Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 34
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨૭] આ ભોળી-નિષ્કપટ અંજની તમારા શરણે આવી છે. અત્યારે તે ગરીબ અને વિહળ થઈ ગઈ છે, એનો આત્મા અપવાદરૂપ આતાપથી પીડાય છે , તે જો તમારા આશ્રયે શાંતિ ન પામે તો બીજે કયાં પામશે? દ્વારપાળે રોકવાથી તે અત્યંત લજ્જિત થઇને, મોઢું ઢાંકીને દરવાજે ઊભી-ઊભી વિલખી રહી છે. આપના સ્નેહને લીધે તે સદા આપની લાડિલી છે, અને કેતુમતીની કૂરતા તો જગતમાં પ્રસિદ્ધ છે; માટે હે રાજ! તમે દયા કરીને એ નિર્દોષ અંજનીને મહેલમાં શીધ્ર પ્રવેશ કરાવો. -એ પ્રમાણે મહોત્સાહુ સામન્ત ન્યાયરૂપ વચનોથી ઘણું કહ્યું, પણ રાજાએ કંઈપણ લક્ષમાં ન લીધું; જેમ કમળના પાન ઉપર પાણી ન રહે તેમ રાજાના ચિત્તમાં એ વાત ન બેઠી. તે સામન્તને કહેવા લાગ્યો કે એની વસંતમાલા સખી તો સદા એની સાથે રહેનારી છે તેથી અંજની પ્રત્યેના સ્નેહને લીધે કદાચિત્ તે સાચી વાત ન કહે, તો આપણને નિશ્ચય કયાંથી થઈ શકે? એના શીલને વિષે સંદેહ છે માટે તેને નગરમાંથી કાઢી મૂકો...જો આ વાત પ્રસિદ્ધ થશે તો અમારા નિર્મળ કુળમાં કલંક લાગશે. મેં આ વાત પૂર્વે અનેક વાર સાંભળી હતી કે તે તેના ભરતારને અપ્રિય છે, તેની સામે તેનો ભરતાર નજર પણ કરતો નથી, –તો તેનાથી ગર્ભની ઉત્પત્તિ કઈ રીતે થઈ ? માટે ચોક્કસ તે દોષિત છે. જે કોઈ તેને મારા રાજ્યમાં રાખશે તે મારો શત્રુ છે. –આમ કહીને અત્યંત ક્રોધપૂર્વક, કોઇ ન જાણે તેમ રાજાએ તેને દરવાજેથી કાઢી મૂકી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79