________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૬૭ ]
તમારું ચિત્ત લાગેલું છે, તો આ જન્મદુઃખારીને છોડીને તમે કયાં ગયા ? આવો શું કોપ થયો કે બધા વિદ્યાધરોથી અદશ્ય થઇ ગયા! એક વાર આવીને અમૃતવચન બોલો. આટલા દિવસ તો આપના દર્શનની ઈચ્છાથી પ્રાણ ટકાવી રાખ્યા, હવે જો તમારા દર્શન નહિ થાય તો આ પ્રાણ મારે શું કરવાના? મારો મનોરથ હતો કે હવે તો નાથનો સમાગમ થશે, પણ મારો એ મનોરથ તૂટી પડયો. અરેરે! આ મંદાગિનીને કારણે આપ કષ્ટ પામ્યા, આપના કષ્ટની વાત સાંભળતાં મારા પ્રાણ કેમ નથી છૂટી જાતા ?
અંજનીને આમ વિલાપ કરતી દેખીને સખી વસંત કહેવા લાગી- હે દેવી! આવાં વચન ન બોલ. તું ધૈર્ય રાખ, તને તારા સ્વામીનો મિલાપ જરૂર થશે. પ્રતિસૂર્ય રાજાએ પણ તેને ઘણો દિલાસો આપ્યો ને કહ્યું કે હે પુત્રી! હું તારા પતિને તરત જ શોધી લાવું છું. –આમ કહીને મનથી પણ ઉતાવળા વિમાનમાં બેસીને આકાશમાર્ગે ચાલ્યો, ને પૃથ્વી ઉપર ઊતરીને ચારેકોર શોધવા લાગ્યો. રાજા પ્રતિસૂર્યની સાથે બન્ને શ્રેણીના વિધાધરો તેમજ લંકાના લોકો પણ યત્નપૂર્વક શોધ કરી રહ્યા છે. બધે તપાસ કરતાં કરતાં ભૂતરુવર વનમાં આવ્યા અને ત્યાં અંબરગોચર હાથીને દેખ્યો. હાથીને જોતાં જ સર્વ વિધાધરોને પ્રસન્નતા થઇ કે જ્યાં આ હાથી છે ત્યાં પવનકુમા૨ હશે, કેમકે પૂર્વે અનેકવાર અમે પવનકુમારને આ ગજરાજની સાથે દેખ્યો છે. વિદ્યાધરો જ્યારે આ અંજનિગિર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com