Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 26
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૯] તમારા પગે પડું છું તમે મારા ઉપર અતિ પ્રસન્ન થાઓ આ પ્રમાણે પવનકુમારે ઘણો સ્નેહ બતાવ્યો. ત્યારે પ્રાણનાથનો આવો સ્નેહ દેખીને મહાસતી અંજની પ્રસન્નતાપૂર્વક કહેવા લાગી. હે નાથ ! મારો આવો વિનય કરવો આપને ઉચિત નથી. મારું હૃદય તો સદા આપના ધ્યાનથી સંયુક્ત જ હતું તેથી આપ સદાય મારા હૃદયને વિષે બિરાજતા હતા; ને આપનો અનાદર પણ મને આદર સમાન ભાસતો. હવે તો આપે કૃપા કરીને ઘણો સ્નેહુ બતાવ્યો તેથી મને પ્રસન્નતા થઈ, મારા મનોરથ સિદ્ધ થયા. એ પ્રમાણે બન્નેએ પરસ્પર સ્નેહપૂર્વક વાતચીતથી અને સમાગમથી રાત વીતાવી. સવાર થતાં જ પ્રહસ્તમિત્રે આવીને કુમારને કુશલસમાચાર પૂછયા અને કહ્યું કે હું મિત્ર! હવે જલદી પાછા ચાલો; પ્રિયાજીનું વિશેષ સન્માન પાછા આવીને કરજો. અત્યારે તો કોઇ ન જાણે તેમ કટકમાં પહોંચી જવાનું છે. બીજા રાજા પણ આપણી રાહુ જાએ છે કે તે આવે એટલે સાથે જઇએ; વળી મહારાજા રાવણ પણ રોજ મંત્રીઓને પૂછે છે કે પવનકુમારના ડરા કયાં છે ને કયારે આવી પહોંચે છે? માટે હવે વિલંબ ન કરો. પ્રિયાજીની વિદાય લઇને જલદી આવો. –આમ કહીને પ્રસ્ત તો બહાર ચાલ્યો ગયો. પવનકુમાર અંજની પાસે વિદાય માંગતા સ્નેહપૂર્વક કહ્યું: હે પ્રિયે ! હવે હું જાઉં છું, તમે ઉદ્ધગ ન કરશો, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79