Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 14
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [0] આ બાજુ પવનંજયની સેનાના લોકો એકાએક કૂચનો હુકમ સાંભળતાં આશ્ચર્યમાં પડી ગયા...કે આ શું! વિના કા૨ણ કૂચ કેમ ? કોઈ કહે કે એનું નામ ‘પવનંજય’ છે તેથી તેનુ ચિત્ત પણ પવન જેવું ચંચળ છે. અંજનીના પિતા રાજા મહેન્દ્રને કુમારના પ્રયાણની ખબર પડતાં તરત તે પોતાના બંધુજનો સહિત રાજા પ્રહ્લાદ પાસે આવ્યો. પ્રહ્લાદ અને મહેન્દ્ર બન્નેએ ભેગા મળીને પવનકુમા૨ને સમજાવ્યો કે હૈ શૂરવીર! કૂચથી પાછા ફરો, ને અમારા બન્નેના મનવાંછિતની સિદ્ધિ કરો...ગુરુજનોની આશા સત્પુરુષોને આનંદનું કારણ છે, માટે અમારી વાત માની જાઓ. –એમ કહીને પ્રેમપૂર્વક તેનો હાથ પકડી લીધો. ત્યારે કુમાર પણ વિનયથી નમ્રીભૂત થઈ ગયો; અને ગુરુજનોની ગુરુતા ઉલ્લંઘવા અસમર્થ થઇ ગયો, તેથી તેમની આજ્ઞાથી પાછો ફર્યો.પણ મનમાં એમ વિચાર્યું કે એને પરણીને પછી છોડી દઈશ. રાજકુમાર પાછો ફરવાથી અંજની હર્ષથી રોમાંચિત થઇ. લગ્નનો સમય થતાં માનસરોવરના કિનારે મંગળપૂર્વક વિવાહ થયા. કન્યાને તો પ્રીતિ છે, ને વરને અપ્રીતિ છે, તે આના ભાવ જાણતો નથી. વિવાહ બાદ એક મહિનો ત્યાં ૫૨મઉત્સવ પૂર્વક રહ્યા, ને પછી પોતપોતાના સ્થાને ગયા. અહીં ગણધરદેવ કહે છે કે હે શ્રેણીક! જે વસ્તુના સ્વરૂપને નથી જાણતો અને વગર સમજ્યે પારકા દોષ ગ્રહણ કરે છે તે મૂર્ખ છે; અને બીજાના દોષ પોતાના ઉપર આવી પડે તો તે પાપકર્મનું ફળ છે. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79