________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [૨૮] સખી સહિત દુ:ખથી ભરેલી અંજની રાજાના માણસોને ત્યાં જ્યાં-જ્યાં આશ્રય લેવા ગઈ ત્યાં કોઈએ તેને આવવા ન દીધી...અંદરમાં તો દયા, પણ રાજાના ભયથી સૌએ બારણાં બંધ કરી દીધાં. અરેરે! જ્યાં બારેજ ક્રોધાયમાન થઇને મને કાઢી મૂકી ત્યાં બીજાની શી વાત!! એ તો બધાય રાજાને આધીન છે; –આમ વિચારીને અંજની બધેયથી ઉદાસ થઇ ગઇ, અને આંસુભીની આંખે પોતાની વહાલી સખીને કહેવા લાગી હે પ્રિય સખી! ચાલ, અહીં આપણું કોઈ નથી. આપણા સાચા માતા-પિતા ને રક્ષક તો દેવ-ગુરુ-ધર્મ જ છે, તેનું જ સદા શરણ છે. અહીં તો બધા પાષાણચિત્ત છે, અહીંઆ આપણો વાસ કેવો!! ચાલો, આપણે વનમાં ચાલ્યા જઈએ..
“ચલો સખી વહાં જઇએ, જહાં મુનિઓના વાસ! આત્મસ્વરૂપને સાધવા, વનમાં કરીએ વાસ.'
,
,
,
વાઘથી ભયભીત મૃગીની જેમ અંજની પોતાની સખી સાથે વનમાં ચાલી જાય છે. ટાઢ-તડકામાં ને કાંટા-કાંકરામાં ચાલી ચાલીને થાકી ગઈ ત્યારે વનમાં બેસીને રુદન કરવા લાગી: હાય હાય ! હું મંદભાગિની, પૂર્વના પાપને લીધે મહાકષ્ટ પામી શું કરું! કોના શરણે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com