Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 63
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ પ૬] આશ્ચર્ય થયું. જેણે પોતાના મહાન પ્રતાપથી પર્વતના ખેડખંડ કરી નાખ્યા છે, જેનો આત્મા ધર્મથી ભરેલો છે ને જેનું શરીર તેજથી ભરેલું છે, –એવા નિર્દોષ બાળકને આનંદથી ખેલતો જોઇને માતા અંજની પણ ઘણું વિસ્મય પામી અને સ્નેહથી તેને તેડી લીધો, તેનું શિર ચૂંબીને તેને છાતીએ ચાંપી દીધો. ત્યારે રાજા પ્રતિસૂર્ય અંજનીને કહેવા લાગ્યો છે બાલિકા! આ તારો બાળક ઉત્તમ સંસ્થાન અને ઉત્તમ સંહનનને ધરનાર, વજકાય છે, એના પડવાથી પહાડના ચૂરા થઈ ગયા; જ્યાં બાલકપણામાં જ આની દેવોથી અધિક અભુત શક્તિ છે, ત્યાં યૌવનઅવસ્થાની શક્તિનું તો શું કહેવું? ચોક્કસ આ જીવ ચરમશરીરી છે, તદ્દભવમોક્ષગામી છે, તે ફરીને દેહ ધારણ નહિ કરે, આ ભવમાં જ એ સિદ્ધપદને સાધશે. આટલું કહીને અત્યંત પ્રમોદપૂર્વક, પોતાની અનેક સ્ત્રીઓ સહિત રાજા તે બાળકને ત્રણ પ્રદક્ષિણા દઈ હાથ જોડી, શિર નમાવીને નમસ્કાર કરવા લાગ્યો; અને પછી તે પુત્ર સહિત અંજનીને વિમાનમાં બેસાડીને પોતાના નગરમાં લઇ આવ્યો. રાજાના આગમનના સમાચાર સાંભળીને પ્રજાજનોએ નગર શણગારીને સ્વાગત કર્યું. અંજની તથા તેના પુત્ર સહિત રાજાએ નગરમાં પ્રવેશ કર્યો, અને દશે દિશામાં વાજિંત્રના નાદથી વિધાધરોએ બાળકના જન્મનો મોટો ઉત્સવ કર્યો, જેવો સ્વર્ગલોકમાં ઇદ્રની ઉત્પત્તિનો ઉત્સવ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79