Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 89
________________ ROછે. રુકિમણી ! પ્રભુ નેમનાથ સમવસરણમાં બિરાજમાન થઈને દેશના આપી રહ્યા છે. દેશના-શ્રવણે સહુનાં મસ્તક ડોલી રહ્યા છે અને હૈયાં આનંદમાં ગરકાવ થઈ રહ્યા છે. દેશના સાંભળવા તમે પણ આવ્યા છો. અને તમે તમારા મનની એક જિજ્ઞાસા પ્રભુ પાસે વ્યક્ત કરી છે. “પ્રભુ, એવું તે કયું પાપ મેં ભૂતકાળના ભાવોમાં આચરી લીધું કે જેના દુમ્રભાવે વર્તમાન જીવનમાં ૧૬/૧૬ વરસ સુધી મને પુત્રનો વિયોગ થયો છે ? એક વરસ માટે પણ થતો પુત્રવિયોગ કોઈ પણ માતા માટે જો વેદનાદાયક પુરવાર થતો હોય છે તો મારે લમણે તો પુત્રવિયોગનું દુઃખ ૧૬ ૧૬ વરસ સુધી ઝીંકાયેલું રહ્યું છે. કારણ શું છે એની પાછળ ? અને રુકિમણી, પ્રભુએ તમારા ભૂતકાળના ભવના નહીં ખૂલેલાં પાનાં બારેય પર્ષદા સમક્ષ ખુલ્લાં મૂકી દીધા છે. * * * તમે કોક નગરમાં એક બ્રાહ્મણના ઘરે લગ્ન કરીને ગયા છો. પતિ તમને પ્રેમાળ મળ્યો છે. સંપત્તિ એની પાસે અમાપ છે. પરસ્પર તમારા બંનેનો મનમેળ પણ સારો છે. એક દિવસ તમે તમારી કેટલીક સખીઓ સાથે ક્રીડા કરવા જંગલમાં ગયા છો. કોક ગીત ગાય છે, કોક નૃત્ય કરે છે, કોક તાળી પાડી રહી છે તો કોક ફેરફૂદડી ફરી રહી છે. પુષ્કળ સમય આ ક્રીડામાં પસાર થયા બાદ તમારા સહિત બધી જ સખીઓ શ્રમિત થઈ ગઈ છે અને અલગ અલગ વૃક્ષ નીચે આરામ કરવા તમો સહુ બેસી ગયા છો. in alli , રુકિમણી ! તમે કૂતુહલથી મોરનાં ઈંડાં હાથમાં તો લીધા પરંતુ કંકુવાળા હાથનો રંગ ઈડાં પર લાગી જતાં ઈડાં કંકુવરણા થઈ ગયા. ૮૮

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100