Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 67
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૬૦]. નથી; તમારી પ્રિયાને તો એના પિતાએ વનમાં કાઢી મૂકી છે!' એ વાત સાંભળતાં જ વજાઘાતથી કુમારનું હૃદય ચૂરચૂર થઇ ગયું, કાનમાં જાણે ગરમ રસ રેડાયો, તેના હોસકોસ ઊડી ગયા ને જીવરહિત મૃતક શરીર જેવા તેના હાલ થઇ ગયા, શોકના દાહથી તેનું મુખ એકદમ કરમાઈ ગયું. એ પ્રમાણે હતાશ થયેલો કુંવર તરત જ મહેન્દ્રનગર છોડીને સ્ત્રીની તપાસ માટે પૃથ્વીને વિષે ભ્રમણ કરવા લાગ્યો, -જાણે કે વાયુકુમારને વાયુ લાગ્યો. પ્રહસ્ત મિત્ર પણ તેને અત્યંત આતુર દેખીને તેના દુ:ખથી ઘણો દુ:ખી થયો, ને તેને કહેવા લાગ્યો-હે મિત્ર! તમે ખેદખિન્ન કાં થાઓ! બૈર્ય ધારણ કરીને તમારું ચિત્ત નિરાકુળ કરો. આ પૃથ્વી કેવડીક મોટી છે !! -પૃથ્વીમાં જ્યાં હશે ત્યાંથી ગમે તેમ કરીને આપણે એને શોધી કાઢશું. કુમારે કહ્યું- હે મિત્ર! તમે તો આદિત્યપુર મારા પિતા પાસે જાઓ, અને સકલ વૃત્તાંત જણાવીને તેમને કહેજો કે જો મને મારી પ્રિયા નહિ મળે તો હું જીવી નહિ શકું! હું પૃથ્વીમાં ચારે કોર તપાસ કરું છું ને તમે પણ બધો બંદોબસ્ત કરો. કુંવરની આજ્ઞા પ્રમાણે પ્રહસ્ત મિત્ર તો આદિત્યપુર તરફ વિદાય થયો.... અને આ બાજા પવનકુમાર એકલો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79