Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 22
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | [ ૧૫]. વિવાહ થયા હતા. વિવાહનું સ્થાન નજરે પડતાં કુમારને વધારે શોક થયોઃ હાય હાય! હું કેવો ક્રચિત્ત કે મેં તે નિર્દોષને નકામી તજી દીધી ! કટુવચન તો તેની દાસીએ કહ્યાં હતાં, તેણે તો કંઇ કહ્યાં ન હતાં. છતાં મેં વગર વિચાર્યું બીજાના દોષથી તેનો ત્યાગ કરી દીધો ! એ નિષ્કપટ જીવને નિષ્કારણ દુઃખ આપ્યું. આટલાં બધાં વર્ષો સુધી એને વિયોગમાં રાખી.. હવે શું કરું!! પિતા પાસેથી વિદાય લઇને ઘરેથી નીકળ્યો છું તેથી હુવે પાછા પણ કેમ જવાય? મોટું સંકટ આવી પડ્યું! જે એને મળ્યા વગર સંગ્રામમાં જઇશ તો મારા વિરહમાં તે જીવશે નહિ, અને તેનો અભાવ થતાં મારો પણ અભાવ થશે. જગતમાં જીવન સમાન બીજું કાંઈ નથી; માટે સર્વ સંદેહનું નિવારણ કરનાર મારા પરમ મિત્ર પ્રહસ્તને આનો ઉપાય પૂછું, તે બધી બાબતમાં પૂવીણ છે; જે વિચારીને કાર્ય કરે છે તે પ્રાણી સુખ પામે છે. -આમ પવનકુમાર વિચાર કરે છે... ત્યાં તો, કુમારને ચિંતાવાન દેખીને, તેના સુખે સુખી અને તેના દુઃખે દુઃખી એવો પ્રહસ્ત મિત્ર પૂછવા લાગ્યો કે અરે મિત્ર ! તમે કેમ ચિંતામાં છો? તમે રાવણને મદદ કરવા અને વરુણ જેવા યોદ્ધા સામે લડવા જાવ છો ત્યારે અતિ પ્રસન્નતા હોવી જોઇએ, તો જ કાર્યની સિદ્ધિ થાય. એને બદલે આજ તમારું વદનકમળ કેમ કરમાઈ ગયું છે? લજ્જા છોડીને જે હોય તે કહો. તમને ચિંતાવાન દેખીને મને વ્યાકુળતા થાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79