Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 68
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૬૧] અંબરગોચર નામના હાથી ઉપર ચઢીને અંજનીને શોધવા પૃથ્વી ઉપર વન-જંગલમાં ચારેકોર વિચરવા લાગ્યો. એના મનમાં અનેક પ્રકારની ચિંતાઓ થવા લાગી કે: અરે, એ કોમળ શરીરવાળી અંજની શોકના સંતાપથી કયાં ગઈ હશે ! સદાય મારું જ ધ્યાન તેના હૃદયમાં હતું, એ બિચારી વિરહના તાપથી જલતી આ વિષમ વનમાં કઈ તરફ ગઈ હશે! એ સત્ય બોલનારી, નિષ્કપટ, ધર્મને ધારણ કરનારી અને ગર્ભના ભાર સહિત, કદાચિત એની વસંતમાલા સખીથી વિખૂટી પડી ગઈ હશે !એ પતિવ્રતા, શ્રાવિકાના વ્રત પાળનારી રાજકુમારી શોકને લીધે આંધળી તો નહિ થઈ ગઈ હોય ને! અથવા વિકટ વનમાં ભૂખી-તરસી ભટકતી કોઈ અજગર ભરેલા ઊંડા કૂવામાં તો નહિ પડી હોય ને! અથવા દુષ્ટ પશુઓના ભયંકર અવાજ સાંભળીને એ નિર્દોષ ગર્ભવતીના પ્રાણ તો નહિ છૂટી ગયા હોય ! પવનકુમાર વનમાં આમતેમ ઘૂમતો ચિંતા કરે છેઃ- મને પ્રાણથી પણ અધિક વહાલી અંજની આ ઘોર અરણ્યમાં પાણી વગર ગળું રૂંધાવાથી પ્રાણરહિત થઈ ગઈ હશે ? કદાચિત ગંગા નદી ઊતરતાં એ ભોળી રાજબાળા પાણીમાં તણાઈ ગઈ હશે? અથવા અનેક કાંટાઓથી તેને કોમળ ચરણ વિંધાઈ ગયાં હશે તેથી તેનામાં એક પગલુંય ચાલવાની તાકાત નહિ હોય ! કોણ જાણે શું દશા થઈ હશે? કદાચિત્ અતિદુઃખને લીધે ગર્ભપાત થઈ ગયો હશે ને તેથી તે જિનધર્મને સેવનારી સતી મહા વિરક્તભાવથી અજિંકા થઈ ગઈ હશે! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79