Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 21
________________ '૧૧ તપસ્વી શિરોમણી અગ્નિશમાં ! પૂર્વજન્મના કોક અશુભ કર્મોના ઉદયે તમને બાલ્યવયથી જ એવું વિચિત્ર શરીર મળ્યું છે કે જે આબાલ વૃદ્ધ સહુને માટે મશ્કરીનું કારણ બની રહ્યું છે. પેટ મોટું અને પગ ટૂંકા, હાથ વાંકા અને માથું મોટું. આંખો ત્રાંસી અને કાન લાંબા. તમારા આ શરીરને જોઈને સહુ તો મશ્કરીનો આનંદ માણી જ રહ્યા છે પરંતુ એ નગરીનો રાજકુમાર ગુણસેન પણ તમારી બેફામ ટીખળ ઉડાડી રહ્યો છે. સહુ દ્વારા થતી આ મજાક-મશ્કરીથી કંટાળી જઈને તમે ગામ બહાર રહેલા આશ્રમમાં આવ્યા છો અને આશ્રમના કુલપતિ પાસે વિધિવત તાપસધર્મ તો અંગીકાર કર્યો જ છે પરંતુ એ જીવન અંગીકાર કરતાંની સાથે જ તમે એક ભીષ્મ પ્રતિજ્ઞા કરી છે. ‘જીવનભર માસખમણને પારણે માસખમણની તપશ્ચર્યા તો ખરી જ પણ માસખમણને પારણે એક જ ઘરે જવાનું. ત્યાં જે આહાર મળે એ વાપરી લઈને એના પર બીજું માખમણ ઝુકાવી દેવાનું !' - તમારા આ તપના પ્રકૃષ્ટ વૈભવના સમાચાર જેમ જેમ પ્રસરતા ગયા તેમ તેમ તમારા દર્શનાર્થે લોકોનાં ટોળેટોળાં આવવા લાગ્યા. એમાં એક દિવસ રાજકુમાર ગુણસેન પોતે આવી ચડ્યો. દર્શન કરીને તમારી સન્મુખ બેઠો. “આ જીવન અપનાવવા પાછળનું કારણ ?” ‘વૈરાગ્ય’ તપના આવા વૈભવના સ્વામી બની જવા પાછળ...' ‘જાતજાતનાં કારણો હોય છે. ક્યાંક પરાભવ એ કારણ બની રહે છે તો ક્યાંક શરીરના રોગો કારણ બની રહે છે. ક્યાંક સ્વજનવિયોગ કારણ બની રહે છે તો ક્યાંક દરિદ્રતા કારણ બની રહે છે.' આપને...” મને? રાજકુમાર ગુણસેન મારા તપવૈભવમાં કારણ છે” ‘ગુણસેન?’ ‘પણ શી રીતે ?' ‘એના દ્વારા સતત થયેલા મારા પરાભવે મને આવો તપવૈભવ પમાડ્યો છે. સાચે જ એનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલુ.” એ રાજકુમાર ગુણસેન હું જ છું અને આજે તો હું આ નગરીનો રાજા બની ગયો છું. આપના મેં કરેલ પરાભવો બદલ હું આપની વારંવાર ક્ષમા માગું છું.” મારા મનમાં તારા પ્રત્યે કોઈ દુર્ભાવ છે જ નહીં' એક વિનંતિ છે” ‘બોલ’ ‘આ વખતના માસખમણનું પારણું કરવા આપ મારે ત્યાં પધારો. મારા દિલનો ઉચાટ કંઈક અંશે તો શમશે !” ૨૦

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100