________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને
બરાસ કસ્તુરીની વાર્તા. ( ૧૧ ) તજે, અહંકારી તજે અભીમાન. વઢવાડીઆ લડવાડ તજે, જ્યારે કરે છે ગાન; ચતુર નર ચાતુરી તજે, વીણ શબ્દ સુણ કાન નારિએ જે સાંભળે, તરત તજે અભિમાન; શબ્દ જે કઈ સાંભળે, સર્વે ભલે ભાન.
ચોપાઈએ વાત તે અહિંથી રહી, પણ રાજાની શી ગત થઈ નારી ગઈ નિચે જાણુ, રાજાએ તજવા ધાર્યા પ્રાણ તેસ. કરતાં વિત્યાં વરસ સાત, ત્યારે રાજા કહે પ્રધાનને વાત; વસસાત થયાં સર્વથી, હજી નારીની કાંઈ ભાળ જ નથી. માટે મારે હવે તવા પ્રાણ ત્યારે કહી પ્રધાને વાણ, કાલે રાણી તમારી આવશે, દુઃખ જશે ન સુખજ થશે. માટે ધીરજ રાખે મન’ એવું પ્રધાને કહ્યું વચન; રાતે રાજા સુતે જ્યાહરે, શુભ સ્વમ થયું ત્યારે; જાણે પાસે બેઠી છે નાર, પુત્ર ખોળામાં છે નિરધાર; તે. નારી બોલી એવું વચન, સાંભળો મારા રવામિન, મને માઠી મત ઉપની જ્યાહરે, હું દુઃખ ઘણું પામી ત્યારે. હવે તમે મળ્યા સ્વામિન એમ કહી દીધું આલીંગન; કંઠે ભરાવ્યા બેહ હાથ સ્પર્શ કર્યો સ્વામીની સાથે. ત્યારે રાજાએ બેલજ કહ્યા, તારાવિના બહુ દુખીયા થયા; તેમ કહી દીધુ આલીંગન, એટલે ઉઘડી ગયાં લોચન. પ્રાતઃકાળ થયે જ્યાહરે, નીત કર્મ કીધું ત્યારે કપડાં સુંદર પહેર્યા સાર, આવી બેઠો સભા મેજર. એટલે આવ્યું પુર પ્રધાન, રાજાએ બહુ દીધું માન; પેલું સ્વપ્ન દીધું જેહ, પ્રધાન આગળ સર્વ માંડી કહ્યું તે. ત્યારે પ્રધાન કહે સાંભળરે રાય, હવે થોડા દિવસમાં ચીંતા જાય. રાજા કહે ફરકે જમણું લેાચન, તેવું સાંભળી થો. પ્રસન, હવે તે વાત અહીંથી રહી, પેલે વાદી કંકણુ લાગે તહીં; ફરતે ફરતે દેશ વિદેશ, તે નગરમાં કીધે પ્રવેશ, તે બાજીગર વિચાર્યું મન, તેને વેચીને લેઉ ધન, તે કંકણનું કુલ કેણ કહે
For Private And Personal Use Only