Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 37
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અંજની અને તેની સખી અત્યંત દીનતાપૂર્વક મોટેથી એવું રુદન કરવા લાગી કે આસપાસની મૃગલીઓ પણ તેની દશા દેખીને આંસુ પાડવા લાગી ! ઘણીવાર થઈ ગઈ...ત્યારે મહાવિચક્ષણ વસંતમાલા સખી અંજનીને છાતીએ લગાડીને કહેવા લાગી: હે સખી! હવે શાંત થા! બહુ રોવાથી શું !! તું જાણે છે કે આ જીવને સંસારમાં કોઈ શરણ નથી, માતા-પિતા પણ શરણ નથી. શ્રી સર્વજ્ઞદેવ અને નિગ્રંથગુરુ જ સાચા માતા-પિતા છે; તારું સમ્યગ્દર્શન જ તને શરણભૂત છે, તે જ ખરું રક્ષક છે, અને આ અસાર સંસારમાં એ જ એક સારભૂત છે. માટે હે દેવી! આવા ચિંતવન વડે તું ચિત્તને સ્થિર કર. પૂર્વે ઉપાર્જલા કર્મઅનુસાર સંયોગ-વિયોગ તો થયા જ કરશે, -તેમાં હર્ષ શોક શું કરવો! હજારો અપ્સરાઓ જેને નીરખતી હોય એવો સ્વર્ગનો દેવ પણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79