Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 52
________________ એક દિવસ તમે સંચારામાં તા છો અને એ જ વખતે એક મુનિ ભગવંત તમારી પાસે આવી ચૂક્યા છે. ‘ગુરુદેવ, આગમની આ પંક્તિનો અર્થ નથી સમજાતો' તમારી આંખ મીચાવાની તૈયારી હતી છતાં એ મુનિ ભગવંતના મનની જિજ્ઞાસા શાંત કરવા તમે સંઘારામાં બેઠા થઈ ગયા છો અને એ મુનિ ભગવંતે રજૂ કરેલ આગમની પંક્તિનો અર્થ તમે એને પ્રસન્નચિત્તે સમજાવ્યો છે. ખૂબ પ્રસન્ન થઈને એ મુનિ ભગવંત આપની પાસેથી ગયા છે અને તમે સૂઈ જવા પુનઃ સંથારામાં લંબાવ્યું છે પણ, તમારી આંખ મીંચાય એ પહેલાં અન્ય એક મુનિ ભગવંત તમારી સમક્ષ આવીને ઊભા રહી ગયા છે. ‘ગુરુદેવ, આગમની આ પંક્તિની આગળનું પદ અને વાક્ય આપ મને કહો અને એનો અર્થ પણ સમજાવો’ હાથ જોડીને એ મુનિ ભગવંતે આપને વિનંતિ કરી છે અને સંચારામાં પુનઃ બેઠા થઈ જઈને આપે એમની જિજ્ઞાસા શાંત કરી છે. એ મુનિવર પોતાના સ્થાને પહોંચે એ પહેલાં એક ત્રીજા મુનિવર પોતાના મનની શંકાનું સમાધાન કરવા તમારી પાસે આવી પહોંચ્યા છે. તમે એમની શંકાનું સમાધાન પણ કરી આપ્યું છે પણ એ મુનિવર જતાંની સાથે જ એક ચોથા મુનિવર તમારી પાસે એવી જ કોક શંકા લઈને ઉપસ્થિતિ થઈ ગયા છે. શરીર તમારું શ્રમિત છે. આંખો તમારી નિદ્રાથી ઘેરાયેલી છે. સંથારો વ્યવસ્થિત પથરાઈ ચૂક્યો છે પણ આગમ પંક્તિઓનાં સમાધાનો મેળવવા આવી રહેલ મુનિઓના કારણે તમે સૂઈ શક્યા નથી અને તમે વિચારમાં ચી ગયા છો. મારા વડીલ બંધુ મુનિવર કશું જ ભળ્યા નથી તો કેટલા બધા મજામાં છે ? શાંતિથી એ સૂઈ જાય છે. સ્વેચ્છાએ એ ભોજન કરે છે અને સ્વેચ્છાએ એ બોલે છે. આ હું ઘણું ભણ્યો છું એની જ તકલીફ છે ને ? નથી મને આરામ કરવા મળતો કે નથી મને સૂવા મળતું. વડીલ બંધુ મુનિવર જેવું સુખ મારે ભોગવવું જ છે અને એટલે આજથી મારે ભણવાભણાવવાનું કામ બંધ !' આ વિચાર સાથે તમે બાર દિવસ સુધી સંપૂર્ણ મૌન થઈ ગયા છો. નથી તમે એ સમય દરમ્યાન કાંઈ ભણ્યા કે નથી તમે એ ગાળા દરમ્યાન કોઈને ય ભણાવ્યા. આ પાપની આલોચના કર્યા વિના તમે જીવન સમાપ્ત કરીને અજિતસેન રાજાની પત્ની યશોમતીની કૂખે પુત્રપણે ઉત્પન્ન તો થયા છો, રાજકુમાર તરીકેનાં બધાં જ સુખો તમે ભોગવી તો રહ્યા છો પણ આઠ વરસની વયે તમને અધ્યાપક પાસે ભણવા મોકલ્યા છે અને તમે ભણવાનો સખત પુરુષાર્થ કરી રહ્યા છો છતાં તમને એક અક્ષરની પણ સ્ફૂર્તિ થઈ નથી એટલું જ નહીં, યુવાવસ્થામાં તમે આવ્યા છો ત્યારે પૂર્વકૃત કર્મના ઉદયથી તમારા શરીરમાં કુષ્ઠ રોગ ઉત્પન્ન થઈ ગયો છે અને તમારું શરીર સતત શ્રણ થતું ચાલ્યું છે. તમે તો દુઃખી છો જ, તમારાં માતા-પિતાની વ્યથાનો પણ પાર નથી. પ્રભુ, શક્તિનો સદુપયોગ ન કરીએ તો ય શક્તિનો આવો અંતરાય જ ઊભો થઈ જતો હોય તો શક્તિના દુરુપયોગમાં તો આત્માની હાલત કેવી કફોડી બની જતી હશે એની કલ્પના કરતાં ય યઘરી જવાય છે. મને નથી લાગતું કે મારા પુરુષાર્થે હું બચી શકું. કરુણા વરસાવીને તારે જ મને બચાવી લેવો રહ્યો ! ૫૧

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100