Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 27
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨૦] થોડા જ દિવસોમાં હું પાછો આવીશ, ત્યાં સુધી તમે આનંદમાં રહેજો. ત્યારે અંજની હાથ જોડીને સંકોચપૂર્વક કહેવા લાગી કે હે સ્વામીનાથ! અત્યારે મારો ઋતુસમય છે, તેથી આપના સમાગમથી મને અવશ્ય ગર્ભ રહેશે. બધા જાણે છે કે અત્યારસુધી મારા ઉપર આપની કૃપા ન હતી, માટે મારા હિત ખાતર માતા-પિતાને તમારા આવવાનું વૃત્તાંત કહેતા જાઓ. પવનકુમારે કહ્યું કે હે દેવી ! માતા-પિતા પાસેથી તો હું વિદાય લઈને નીકળ્યો છું તેથી હવે તેમની પાસે જઇને આ વાત કહેતાં મને લજ્જા આવે છે, લોકો પણ મારી ચેષ્ટા જાણીને હાંસી કરશે. પણ તમારા ગર્ભના ચિહ્ન પ્રગટ થયા પહેલાં તો હું પાછો આવી જઇશ, માટે તમે ચિત્ત પ્રસન્ન રાખજો. અને કોઈ પૂછે તો, મારા આવવાની નિશાની તરીકે આ મારા નામની મુદ્રિકા રાખો તથા હાથનાં કડાં રાખો, તેથી તમને શાંતિ રહેશે. –આમ કહીને મુદ્રિકા તથા કડાં આપ્યાં અને વિદાય લીધી; જતાં-જતાં વસંતમાલાને આજ્ઞા કરી કે એની સેવા બહુ સારી રીતે કરજે.' ત્યાંથી નીકળીને પવનકુમાર અને પ્રહસ્ત બન્ને વિમાનમાં બેસીને આકાશમાર્ગે માનસરોવરના કિનારે લશ્કરના પડાવ તરફ ચાલ્યા ગયા. અહીં શ્રી ગૌતમસ્વામી કહે છે કે હે શ્રેણીક! આ લોકને વિષે કયારેય ઉત્તમ વસ્તુના સંયોગથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79