________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૫૪ ]
નહિ કરે. ફાગણ વદ અષ્ટમીની તિથિ છે અને શ્રાવણ નક્ષત્ર છે, વળી સૂર્ય, ચંદ્ર વગેરે બધા ગ્રહો ઉત્તમ સ્થાને રહેલા છે ને બળવાન છે; બ્રહ્મયોગ છે, ને શુભમુહૂર્ત છે; તેથી આ બાળક અદ્ભુત રાજ્ય પામશે તેમજ મુક્તિ દેનારું યોગીન્દ્રપદ પામશે. આ રીતે બાળક રાજેન્દ્ર અને યોગીન્દ્ર પદ પામીને અવિનાશી સખને પ્રાપ્ત કરશે.
જ્યોતિષીની વાત સાંભળીને બધાને અત્યંત હર્ષ થયો. થોડીવારે પ્રતિસૂર્ય રાજાએ અંજનીને કહ્યું: હે વત્સા! ચાલો, હવે આપણે હનુરુદ્દ દ્વીપે આપણા રાજ્યમાં જઇએ, ત્યાં જઇને આ બાળકના જન્મનો મોટો ઉત્સવ કરશું.
અંજનીએ એ વાત સ્વીકારીઃ અને ભગવાનની વંદના કરીને, પુત્રને ગોદમાં લઇને, ગૂફાના અધિપતિ ગંધર્વદેવ પાસેથી ક્ષમા માગીને, પ્રતિસૂર્યના પરિવાર સાથે ગુફામાંથી બહાર નીકળી, ને વિમાન પાસે આવીને ઊભી રહી. તેને જતી દેખીને આખું વન જાણે કે ઉદાસ થઈ ગયું હતું, વનનાં હરણાદિ પશુઓ પણ જાણે કે આંસુભીની આંખે તેને વિદાય આપતાં હોય તેમ મીટ માંડીને તેના તરફ જોઇ રહ્યાં હતાં... ગુફા, વન અને વનનાં પશુડાં પ્રત્યે એકવાર સ્નેહભરી દષ્ટિ કરીને અંજની વિમાનમાં બેઠી... સાથે વસંતમાલા વગેરે બધા બેઠા... અને વિમાન આકાશમાર્ગે ચાલ્યું.
વિમાન આકાશમાર્ગે જઇ રહ્યું છે; અંજનીના ખોળામાં એનો બાળક ખેલી રહ્યો છે... ને સૌ વિનોદ કરી રહ્યા
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com