Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 90
________________ બન્યું છે એમાં એવું કે જે વૃક્ષ નીચે તમે બેઠા છો ત્યાં એ ઢેલ બેઠી છે કે જેણે ઇંડાં મૂક્યાં છે. તમારા સહુના આવાગમનને કારણે અને કોલાહલને કારણે ઢેલ ભયભીત થઈ ગઈ છે અને ઇંડાંને ત્યાંને ત્યાં જ રહેવા દઈને ભાગી ગઈ છે. તમે કૂતુહલથી એ ઇંડાંની નજીક તો ગયા જ છો પરંતુ તમે એ ઇંડાંને હાથમાં પણ લઈ બેઠા છો. તમારા હાથ હતા કંકુવાળા અને તમારા હાથમાંનું એ કંકુ ઇંડાં પર લાગી જવાથી ઇંડાં બની ગયા છે કંકુવરણાં ! તમે થોડી જ વારમાં એ ઇંડાં પાછા યથાસ્થાને મૂકી દીધા છે અને સહુ સખીઓ સહિત તમે ઘર તરફ જવા નીકળી ગયા છો. વૃક્ષ નીચે તમારી ગેરહાજરીનો ખ્યાલ આવી જતાં જ પેલી ઢેલ ઇંડાં પાસે આવી તો ગઈ છે પણ ઇંડાં કંકુવરણાં થઈ ગયેલા હોવાથી એ પોતાનાં ઇંડાંને ઓળખી શકી નથી. ‘મારાં ઇંડાં ક્યાં ગયા ?! આ વિચાર સાથે એ શોકમાં ગરકાવ થઈ ગઈ છે. એની આંખમાંથી આંસુ વહેવાના ચાલુ થઈ ગયા છે. એ આકુળવ્યાકુળ બની ગઈ છે. વૃક્ષને ગોળ ગોળ ફરવાનું એણે ચાલુ કરી દીધું છે. એના મુખમાંથી કરુણસ્વરો નીકળી રહ્યા છે. એ સમયે. અચાનક આકાશમાં વીજળી ચમકવા લાગી છે. વાદળાના ગડગડાટના અવાજો ચાલુ થઈ ગયા છે. ઠંડો પવન ફૂંકાવાનો ચાલુ થઈ ગયો છે. મોરલાઓના કેકારવ શરૂ થઈ ગયા છે અને ગણતરીની પળોમાં તો વરસાદ વરસવાનો ચાલુ થઈ ગયો છે. શરૂઆતમાં છાંટણાં. પછી ઝાપટાં અને પછી ધોધમાર. બારે બાર્ગ વરસી રહેલા આ વરસાદે એક ચમત્કાર ને સર્જી દીધો છે કે પેલાં પર લાગી ગયેલ કંકુનો રંગ ધોવાઈ ગયો છે. ઇંડાં એના મૂળ સ્વરૂપવાળાં બની ગયા છે. અને જ્યાં ઢેલની નજ૨ એ ઇંડાં પર પડી છે, આનંદવિભોર બનીને એ નાચવા લાગી છે. એને ખ્યાલ આવી ગયો છે કે આ એ જ ઇંડાં છે કે જેને સેવવાનું એણે બંધ કરી દીધું છે. પુનઃ એણે એ ઇંડાં સેવવાનું ચાલુ તો કરી દીધું છે પરંતુ રુક્મિણી, ૧૬ થી સુધી એ ઇંડાં સેવવાથી એ દૂર થઈ ગઈ હતી, જેમાં નિમિત્ત તમે બન્યો હતો. માત્ર મજાકમાં તમારાથી થઈ ગયેલ આ કૃત્યે તમને જે કર્મબંધ કરાવી દીધો હતો એ કર્મબંધે તમને ૧૬ ૧૬ વરસ સુધી પુત્રવિયોગ કરાવ્યો છે. 'પ્રભુ, ૧૬ ઘડીના વિયોગની સજા ૧૬ વરસ ? ” ‘હા’ પ્રભુ, કમાશી પાઈની ન હોય અને માથે દેવું રોજ વધતું જતું હોય, એ વેપારી જેવી કરુણ મારી હાલત છે. કર્મનિર્જરાનો કોઈ યોગ મારી પાસે નથી અને કર્મબંધ કરાવતા સંખ્યાબંધ અશુભ યોગોથી હું ઘેરાઈ ગયો છું. તું કરુણા કરે તો જ મારી મુક્તિ સંભવિત છે. આ પંક્તિ એ સંદર્ભમાં જ રચાઈ છે ને ? ‘ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.' + ૮૯

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100