Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 72
________________ પિતાજી ! મેં બીજું તો કાંઈ નથી કર્યું પરંતુ નગરની બહાર જે સુદર્શન નામના મુનિરાજ છે ને, એમના માટે મેં લોકોને એમ કહ્યું છે કે “આ મુનિરાજને તો એક સ્ત્રી સાથે મેં ક્રીડા કરતા જોયા છે.' સાચે જ તે જોયા છે?’ ‘તો ?' તો મજાકમાં આમ કહ્યું છે? અરર...વેગવતી, આ તે શું કરી દીધું છે? એક પવિત્ર મુનિરાજ પર આવું આળ? અત્યારે ને અત્યારે જ તું એ મુનિરાજ પાસે પહોંચી જા. એમની હૃદયપૂર્વક માફી માગી લે અને ઉપસ્થિત લોકો સમક્ષ ખુલાસો પણ કરી દે કે મેં જે કાંઈ કહ્યું છે એ મજાકમાં જ કહ્યું છે.” શ્રીભૂતિએ ક્રોધમાં આવી જઈને તને સ્પષ્ટ આજ્ઞા જ કરી દીધી છે. મનથી ભારે ભયભીત થઈ ગયેલ થરથર કાંપતી તું તુર્ત જ મુનિ ભગવંત પાસે આવી છે. “મશ્કરીમાં મેં આપના ઉપર અસતુ આરોપ મૂકીને કલંક લગાડ્યું છે. બાકી આપ તો સંપૂર્ણપણે નિર્દોષ જ છો. મારા એ અધમતમ અપરાધની આપ મને ક્ષમા આપો' ત્યાં હાજર રહેલ લોકો સમક્ષ તેં એ મુનિવરની ક્ષમા તો માગી લીધી છે પણ વેગવતી, તારા એ જઘન્યતમ અપરાધે તને સીતાના ભવમાં મોકલીને એવા જ કલંકની શિકાર બનાવી છે કે જેનાથી મુક્ત થતાં તારા નવનેજાં પાણી ઊતરી ગયા છે. AGO TUS આ 5 વેગવતી ! પવિત્ર મુનિવર પર તે મૂકી દીધેલા આળની સજા કરવા શાસનદેવતાએ તારા મુખને એકદમ શ્યામ કરી દીધું છે. પ્રભુ, કરુણતા મારા જીવનમાં એ સર્જાઈ છે કે મારી પીડાની કક્ષા પણ જો તુચ્છ છે તો મારા આનંદની કક્ષા પણ તુચ્છ છે. અને આ તુચ્છ કક્ષાની પીડાએ અને આનંદે મને તુચ્છ ભવોની જ ભેટ ધરી છે. એક વિનંતિ કરું તને? મને તું પીડાની અને આનંદની એ મહાન કક્ષા દે કે જે મને મહાન બનાવીને જ રહે. ૭૧

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100