Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 61
________________ કામાસક્ત રૂપસેન બંગલાદેશના રાજા વાસુદત્તનો તું ચોથા નંબરનો પુત્ર. નામ તારું રૂપસેન. એકવાર તું પહોંચ્યો છે પૃથ્વીભૂષણ નામના નગરમાં. ત્યાંના રાજવી કનકધ્વજની પુત્રી કે જેનું નામ સુનંદા છે એ રાજમહેલના ગવાક્ષમાં ઊભી ઊભી નગરચર્યા નિહાળી રહી છે અને અચાનક એની નજર રસ્તાના નાકે રહેલ એક દુકાન પર પાન લેવા ઊભેલા તારા પર પડી છે અને તારા રૂપદર્શને એ કામવિહ્વળ બની ગઈ છે. પોતાની વિશ્વાસુ દાસીને એણે તુર્ત તારી પાસે મોકલી છે અને કહેવડાવ્યું છે કે “કૌમુદી મહોત્સવના પ્રસંગ પર આપ રાજમહેલના પાછળના ભાગે આવી જજો.’ th 'A' ' ‘દાસી ! તું નીચે જા અને તે યુવાનને મારો સંદેશો આપ કે કૌમુદી મહોત્સવના પ્રસંગે તે મને રાજમહેલમાં આવીને મળે' રૂપસેન! તમારા પર મોહાસક્ત બનેલી સુનંદાએ દાસીને આ આજ્ઞા કરી છે. રાજકુમારીનો સંગ મળવાના ખ્યાલે તું તો પાગલ પાગલ બની ગયો છે. ક્યારે કૌમુદી મહોત્સવ આવે અને ક્યારે હું રાજકુમારી પાસે પહોંચી જાઉં ?' આ વિચારોમાં ખોવાઈ ગયેલો તું જેમ તેમ કરીને દિવસો પસાર કરી રહ્યો છે અને આખરે દિવસ આવી જ ગયો. તું બની-ઠનીને ઘરની બહાર નીકળી રાજમહેલની દિશા તરફ ચાલવા ૬૦

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100