________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૬૬ ]
લગાડયું, તેથી મારા પુત્રના જીવનનો પણ સંદેહ છે. હું કુરભાવને ધરનારી, મહાવક્ર અને મંદભાગિની, મેં વગર વિચાર્યે કામ કર્યું. આ નગર, આ કુળ, આ વિજયાદ્ઘ પર્વત ને આ રાવણનું લશ્કર-એ કંઈ પણ પવનંજય વગર શોભતું નથી. મારા પુત્ર સમાન બીજું કોણ છે કે જેણે રાવણથી પણ અસાધ્ય એવા વરુણરાજાને ક્ષણમાત્રમાં પકડી લીધો. હા વત્સ ! દેવ-ગુરુની પૂજામાં તત્પર, વિનયવંત, તું કયાં ગયો ? તારા દુ:ખથી હું તસાયમાન છું, હે પુત્ર! તું આવીને મારી સાથે વાત કર ને મારા શોકને દૂર કર. –એમ વિલાપ કરતી તે માથું કૂટવા લાગી.
કેતુમતીના આવા વિલાપથી આખા કુટુંબને શોક થયો. પ્રહલાદ પણ અશ્રુપાત કરવા લાગ્યો. છેવટે રાજા પ્રહ્લાદ બધા પરિવારને સાથે લઇને, પ્રહસ્તની આગેવાની માં પુત્રને શોધવા માટે નીકળ્યો; બન્ને શ્રેણીના બધા વિધાધરોને પણ પ્રીતિથી બોલાવીને સાથે લીધા. બધા આકાશમાર્ગે કુંવરને શોધે છે, પૃથ્વીમાં પણ તપાસ કરે છે, ગંભી૨ વન અને જંગલમાં જુએ છે, પર્વતો અને ગુફાઓ પણ તપાસે છે.
પ્રહ્લાદનો એક દૂત રાજા પ્રતિસૂર્ય પાસે ગયો ને બધી વાત કરી; તે સાંભળતાં તેને મહા શોક થયો. અને અંજની એ વાત સાંભળીને પહેલાં કરતાં પણ વધારે દુ:ખ પામી. આંખમાં આંસુની ધારા વરસવા લાગી ને રુદન કરવા લાગી કે હા નાથ! મારા પ્રાણના આધાર! મારામાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com