાન છે, તેથી કન્યાને માટે તે બધી રીતે યોગ્ય છે. –આ વાત સાંભળીને બધાને હર્ષ થયો. વસંતઋતુ અને ફગણ માસની અષ્ટાલિકા આવી...આ સુદ અષ્ટમીથી પૂર્ણિમા સુધીના અણહ્નિકાના દિવસો મહામંગલરૂપ છે. આ દિવસોમાં ઈદ્ર વગેરે દેવો નંદીશ્વર દ્વીપે શાશ્વત રત્નમય જિનપ્રતિમાના પૂજન માટે ગયા, અને વિદ્યાધર-મનુષ્યો પૂજનસામગ્રી લઈને કૈલાસ પર ગયા. શ્રી ઋષભદેવપ્રભુના નિર્વાણકલ્યાણકથી તે પર્વત પૂજનીક છે. અંજની સહિત તેના પિતા મહેન્દ્રરાજા પણ ત્યાં આવ્યા, અને ભાવપૂર્વક ભગવાનની પૂજાસ્તુતિ-વંદના કરીને એક સુર્વણશિલા ઉપર બેઠા હતા. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79