Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 41
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૪] જેવા નિર્મળ છે ને પવન જેવા અસંગી છે...અપ્રમત્તભાવમાં ઝૂલી રહ્યા છે અને સિદ્ધ જેવા આત્માના આનંદને સાધી રહ્યા છે..(જાઓ ચિત્ર). આવા મુનિરાજને દેખતાં જ આ બન્નેના આનંદ નો પાર ન રહ્યો.... અહા ! ધન્ય ધન્ય મુનિરાજ ! એમ કહેતી હર્ષપૂર્વક તેઓ મુનિની સમીપ ગઈ.... મુનિરાજની વીતરાગ મુદ્રા નીહાળતાં જીવનના સર્વ દુ:ખ ભૂલાઈ ગયાં.. ભક્તિપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઇને, હાથ જોડીને નમસ્કાર કર્યા.. મુનિ જેવા પરમ બાંધવ પ્રાપ્ત થવાથી તેમનાં નેત્રો ફૂલી ગયાં.... આંસુ અટકી ગયા ને નજર મુનિના ચરણોમાં જ થંભી ગઇ.... હાથ જોડીને મહા વિનયપૂર્વક સ્તુતિ કરવા લાગી -હું ભગવાન ! હું કલ્યાણ રૂપ ! હે ઉત્તમ ધ્યાનના ધારક ! આપ કુશળ છોને !! હે નાથ ! આપના જેવા પુરુષો તો સર્વે જીવોની કુશળતાનું કારણ છે તેથી આપનું કુશળ શું પૂછવું! હે નાથ ! આપ તો સંસારને છોડીને આત્મહિત સાધી રહ્યા છો. આપ મહા પરાક્રમી છો, મહીં ક્ષમાવાન છો, પરમ શાંતિધારક છો, ઉપશાંતભાવમાં ઝૂલનારા છો, મન-ઇંદ્રિયોને જીતનારા છો, આપનો વિહાર જીવોના કલ્યાણનું કારણ છે. -આમ સ્તુતિ કરીને પછી મહા વિનયપૂર્વક ત્યાં બેઠી. મુનિના દર્શનથી તેમનો સર્વ ભય દૂર થઇ ગયો. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79