Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 19
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૨] રાજા પ્રફ્લાદ ઉપર પણ એક પત્ર મોકલ્યો, તેમાં લખ્યું હતું કે “સમુદ્રની વચ્ચે દ્વિીપમાં પાતાલનગરમાં નિવાસ કરનાર રાજા વરુણને જીતવા અમે ચઢાઈ કરી છે, પરંતુ યુદ્ધમાં વરુણના પુત્રોએ અમારા બનેવી ખરદૂષણને પકડી લીધા છે, તો તેને છોડાવવા માટે તથા યુદ્ધમાં જીતવા માટે તમે તરત જ આવો.” પત્ર દ્વારા આજ્ઞા મળતાં તરત જ સ્વામીભક્ત રાજા પ્રહલાદ રાવણ પાસે જવા તૈયાર થયા. તે દેખીને પવનંજયકુમારે કહ્યું કે પિતાજી! આપ રહેવા ધો, મને આજ્ઞા આપો, હું વરુણને જીતી લઇશ. એ પ્રમાણે પિતા-માતાની આજ્ઞા લઇને, તથા પરિવારના બધા લોકોને સ્નેહપૂર્વક ધૈર્ય બંધાવીને, અને ભગવાન અરિહંત-સિદ્ધને નમસ્કાર કરીને કુમારે વિદાય લીધી... ..તે વખતે અંજની સુંદરી આંસુભીની આંખે દરવાજાના થાંભલાને ટેકે ઊભી હતી-જાણે કે થાંભલામાં કોતરેલી પૂતળી જ હોય ! –તેના ઉપર નજર પડતાં તરત જ કુમારે પોતાની દષ્ટિ સંકોચી લીકી...અને કુપિત થઇને કહ્યું- “અરે ! તારું દર્શન પણ દુ:ખકર છે, તું આ સ્થાનેથી ચાલી જા..નિર્લજ્જ થઇને અહીં કેમ ઊભી છે!” પતિના આવા કર્કશ વચન પણ અંજનીને અત્યારે પ્રિય લાગ્યા...જેમ ઘણા દિવસના તરસ્યા ચાતકને મેઘના બુંદ પ્રિય લાગે તેમ અંજનીને પતિના કર્કશ વચનો પણ અમૃત જેવાં પ્રિય લાગ્યાં. અને હાથ જોડીને ગદ્ગદ વાણીથી કહેવા લાગી-હે નાથ ! જ્યારે આપ અહીં બિરાજતા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79