Page #1
--------------------------------------------------------------------------
________________
મુનિવર સિંહગુફાવાસી !
સંયમજીવનમાં આપનું મૂળ નામ શું હતું, એની તો મને કોઈ જ જાણકારી નથી અને છતાં આપને મેં ‘સિંહગુફાવાસી મુનિવર !” ના નામથી જે સંબોધન કર્યું છે એની પાછળ આપે જ કરેલ એક ભવ્યતમ પરાક્રમનો ઇતિહાસ ધરબાયેલો છે.
આપના ગુરુદેવનું નામ સંભૂતિવિજયજી મહારાજ ! એક દિવસ એમની પાસે આપના સહિત અન્ય બે મુનિવરો પહોંચી ગયા છો કે જેમાં એક મુનિવરનું નામ તો સ્થૂલભદ્રસ્વામી છે. ગુરુદેવને વંદન કરીને આપ સહુએ ગુરુદેવ પાસે અનુજ્ઞા માગી છે.
‘આપની જો સંમતિ હોય તો હું સંપૂર્ણ ચાતુર્માસ કોશા વેશ્યાને ત્યાં ગાળવા માગું છું’ સ્થૂલભદ્ર સ્વામીએ પોતાના મનની ભાવના ગુરુદેવ પાસે રજૂ કરી છે.
“મારી ભાવના સર્પના રાફડા પાસે ઉપસ્થિત રહીને ચાતુર્માસ પસાર કરવાની છે” ગુરુદેવ પાસે આપના ગુરુભાઈએ પોતાના મનની વાત રજૂ કરી છે.
‘મારી ઇચ્છા સિંહની ગુફામાં ચાતુર્માસ પસાર કરવાની છે” આપે આપના મનની ભાવના ગુરુદેવ પાસે રજૂ કરી છે.
અને કમાલ ! આપના સહુમાં આપના ગુરુદેવે શું સત્ત્વ જોયું હશે કે આપને ત્રણેયને ગુરુદેવે આપની ઇચ્છા મુજબના સ્થળે ચાતુર્માસ વ્યતીત કરવાની સંમતિ આપી દીધી છે.
કોશા વેશ્યા સાથે સ્થૂલભદ્રસ્વામીના ચિરપરિચિત આત્મીય સંબંધો છે. એને ત્યાં ચાતુર્માસ પસાર કરવાનું અને મનને નિર્વિકારી રાખવાનું એ સર્વથા અસંભવિત લાગે છતાં સ્થૂલભદ્ર સ્વામી ગુરુદેવની આજ્ઞા લઈને કોશાને ત્યાં ચાતુર્માસ કરવા નીકળી પડ્યા છે.
સર્પના રાફડા પાસે અને સિંહની ગુફામાં ચાતુર્માસ કરવામાં જાનથી હાથ ધોઈ નાખવાનો પ્રસંગ આવી પડે એવી પૂરી સંભાવના છતાં આપના ગુરુભાઈ અને આપ, બંને ગુરુદેવના આશીર્વાદ લઈને તે-તે સ્થળે ચાતુર્માસ કરવા નીકળી ચૂક્યા છો.
કોશાને ત્યાં ચાતુર્માસ કરવા જવામાં સ્થૂલભદ્રસ્વામીના ભાવપ્રાણ પર જો જોખમ હતું તો સર્પના રાફડા પાસે કે સિંહની ગુફા પાસે ઊભા રહીને ચાતુર્માસ વ્યતીત કરવામાં આપના બંનેના દ્રવ્યપ્રાણ પર જોખમ હતું પણ ગુરુકૃપાએ સર્યો એક અનેરો ચમત્કાર અને આપ સહુ હેમખેમ ચાતુર્માસ પૂર્ણ કરીને આવી પહોંયા ગુરુદેવના પાવન સાંનિધ્યમાં.
“વત્સ, તેં દુષ્કર કાર્ય કર્યું ગુરુદેવના ચરણમાં આપે મસ્તક ઝુકાવ્યું અને આપના મસ્તક પર વાત્સલ્યભીનો હાથ ફેરવતા ગુરુદેવે આપે કરેલ પરાક્રમને આ શબ્દથી નવાજ્યુ.
“વત્સ, તેં પણ દુષ્કર કાર્ય કર્યું? સર્પના રાફડા પાસે ઊભા રહીને ચાતુર્માસ વ્યતીત કરનાર આપના ગુરભાઈના પ્રચંડ સત્ત્વને આ શબ્દોમાં બિરદાવ્યું આપના ગુરુદેવે, પણ,
Page #2
--------------------------------------------------------------------------
________________
" ૬૧ ૬Ma[ I
કોશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ કરીને ગુરુદેવ પાસે આવી ગયેલ સ્થૂલભદ્રસ્વામીને જ્યારે ‘કુરકુર ’ શબ્દથી વધાવ્યા ત્યારે સિંહગુફાવાસી મુનિવર ! તમારું મોટું પડી ગયું.
તમારું અંતર એમના પ્રત્યેની ઈર્ષ્યાથી સળગી ગયું.
સ્થૂલભદ્રસ્વામી આપના ગુરુદેવના ચરણમાં જેવા ઝૂક્યા, આપના ગુરુદેવ એમને વાત્સલ્યથી નવડાવી નાખતા બોલી ઊઠ્યા કે,
‘વત્સ, તેં તો દુષ્કર દુષ્કર કાર્ય કર્યું” અને ગુરુદેવના આ શબ્દોએ આપના મનમાં ધરતીકંપ સર્જી દીધો ! “ચાર ચાર મહિના પેટમાં વિગઈઓ પધરાવનાર સ્થૂલભદ્ર દુષ્કર દુષ્કરકારક અને ચાર ચાર મહિનાના ઉપવાસ ઝુકાવી ચૂકેલો હું દુષ્કરકારક? વેશ્યાને ત્યાં રંગમહેલમાં રહીને બધી જ જાતની અનુકૂળતાઓ ભોગવીને આવેલા સ્થૂલભદ્રસ્વામી દુષ્કર દુષ્કરકારક અને દરેક પળે જાન જ્યાં ખતરામાં હતો એ સિંહની ગુફા પાસે ઊભો રહેલો હું માત્ર દુષ્કરકારક જ? ઠીક છે. સ્થૂલભદ્ર આખરે તો મંત્રીપુત્ર છે ને? ગુરુદેવને મારા કરતાં એ વધુ વહાલા લાગતા હોય તો એમાં કોઈ નવાઈ નથી.”
સિંહગુફાવાસી મુનિવર ! સ્થૂલભદ્ર પ્રત્યે તમારા મનમાં જાગી ગયેલા ઈષ્યભાવે, અનંતોપકારી તમારા ગુરુદેવશ્રી પ્રત્યે તમારા મનમાં કેવો દુર્ભાવ પેદા કરાવી દીધો છે અને એ દુર્ભાવે તમને ગુરુદેવ સામે બળવો કરવા કેવા તૈયાર કરી દીધા છે, એની વિગતો શાસ્ત્રના પાને વાંચ્યા પછી પ્રભુને પ્રાર્થના કરવાનું મન થઈ જાય છે કે -
“હે પરમાત્મન્ ! તું મને ગુણનો માલિક મોડો બનાવજે. હું એ વિલંબને પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લઈશ પરંતુ ગુણદૃષ્ટિનો માલિક તો તું મને અત્યારે જ બનાવી દે કારણ કે એના વિના તો હું ય કદાચ સિંહગુફાવાસી મુનિવરના રસ્તે જ કદમ માંડી બેસીશ.”
Page #3
--------------------------------------------------------------------------
________________
R
મુનિવર કંડરિક !
કોક મુનિવરની દેશના સાંભળીને વૈરાગ્ય તો તમને ય થયો અને તમારા વડીલ બંધુ પુંડરિકને ય થયો. એક સાથે તમે બંને ચારિત્રજીવન અંગીકાર કરવા તૈયાર થઈ ગયા પરંતુ મોટાભાઈ સાથે સમજાવટ કરીને તમે સંયમમાર્ગે નીકળી પડ્યા અને રાજ્યની જવાબદારી નિભાવવા કમને પણ એ સંસારમાં રહી ગયા.
સંયમજીવન અંગીકાર કર્યા બાદ તમે લાગી ગયા સ્વાધ્યાય અને તપમાં. સ્વાધ્યાયક્ષેત્રે તમે બની ગયા અગિયાર અંગના પારગામી તો તપક્ષેત્રે જાતજાતની તપશ્ચર્યાઓ પૂર્ણ કરીને સંયમજીવનને તમે ચમકદમકવાળું બનાવી દીધું.
પણ,
પૂર્વકૃતકર્મોના ઉદયે તમારું શરીર ઘેરાઈ ગયું કેટલાક રોગોથી. એક બાજુ શરીર તપથી કૃશ તો બની જ ગયું હતું અને એમાં રોગોએ શરીરને ઘેરી લીધું. સ્થિતિ એ આવીને ઊભી રહી ગઈ કે તમારા વડીલ બંધુ તમને વંદન કરવા આવ્યા અને છતાં તમને એ ઓળખી ન શક્યા.
મારા ભાઈ મહારાજ ક્યાં છે?” તમારા ગુરુમહારાજને પૂછ્યું છે પુંડરિકે.
“આ મારી સામે જે મુનિરાજ બેઠા છે એ જ છે તમારા ભાઈ મહારાજ' તમારા ગુરુ મહારાજનો આ જવાબ સાંભળી પુંડરિકે તમારી સામે જોયું છે અને એ સ્તબ્ધ થઈ ગયા છે.
‘મારા ભાઈ મહારાજના શરીરની આ હાલત? એમની કાયા આટલી બધી કૃશ ? આવી કૃશકાયા સંયમજીવનનું સુંદર પાલન શું થવા દેશે?”
‘ગુરુદેવ, એક વિનંતિ છે?
“બોલો’ થોડાક સમય માટે મારા ભાઈ મહારાજને આપ મોકલો મારા રાજમાં. હું એમની સુંદર ભક્તિ કરીને એમના શરીરને બનાવી દઉં નીરોગી અને પછી એમને મોકલી આપે આપની પાસે.” વડીલ બંધુ પુંડરિકની વિનંતિનો સ્વીકાર કરીને તમારા ગુરુદેવે તમને પુંડરિકના રાજ તરફ વિહાર કરાવ્યો પણ ખરો અને જેવા તમે પુંડરિકના શહેરમાં પહોંચ્યા, પુંડરિકે તમને પોતાની શ્રેષ્ઠ એવી વાહનશાળામાં ઉતારો આપ્યો અને તમારી સુંદર સેવાભક્તિ ચાલુ કરી.
રાજમહેલના રસોડાનાં રસભરપૂર અને પાછાં અત્યંત સ્વાદિષ્ટ દ્રવ્યોના સેવને તમારા શરીરને હૃષ્ટ પુષ્ટ અને નીરોગી તો બનાવી દીધું પણ એ સ્વાદિષ્ટ દ્રવ્યો તમારી દાઢે વળગી ગયા. તમે ત્યાંથી વિહાર કરવાનું નામ જ નથી લેતા. વડીલ બંધુ પુંડરિકને એનો કંઈક અણસાર આવી ગયો છે અને તમારી પાસે આવીને અવારનવાર એણે વિનંતિ કરવાનું ચાલુ કર્યું છે.
હે પૂજ્ય મુનિવર ! તમે તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ ચારે ય પ્રકારના પ્રતિબંધથી રહિત છો. શરીર તમારું અત્યારે સર્વથા નિરોગી થઈ ચૂક્યું છે એટલે હવે તમે વિહાર કરવા ઉદ્યત થતાં જ હશો. ધન્ય છે તમારા નિગ્રંથ જીવનને. હું તો અધન્ય છું, કેમકે ભોગરૂપી કાદવમાં ખૂંચેલો છું અને સતત કદર્થના પામી રહ્યો છું.'
કંડરિક મુનિવર ! તમારી અનિચ્છા છતાં પુંડરિકની આ વિનંતિએ તમને વિહાર કરવા મજબૂર તો કર્યા છે
Page #4
--------------------------------------------------------------------------
________________
પણ મનથી તમે તૂટી ગયા છો. સંયમજીવન તમારા માટે હવે બોજરૂપ બની ગયું છે અને વસંતઋતુના કામોત્તેજક વાતાવરણની અસર હેઠળ આવી જઈને સંયમજીવન છોડી દેવાના ખ્યાલ સાથે ગુરુની આજ્ઞા લીધા વિના તમે પુંડરીકિણી નગરીના ઉદ્યાનમાં આવી ગયા છો. અને પાત્રા વગેરે ઉપકરણો તમે ઝાડ પર લટકાવી દીધા છે.
પુંડરિકને આ હકીકતની જાણ થતાવેંત એ ઉદ્યાનમાં આવી ગયા છે અને જાતજાતની સ્તવનાથી તમને સંયમજીવનમાં સ્થિર કરી દેવાના એણે પ્રયાસો તો કર્યા છે પણ તમને એની કોઈ જ અસર થઈ નથી.
મુનિવર કંડરિક! મોટાભાઈ રાજવી પુંડરિકે જાતજાતની સ્તવનાથી તમને સંયમજીવનમાં
સ્થિર કરવાના પ્રયાસો કર્યા પણ તમે એ પ્રયાસોને વ્યર્થ કરી નાખ્યા !
તમે સંયમજીવન છોડી દઈને પુંડરિકના રાજસિંહાસન પર આરૂઢ થઈ તો ગયા છો પણ ભક્ષ્યાભઢ્યના વિવેક વગર અકરાંતિયા બનીને ભોજનનાં દ્રવ્યો પર તૂટી પડ્યા છો અને એ દ્રવ્યો ન પચવાના કારણે વિસૂચિકા વ્યાધિના શિકાર બનીને રૌદ્રધ્યાનમાં દેહ છોડીને સાતમી નરકમાં રવાના થઈ ગયા છો ! નથી તમે સંયમજીવનનો આનંદ માણી શક્યા અને નથી તમે રાજગાદીનાં સુખો [3] ભોગવી શક્યા !
હે પરમાત્માનું! કંડરિક મુનિવરના ૧000 વરસના સંયમપર્યાયને પણ આહાર સંજ્ઞાની જે પરવશતાએ રફેદફે કરી નાખ્યો છે એ આહાર સંજ્ઞાની પરવશતાથી મને બચાવી લેવા તું કમ સે કમ મારામાં તપનું નહીં તો ત્યાગનું, અનશનનું નહીં તો રસત્યાગનું સત્ત્વ તો ફોરવી જ દે.
Page #5
--------------------------------------------------------------------------
________________
3
બ્રાહ્મણ દેવશર્મા !
પરમાત્મા મહાવીરદેવની અંતિમ દેશના ચાલી રહી છે. પુષ્કરાવર્તના મેધની જેમ પ્રભુ આજે બારે ખાંગે વરસી રહ્યા છે. આ અવસર્પિણી કાળના ચોવીસ તીર્થંકરમાંના પ્રભુ વીર એ જ એક એવા તીર્થંકર ભગવંત છે કે
જેમણે લાગટ ૧૬ પહોરની એટલે કે ૪૮ કલાકની દેશના આપી છે.
તેં તો જિંદગીમાં એક પણ વખત એ દેશના સાંભળી નથી એટલે તને કલ્પના પણ શી હોય એ દેશનાની મધુરતાની કે એ દેશનાની તારક્તાની ? પણ, અત્યારે એ તારકની દેશના સાંભળવાનું સદ્ભાગ્ય જેને પણ સાંપડ્યું છે એ સહુ જાણે કે એક પ્રકારના નશામાં ઝૂમી રહ્યા છે. નથી કોઈને ભૂખ-તરસનો કોઈ અનુભવ થઈ રહ્યો. સમય જાણે કે થંભી ગયો છે અને સહુનાં મન જાણે કે વિલીન થઈ ગયા છે.
આ ગજબનાક માહોલ વચ્ચે પ્રભુએ ગણધર ગૌતમને એક આજ્ઞા કરી છે.
ગૌતમ !” ‘જી'
‘એક કામ કરવાનું છે' ફરમાવો'
‘બ્રાહ્મણ દેવશર્માને પ્રતિબોધ કરવા...’
'મારે જવાનું છે ?'
‘હા’
અને પૂર્ણ પ્રસન્નતાની અનુભૂતિ સાથે ગૌતમ ગણધર દેશનાના એ ભવ્યતમ માહોલ વચ્ચેથી ઊભા થઈને તને પ્રતિબોધ કરવા તારે ત્યાં આવવા નીકળી પડ્યા છે.
આ એ ગૌતમ છે કે જે દ્વાદશાંગીના ધારક છે. આ એ ગૌતમ છે કે જે અનંત લબ્ધિના ભંડાર છે. આ એ ગૌતમ છે કે જે ૫૦,૦૦૦ કેવળજ્ઞાનીના ગુરુ છે. આ એ ગૌતમ છે કે જે મન:પર્યવજ્ઞાનના માલિક છે. આ એ ગૌતમ છે કે જે સ્વયં તીર્થરૂપ છે. આ એ ગૌતમ છે કે જે વિનય શિરોમણી છે. આ એ ગૌતમ છે કે જે જીવનભર માટે છઠ્ઠને પારણે છઠ્ઠનો તપ કરી રહ્યા છે. આ એ ગૌતમ છે કે જે પોતાની લબ્ધિથી અષ્ટાપદની યાત્રા કરી ચૂક્યા છે.
એ ગૌતમ તારી વિનંતિ વગર માત્ર પ્રભુની આજ્ઞા થવાથી તને પ્રતિબોધ કરવા તારે ત્યાં આવી ચૂક્યા છે.
‘શું કરે છે તું ?’ ‘ખેતી’
‘એમાં મળે શું?’ ‘જીવન નભી જાય'
‘પરલોકનું કાંઈ વિચારે છે ?’
‘ના’ આત્મા યાદ આવે છે
૪
Page #6
--------------------------------------------------------------------------
________________
જીવન આમ જ પૂરું કરી દઈશ ?' ‘તો બીજું કશું ય શું?” મરીને જઈશ ક્યાં?’
કશું જ વિચાર્યું નથી” જો, પ્રભુ વીરે મને મોકલ્યો છે તારી પાસે, ઉત્તમ એવું આ માનવજીવન કદાચ અનંતકાળે તો હાથમાં આવ્યું છે. એને સફળ બનાવવાનો એક જ રસ્તો છે, નિષ્પાપ એવા સંયમજીવનનો સ્વીકાર. પાપ વિનાનું એ જીવન તારા આત્માને પરમપદની પ્રાપ્તિ કરાવીને જ રહેશે.'
‘આપની વાત તો સાચી છે પણ મારી પત્ની પર મને પ્રેમ એટલો બધો છે કે પળવાર પણ હું એના વિના જીવી શકું તેમ નથી.’
દેવશર્મા ! ગૌતમસ્વામીને તે આ જવાબ આપીને નિરુત્તર કરી તો દીધા પણ ગૌતમસ્વામીને ઘરની બહાર વળાવવા જતાં તારું મસ્તક બારસાખ સાથે જોરથી અથડાયું અને ત્યાં ને ત્યાં જ તારા રામ રમી ગયા.
ગૌતમસ્વામી સ્તબ્ધ થઈ ગયા. જીવન આટલું બધું ક્ષણભંગુર? એમણે તારી ગતિ જાણવા જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને એમને જે દેખાયું એ આ હતું, તારી જ પત્નીના વાળમાં તું જૂ તરીકે ઉત્પન્ન થઈ ગયો હતો !
પરમાત્મન્ ! કારમી આસક્તિના આ દારૂણ અંજામની વાત શાસ્ત્રનાં પાને વાંચ્યા પછી હું થથરી ગયો છું. એક જ પ્રાર્થના કરું છું તને, ગૌતમે પોતાના હૃદયમાં પ્રભુ વીરને જે સ્થાન આપ્યું હતું, એ સ્થાન તું મારા હૃદયમાં જમાવી દે. આસક્તિના શિકાર બનવાનું આવું દુર્ભાગ્ય પછી તો મારા લમણે ક્યારેય નહીં ઝીંકાય.
દેવશર્મા!પત્ની પરની તીવ્ર આસક્તિએ તું ગણધર ગૌતમસ્વામીના ઉપદેશને પણ નિષ્ફળ બનાવી દઈને
એમની ઉપસ્થિતિમાં જ મોતને ભેટીને પત્નીના માથામાં જૂ તરીકે ઉત્પન્ન થઈ ગયો!
Page #7
--------------------------------------------------------------------------
________________
મહારાજા શ્રેણિક !
ઘજાનાં દર્શને મંદિર જેમ સ્મૃતિપથમાં આવી જ જાય, લીલાછમ બગીચાનાં દર્શને જેમ માળી આંખ સામે આવી જ જાય, મીઠાઈ જીભ પર મુકાતાંની સાથે જ એમાં એકરૂપ થઈ ગયેલ સાકર જેમ ખ્યાલમાં આવી જ જાય, બસ, એ જ રીતે આપનું નામ જીભ પર આવતાંની સાથે જ પરમાત્મા મહાવીરદેવ પ્રત્યેની આપની અવિહડ ભક્તિ યાદ આવી જ જાય.
પ્રભુ મહાવીરદેવે સમવસરણમાં જે મહારાણી ચેલણા માટે ‘મહાસતી’ શબ્દ પ્રયોજ્યો હતો એ મહારાણી ચેલણાએ એક વખત આપની પાસે એક રત્નકંબલની માગણી કરી હતી કે જેનું મૂલ્ય સવા લાખ સોનામહોર હતું, આપે એવી કીમતી રત્નકંબલ ખરીદવાની અશક્તિ એમની સમક્ષ જાહેર કરી હતી પણ, “પ્રભુ મહાવીરદેવ સુખશાતામાં બિરાજમાન છે” એવા સમાચાર દૂર દેશમાંથી આવનાર કોક જ્યારે આપને આપતું હતું ત્યારે આપ એને આવા શુભ સમાચાર આપવાની વધામણીમાં મસ્તક પરના મુગટને છોડીને શરીર પર રહેલા તમામ અલંકારો કે જેની કિંમત કદાચ લાખોમાં થતી હતી, ભેટમાં આપી દેતા હતા.
આવો હતો આપનો પરમાત્મા મહાવીરદેવ પરનો અવિહડ નેહ અને આવી હતી આપની પ્રભુ વીર પ્રત્યેની ગજબનાક ભક્તિ. આ જ નિર્મળ અને દુર્લભ મૂડીના સહારે આપ ક્ષાયિક સમ્યકત્વના માલિક તો બની જ ચૂક્યા હતા પણ તીર્થંકર નામકર્મ નિકાચિત કરીને આવતી ચોવીશીના પ્રથમ તીર્થકર બનવાનું પણ આપ એ ભવમાં નક્કી કરી ચૂક્યા હતા.
પણ,
આપનો આત્મા અત્યારે નરકગતિમાં જાલિમ વેદનાઓ ભોગવી રહ્યો છે, પરમાધામીઓના હાથે માર ખાઈ રહ્યો છે, કાતિલ પીડાઓથી ત્રાસી જઈને ચીસો પાડી રહ્યો છે. અને આ વેદનાઓ અને પીડાઓ વચ્ચે આપે ચોર્યાશી-ચોર્યાશી હજાર વરસો વિતાવવાના છે એ હકીકત જ્યારથી શાસ્ત્રોનાં પાને વાંચવા મળી છે ત્યારથી મન બેચેન બેચેન બની ગયું છે. આપના જેવા પ્રભુભક્તની આ હાલત ? આપ ખુદ તીર્થકર બનવાના અને છતાં આપની આ દયનીય સ્થિતિ? આપના નામસ્મરણ માત્રથી અમે અશુભકર્મોનો ખાત્મો બોલાવી રહ્યા છીએ અને અશુભ કર્મો આપને અત્યારે આ હદે પીડા આપી રહ્યા છે?
પણ,
આ દુઃખદ પરિસ્થિતિ પાછળનો એક ઇતિહાસ જાણવા મળ્યો છે અને મન થથરી ગયું છે. અંતઃકરણ કંપી ઊહ્યું છે.
એ સમય હતો કે જ્યારે આપ પ્રભુ મહાવીરદેવને પામ્યા જ નહોતા. આપ શિકારના શોખીન હતા. શરીર પર યુવાનીનું જોર હતું, વિપુલ સંપત્તિ અને ભરપૂર સત્તા એ બંનેમાં ભળ્યો હતો અવિવેક. પરપીડાનો આનંદ ન અનુભવાય તો જ આશ્ચર્ય !
એક વાર આપ જઈ ચડ્યા છો જંગલમાં શિકારના આપના શોખને બહેલાવવા. આપની નજરે ચડી ગઈ છે એક હરણી. દૂરથી આપે તાક્યું છે નિશાન અને જીવ બચાવવા હરણી તેજ ગતિથી ભાગી રહી હોવા છતાં આપે છોડેલું બાણ સીધું ઘૂસી ગયું છે હરણીના પેટમાં અને હરણી ત્યાં જ ઢળી પડી છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
દૂરથી આપે આ જોયું છે અને આપ આનંદવિભોર બની ગયા છો. સ્થિર પશુ પર નિશાન લાગી જવું એ અલગ વાત છે અને ભાગી રહેલ પશુ પર નિશાન લાગી જવું એ અલગ વાત છે. આ ખ્યાલ સાથે આપ હરણીની નજીક આવ્યા છો અને આપે જે જોયું છે એણે તો આપને અભિમાનના આસમાનમાં ઊડતા કરી દીધા છે.
‘માત્ર હરણી જ નહીં, હરણીના પેટમાં રહેલ બચ્ચે પણ તરફડી તરફડીને મોત તરફ ધકેલાઈ રહ્યું છે? શિકાર તો આને કહેવાય ! બાણ એક જ અને શિકાર બે ! મા પણ ખતમ અને સાથે બચ્ચે પણ ખતમ !
મહારાજા શ્રેણિક ! બબ્બે નિર્દોષ પંચેન્દ્રિય જીવોની હત્યા પર કોઈ ઉગ તો નહીં પણ આનંદ. કોઈ વ્યથા તો નહીં પણ અભિમાન ! એ જ પળે આપના પરભવના આયુષ્યનો બંધ પડી ગયો અને આપે બાંધી દીધું નરકગતિનું આયુષ્ય !
મહારાજા શ્રેણિક ! ‘બાણ એક જ અને શિકાર બે ! શિકાર તો આનું નામ!' તમારી આ શિકારની પાપ અનુમોદનાએ તમારું ત્યાં જ નરકગતિમાં જવાનું નક્કી કરી દીધું!
પરમાત્માનું! પાપ હું કરું જ નહીં એવા પ્રચંડ સત્ત્વનો તું મને સ્વામી બનાવી દે. કદાચ એવું પ્રચંડ સત્ત્વ હું ન પણ પામી શકું તો ય કરેલા કે થઈ ગયેલા પાપ પર હું રાજીપો ન અનુભવું એવી નિર્મળ બુદ્ધિ તો તું મને આપીને જ રહે! દુર્ગતિમાં મારે નથી જ જવું. દુર્ગતિનાં દુઃખો મારે નથી જ વેઠવા.
Page #9
--------------------------------------------------------------------------
________________
મમ્મણ શેઠ !
તમે યાદ આવી અને એ જ પર્વે સાતમી નરક યાદ આવી જાય, ૩૩ સાગરોપમના આયુષ્યવાળી સાતમી નરક. પ્રત્યેક સમયે શરીરમાં જ્યાં પ,૬૮,૯૯,૫૮૪ રોગો હાજર રહીને આત્માને ાલિમ રિબામણ આપી રહ્યા છે એ સાતમી નરક. પ૦ ધનુષ્યની અવગાહનાવાળી કાયા જ્યાં લમણે ઝીંકાય છે એ સાતમી નરક, જ્યાં મિથ્યાત્વ સાથે જ જન્મવાનું હોય છે અને મિથ્યાત્વને લઈને જ મરવાનું હોય છે એ સાતમી નરક.
આવી નરકમાં તમે એ સ્થળેથી આવી રહ્યા છો કે જે સ્થળે પરમાત્મા મહાવીરદેવ ચૌદ-ચૌદ ચાતુર્માસ કર્યા છે. જે તારકનું એક પણ વચન સાંભળવાનું સદ્ભાગ્ય જેને મળે એ આત્મા પોતાની સદ્ગતિ કે પરમગતિ નક્કી કરી દે એ તારકે જે સ્થળમાં દેશનાના ધોધના ધોધ વહાવ્યા છે અને અનેક આત્માઓને સદ્ગતિ-પરમગતિના ભાજન બનાવ્યા છે એ સ્થળેથી તમે સાતમી નરકમાં આવી ચૂક્યા છો.
બગીચામાં રહેવાનું સદ્ભાગ્ય જેને મળ્યું હોય એ માણસ જો દુર્ગંધનો જ અનુભવ કરી રહ્યો હોય તો એમ માનવા મન પ્રેરાય કે એના નાકમાં જ કંઈક ગરબડ હશે, નદીની બાજુમાં જ ઊભા રહેલાનું ગળું જો તૃષાથી સુકાઈ રહ્યું હોય તો માનવું પડે કે એ નદીના પાણીની તાકાત અંગે એ બેખબર જ હશે. બસ, એ જ ન્યાયે જગતના અગણિત જીવોને જે પ્રભુનાં દર્શન-વંદન દુર્લભ જ છે, પ્રભુના વચનોનું શ્રવણ તો એથી ય વધુ દુર્લભ છે એ પ્રભુનાં દર્શન-વંદન-શ્રવણ બધું ય તમને સુલભ હતું અને તો ય તમારું સાતમી નરકમાં થઈ ગયેલ પ્રસ્થાન મનને એમ માનવા પ્રેરે છે કે તમારામાં જ કોક લિમ ગરબડ હશે.
શું લખું ?
મગધ સમ્રાટ મહારાજા શ્રેણિક જે શાલિભદ્રના આવાસે ગયા હતા એ શાલિભદ્ર સંયમજીવન અંગીકાર કરીને કાળ કરીને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં પહોંચ્યા છે, જે પુળિયા શ્રાવકના આવાસે ગયા હતા એ પુળિયો શ્રાવક કાળ કરીને સદ્ગતિમાં પહોંચ્યો છે જ્યારે તમારું ઘર એ જ મહારાજા શ્રેણિકના પગલાથી ધન્ય બન્યું હતું છતાં તમે મરીને સાતમી નરકમાં આવી ચડ્યા છો !
પણ. એનું કારણ શાસ્ત્રનાં પાને જે વાંચવામાં આવ્યું છે એ આ મુજબ છે.
ગત જન્મમાં તમારે ત્યાં પંચ મહાવ્રતધારી એક મુનિ ભગવંત ગોચરી વહોરવા આવ્યા છે અને એમનાં દર્શને તમે પાગલ પાગલ બની ગયા છો. ‘મારા જેવા અભાગીને ત્યાં સામે ચડીને આ કલ્પતરુનાં પગલાં ? હું તો ધન્ય બની ગયો !'
બન્યું છે એવું કે ક્યાંકથી તમારે ત્યાં સિંહ કેસરિયો મોદક આવ્યો છે અને તમે ભારે ઉછળતા હૈયે મુનિભગવંતના પાત્રમાં એ સિંહકેસરિયો મોદક વહોરાવી દીધો છે.
પણ, થોડાક જ સમય બાદ તમારે ત્યાં આવી ચડેલ પડોશીએ તમને પૂછ્યું છે,
‘કાકા ! પેલો લાડવો ખાધો ?'
‘ના’ કેમ ક
‘એ તો હમણાં ઘરે ગોચરી વહોરવા મુનિ ભગવંત પધાર્યા હતા ને, એમના પાત્રામાં વહોરાવી દીધો ! ખૂબ
८
Page #10
--------------------------------------------------------------------------
________________
ખૂબ આનંદ આવ્યો. સુપાત્રદાનનો આવો લાભ મળી જવા બદલ હું તો ધન્ય બની ગયો !” ‘અરે કાકા ! આવી બેવકૂફી કરી ?’ ‘પ્રેમ શું થયું ?”
‘થાય શું ? તમારે મુનિ ભગવંતને ગોચરી વહેરાવવી જ હતી તો બીજું કોઈ પણ દ્રવ્ય વહોરાવવું હતું. આ
સિંહ કેસરિયો લાડવો વહોરાવી દીધો ?’
VID
મમ્મા શેઠ ! કેટલું બધું દુર્ભાગ્ય તમારું કે મુનિવરને ગોચરી તો તમે ઉલ્લાસપૂર્વક વહોરાવી પણ પછી સુપાત્રદાનના એ સુકૃતને વખોડીને તમે જીતની બાજી હારમાં પલટાવી દીધી !
‘એમાં વાંધો શું આવ્યો ?’
‘વાંધો ? જિંદગીમાં તમે એવો સ્વાદ નહીં અનુભવ્યો હોય જેવો સ્વાદ આ સિંહ કેસરિયા લાડવાનો હતો આવો સ્વાદિષ્ટતમ લાડવો જીવનમાં પહેલી જ વાર નો તમારા હાથમાં આવ્યો હતો અને તમે એ આપી દીધું મુનિભગવંતને ! બેવકૂફી નહીં તો બીજું શું ?
અને ‘અરર, મેં આ લાડવો વહોરાવી દેવાની બેવકૂફી કાં કરી ?' આ પશ્ચાતાપમાં તમે ચડ્યા અને તમારા દાનના સુક્તને તમે કલંકિત કરી દીધું જેના દુષ્પ્રભાવે આજે સાતમી નરકમાં આવી ચડ્યા છો.
પ્રભુ ! સુકૃતસેવન વખતના મારા ઉત્સાહને, સુકૃતસેવન બાદ અનુમોદનાના અમૃતથી હું ધબકતો જ રાખું પરંતુ પશ્ચાતાપના ઝેરથી હું એની સ્મશાનયાત્રા તો ક્યારેય ન કાઢી બેસું એવી સદ્ગુદ્ધિનું સ્વામિત્વ તું મને અર્પીને જ રહેજે.
Page #11
--------------------------------------------------------------------------
________________
જ
A
6
ss
યુગપ્રધાન આચાર્ય મંગુ!
ગજબનાક વિદ્વત્તા અને અભુત પ્રવચનશૈલી. વાણીમાં આદેયતા અને આચરણમાં પવિત્રતા. મુખ પર તેજસ્વિતા અને આંખોમાં અમીસભરતા. આપના આ બાહ્ય વ્યક્તિત્વથી આકર્ષાઈને એ સમયના લોકોએ આપને યુગપ્રધાન’ નું ગૌરવ આપી દીધું હતું.
કમાલનું આશ્ચર્ય તો એ સર્જાયું હતું કે આપની જાદુઈ ભરી દેશના સાંભળવા લોકો સંસારનાં કામો તો પડતા મૂકતા જ હતા પરંતુ આપના સિવાયના અન્ય મુનિભગવંતોનો અનાદર કરીને પણ આપનાં જ પડખાં સેવતા હતા. દર્શન તો આપના જ અને સાંનિધ્ય પણ આપનું જ. પ્રવચનશ્રવણ તો આપનું જ અને ભક્તિ પણ આપની જ. સ્મરણ તો આપનું જ અને આજ્ઞાપાલન પણ આપનું જ.
પણ,
પુણ્યના આ પ્રચંડ વૈભવે આપની પથારી ફેરવી નાખી. ભક્તજનોને ત્યાંથી આવતા ભોજનનાં સ્વાદિષ્ટ દ્રવ્યોનો આપને એવો ચસકો લાગ્યો કે ગોચરીના તમામ પ્રકારના દોષો પ્રત્યે આંખમીંચામણાં કરવાના આપે ચાલુ કર્યા. ગોચરી સ્નિગ્ધ જ આવવી જોઈએ અને મધુર જ આવવી જોઈએ, આ લક્ષ્ય આપને સ્થિરવાસ કરવા તૈયાર કરી દીધા અને સ્થિરવાસના મનમાં આવી ગયેલ એ વિચારને આપે અમલી પણ બનાવી દીધો.
પછી તો પૂછવાનું જ શું હતું?
રસગારવની પાછળ આપના જીવનમાં શાતાગારવ આવ્યું. વિહાર તો આપે બંધ કર્યો જ પણ સ્વાધ્યાયમાં પણ આપ શિથિલ બની ગયા. રાતની નિદ્રા તો જીવનમાં હતી જ પણ દિવસની નિદ્રાએ પણ જીવનમાં પગપેસારો કર્યો. વાચના આપવામાં તો આપ ખાડા પાડવા લાગ્યા જ પણ ઉપદેશ આપવામાં ય આપ આળસુ બની ગયા. પરિસહ સહવાના તો આપે જીવનમાંથી દૂર કર્યા જ પણ કટુ શબ્દોના શ્રવણથી પણ આપે છેડો ફાડી નાખ્યો.
અને,
રસગારવ તથા શાતાગારવ પછી આપના જીવનનો કબજો ઋદ્ધિગારવે લઈ લીધો. “મારા જેવું પુણ્ય તો કોઈનું ય નહીં. પ્રભાવકતામાં મારી તોલે કોઈ નહીં. પ્રવચનશૈલી તો મારા જેવી કોઈની ય નહીં.” ઋદ્ધિગારવના આ નશાએ આપને મિથ્યાભિમાનમાં રાચતા કરી દીધા. સ્વભાવમાં આપ તોછડા બની ગયા અને વ્યવહારમાં આપ સ્વચ્છંદી બની ગયા. અને આવશ્યક ક્રિયાઓના ક્ષેત્રે આપ સર્વથા બેદરકાર બની ગયા. અને આ જ સ્થિતિમાં આપે જીવનના અંતિમ શ્વાસ પૂર્ણ કર્યા.
* * *
‘પણ તું છે કોણ?' નગરની ખાઈ પાસે આવેલ યક્ષના મંદિરના એ યક્ષને પોતાની જિલ્ડા બહાર કાઢીને સહુ સાધુઓને દેખાડતો જોઈને એક સાહસિક સાધુએ પૂછી લીધું. આ પ્રશ્ન પૂછાતાંની સાથે જ એ યક્ષ પ્રત્યક્ષ થઈ ગયો.
‘હું તમારો મંગુ નામનો ગુરુ” ‘તું-તમે અમારા ગુરુ છો ?' હા, ધર્મના માર્ગમાં પંગુ થયેલો તમારો ગુરુ મંગુ નામનો આચાર્ય પ્રમાદથી મૂળ-ઉત્તર ગુણોનો ઘાત કરીને
૧૦
Page #12
--------------------------------------------------------------------------
________________
મહાવ્રતોનો ભંગ કરવાથી આ નગરની ખાઈમાં યક્ષ થયો છું’
અમ ૫00 શિષ્યોના ગુરુ તમારી આ હાલત ?'
“હા” ‘જીભ શા માટે હલાવી રહ્યા છો ?' ‘તમને બોધપાઠ આપવા”
શું?' ‘જિલ્ડાના સ્વાદના કારણે હું સંયમજીવનથી ભ્રષ્ટ થયો છું. રસગારવનો શિકાર બનેલો હું શાતાગારવ અને ઋદ્ધિગારવનો પણ શિકાર બન્યો છું અને અહીં જન્મી ગયો છું. મારે તમને એટલું જ જણાવવું છે કે મારા માર્ગ તમારે ન આવવું હોય તો તમારી જિન્હાને તમો સહુ વશમાં રાખજો . સંયમજીવનના રસ-કસને રફેદફે કરી નાખતા રસભરપૂર ભોજનનાં દ્રવ્યોથી જાતને લાખો યોજન દૂર જ રાખજો”
મારા માર્ગે તમારે ન આવવું હોય તો તમારી જિલ્ડાને વશમાં રાખજો !' યુગપ્રધાન આચાર્ય આર્યમંગુ !
યક્ષના અવતારમાં શિષ્યોને આ હિતશિક્ષા આપતા તમે કેટલા બધા વ્યથિત થઈ ગયા છો ! પ્રભુ, જો રસલોલુપતાના પાપે યુગપ્રધાન આચાર્યની પણ આ કફોડી સ્થિતિ થતી હોય તો મારા જેવા નપાવટની હાલત તો શી થશે? તને એક વિનંતિ કરું? જે પુણ્યનો ઉદય મારા આત્મા માટે ઘાતક બની શકતો હોય એવા પુણ્યોદયથી તું મને દૂર જ કરી દે. ઢાળ જ નહીં મળે તો પાણી નીચે જશે જ શી રીતે?
Page #13
--------------------------------------------------------------------------
________________
લબ્ધિધર અષાઢાભૂતિ મુનિવર !
આજે મધ્યાહ્નકાળે તમે ગુરુદેવની આજ્ઞા લઈને મહદ્ધિક નામના નટના ઘરમાં ગોચરી આવી ગયા છો. એ નટની બે કન્યાઓ છે, એકનું નામ છે ભુવનસુંદરી જ્યારે બીજીનું નામ છે જયસુંદરી. એ બંને કન્યાઓએ ભેગા મળીને આપના પાત્રામાં સુગંધી દ્રવ્યોવાળો એક મોદક વહોરાવ્યો છે.
એ મોદક લઈને આપ ઘરની બહાર આવી તો ગયા છો પણ આપના મનમાં એક વિચાર આવી ગયો છે.
આ મોદક તો મારે ગુરુદેવને જ આપવો પડશે. મારા ભાગે તો કાંઈ જ નહીં આવે. લાવ, યુવાવસ્થાના સાધુનું રૂપ કરીને હું ફરીવાર આ ઘરમાં જાઉં અને બીજો મોદક વહોરી આવું.'
આપ એ રૂપ કરીને પુનઃ નટના ઘરમાં દાખલ થયા અને નટકન્યાઓએ પુનઃ આપના પાત્રમાં એક મોદક વહોરાવ્યો. એ મોદક વહોરીને ઘરની બહાર નીકળી જઈને આપ છેક પોળના દરવાજા સુધી આવી ગયા અને આપના મનમાં પુનઃ એક વિચાર આવી ગયો.
“આ બીજો મોદક તો મારે ધર્માચાર્યને આપવો પડશે. મારા ભાગે શું? લાવ, કાણી આંખવાળા અતિ વૃદ્ધ સાધુનું રૂપ કરીને હું ફરીવાર એ ઘરમાં જઈને ત્રીજો મોદક વહોરી આવું.'
આપ એ રૂપ કરીને ત્રીજી વાર એ નટના ઘરમાં દાખલ થઈને ત્રીજો મોદક વહોરીને બહાર તો આવ્યા પણ પુનઃ આપના મનમાં એક વિચાર કબજો જમાવી લીધો.
‘આ ત્રીજો મોદક તો મારે ઉપાધ્યાયને આપવો પડશે. મારા માટે તો કાંઈ જ નહીં બચે. લાવ, કૂબડા સાધુનું રૂપ કરીને એ ઘરમાં જઈને પુનઃ એક મોદક વહોરી આવું.”
એ રૂપ કરીને ચોથો મોદક વહોરી આવવામાં ય આપને કોઈ તકલીફ તો ન પડી પણ પુનઃ એક નબળા વિચારે આપના મનનો કબજો લઈ લીધો.
આ ચોથો મોદક પણ મારા ભાગે તો નથી જ આવવાનો કારણ કે એ મારે મારા વડીલ ગુરુભાઈને આપવો પડશે. લાવ, કોઢીયા સાધુનું રૂપ કરીને હું પાંચમો મોદક વહોરી આવું.'
એ પાંચમો મોદક પણ નટકન્યાઓએ આપને વહોરાવી દીધો પણ આપનું મન પુનઃ વિચારમાં ચડી ગયું.
આ મોદક પણ મને નથી લાગતું કે મારા પેટ સુધી પહોંચે કારણ કે સંઘાડાના એક સાધુને તો મારે મોદક આપવો જ પડશે. લાવ, હજી એક બાળમુનિનું નવું રૂપ કરીને એ ઘરમાં જઈને મોદક વહોરી આવું.'
અને એ રૂપ કરીને આપ છઠ્ઠો મોદક વહોરી તો આવ્યા પણ એ ઘરની બારી પાસે બેઠેલા મહદ્ધિક નટે આપનું આ સર્વ ચરિત્ર જોઈ લીધું છે અને એને થઈ ગયું છે કે “આ સાધુ ખૂબ કુશળ નટ થઈ શકે તેમ છે જો એ આ સંસારમાં આવી જાય તો !'
મનની આ ભાવના પોતાની કન્યાઓ આગળ રજૂ કરતાં એણે એટલું જ કહ્યું છે કે “આ સાધુને સારી સારી ગોચરી વહોરાવતા રહીને તમે એને એવો આવર્જિત કરી દેજો કે રોજ એ આપણે ત્યાં ગોચરી વહોરવા આવતો જ રહે. કેમકે તે આપણા માટે સુવર્ણપુરુષ છે. તે અનેક રીતે રૂપનું પરાવર્તન કરવાની લબ્ધિ જાણે છે. આમે ય એ સાધુ રસનો લોભી છે. એટલે તરત ફસાઈ જશે. માયાવીને માયા જ બતાવવી.'
૧ ૨
Page #14
--------------------------------------------------------------------------
________________
લબ્ધિધર અષાઢાભૂતિ મુનિવર ! તમારી રૂપ-પરાવર્તનની લબ્ધિ મહદ્ધિક નટની ચકોર નજરે જોઈ લીધી
અને ત્યાં ને ત્યાં જ એણે તમને સંયમથી ભ્રષ્ટ કરવાની યોજના બનાવી લીધી !
અને મુનિવર ! તમારું એ ઘરમાં ગોચરી વહોરવા જવાનું રોજનું ચાલુ થઈ ગયું. ગોચરી વહોરતી વખતે એ નટકન્યાઓના જે કામુક હાવભાવો થતા હતા એ તમારી નજર બહાર જતા નહોતા. તમે અંદરથી તૂટતા જ જતા હતા અને તમારી એ નબળાઈને જાણી ચૂકેલી એ નટકન્યાઓએ એક દિવસ તમને આમંત્રણ જ આપી દીધું.
“હે સ્વામી ! આપનું સ્વરૂપ તથા શ્રેષ્ઠ ચાતુર્ય જોઈને અમે આપના ઉપર આસક્ત થયેલી છીએ. હજી સુધી અમે કુમારી જ છીએ. તેથી કૃપા કરીને આપ અત્રે જ રહી જાઓ અને અમારી સાથે વિષયસુખ ભોગવો.”
અને મુનિવર ! તમે ગુરુદેવને જણાવવા પૂર્વક સંયમનાં વસ્ત્રો છોડીને એક વાર તો એ નટકન્યાઓને ત્યાં આવી જ ગયા છો અને વિષયસુખોમાં આસક્ત બની જ ગયા છો.
પ્રભુ, લબ્ધિધર મુનિવરના પતનની આ કથા જાણ્યા પછી મારે તને એટલી જ વિનંતિ કરવાની છે કે તું મને શક્તિ જે પણ આપે, એને પચાવવાની પાત્રતા તો મારામાં ઊભી કરી જ દેજે. લાડવા નહીં પચે તો બહુ બહુ તો ઝાડા થઈ જશે પણ શક્તિ નહીં પચે તો તો હું દુર્ગતિમાં ચાલ્યો જઈશ !
૧૩
Page #15
--------------------------------------------------------------------------
________________
રહ
ધર્માત્મા મરુભૂતિ !
પ્રભુ પાર્શ્વનાથ ! એમનાં નામસ્મરણનો પ્રભાવ કોણે નહીં અનુભવ્યો હોય એ પ્રશ્ન છે. એમનાં તીર્થોની સ્પર્શના કરતા રહેવા દ્વારા પોતાના આત્માને પાવન કોણે નહીં બનાવ્યો હોય એ પ્રશ્ન છે. એ જ પ્રભુ પાર્શ્વનાથના તમે જીવ. સમ્યગદર્શન પામ્યા પછીનો એ તમારો ત્રીજો ભવ છે.
બન્યું છે એવું કે તમારા ભાઈ કમઠે તમારી જ પત્ની સાથે આડો સંબંધ બાંધી દીધો છે. અલબત્ત, એમાં દોષ માત્ર કમઠનો જ નથી, તમારી પત્ની પણ એટલી જ દોષિત છે. પણ એ બંનેની પાપલીલા ગમે તે રીતે પણ તમારા ખ્યાલમાં આવી ગઈ છે અને તમે સ્તબ્ધ થઈ ગયા છો. મારો ખુદનો ભાઈ, મારી જ પત્ની પર નજર બગાડી બેઠો છે? મારે આ પાપલીલાને આગળ વધતી રોકવી જ જોઈએ.
તમે કમઠને સમજાવવાના પ્રયત્નો કરી જોયા પણ વ્યર્થ ! તમારી પત્નીને ય તમે સમજાવી જોઈ પણ વ્યર્થ ! આખરે તમે રાજા પાસે જઈને આ અંગેની ફરિયાદ કરી અને રાજાએ કમઠને દેશનિકાલની સજા ફરમાવી દીધી.
અલબત્ત, કમઠની ઘરમાંથી થયેલ હકાલપટ્ટી તમને પસંદ તો ન પડી પણ તમે લાચાર હતા. મીણ અને આગ, બંને સાથે રહે અને મીણ ઓગળી ગયા વિના રહે એ જેમ સંભવિત નહોતું તેમ વાસનાભૂખ્યા બે વિજાતીય પાત્રો સાથે જ રહે અને છતાં વાસનાના નગ્ન નાચો ન ચાલે એ સંભવિત જ નહોતું એની તમને સ્પષ્ટ પ્રતીતિ થઈ ગઈ હતી અને એટલે જ મને કે ક-મને તમે કમઠની હકાલપટ્ટીને સ્વીકારી લીધી.
હા,
કમઠના ઘૂઘવાટનો પાર નહોતો. તમારા પ્રત્યેનો એનો દ્વેષ પરાકાષ્ટાએ પહોંચી પહોંચી ગયો. પોતાની ઘરમાંથી થયેલી હકાલપટ્ટી રાજાને આભારી નથી પણ તમને જ આભારી છે. આ વાત એના મનમાં ઊંડે સુધી ઊતરી ગઈ અને એણે તાપસ બની જવાનો નિર્ણય કરી લીધો.
એ તાપસ બની પણ ગયો અને એ સમાચાર તમારા કાને પણ આવી ગયા. અને તમારું મન ગ્લાનિથી ભરાઈ ગયું. “અરર, મારા નિમિત્તે એને તાપસ બની જવું પડ્યું. મેં જો રાજાને ફરિયાદ કરી જ ન હોત તો એને આ વેશ સ્વીકારવો જ ન પડત’ અને આ ગ્લાનિસભર ચિત્ત સાથે પસાર થઈ રહેલ દિવસોમાં એક દિવસ તમારા મનમાં આ વિચાર આવી ગયો.
એના આશ્રમમાં પહોંચી જઈને સામે ચડીને હું એક વાર એની ક્ષમા શા માટે ન માગી લઉં? આખરે એ છે તો મારો ભાઈ જ ને? એના મનમાં મારા પ્રત્યેના દુર્ભાવની ગાંઠ ઊભી રહી જાય તો ભવાંતરમાં એનું થાય શું? તમારા મનનો આ વિચાર તમે રાજાને જણાવ્યો અને રાજાએ તમને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું.
ક્ષમા માગવા એની પાસે જવાની જરૂર નથી”
‘પણ, મારું મન ડંખ્યા કરે છે” ‘તું મનોમન એની સાથે ક્ષમાપના કરી લે’
એ રીતે ક્ષમાપના કરી લેવા મારું મન તૈયાર નથી” ‘પણ, એ નાલાયક છે. તું ક્ષમા માગી પણ લઈશ તો ય એ તને માફ કરી દેવા તૈયાર થશે કે કેમ એમાં મને તો શંકા છે.”
૧૪
Page #16
--------------------------------------------------------------------------
________________
અને મરુભૂતિ,
રાજાની આ સલાહને અવગણીને તમે ક્ષમા માગવા એની પાસે પહોંચી ગયા છો. તમને એણે પોતાની સંમુખ આવતા જોયા છે. અને એની આંખોમાં ખુન્નસ ઊભરાવા લાગ્યું છે. “આ નાલાયક અહીં આવી રહ્યો છે? આવવા દે એને મારી નજીક. એની હાલત બગાડી ન નાખું તો મારું નામ કમઠ નહીં?
એના મનના આ વિચારોની તમને ક્યાં ખબર છે? તમે તો સહજભાવે એની નજીક પહોંચીને એના ચરણમાં ઝૂક્યા છો અને એટલું જ બોલ્યા છો કે ‘ભાઈ, મને માફ કરી દો'
અને એણે પળનો ય વિલંબ કર્યા વિના બાજુમાં પડેલ પથ્થર ઉઠાવીને તમારા માથે ઝીંકી દીધો છે. ખોપરી તમારી ફાટી ગઈ છે. તમે ‘ઓહ! આ જાલિમ વેદના? શું સહન થાય?' બસ, આટલા જ દુર્ગાનના શિકાર બન્યા છો અને એ દુર્ગાને તમને સીધા હાથણીના પેટમાં ફેંકી દીધા છે.
મરુભૂતિ, તમે ક્ષમાપના કરવા સરળ ભાવે કમઠના ચરણમાં ઝૂક્યા અને કમઠે
તમને ખતમ કરી નાખવા હાથમાં પથ્થર ઉઠાવી લીધો ! પ્રભુ, આટલું પણ દુર્થાન જો દુર્ગતિનું કારણ બની જતું હોય તો સતત દુર્ગાનમાં અને દુર્ભાવમાં જ વ્યસ્ત રહેતા મારી તો હાલત જ શી થશે? એક વિનંતિ કરું તને? કાં તારું મન તું મને આપી દે અને કાં તો મારું મન તું લઈ લે. એ સિવાય મારું દુર્ગતિગમન સ્થગિત થઈ જાય એવું મને તો નથી લાગતું !
Page #17
--------------------------------------------------------------------------
________________
મંખલિપુત્ર ગોશાલક !
ઇન્દ્રભૂતિ ગૌતમ, પરમાત્મા મહાવીરદેવના પ્રથમ શિષ્ય બન્યા એની ખબર તો કોને નથી એ પ્રશ્ન છે. આજુવાલિકા નદીના તીરે વૈશાખ સુદ-૧૦ના રોજ પ્રભુ કેવળજ્ઞાન તો પામ્યા પણ એ તારકની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ અને ત્યાંથી વિહાર કરીને તેઓ અપાપાપુરી પધાર્યા. વૈશાખ સુદ-૧૧ ના પાવન દિને એમણે તીર્થની સ્થાપના કરી. એ વખતે સ્થપાયેલ ચતુર્વિધ સંઘમાં ઇન્દ્રભૂતિ ગૌતમ પ્રભુવીરના પ્રથમ શિષ્ય બન્યા.
પણ
તમે તો પ્રભુ વીરની સાથે તેઓ છદ્મસ્થપણામાં હતા ત્યારથી જ ગોઠવાઈ ગયા છો. તમે પ્રભુ સાથે વિહાર પણ કર્યો છે તો પ્રભુએ ખુદે તમને તેજોવેશ્યા પણ શીખવી છે. તમારા અવળા વર્તાવના કારણે પ્રભુ ક્યારેક તકલીફોમાં પણ મુકાયા છે તો તમારા અસભ્ય શબ્દોચ્ચારણના કારણે પ્રભુ પર કેટલાક લોકોએ ક્યારેક ઉપસર્ગો પણ કર્યા છે.
પણ,
તમે સર્પના પ્રતિનિધિ જ બન્યા રહ્યા છો. સર્પ પેટમાં ભલે ને દૂધ પધરાવે છે, એનું રૂપાંતરણ એ ઝેરમાં જ કરતો રહે છે. પ્રભુવીરે ભલે ને તમને પોતાની સાથે રાખીને તમારા પર સંખ્યાબંધ ઉપકારો કર્યા છે પણ તમે એમને ગાળો જ ભાંડતા રહ્યા છો અને તમે એમના અવર્ણવાદ જ કરતા રહ્યા છો. અરે, જે તેજોવેશ્યા તમે પ્રભુ પાસેથી શીખ્યા છો એ તેજલેશ્યાને પ્રભુ પર છોડીને તમે એમને બાળી નાખવાના પ્રયાસો કર્યા છે. ભલે પ્રભુનું શરીર એનાથી બળી નથી ગયું પણ પ્રભુને લોહીના ઝાડા તો એનાથી થઈ જ ગયા છે.
તેલ પાણીમાં રહેવા છતાં પાણી સાથે એકરૂપ ભલે નથી થઈ જતું પણ એ પાણીને બાળી નાખતું તો નથી જ જ્યારે તમે પ્રભુ સાથે રહીને ભલે પ્રભુ સાથે આત્મીયતાનો સંબંધ ઊભો નથી કરી શક્યા પણ તમે તો પ્રભુ સામે રીતસર બહારવટે જ ચડ્યા છો. અને કમાલનું દુઃખદ આશ્ચર્ય તો એ સર્જાયું છે કે આ બહારવટું તમારું પ્રભુની છદ્મસ્થાવસ્થા પૂરતું જ તમે સીમિત નથી રાખ્યું પણ પ્રભુ કેવળજ્ઞાન પામી ગયા એ પછીય તમારું બહારવટું તમે ચાલુ જ રાખ્યું છે.
અલબત્ત,
સદ્ભાગ્ય તમારું કે પ્રભુ પર મૂકેલ તેજોવેશ્યા પ્રભુને પ્રદક્ષિણા દઈને જ્યારે તમારા શરીરમાં પ્રવેશી અને એણે તમારા શરીરમાં જે અગનજાળ ઊભી કરી દીધી, અગનજાળની એ વેદનામાં તમને સદ્ગદ્ધિ સૂઝી અને તમારા ભક્તો આગળ તમે ખુલ્લી કબૂલાત કરી દીધી કે–
‘મખલિપુત્ર ગોશાલક પ્રભુ વીરનો શિષ્ય છું. મેં એમનો જાલિમ દ્રોહ કર્યો છે. મેં એમના પ્રત્યે જીવનભર કૃતજ્ઞતા જ દાખવી છે. એમને ત્રાસ આપવામાં મેં કાંઈ જ બાકી રાખ્યું નથી. મારા મરણ બાદ મારા મૃત શરીરને રાજગૃહીની શેરીઓમાં મરી ગયેલા કૂતરાના શબની જેમ ફેરવજો અને મારા મોઢામાં થુંકતા રહીને જાહેરાત કરતા રહેજો કે “આ ગુરુદ્રોહી ગોશાલક એનાં પાપે રિબાઈ રિબાઈને મર્યો છે.”
તમારી આ નિખાલસ કબૂલાતે તમને સમ્યક્દર્શનની ભેટ જરૂર કરી દીધી છે અને એના પ્રતાપે તમે મરીને બારમા દેવલોકમાં જરૂર પહોંચી ગયા છો પણ ત્યાંથી નીકળ્યા બાદ એક ભવ રાજાનો કરીને તમે દુર્ગતિની જે
૧ ૬
Page #18
--------------------------------------------------------------------------
________________
યાત્રાએ નીકળી જવાના છો એની સિલસિલાબંધ વિગતો શાસ્ત્રનાં પાને લખાયેલી છે. સાતેય નરકમાં બબ્બે વાર અને એય ઉત્કૃષ્ટ આયુષ્યમાં. અસંખ્ય લાખ ભવો તિર્યંચના પ્રત્યેક ભેદમાં. પછી એ ભેદ જલચરનો હોય કે ચતુષ્પદનો હોય, ખેચરનો હોય કે ભુજપરિસર્પ-ઉરપરિસર્પનો હોય. એ દરેક ભવમાં તમારું મોત કાં તો અગ્નિથી અને કાં તો શસ્ત્રથી. અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી પસાર થયા બાદ તમે દુ:ખોની આ ગર્તામાંથી નીકળશો બહાર. ઉત્તમ ધર્મસામગ્રી, મનુષ્યભવ પામી સ્વીકારશો સંયમ અને પામશો કેવળજ્ઞાન. કેવળજ્ઞાન પામ્યા પછીની પ્રથમ દેશનામાં તમે તમારા દુ:ખદ ભવભ્રમણની વાત કરીને સહુને આપવાના છો એક જ સલાહ કે ‘જીવનમાં
ક્યારેય ધર્માચાર્યનો કે ધર્મગુરુનો દ્રોહ ન કરશો. એ દ્રોહના કટુ વિપાકો કેવા હોય છે એ શબ્દોમાં વર્ણવી શકાય તેવા નથી.'
ગોશાલક ! પ્રભુ વીર પર તમે મૂકેલી તેજોલેશ્યા પ્રભુ વીરને પ્રદક્ષિણા આપીને તમારા શરીરમાં જ પ્રવેશી ગઈ છે અને તમારી હાલત એણે બગાડી નાખી છે.
પ્રભુ, ગુરુદેવના દોષો બોલવાનું મને મન થાય તો મારી જીભને તું બોલતી બંધ કરી દેજે. એ અનંતોપકારીના દોષો જોવાનું મને મન થાય તો મારી આંખોની જોવાની શક્તિ તું હરી લેજે. એમની સામે પડવાનું મન થાય તો મારા શરીરને લકવાગ્રસ્ત બનાવી દેજે. હું ગૌતમ ન બની શકે તો ય તું મને ગોશાલક તો બનવા જ ન દેતો.
Page #19
--------------------------------------------------------------------------
________________
ઉo
તપસ્વિની સાધ્વી લક્ષ્મણા
ગૃહસ્થપણામાં તમે રાજાના ઘરે જનમ તો પામ્યા પણ રાજાને તમે સૌથી વધુ પ્રિય એટલા માટે બની ગયા કે રાજાને પુત્રો ઘણા હતા, પુત્રી તરીકે તમે એકજ હતા. તમે યુવાનીમાં આવ્યા. રૂપ તમારું અદ્ભુત હતું. પોતાની જીવન સંગાથિની તમને જ બનાવવા ઘણા રાજકુમારો આતુર હતા પણ પિતાએ યોજેલા સ્વયંવરમાં તમે તમારા માનીતા રાજકુમારના ગળામાં વરમાળા આરોપી અને અન્ય રાજકુમારોના હૈયામાંથી તમને ન પામી શકવા બદલના ઊનાના નિઃસાસાઓ નીકળી ગયા.
પણ,
વિધિએ તમને એક જબરદસ્ત ફટકો લગાવી દીધો. જે રાજકુમારના ગળામાં તમે વરમાળા પહેરાવી દીધી હતી એ રાજકુમાર વિવાહવિધિ ચાલતી હતી એ દરમ્યાન ચોરીમાં જ પરલોકની વાટે સિધાવી ગયો! ચારે ય બાજુ હાહાકાર મચી ગયો. તમે ય સ્તબ્ધ બની ગયા પણ કર્મોના વિચિત્ર વિપાકોને સમજી ચૂકેલા તમે મનને ધર્મારાધનાના માર્ગે વાળી દીધું. ઉત્તમ એવા શ્રાવક ધર્મનું પાલન કરવા દ્વારા તમે સુશીલ સતીઓમાં તમારો નંબર લગાવી દીધો અને એક મંગળ પળે વૈરાગ્યવાસિત બની ચૂકેલા તમે ખુદ તીર્થકર ભગવંતના વરદ હસ્તે સંયમજીવન અંગીકાર કરી સાધ્વી બની ગયા !
સાધ્વી લક્ષ્મણા ! ચકવા-ચકવીના સંયોગના કામોત્તેજક દશ્યને રસપૂર્વક નિહાળીને તમે કેટલી બધી જાલિમ નુકસાનીમાં ઊતરી ગયા છો!
૧૮
Page #20
--------------------------------------------------------------------------
________________
સંયમજીવનનું તમે સુંદર પાલન કરી તો રહ્યા જ છો પરંતુ એક દિવસ બન્યું એવું કે ચકલા-ચકવીના સંયોગનું કામોત્તેજક દૃશ્ય તમારી નજરે પડી ગયું છે અને એનાથી કામાતુર બની ચૂકેલા તમે વિચારમાં ચડી ગયા છો કે
અરિહંત પ્રભુએ શું જોઈને આ કર્મની મુનિને આજ્ઞા નહીં દીધી હોય? અથવા ભગવંત પોતે અવેદી છે એટલે એમને વેદધારીના દુઃખનો શું ખ્યાલ હોય ?'
અલબત્ત, પળવારમાં તમે આ વિચારથી પાછા તો ફરી જ ગયા છો પરંતુ તમારું ચિત્ત પશ્ચાત્તાપથી વ્યાપ્ત બની ગયું છે “મેં ખૂબ ખોટું વિચાર્યું. પણ આની આલોચના હું લઈશ કેવી રીતે? કેમકે આ વાત મારાથી કહેવાવી મુશ્કેલ છે. અને નહીં કહું તો મનમાં શલ્ય રહી જશે અને શલ્ય રહી જશે તો તેની શુદ્ધિ થશે નહીં. લાવ, હિંમત કરીને પણ આલોચના લઈ લેવા દે'
આમ વિચારી આલોચના લેવા માટે ગુરુ પાસે જવા તમે તૈયાર તો થઈ ગયા પણ રસ્તા પર જેવા કદમ માંડ્યા, તમારા પગમાં કાંટો ઘૂસી ગયો. તમને એમાં અપશુકનનાં દર્શન થયા. અને તમે તમારો વિચાર બદલી નાખ્યો. ગુરુ પાસે તમે પહોંચી તો ગયા પણ બીજાના નામે તમે ગુરુને પૂછ્યું.
જે આવું દુર્થાન ચિંતવે તેને પ્રાયશ્ચિત શું આવે?”
આમ પૂછવાનું કારણ શું છે?” ગુરુના આ પ્રશ્નનો તમે ગોળ ગોળ જવાબ આપી તો દીધો પણ ગુરુએ જે પ્રાયશ્ચિત બતાવ્યું એ પ્રાયશ્ચિતના આધારે તમે ૫૦/૫૦ વરસ સુધી તપ કરી દીધું.
તમે કરેલ તપની વિગત શાસ્ત્રોનાં પાને આ પ્રમાણે લખાઈ છે. છઠ્ઠ, અમ, ચાર ઉપવાસ અને પાંચ ઉપવાસ કરી પારણે નીવિ. આ પ્રમાણે ૧૦ વરસ. ૨ વરસ સુધી માત્ર નિર્લેપ ચણાનો આહાર. ૨ વરસ સુધી ભૂંજેલા ચણાનો આહાર. ૧૬ વરસ સુધી મા ખમણને પારણે માસખમણ અને ૨૦વરસ સુધી લાગત આયંબિલ. - હૃદયના ધબકારા વધી જાય અને છાતીનાં પાટિયાં બેસી જાય એવો આ તપ તમે એટલા માટે ઝુકાવી દીધો છે કે તમે દુર્ગતિમાં જવા તૈયાર નહોતા. અનંતકાળે હાથમાં આવેલ સંયમજીવનને તમે નિષ્ફળ બનાવી દેવા માગતા નહોતા. તીર્થકર ભગવંતના વરદ હસ્તે મળેલ સંયમજીવનને તમે વિચારના સ્તર પર પણ કલુષિત રાખવા માગતા નહોતા.
પણ,
કર્મસત્તાએ તમારી ધારણા ધૂળમાં મેળવી દીધી. પ0પ0 વરસની આ જંગી તપશ્ચર્યા પછી ય તમને આર્તધ્યાનથી મુક્તિ ન મળી કારણ કે તમારી પાસે તપનો જે વૈભવ હતો એ નિર્દભ નહોતો, શલ્ય સહિતનો હતો. અને આ સશલ્ય તપશ્ચર્યા પછી તમે દાસી વગેરેના અસંખ્ય ભવોમાં મહાદુઃખો ભોગવવા સંસારની યાત્રાએ નીકળી પડ્યા છો!
પ્રભુ! હૃદયમાં શલ્યો પાર વિનાના છે અને તપશ્ચર્યાના નામે હાથમાં કાણી કોડી પણ નથી. અનંતભવે પણ ઠેકાણું પડશે કે કેમ એમાં શંકા છે. અશ્રુસભર આંખે તને એટલું જ કહું છું કે મને અતિચાર રહિત જીવન તું ન આપે તો ય સરળતાસભર મન તો આપી જ દે. નહિતર મારી તો હાલત બગડી જશે !
૧૯
Page #21
--------------------------------------------------------------------------
________________
'૧૧
તપસ્વી શિરોમણી અગ્નિશમાં !
પૂર્વજન્મના કોક અશુભ કર્મોના ઉદયે તમને બાલ્યવયથી જ એવું વિચિત્ર શરીર મળ્યું છે કે જે આબાલ વૃદ્ધ સહુને માટે મશ્કરીનું કારણ બની રહ્યું છે. પેટ મોટું અને પગ ટૂંકા, હાથ વાંકા અને માથું મોટું. આંખો ત્રાંસી અને કાન લાંબા. તમારા આ શરીરને જોઈને સહુ તો મશ્કરીનો આનંદ માણી જ રહ્યા છે પરંતુ એ નગરીનો રાજકુમાર ગુણસેન પણ તમારી બેફામ ટીખળ ઉડાડી રહ્યો છે.
સહુ દ્વારા થતી આ મજાક-મશ્કરીથી કંટાળી જઈને તમે ગામ બહાર રહેલા આશ્રમમાં આવ્યા છો અને આશ્રમના કુલપતિ પાસે વિધિવત તાપસધર્મ તો અંગીકાર કર્યો જ છે પરંતુ એ જીવન અંગીકાર કરતાંની સાથે જ તમે એક ભીષ્મ પ્રતિજ્ઞા કરી છે.
‘જીવનભર માસખમણને પારણે માસખમણની તપશ્ચર્યા તો ખરી જ પણ માસખમણને પારણે એક જ ઘરે જવાનું. ત્યાં જે આહાર મળે એ વાપરી લઈને એના પર બીજું માખમણ ઝુકાવી દેવાનું !'
- તમારા આ તપના પ્રકૃષ્ટ વૈભવના સમાચાર જેમ જેમ પ્રસરતા ગયા તેમ તેમ તમારા દર્શનાર્થે લોકોનાં ટોળેટોળાં આવવા લાગ્યા. એમાં એક દિવસ રાજકુમાર ગુણસેન પોતે આવી ચડ્યો. દર્શન કરીને તમારી સન્મુખ બેઠો.
“આ જીવન અપનાવવા પાછળનું કારણ ?”
‘વૈરાગ્ય’ તપના આવા વૈભવના સ્વામી બની જવા પાછળ...' ‘જાતજાતનાં કારણો હોય છે. ક્યાંક પરાભવ એ કારણ બની રહે છે તો ક્યાંક શરીરના રોગો કારણ બની રહે છે. ક્યાંક સ્વજનવિયોગ કારણ બની રહે છે તો ક્યાંક દરિદ્રતા કારણ બની રહે છે.'
આપને...” મને? રાજકુમાર ગુણસેન મારા તપવૈભવમાં કારણ છે”
‘ગુણસેન?’
‘પણ શી રીતે ?' ‘એના દ્વારા સતત થયેલા મારા પરાભવે મને આવો તપવૈભવ પમાડ્યો છે. સાચે જ એનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલુ.”
એ રાજકુમાર ગુણસેન હું જ છું અને આજે તો હું આ નગરીનો રાજા બની ગયો છું. આપના મેં કરેલ પરાભવો બદલ હું આપની વારંવાર ક્ષમા માગું છું.”
મારા મનમાં તારા પ્રત્યે કોઈ દુર્ભાવ છે જ નહીં'
એક વિનંતિ છે”
‘બોલ’ ‘આ વખતના માસખમણનું પારણું કરવા આપ મારે ત્યાં પધારો. મારા દિલનો ઉચાટ કંઈક અંશે તો શમશે !”
૨૦
Page #22
--------------------------------------------------------------------------
________________
અને અગ્નિશર્મા,
રાજાના હૃદયના આ ભાવોને જોઈને તમે એની એ વિનંતિનો સ્વીકાર કરી લીધો છે. માસખમણના પારણે તમે અને ત્યાં વહોરવા ગયા પણ છો પરંતુ ગુણર્સન ખુદ પેટની પીડાથી ઘેરાઈ ગયો હોવાના કારણે એને ત્યાં કોઈએ તમારા આગમનની નોંધ પણ લીધી નથી અને તમે ભોજન લીધા વિના આશ્રમે પાછા આવી ગયા છો અને બીજું માસખમણ શરૂ કરી લીધું છે.
અગ્નિશમાં ! માસક્ષમણના પારણાનો લાભ આપવાની રાજવી ગુણસૈનની વિનંતિ સ્વીકારતા તમને કલ્પના ય ક્યાં હતી કે આ વિનંતિ સ્વીકાર તમારા માટે આફતનું કારણ બની રહેવાનો છે !
રાજવી ગુણસૈનને પીડાશમન પછી આ વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો છે અને એ વ્યથિત હૃદયે અશ્રુસભર નયને ક્ષમા માગવાપૂર્વક એણે પુનઃ આપને પારણા માટે પોતાને ત્યાં પધારવાની વિનંતિ કરી છે અને આપ એ વિનંતિનો સ્વીકાર કરીને એને ત્યાં પારણા માટે ગયા પણ છો પણ આજે એને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો છે અને એના હર્ષોલ્લાસમાં આખોય રાજ પરિવાર ડૂબી ગયો હોવાના કારણે આપ આપનું પારણું ચુકાઈ ગયું છે.
પૂર્ણ પ્રસન્નતા સાથે આપે ત્રીજું માસખમણ શરૂ કર્યું છે અને એના પારણાં માટે ય રાજવી ગુણસેનને ત્યાં જવાનું આપે સ્વીકાર્યું છે પણ એ પારણું ય દુશ્મન રાજાના આક્રમણના ભયના પ્રતિકારમાં રાજા વ્યસ્ત હોવાના કારણે ચુકાઈ ગયું છે, અને ભયંકર આવેશમાં આવીને આપે નિયાણું કરી દીધું છે કે ‘તપના આ વૈભવના પ્રતાપે જનમોજનમ હું ગુસેનને ખતમ કરનારો બની રહું'
પ્રભુ ! કાદવવાળા રસ્તે શરીરને સાચવવું સરળ છે પરંતુ અપેક્ષાભંગના રસ્તે મનને સ્વસ્થ રાખવું અને સંયમમાં રાખવું સાચે જ ભારે કઠિન છે. હું તારી પાસે એ નથી માગતો કે મારા ખભા પરનો બોજો તું ઓછો કરી નાખ. હું તો તારી પાસે એ માગું છું કે મારા ખભાને તું મજબૂત બનાવી દે !
૨૧
Page #23
--------------------------------------------------------------------------
________________
જી
પત
પ્રબળ પુણ્યવંત મરીચિ !
પરમાત્મા ઋષભદેવ તમારા દાદા. ચક્રવર્તી ભરત તમારા પિતા અને તમે પોતે ભાવિમાં વાસુદેવ પણ થવાના અને આ અવસર્પિણીકાળના ચરમ તીર્થકર પણ તમે પોતે જ થવાના. કદાચ તમારા આ પુણ્ય જેવું પ્રચંડ પુણ્ય અવસર્પિણી કાળમાં કોઈનું ય નહોતું.
વળી, જનમતાની સાથે જ તમારા શરીરમાંથી કિરણો નીકળ્યા છે એટલે તમારું નામ મરીચિ પડ્યું છે પણ કમાલ તો તમે એ કરી છે કે પરમાત્માના ઋષભદેવના સમવસરણની ઋદ્ધિ જોવા માત્રથી વૈરાગી બની જઈને તમે સંયમજીવન અંગીકાર કરી લીધું છે.
સંયમજીવનના તમારા દિવસો આમ તો ભારે પ્રસન્નતાપૂર્વક પસાર થઈ રહ્યા છે પણ બન્યું છે એવું કે સંયમજીવનની કઠોર ચર્યાઓથી તમે અકળાઈ ગયા છો. ખુલ્લા પગે તડકામાં વિહાર, સખત ઠંડી, જાલિમ ગરમી, અસ્નાન, પાંચેય ઇન્દ્રિયોના વિષયો પર સંખ્યાબંધ નિયંત્રણો, સુખશીલતા પર કાપ, સ્વચ્છંદમતિ પર લાલ આંખ. આ બધું તમને ફાવ્યું નથી અને તમે સંયમજીવનનો ત્યાગ કરી દીધો છે.
અલબત્ત,
તમે પુનઃ સંસારમાં પાછા નથી ગયા. પિતાજી ભરતને ત્યાં જઈને જલસા કરવાના શરૂ નથી કરી દીધા. તમે રહ્યા તો પ્રભુ ઋષભદેવ સાથે જ પરંતુ ત્રિદંડીપણાનો વેશ તમે ધારણ કરી લીધો છે. ભગવા કપડાં, સોનાની જનોઈ, પગે પાવડી અને ખભે ખેસ. મસ્તકે ચોટલી પણ ખરી. આવો વેશ ધરીને તમે વિચારી રહ્યા છો પ્રભુ સાથે. ક્યારેક યોગ્ય જીવ કોક આવી જાય છે તો તમે એને ઉપદેશ પણ આપો છો અને જો સંયમજીવન અંગીકાર કરવાની એને ભાવના થઈ જાય છે તો તમે એને મોકલી આપો છો પ્રભુ ઋષભદેવ પાસે.
‘પણ તમે જ ચારિત્ર આપો ને?”
‘પણ કેમ?'
‘મારી પાસે ધર્મ નથી” તમારો આ સ્પષ્ટ જવાબ હોય છે. વિહાર પ્રભુ સાથે. ઉપદેશ આપવાનો પ્રભુનો પણ શિષ્ય એક પણ બનાવવાનો નહીં. આ બાબતમાં તમે કોઈ જ બાંધછોડ કરતા નથી.
પણ,
એક દિવસ બન્યું છે એવું કે તમારું સ્વાથ્ય એકદમ કથળ્યું છે. તાવ, શિરદર્દ, શિથીલ શરીર. નથી તમને ચાલવાના હોંશ કે નથી તમને બેસવાના હોંશ. બીજાની સહાય લીધા વિના તમને ચાલે તેમ નથી અને સાથે રહેલા કોઈ સાધુ તમારી સેવા કરતા નથી. તમારા દુર્ગાનનો પાર નથી. “આખી જિંદગી મારે આ રીતે જ પસાર કરવાની? ના. હું એકાદ શિષ્ય કરી લઉં. બીમાર પડું તો કમ સે કમ એ મારી સેવા તો કરે !'
અને એક દિવસ,
કપિલ નામનો રાજકુમાર આવી પહોંચ્યો છે તમારી પાસે. તમારી પ્રભાવક વાણીથી તમે એને બનાવી દીધો છે વૈરાગ્યવાસિત. સંયમજીવન અંગીકાર કરવા એ થઈ ગયો છે તૈયાર અને તમે એને સરનામું બતાવી દીધું છે પ્રભુ 28ષભદેવનું.
Page #24
--------------------------------------------------------------------------
________________
“તમે મને સંયમ ન આપો ?'
‘ના’
‘પણ વાંધો શું છે ?' 'aisi?'
‘હા’
મારી પાસે ધર્મ ધી કે ‘એટલે ?’ ‘મારા માર્ગમાં ધર્મ નથી’ ‘બિલકુલ ધર્મ નથી ?’
'પણ હું આમ કેમ પૂછે છે કે
‘મારા જીવનના ઉદ્ધારક તો તમે જ છો !'
અને મરીચિ, તમે એને કહી દીધું છે કે ‘કપિલ, ધર્મ તો અહીં પણ છે અને ત્યાં પણ છે.' બસ, આટલા ઉત્સૂત્ર ભાષણે તમે એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ સંસાર વધારી દીધો છે.
---
મરીચિ ! રાજકુમાર કપિલને તમે અહીં પણ ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે' આમ કહીને કેવી ભારે ભૂલ કરી બેઠા છો ! આ ઉત્સૂત્રભાષણે તમારો કોડાકોડી સાગરોપમ જેટલો સંસાર વધારી દીધો છે !
પ્રભુ, એમ લાગે છે કે માર્ગની પાકી સમજ મેળવ્યા પછી ય જો મારી પાસે નિઃસ્પૃહચિત્ત નથી તો હું ય ગમે તેવા જવારા કરવા દ્વારા મારું સંસાર પરિભ્રમણ વધારી શકું છું. મને તું ત્રણ ચીજ આપી દે. નિઃસ્પૃહ ચિત્ત, સમ્યક્ સમજ અને પાપભીરુ અંતઃકરળ, તો જ મારી જીભ કદાચ ઠેકાણે રહેશે.
૨૩
Page #25
--------------------------------------------------------------------------
________________
*
*
*
૧૩ છે,
કામવિજેતા સ્થૂલભદ્રસ્વામી !
તમારું નામ કાને પડે છે અને નિર્મળ જળ જેવું તમારું પવિત્ર અંતઃકરણ આંખો સામે આવી જાય છે. તમારો કાલ્પનિક ચહેરો આંખો સામે આવી જાય છે અને સર્વથા નિષ્કલંક એવો પૂનમનો ચાંદ સ્મૃતિપથ પર આવી જાય છે. વિશુદ્ધ અધ્યવસાયોની તમારી ઊંચાઈને કલ્પનાનો વિષય બનાવીએ છીએ અને એ ઊંચાઈ સામે મેરુ પર્વતની ઊંચાઈ વામણી લાગવા માંડે છે. વાસનાના મેદાનમાં જઈને ‘કામ' ને ધૂળ ચાટતો કરી દેવાનું તમારું પરાક્રમ કલ્પનાની આંખે નિહાળીએ છીએ અને કુરુક્ષેત્રના મેદાન પર બાણોની વર્ષા કરીને કૌરવ સેનામાં હાહાકાર મચાવનાર અર્જુનનું પરાક્રમ એની સામે ધૂળના રજકણ જેટલું વામણું અને તુચ્છ લાગે છે. સ્વભાવદશાની તમારી મસ્તીને કલ્પનાનો વિષય બનાવીએ છીએ અને સ્વયંભૂરમણ સમુદ્રની ગહરાઈ એની સામે છીછરી ભાસવા લાગે છે.
શું કહીએ ?
જેમના પુણ્યના પ્રકર્ષ સામે અને ગુણના સામ્રાજ્ય સામે આ જગતનો કોઈ પણ જીવ ઊભો રહી શકતો નથી એ તીર્થકર ભગવંત વધુમાં વધુ ત્રણ ચોવીસી સુધી જ સ્મૃતિપથ પર રહી શકે છે પરંતુ તમે પવિત્રતાના ક્ષેત્રે એ ઊંચાઈ સ્પર્શી ચૂક્યા છો કે ચોર્યાશી-ચોર્યાશી ચોવીસી સુધી તમારું નામ સ્મૃતિપથ પર રહેવાનું છે !
વાસનાનાં સાપોલિયાં જે પણ આત્માને ડરાવતા રહે છે એ આત્મા તમારું નામ લે છે અને એની આંખોમાં રમી રહેલા વાસનાનાં સાપોલિયાં કોણ જાણે ક્યાં, રવાના થઈ જાય છે. જેના પણ અંતઃકરણમાં વારંવાર વાસનાના ભડકા ઊઠતા રહે છે એ આત્માની જીભ પર તમારું નામ રમવા લાગે છે અને એનું અંતઃકરણ ઠંડુગાર બની જાય છે.
પવિત્રતાની આ તાકાત લઈને બેઠેલા તમારી પાસે આજે તમારા સાત-સાત બહેન સાધ્વીજીઓ વંદન કરવા આવ્યા છે. ઉપાશ્રયમાં તેઓ નજર દોડાવી રહ્યા છે પણ તમે એમની નજરે ક્યાંય ચડતા નથી.
કામવિજેતા સ્થૂલભદ્રસ્વામી! તમને વંદન કરવા આવેલ સાત બહેન સાધ્વીજીઓ સમક્ષ તમે સિંહનું રૂપ ધારણ કરી બેઠા અને તમારા સિંહના એ રૂપે સહુ સાધ્વીજી ભગવંતો ભયભીત થઈ ગયા!
૨૪
Page #26
--------------------------------------------------------------------------
________________
‘અમારા ભાઈ મહારાજ ક્યાં છે?” તમારા ગુરુ મહારાજને તેઓએ પૂછ્યું છે અને તમારા ગુરુદેવે એમને ઉપર જવા સૂચવ્યું છે.
બન્યું છે એવું કે તમે ૧૦પૂર્વના જ્ઞાતા છો. બહેન સાધ્વીજીઓ મને વંદન કરવા ઉપર આવી રહી છે એનો તમને ખ્યાલ આવી ગયો છે અને એમને બતાડી દેવા તમે આસન પર સિંહનું રૂપ કરીને બેસી ગયા છો. સાધ્વીજીઓ ઉપર આવ્યા તો ખરા પણ જ્યાં આસન પર એમને સિંહ બેઠેલો દેખાયો, તેઓ એકદમ ડરી ગયા અને નીચે પહોંચી ગયા.
‘ગુરુદેવ, ઉપર અમારા ભાઈ મહારાજ તો નથી પણ આસન પર સિંહ બેઠો છે ૧૪ પૂર્વધર ભદ્રબાહુસ્વામી મહારાજ પાસે તમારા સાધ્વીજીઓએ આ વાત કરી છે અને ઉપયોગ મૂકતાં એમને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો છે.
‘તમે ઉપર જાઓ. સ્થૂલભદ્ર ત્યાં જ છે' અને ભદ્રબાહુસ્વામીજીના વચનને શિરોધાર્ય કરીને સહુ સાધ્વીજીઓ ઉપર આવ્યા છે. તમે સિંહનું રૂપ સંહરીને પુનઃ તમારું રૂપ ધારણ કરીને આસન પર ગોઠવાઈ ગયા છો. સાધ્વીજીઓ તમને વંદન કરીને સ્વસ્થાને જવા નીકળી ગયા છે અને આ બાજુ વાચનાનો સમય થતાં તમે ભદ્રબાહુ સ્વામીજી સમક્ષ વાચના લેવા ઉપસ્થિત થયા છો.
‘તમને હવે વાચના આપવાની નથી” ધરતીકંપના આંચકાની અનુભૂતિ કરાવી દે એવું આ વચન ભદ્રબાહુ સ્વામીજીના મુખે સુણતા તમે ધ્રૂજી ઊઠ્યા છો.
‘ભગવંત ! કોઈ અપરાધ ?’ ‘તમારા સાધ્વીજીઓ પહેલી વાર ઉપર આવ્યા ત્યારે તમે સિંહનું રૂપ ધારણ કરીને બેસી ગયા હતા ને?'
બસ, એ જ અપરાધ. જ્ઞાન પરિણમન પામવાને બદલે જ્યારે પ્રદર્શનનું કારણ બનવા લાગે ત્યારે એ જ્ઞાન આત્માનું અહિત નોતરી દીધા વિના ન રહે. ૧૦પૂર્વ સુધીનું જ્ઞાન ભણ્યા પછી ય તમે આવી તુચ્છ પ્રદર્શનવૃત્તિના શિકાર બની ગયા? ના. હવે આગળનું અધ્યયન તો તમને નહીં જ !'
પ્રભુ! કામવિજેતા સ્થલૂભદ્રસ્વામીજીની આટલી નાનકડી પણ ક્ષતિ જો આટલી બધી ખતરનાક ગણાઈ છે તો મારા જેવા અજ્ઞ અભિમાનીની હાલત તો કર્મસત્તા કેવી કરી નાખશે? મને તું એવી મજબૂત પાચનશક્તિ આપી દે કે જ્ઞાન મારી પાસે જેટલું પણ હોય એ મને પચીને જ રહે.
૨૫
Page #27
--------------------------------------------------------------------------
________________
પરગજુ આચાર્ય સ્કંદસૂરિ મહારાજ !
શ્રાવસ્તીના રાજા જિતશત્રુના પુત્ર તમે. નામ તમારું સ્કંધકકુમાર. તમારી બહેનું નામ પુરંદરયશા. તમારા બનેવીનું નામ દંડિકરાજા. એનો મંત્રી કે જેનું નામ પાલક છે એ એક વાર શ્રાવસ્તીની રાજસભામાં આવી ચડ્યો છે અને ધર્મગોષ્ઠિ દરમ્યાન નાસ્તિક મતની સ્થાપના કરીને જિનમતની મશ્કરી કરી રહ્યો છે. તમારાથી એ સહન ન થતાં અકાઢ્ય દલીલો દ્વારા તમે એની બોલતી બંધ તો કરી દીધી છે પણ તમારા દ્વારા થયેલ આ પરાભવ એને ભારે અકળાવી ગયો છે. મનમાં તમારા પ્રત્યે ગાંઠ બાંધીને એ સ્વગૃહે પાછો ફર્યો છે.
આ બાજુ પરમાત્મા મુનિસુવ્રતસ્વામીની દેશના સાંભળી છે તમે અને વૈરાગ્ય વાસિત બનીને ૫00 પુરુષો સાથે તમે ચરિત્ર જીવન અંગીકાર કરી લીધું છે. જ્ઞાન-ધ્યાન-સ્વાધ્યાયમાં લીન બનીને સતત ઉત્સાહપૂર્વક આરાધના કરી રહેલા તમને ગીતાર્થ જાણીને પ્રભુએ આચાર્યપદે સ્થાપિત કર્યા છે. એક દિવસ તમે પ્રભુને પૂછયું છે. આપ રજા આપો તો બહેન વગેરેને પ્રતિબોધ કરવા એના નગર કુંભકારકટકમાં જવા હું ઇચ્છું છું.”
‘તમને ત્યાં મરણાંત ઉપસર્ગ થશે”
‘હું આરાધક થઈશ કે નહીં?'
‘તમને છોડીને બાકીના સહુ આરાધકો થશે” મારા નિમિત્તે સહુ જો આરાધક થવાના છે તો એનો લાભ મને પણ જેવો તેવો તો નથી જ ને?' આ વિચાર સાથે તમે કુંભકારક તરફ પ્રસ્થાન કર્યું છે.
આ બાજુ ત્યાંના મંત્રી પાલકને કાને આ સમાચાર પહોંચ્યા છે અને એનું અંતર ‘વેરનો બદલો લેવાની તક મળી રહ્યા” ના ખ્યાલે હરખાઈ ગયું છે. તમારા આગમનપૂર્વે જ એણે તમારી જે સ્થાન પર સ્થિરતા થવાની છે ત્યાંની જમીનમાં અનેક પ્રકારનાં ઘાતક શસ્ત્રો દટાવી દીધા છે.
તમને તો આની જાણ જ ક્યાંથી હોય? તમે એ સ્થાને રહીને વૈરાગ્યસભર દેશના આપીને રાજા વગેરે સહુને શુભભાવોમાં ઝીલતા તો કરી દીધા છે પણ તમારા પ્રત્યેના દ્વેષથી પ્રેરાઈને પાલકે રાજાને એકાંતમાં વાત કરી છે.
‘રાજનું, આ સ્કંદાચાર્યનો ભરોસો કરવા જેવો નથી'
સંયમજીવનના આચારથી ભ્રષ્ટ થયેલા એ તમને રાજ્યભ્રષ્ટ કરવા પોતાના સહસ્રોધી માણસો સાથે અત્રે આવી ચડ્યા છે. મારા વચનમાં શંકા પડતી હોય જો આપને તો એક વાર આપ ખુદ એમના સ્થાનમાં જઈને તપાસ કરાવી લો.”
- કોકને કોક બહાના હેઠળ એણે તમને, તમારા સમસ્ત પરિવાર સાથે અન્ય સ્થળે મોકલી આપ્યા છે અને આ બાજુ રાજાએ પોતાના માણસોને તમારા સ્થાને મોકલીને તપાસ કરાવી છે. જમીન ખોદતાં એમને શસ્ત્રો જોવા મળ્યા છે. એની જાણ એમણે રાજાને કરીને સ્તબ્ધ કરી દીધો છે. રાજાએ પાલકને બોલાવીને એટલું જ કહી દીધું છે કે, ‘આ સ્કંદકાચાર્ય વગેરેને તારે જે સજા કરવી હોય એ કરી દે.’
અને પાલકે માણસોને પીલી નાખે એવી એક ઘાણી તૈયાર કરાવી છે અને તમારી પાસે આવીને એણે કહી દીધું છે કે “તમારે સહુએ આ ઘાણીમાં કૂદી પડવાનું છે?”
૨૬
Page #28
--------------------------------------------------------------------------
________________
નથી તમે પાલકની આ આજ્ઞા સામે બળવો કર્યો કે નથી તમારા ૫OOશિષ્યોમાંથી એક પણ શિષ્ય આ આજ્ઞા સામે હરફ ઉચ્ચાર્યો. એક પછી એક શિષ્યો ઘાણીમાં કૂદી રહ્યા છે. એ સહુને તમે અદ્ભુત નિર્ધામણા કરાવા દ્વારા ઉપશમભાવમાં ઝીલતા કરી દઈને પરમગતિ તરફ પ્રસ્થાન કરાવી રહ્યા છો પણ સૌથી છેલ્લે રહેલા એક બાળમુનિને જોઈને તમે પાલકને વિનંતિ કરી છે, ‘આ બાળમુનિને ઘાણીમાં નાખતા પહેલાં મને ઘાણીમાં કૂદી જવા દે'
તમારી આ વિનંતિને ઠુકરાવી દઈને પાલકે એ બાળ મુનિને જ પહેલાં ઘાણીમાં નાખી દીધા છે અને પછી તમને ! પાલકના આ અત્યાચારને નિહાળીને અત્યંત આવેશમાં આવી ગયેલા તમે ઉપશમભાવ ગુમાવી બેઠા છો અને “જનમનજનમ આ પાલકને મારનારો થાઉં' એવું નિયાણું કરીને અસુર નિકાયમાં રવાના થઈ ગયા છો. સહુને કેવળજ્ઞાન પમાડી મોક્ષમાં મોકલી દેવામાં સફળ બનેલા તમે ખુદ સંસારમાં રહી ગયા છો.
[E
સ્કંદકસૂરિ મહારાજ ! બાળમુનિને ઘાણીમાં નાખતા પહેલાં તમે પાલકને એ સમજાવવાની મહેનત કરી રહ્યા છો
કે તું ઘાણીમાં પહેલાં મને કૂદી જવા દે’ પણ તમારી વિનંતિ પાલકે ઠુકરાવી જ દીધી. પ્રભુ, આવેશની નબળી પળમાં થઈ જતો ગલત નિર્ણય જો આત્માની વરસોની આરાધનાને પણ મૂલ્યહીન બનાવી દેતો હોય તો સતત આવેશગ્રસ્ત જ બની રહેતા ચિત્તવાળા મારી તો હાલત જ શી થશે? મને તું ઉપશમભાવનું પુષ્પ ન આપે તો કાંઈ નહીં, આવેશગ્રસ્ત ચિત્તના કંટકથી તો તું મારા હાથને મુક્ત બનાવી જ દે!
૨૭
Page #29
--------------------------------------------------------------------------
________________
(૧પજ
લબ્ધિધર ફૂલવાલક મુનિવર !
તમારું મૂળ નામ શું છે એની તો મને ખબર નથી પણ સંયમજીવન જેવું સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ અને સર્વશ્રેષ્ઠ જીવન તમારી પાસે હોવા છતાં તમે તમારી અપાત્રતાને જીવનમાંથી દૂર કરી શક્યા નથી. ઈર્ષા તમારા સ્વભાવરૂપ બની ગઈ છે તો વિનય સાથે તમે જાલિમ દુશ્મનાવટ ઊભી કરી દીધી છે. ઉદ્ધતાઈ તમારા લોહીમાં વણાઈ ગઈ છે તો આવેશને તમે તમારા જીવનમાં આગવું સ્થાન આપી દીધું છે.
એક દિવસ તમે તમારા ગુરુદેવ સાથે ગિરનારની યાત્રાએ ગયા છો. વચ્ચે કોક કારણસર તમારું ચિત્ત વ્યગ્ર બન્યું છે અને ગુરુદેવે તમને એ અંગે થોડીક ટકોર કરી છે. એ ટકોરથી એ હદે તમે આવેશમાં આવી ગયા છો કે યાત્રા કરીને નીચે ઊતરતી વખતે તમે ગુરુદેવથી પાછળ રહી જઈને આગળ જઈ રહેલા ગુરુદેવને ખતમ કરી નાખવા એમના પર શિલા ફેંકી છે. ગુરુદેવને અણસાર આવી જવાથી પોતાની જાતને એમણે શિલાથી બચાવી તો લીધી છે પરંતુ આવેશમાં આવી જઈને એમણે તમને શ્રાપ આપી દીધો છે.
‘નાલાયક ! સ્ત્રીથી તારું પતન થઈને જ રહેશે.”
ગુરુના વચનને નિષ્ફળ કરવા તમે ગુરુથી અલગ થઈ જઈને કોક જંગલમાં નદીના તીરે પહોંચી ગયા છો અને ઘોર તપ આચરવા લાગ્યા છો. ત્યાં ક્યારેક કોક માણસ આવી જાય છે અને તમને પારણું એ કરાવે છે તો તમે પારણું કરો છો, બાકી તમે તપમાં જ રત રહો છો.
તમારા આ ઘોર તપથી પ્રભાવિત થઈ ગયેલ નદીની અધિષ્ઠાયિકા દેવીએ ‘વર્ષા ઋતુમાં નદીનો પ્રવાહ આ મુનિને તાણી ન જાય' એ ખ્યાલે નદીના પ્રવાહને બીજી દિશામાં વાળી દીધો છે અને ત્યારથી તમારું નામ “કૂલવાલક' પડી ગયું છે.
આ બાજુ રાજગૃહીના રાજવી શ્રેણિકે દેવતાએ આપેલ દિવ્યકુંડળની જોડી, અઢાર સેરનો હાર અને દિવ્ય વસ્ત્રો સહિત સેચનક હાથી પણ પોતાના પુત્ર હલ્લ-વિહલ્લને આપી દીધા છે અને તેથી ક્રોધે ભરાયેલ કોણિકે શ્રેણિકને જેલમાં નાખ્યા છે. ત્યાં શ્રેણિકનું મોત થઈ ગયા બાદ ચંપા નામની નવી નગરી વસાવીને કોણિક ત્યાં રહેવા ચાલ્યો ગયો છે.
એક દિવસ રાણી પદ્માવતીએ કોણિક પાસે દિવ્યકુંડલની જોડી વગેરેની માગણી કરી છે અને પત્નીના આગ્રહથી કોણિકે હલ્લ-વિહલ્લને એ ચારેય વસ્તુઓ પોતાને આપી દેવા જણાવ્યું છે. હલ્લ અને વિહલ્લને ખ્યાલ આવી ગયો છે કે “આ માગણી અનર્થનું મૂળ છે. વધુ સારું તો એ છે કે એ ચીજો લઈને અહીંથી આપણે ભાગી જઈએ.'
રાતના ને રાતના એ બંને ભાઈઓ ત્યાંથી બધી વસ્તુઓ લઈને ભાગ્યા છે અને વિશાળ નગરીમાં માતામહ ચેટક રાજાના શરણમાં આવી ગયા છે. કોણિકને એની જાણ થઈ જતાં એણે ચેટક રાજાને કહેવડાવી દીધું છે કે હલ્લ-વિહલ્લ અમને પાછા સોંપી દો.'
શરણે આવેલા દૌહિત્રોને હું પાછા શું સોપું?” ચેટક રાજાના આ જવાબે કોણિકને અકળાવી દીધો છે અને એ વિરાટ સૈન્ય લઈને ચટક રાજા સામે યુદ્ધ આદરી બેઠો છે. દિવસોના દિવસો પસાર થયા પછી ય, પુષ્કળ નરસંહાર પછીય કોણિકને જ્યારે ચટક રાજાને હરાવવામાં સફળતા નથી મળી ત્યારે કૂલવાલક ! તમે ગુવંજ્ઞાના
૨૮
Page #30
--------------------------------------------------------------------------
________________
કરેલ ભંગથી કોપાયમાન થયેલ શાસનદેવીએ આકાશવાણી કરી છે કે “જો માગધિકા નામની ગણિકા કૂલવાલક મુનિને ચારિત્ર ભ્રષ્ટ કરીને લાવે તો તેની સહાયથી કોણિક વિશાલાને જીતી શકે, તે વિના તે નગરી જિતાશે નહીં.'
કોણિકે આ આકાશવાણી સાંભળીને માગધિકા ગણિકાને બોલાવીને સત્કારપૂર્વક તમને ભ્રષ્ટ કરીને લાવવાનું કહ્યું છે. કોણિકની વાત સ્વીકારી લઈને એ માગધિકા ગણિકા તમારી પાસે શ્રાવિકાનો વેશ કરીને આવી છે. તમને કપટથી એણે ગોચરીમાં નેપાળાના ચૂર્ણથી મિશ્રિત મોદક વહોરાવ્યા છે, જેનાથી તમને અતિસારનો વ્યાધિ થઈ ગયેલ છે. તમારી સેવા કરવા એણે બીજી નાની નાની ગણિકાઓ રાખી દીધી છે. એ સહુની સેવા લેતા લેતા છેવટે તમે ચારિત્રથી ભ્રષ્ટ થઈને જ રહ્યા છો. ત્યારબાદ એ માગધિકા ગણિકા તમને કોણિક પાસે લઈ આવી છે અને કોણિકને તમે વિશાલાને જીતવાનો ઉપાય બતાડી દઈને ચટક રાજાને પરાજિત કરવામાં સફળતા તો અપાવી છે પરંતુ તમે પોતે ગુર્વાજ્ઞાના ભંગથી અને માગધિકાના સંગથી અનેક પાપો કરીને દુર્ગતિમાં રવાના થઈ ગયા છો.
લબ્ધિધર કૂલવાલક મુનિ! ગુરદ્રોહના તમે કરેલા પાપે તમને વેશ્યાએ કેવી ચાલાકીથી ભ્રષ્ટ કરી દીધા!
પ્રભુ, મનનો જે દોષ મને ઉપકારીઓના ઉપકારને જોવા ન દે, યાદ રાખવા ન દે, સમજવા ન દે અને એમની સામે બળવો કરવા પ્રેરે એ કૃતદનતાના દોષથી તું મને બચાવતો જ રહેશે. કારણ કે એ દોષનું પોત તો એવી આગનું છે કે જે તમામ ગુણોને સળગાવીને રહે છે.
૨૯
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૬
પ્રબળ વૈરાગી મુનિવર જમાલિ!
પ્રભુ વીરની ભગિની સુદર્શનાના તમે પુત્ર. પ્રભુની પુત્રી પ્રિયદર્શનાના તમે પતિ અને પ્રભુ વીરના તમે શિષ્ય. પOO|પOOક્ષત્રિયો સાથે તમે વૈરાગ્યવાસિત બનીને પ્રભુ વીર પાસે સંયમજીવન અંગીકાર કર્યું છે. અગિયાર અંગનો તમે અભ્યાસ કર્યો છે.
એક દિવસ પ્રભુ પાસે તમે અલગ વિહાર કરવાની અનુજ્ઞા માંગી છે પણ ભાવિ લાભ ન જાણવાથી પ્રભુ સંપૂર્ણ મૌન રહ્યા છે. કોઈ જ ઉત્તર આપ્યો નથી અને એ છતાં ય તમે પ00 સાધુઓ સાથે પ્રભુથી અલગ થઈને વિહાર કરીને શ્રાવસ્તી નગરીમાં આવ્યા છો અને ત્યાંના હિંદુક નામના ઉદ્યાનમાં કોક યક્ષના ચૈત્યમાં રહ્યા છો.
કેટલાક સમય બાદ અશાતા વેદનીય કર્મના ઉદયના કારણે તમારા શરીરમાં એવો તીવ્ર દાહજ્વર ઉત્પન્ન થયો છે કે તમારામાં બેસવા-ઊઠવાની પણ શક્તિ નથી રહી. તમે સાધુઓને બોલાવીને કહ્યું છે કે “મારે આરામ કરવો છે. મારા માટે તમે શીધ્ર સંથારો પાથરો.'
સાધુઓએ સંથારો પાથરવાનું શરૂ તો કરી દીધું છે પરંતુ દાહજ્વરની પીડા તમને એટલી બધી અધિક છે કે તમે પળની ય રાહ જોઈ શકવા સમર્થ નથી અને એટલે જ તમે સાધુઓને પૂછી બેઠા છો કે “સંથારો પથરાઈ ગયો છે કે નહીં?”
[ ,
સંથારો જ્યારે પથરાયો જ નથી ત્યારે “સંથારો પથરાઈ ગયો છે” એમ તમારાથી બોલાય જ શી રીતે ?”
જમાલિ મુનિવર ! પ્રભુવીરના ‘હેમાને વચન સામે તમે કેવો બળવો કરી બેઠા !
Page #32
--------------------------------------------------------------------------
________________
સંથારો પથરાઈ રહેવા આવ્યો હતો અને એટલે સંથારો અર્ધો પથરાઈ રહ્યો હોવા છતાં સાધુઓએ ‘સંથારો પથરાઈ ગયો છે” એવો જવાબ આપી દીધો છે. એ જવાબ સાંભળીને વેદનાથી વિકળ થયેલા તમે તરત જ ઊઠીને સૂઈ જવાની ઇચ્છાથી ત્યાં ગયા છો પણ સંથારો અર્ધો જ પથરાયેલો જોઈને તમે આવેશમાં આવી ગયા છો. તમે બોલી ઊઠ્યા છો,
‘સંથારો જ્યારે પથરાઈ ગયો જ નથી ત્યારે તમે સંથારો પથરાઈ ગયો છે એવું કહી જ શી રીતે શકો?’ ‘પ્રભુનું આ વચન છે કે કાર્ય કરાતું હોય ત્યારે થઈ ગયું જ કહેવાય.' એક સાધુએ તમને આ જવાબ આપ્યો છે.
‘ના. જે કાર્ય પૂરું થઈ ગયું હોય તે જ કર્યું કહેવાય. બાકી કરાતા કાર્યને ‘થઈ ગયા' તરીકે જાહેર ન જ કરાય. જેમ કે પટ વગેરે કાર્ય ક્રિયાકાળના અંતમાં જ થયેલું દેખાય છે, ક્રિયાકાળના પ્રારંભમાંનહીં. આ વાત બાળગોપાળથી આરંભીને સર્વજનને પ્રત્યક્ષ સિદ્ધ છે' તમે એ સાધુને જવાબ આપી દીધો છે.
“તમે અર્ધો પથરાયેલા સંધારાને જોઈને સંચારો અર્ધો જ પથરાયેલો છે' એમ તો બોલ્યા જ છો ને ? જો સંથારો બિલકુલ ન પથરાયો હોત તો તમે એટલું પણ ન જ બોલ્યા હોત. માત્ર સંથારો જેટલો પથરાયો તેટલો પાથર્યો જ છે. ઉપર પાથરવાનાં વસ્ત્રો બાકી છે. માટે વિશિષ્ટ સમયની અપેક્ષાવાળા પ્રભુનાં વચનોમાં કોઈ જ જાતનો દોષ નથી.’
પણ મુનિવર જમાલિ, એ સ્થવિર સાધુની એક પણ દલીલ સ્વીકારવા જ્યારે તમે તૈયાર થયા નથી ત્યારે તમારી સાથે રહેલા તમામ ૫૦૦ સાધુઓ તમને છોડીને પ્રભુ વીર પાસે પહોંચી ગયા છે.
એક વખત તમે ચંપા નગરીમાં આવી ચડ્યા છો કે જ્યાં પ્રભુ વીરનું સમવસરણ રચાયું છે. તમે સમવસરણમાં આવી જઈને પ્રભુને સંભળાવી દીધું છે કે,
‘હે જિન ! મારા સિવાય તમારા બીજા બધાય શિષ્યો છદ્મસ્થપણે જ વિચરી રહ્યા છે. પરંતુ મને તો કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું હોવાથી હું તો સર્વજ્ઞ બની ગયો છું.’
તમારા આ પ્રલાપ સામે પ્રભુ તો કાંઈ બોલ્યા નથી પણ ગૌતમસ્વામીએ તમને રોકડું પરખાવી દીધું છે કે 'રે જમાલિ ! આવું અસત્ય ભાષણ કરવાની તારે કોઈ જ જરૂર નથી. કારણ કે કેવળજ્ઞાનીનું જ્ઞાન તો કોઈ પણ ઠેકાણે સ્કૂલના પામતું નથી. છે તું કેવળી બની ગયો હોય તો મારા પ્રશ્નનો જવાબ આપ. ‘આ લોક શાશ્વત છે કે અશાશ્વત ? અને આ જગતના સર્વ જીવો નિત્ય છે અનિત્ય ?'
જમાહિ. ગૌતમસ્વામીના આ પ્રશ્નનો તમે કોઈ જવાબ નથી આપી શક્યા અને છતાં ય તમે તમારા કદાગ્રહને પકડી જ રહ્યા છો. મૃત્યુ સમયે પણ તે પાપકર્મનું પ્રાયશ્ચિત લીધા વિના અને આલોચના-પ્રતિક્રમણાદિ કર્યા વિના જીવન પૂર્ણ કરીને તમે કિલ્મિર્ષિક [ભંગી] દેવ તરીકે દેવલોકમાં ઉત્પન્ન થયા છો.
પ્રભુ, વસ્તુ માટેનો હઠાગ્રહ, વ્યક્તિ માટેનો પૂર્વગ્રહ અને વિચાર માટેનો કદાગ્રહ, આ ત્રણેય પ્રકારના આગ્રહોમાંનો એકાદ પણ આગ્રહ મને તારાથી દૂર કરી દેવા પર્યાપ્ત છે એનો ખ્યાલ આવી ગયા પછી તારી પાસે હું એટલું જ માગું છું કે આગ્રહોને જન્મ આપનારું મન તું તારી પાસે જ રાખી દે.
૩૧
Page #33
--------------------------------------------------------------------------
________________
મહા પ્રભાવક આચાર્ય ભગવંત સુમંગલસૂરિજી !
તમારી પ્રભાવકતાનો ખ્યાલ એના પરથી આવે છે કે તમે ૫૦૦-૫૦૦ શિષ્યોના ગુરુપદે બિરાજમાન છો. તમારી સંયમશુદ્ધિ, તમારી આશ્રિતોના હિત અંગેની કાળજી, તમારી જાગૃતિ વગેરેના કારણે તમે સમસ્ત સંઘના હૈયામાં આદરણીય તરીકે પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા છો. - એક વાર બન્યું છે એવું કે તમારી કમર પકડાઈ ગઈ છે. વિહાર કરવો તો તમારા માટે મુશ્કેલ બની જ ગયો છે પરંતુ બેસવું ય તમારા માટે કઠિન બની ગયું છે. અલગ અલગ અનેક પ્રકારના ઉપચારો પછી ય તમને જ્યારે એ દર્દમાં રાહત નથી અનુભવાઈ ત્યારે તમે એક વિનીત શિષ્યને બોલાવીને સૂચના કરી છે.
‘કોક ગૃહસ્થને ત્યાં જઈને એકાદ યોગપટ્ટ તમે લઈ આવો. કમર પર એ બાંધી દઉં. કદાચ એનાથી દર્દમાં થોડીક રાહત મળી જાય.'
અને ગૃહસ્થને ત્યાંથી એ મુનિ સુંદર મજેનો યોગપટ્ટ લઈ જ આવ્યા. કમર પર તમે એ બાંધી દીધો અને આશ્ચર્ય ! કમરના એ દર્દમાં તમને પુષ્કળ રાહત થઈ ગઈ. સ્વાધ્યાય-વાચના-વિહારાદિ તમારા પૂર્વવત ચાલુ તો થઈ ગયા છે પણ યોગપટ્ટ પ્રત્યે તમારા મનમાં એ હદે રાગ ઊભો થઈ ગયો છે કે એક પળ માટે ય તમે એને તમારાથી અળગો કરતા નથી. તમારા ગીતાર્થ શિષ્યોને એનો ખ્યાલ આવી ગયો છે અને એક ગીતાર્થ શિષ્ય તો તમારી પાસે આવીને નમ્રભાવે તમને વિનંતિ પણ કરી છે.
સુમંગલાચાર્ય! યોગપટ્ટકના ત્યાગની તમારા પટ્ટશિષ્ય તમને વારંવાર વિનંતિ કરી પણ તમે એને કાને ન જ ધરી ને?
Page #34
--------------------------------------------------------------------------
________________
‘ગુરુદેવ આપને કમરના દર્દમાં...”
રાહત છે' “સંપૂર્ણ ?'
‘તો આ યોગપટ્ટ ગૃહસ્થને પાછો આપી દઈએ...'
ના. મારે હજી એને કમરે બાંધવાનો જ છે.' તમારા જવાબની સામે શિષ્ય મૌન તો થઈ ગયો છે પણ એને પાકો ખ્યાલ આવી ગયો છે કે આ યોગપટ્ટ ગુરુદેવ માટે જરૂરિયાતનું કારણ ન રહેતા મૂચ્છનું કારણ બની ચૂક્યો છે. એ સિવાય કમર દર્દરહિત થઈ ગયા પછીય એને કમર પર બાંધી રાખવાનો અર્થ શો છે? પણ, એને લાગ્યું છે કે કેટલોક સમય પસાર થઈ ગયા બાદ ગુરુદેવને ચોક્કસ યોગપટ્ટે છોડી દેવા સમજાવી શકાશે. માટે હમણાં તો જેમ ચાલે તેમ ચાલવા દો.
પણ આચાર્યશ્રી, એ શિષ્યની ધારણા ખોટી પડી છે. સમય પુષ્કળ પસાર થઈ ગયો છે. એ પછી ય તમારી યોગપટ્ટ પ્રત્યેની મૂચ્છમાં કડાકો તો નથી બોલાયો પણ સતત વધારો જ થતો ગયો છે. અલબત્ત, કમરે યોગપટ્ટ બાંધવાનું તો તમારું બંધ થઈ ગયું છે, પણ રજોહરણની જેમ યોગપટ્ટ તમે સાથે ને સાથે જ રાખી રહ્યા છો.
વરસો પસાર થઈ ગયા છે અને એ મંગળ દિવસ આવી ગયો છે કે જ્યારે શરીરમાં કોઈ કસ ન લાગવાના કારણે તમે જીવનભરનું અનશન સ્વીકારી લીધું છે. મનને તમે શુભભાવોમાં લીન બનાવી દીધું છે. શિષ્યોના યોગક્ષેમની જવાબદારી તમે અન્ય યોગ્ય શિષ્યના શિરે મૂકી દીધી છે. શરીર પરની મૂર્છાને તમે તિલાંજલિ આપી દીધી છે અને એ છતાં ય પેલા યોગપટ્ટને તો તમે તમારી પાસે જ રાખી મૂક્યો છે. | ગીતાર્થ શિષ્યો ભારે ચિંતિત થઈ ગયા છે. ‘યોગપટ્ટ પ્રત્યેની આ જ મૂર્છા સાથે ગુરુદેવની આંખ જો મીંચાઈ ગઈ તો પરલોકમાં ગુરુદેવના આત્માની ગતિ કઈ થશે ?' આ વિચાર સાથે એ સહુએ આપની પાસે આવીને ગદ્ગદ હૈયે અને અશ્રુસભર નયને આપને વિનંતિ કરી છે,
‘ગુરુદેવ, એક વિનંતિ છે આપને...”
“બોલો’
‘પેલો યોગપટ્ટ...” ‘નાલાયકો! તમે એ યોગપટ્ટની પાછળ કેમ પડી ગયા છો? તમને મારું અનશન નથી દેખાતું અને યોગપટ્ટ જ દેખાયા કરે છે ?'
તમારા આ આક્રોશ સામે શિષ્યો મૌન થઈ ગયા છે અને યોગપટ્ટ પ્રત્યેની જાલિમ મૂચ્છના પાપે જીવન સમાપ્ત કરીને તમે પરલોકમાં અનાર્યદેશમાં પહોંચી ગયા છો !
પ્રભુ, સંપત્તિના વ્યાજને તો એકવાર પહોંચી વળાય છે પરંતુ પ્રમાદનું જે વ્યાજ ચૂકવવાનું આત્માના લમણે ઝીંકાઈ જાય છે એને પહોંચી વળતા તો છઠ્ઠીનાં ધાવણ છૂટી જાય છે. તને એક વિનંતિ કરું? પ્રમાદનું દેવું હું કરું જ નહીં એવી તાકાત તું મારામાં પેદા કરી દે, વ્યાજ ચૂકવવાનો પછી પ્રશ્ન જ ઊભો નહીં રહે ને?
૩૩
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૮
મહારાણી દુર્ગંધા !
આજે સમવસરણમાં પરમાત્મા મહાવીરદેવને મહારાજા શ્રેણિક એક પ્રશ્ન પૂછી બેઠા છે.
‘સૈન્ય સહિત પ્રભુ, હું આવી રહ્યો હતો અને માર્ગમાં દુર્ગંધ સહન ન થવાથી વસ્ત્રના છેડા વડે નાસિકા બંધ કરીને ચાલી રહેલા મારા સૈનિકોને મેં જોયા. મેં એક સૈનિકને આમ કરવા પાછળનું કારણ પૂછ્યું તો એણે મને એટલું જ કહ્યું કે ‘અહીં માર્ગમાં તરતની જન્મેલી એક બાલિકા પડી છે. તેના શરીરમાંથી અત્યંત દુર્ગંધ છૂટી રહી છે. એના ત્રાસથી બચવા અમો સહુ સૈનિકોએ નાસિકા આગળ વસ્ત્ર ગોઠવી દીધું છે. પ્રભુ, જાણવું તો મારે એ છે કે એ બાલિકાએ ગયા જનમમાં એવું તો કયું અકાર્ય કર્યું છે કે જેના દુષ્પ્રભાવે જન્મતાંની સાથે જ એની માતાથી એ ત્યજાઈ ગઈ છે અને એના શરીરમાંથી આવી જાલિમ દુર્ગંધ પ્રસરી રહી છે ?’
શિકના આ પ્રશ્નનો જવાબ આપતા પ્રભુ બોલ્યા છે કે 'રાજન, અહીં નજીક રહેલા શાલિ નામના ગામડામાં ધનમિત્ર નામનો શ્રેષ્ઠિ રહેતો હતો. તેને ધનશ્રી નામની એક પુત્રી હતી. યુવાનવયમાં તે આવી અને એના પિતાએ એક યુવક સાથે એનાં લગ્ન નક્કી કર્યા. ઘર આંગણે વિવાહનો ઉત્સવ શરૂ થયો.
એજસમયે કોઈ મુનિ ગોચરી વહોરવા ઘનમિત્રના ઘરે આવ્યા. ઘનમિત્ર પોતાની પુત્રીને ગોચરી વહોરાવવા માટે આજ્ઞા કરી એટલે તે મુનિને ગોચરી વહોરાવવા ગઈ તો ખરી પરંતુ વિવાહનો ઉત્સવ હોવાથી પોતાના શરીરનાં સર્વ અંગો અલંકારોથી શણગારાયેલા હતા, મનોહર સુગંધી અંગરાગથી વિલેપન કરાયેલા હતા જ્યારે ગોચરી વહોરવા આવેલા મુનિ નાનવિલેપનાદિ ગ્રુપાથી રહિત હોવાના કારણે એમનાં વસ્ત્રોમાંથી અને શરીરમાંથી સ્વેદ તથા મળ વગેરેની દુર્ગંધ આવતી હતી.
યુવાવસ્થાના ઉદયથી મત્ત થયેલ ધનશ્રીથી આ દુર્ગંધ શેં સહન થાય ? એણે ગોચરી વહોરાવી તો ખરી પણ મોં મચકોડીને. વળી એન્ને વિચાર્યું પણ ખરું કે “ઓહો ! નિર્દોષ જૈન માર્ગમાં રહેલા આ સાધુઓ છે કદાચ પ્રાસુક જળથી પણ સ્નાન કરી લેતા હોય તો એમાં વાંધો શું છે ?”
રાજન્, મુનિ પ્રત્યે એણે જુગુપ્સા તો કરી જ પણ એ જુગુપ્સાની એણે કોઈ આલોચના ન કરી અને કેટલાક સમય બાદ એનું આયુષ્ય પૂર્ણ થતાં એ આ જ નગરીની એક ગણિકાના ઉદરમાં પુત્રીપર્ણ ઉત્પન્ન થઈ.
ગણિકાના ઉદરમાં છે
‘હા’ અને આ જ નગરમાં ‘હા’ ‘પછી ?’
આ તો ગણિકામાતા હતી. એણે વિચાર કર્યો કે ગર્ભપાત જ શા માટે ન કરી નાખવો ?'
‘પછી શું ? દુષ્કર્મના પ્રભાવે ગર્ભમાં રહી છતી માતાને પણ એ અત્યંત અસુખ ઉત્પન્ન કરવા લાગી. અને રીતે દુ:ખમાં ને દુ:ખમાં જ ગર્ભકાળ પૂરો કરવો એના બદલે
આ
‘અરર !'
૩૪
Page #36
--------------------------------------------------------------------------
________________
‘ગર્ભપાત માટે એણે જાતજાતના ઔષધ પ્રયોગો કર્યા પરંતુ આયુષ્ય એનું બળવાન હોવાથી ગર્ભપાત થયો
નહીં.”
‘પછી ?' ‘જેમ તેમ કરીને, ઉદ્વેગ સાથે ગર્ભકાળ પૂરી થતાં ગણિકાએ બાળકીને જન્મ તો આપ્યો પરંતુ જન્મથી જ એના શરીરમાંથી દુર્ગધ પ્રસરતી હોવાના કારણે ગણિકા માતાએ વિષ્ટાની જેમ એને તજી દીધી કે જેને તમે રસ્તામાં
જોઈ.”
દુર્ગધા, આગળ તમારું જે થયું હોય તે પણ મુનિ પ્રત્યેની જુગુપ્સાના દેખીતા નાનકડા પણ પાપે તમારા પરલોકને કેટલો બધો બિહામણો બનાવી દીધો છે? તમને ગણિકા, માતા તરીકે મળી છે. તમને ગર્ભમાં જ ખતમ કરી નાખવા એણે ક્રૂરતમ પ્રયાસો કર્યા છે અને એ પછી ય જન્મતાંની સાથે જ એણે તમારો ત્યાગ કરી દીધો છે. જુગુપ્સાના એ પાપે તમને શરીરમાં દુર્ગધ જન્મથી જ લમણે ઝીંકી છે !
દુર્ગધા ! મુનિજુગુપ્સાના પાપે તમને માતા ગણિકા મળી છે અને જન્મતાંની સાથે તમારા શરીરમાંથી દુર્ગધ
પ્રસરી હોવાના કારણે એણે તમારો ત્યાગ કરી દીધો છે. પ્રભુ, દેવું અલ્પ હોય છે, રોગ મામૂલી હોય છે, ચિનગારી નાની હોય છે તો ય એ જેમ જાલિમ હોનારતો સર્જતા રહે છે તેમ પ્રમાદ કે પાપ, કષાય કે અશુભભાવ નાનકડાં હોય છે તો ય આત્માનો એ ડૂચો કાઢી નાખતા હોય છે એ હકીકતને જાણ્યા પછી એમ લાગે છે કે કરોડ ભવ પછી ય મારી મુક્તિ થવી મુશ્કેલ છે. ઊગરવાનો કોઈ ઉપાય ખરો?
૩૫
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૯
અનુકંપાપાત્ર મૃગાપુત્ર !
પરમાત્મા મહાવીરદેવના કહેવાથી પ૦,000 કેવળજ્ઞાની શિષ્યોના ગુરુ ગૌતમસ્વામી ખુદ આજે તારા ઘરના આંગણે પધાર્યા છે. એમના આકસ્મિક આગમનથી સ્તબ્ધ થઈ ગયેલ તારી માતાએ એમને પૂછ્યું છે, ‘ભગવન, આપનું દુર્લભ આગમન અકસ્માત કેમ થયું ?' 'પ્રભુના વચનથી.
‘પ્રભુએ આપને મારે ત્યાં મોકલ્યા છે ?'
‘હા’
‘પણ કારણ કાંઈ ?' ‘તારા પુત્રને જોવા’
અને મૃગાપુત્ર, તારી માતાએ તારા અન્ય ભાઈઓને - કે જેઓ સુંદર મુખાકૃતિ ધરાવી રહ્યા છે – બતાવ્યા એટલે ગણધર ભગવંતે એને કહ્યું છે કે “આ સિવાય તારા જે પુત્રને તે ભૂમિગૃહમાં રાખ્યો છે એ બતાવ
‘ભગવન્, એ પુત્રને જો આપ જોવા માગો છો તો એક કામ કરો. પહેલાં મુખે વસ્ત્ર બાંધો અને પછી થોડીકવાર રાહ જુઓ કે જેથી હું ભૂમિગૃહ ઉઘડાવું અને તેમાંથી કેટલીક દુર્ગંધ નીકળી જાય તેમ કરું' ક્ષણવારે તારી માતા ગૌતમસ્વામીને ભૂમિગૃહમાં લઈ ગઈ અને ગૌતમ સ્વામી તારી નજીક આવ્યા અને એમણે તને જોયો.
તારું શરીર પગના અંગૂઠા, હોઠ, નાસિકા, નેત્ર, કાન અને હાથથી રહિત હતું અર્થાત્ આ બધાં અંગોપાંગો તારા શરીર પર હતા જ નહીં. જન્મથી જ તું નપુંસક, બધિર અને મૂંગો હતો. તારા શરીરની અંદરની આઠ નાડીમાંથી અને બહારની આઠ નાડીમાંથી સતત રુધિર અને પરુ સ્રવ્યા કરતું હતું. જાલિમ અને દુસ્સહ વેદના તું સતત ભોગવી રહ્યો હતો. તું જાણે મૂર્તિમાન પાપ હોય તેવો લાગી રહ્યો હતો.
તારું આ બિહામણું સ્વરૂપ ગૌતમસ્વામીની કલ્પના બહારનું હતું. એમના માનવામાં જ નહોતું આવતું કે પાપકર્મનો આવો ઉદય માનવના શરીર પર દેખા દઈ શકે છે. પણ તને એમણે નજીકથી જોયો હતો એટલે આ વાસ્તવિકતાને સ્વીકારી લેવા સિવાય એમની પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો.
ભૂમિગૃહમાંથી ગૌતમસ્વામી બહાર તો આવી ગયા છે પણ એમની આંખો સમક્ષ હજીય તારું શરીર જ તરવરી રહ્યું છે. એ જ વિચાર એમના મનમાં રમી રહ્યો છે, ‘વહેલી તકે હું પહોંચી જાઉં પ્રભુ વીર પાસે અને પૂછી લઉં એમને તારા પૂર્વભવની દાસ્તાન.'
અને તારા ઘરેથી નીકળીને પ્રભુ પાસે આવી ચૂકેલા ગૌતમસ્વામીએ પ્રભુને વિનયપૂર્વક પૂછી લીધું છે, હે પ્રભુ, આ જીવ કયા કર્મથી માનવના શરીરે નારકીના જેવું દુઃખ ભોગવી રહ્યો છે ?’ અને પ્રભુએ એમની સમક્ષ તારા પૂર્વની દાસ્તાન રજૂ કરી દીધી છે.
‘શતકાર નામના નગરમાં ધનપતિ નામના રાજાનો ઇક્કાઈ રાષ્ટ્ર નામનો એક સેવક હતો. રાજાએ એને પાંચસો ગામનો અધિપતિ બનાવ્યો તો હતો પણ સાતેય વ્યસને એ પૂરો હતો તો સાથોસાથ ક્રૂરતામાં એ પરમાધામી જેવો હતો . લો કો પર આકરા કરવેરાઓ નાખીને એમને એ પીડતો હતો અને હાલતા ને ચાલતા એમના કાન નેત્ર વગેરે છેદીને એમને હેરાન કરતો હતો.
૩
Page #38
--------------------------------------------------------------------------
________________
મૃગાપુત્ર! અશાતા વેદનીય કર્મ તમારા લમણે કેવું જોરદાર ઝીંકાયું છે કે
ખુદ ગણધર ગૌતમસ્વામી તારું રોગગ્રસ્ત શરીર નિહાળીને ખળભળી ઊઠ્યા છે ! એક દિવસ અચાનક એના શરીરમાં એક સાથે શ્વાસ, ખાંસી, જ્વર, દાહ, ભગંદર, હરસ, અજીર્ણ, કોઢ, ખુજલી, જલોદર, કર્ણવ્યાધિ, શૂળ, નેત્રભ્રમ, સોજા, અન્ન પર દ્વેષ, નેત્ર પીડા, આ સોળ રોગો ઉત્પન્ન થઈ ગયા. એ રોગોની જાલિમ રિબામણો વચ્ચે જીવન સમાપ્ત કરીને એ પહેલી નરકમાં પહોંચી ગયો અને ત્યાં આયુષ્ય પૂર્ણ કરીને એ અહીં મૃગાવતીના પુત્ર તરીકે ઉત્પન્ન થયો છે કે જેને તું હમણાં જ જોઈને અત્રે આવ્યો છે.
ગૌતમ, તેને મુખ ન હોવાથી તેની માતા રાબ કરીને તેના શરીર પર રેડે છે. તે આહાર રોમના છિદ્ર દ્વારા અંદર પેસી પરુ અને રુધિરપણાને પામી પાછો બહાર નીકળે છે.
‘એનું આયુષ્ય?' ‘બત્રીસ વર્ષનું છે?
‘પછી ?' ‘ચોરાશી લાખ યોનિમાં અનંત અનંતકાળ સુધી પરિભ્રમણ !' પ્રભુ, જે સત્તા, જે સંપત્તિ અને જે સૌદર્ય મને ક્રૂર બનાવે, પુણ્યનો જે ઉદય મને પરપીડન માટે તૈયાર કરતો રહે, જે શક્તિઓ અમને બીજાના સુખને ખતમ કરવા પ્રેરતી રહે એ તમામ અધમ પરિબળોથી તું મને દૂર જ રાખજે. પાપના ઉદયે હું દુઃખી થવા તૈયાર છું પરંતુ પુણ્યના ઉદયકાળમાં પાપી બની જવા તો હું હરગિજ તૈયાર નથી.
૩૭
Page #39
--------------------------------------------------------------------------
________________
o
ચક્રવર્તી બ્રહ્મદત !
તમારા પિતા બ્રહ્મ. એમના ચાર મિત્રો. કાશીદેશના રાજવી કંટક, હસ્તિનાપુરના અધિપતિ કરેણુ, ચંપાનગરીના નૃપતિ પુષ્પશૂલ અને કૌશલદેશના સ્વામી દીર્ઘ. આ ચારેય રાજાઓ પરસ્પરના સ્નેહથી એકબીજાના રાજ્યમાં એકેક વર્ષ આવીને રહેતા હતા. એક વખતે અન્ય ત્રણ રાજાઓ તમારા પિતાને ત્યાં આવીને રહ્યા છે અને તેવામાં અકસ્માત તમારા પિતાને મસ્તકમાં તીવ્ર વેદના ઉત્પન્ન થઈ છે. તમે એ વખતે ખૂબ નાના છો. પિતાના ખોળામાં રમી રહ્યા છો. પણ ‘હવે જીવન ટકવાનું નથી' એવો પિતાજીને ખ્યાલ આવી ગયો એટલે ઉપસ્થિત રાજાઓને ‘તમારે આ રાજ્યની વ્યવસ્થા કરવી” એવી ભલામણ કરીને પરલોકની વાટે રવાના થઈ ગયા.
કૌશલદેશના રાજવી દીર્ઘ ત્યાં જ રહી ગયા અને તમારા પિતાજી જે રાજ્યને રેઢું મૂકીને ચાલ્યા ગયા હતા એનો કારોબાર સંભાળી તો લીધો પણ બન્યું એવું કે રાજવી દીર્ઘ તમારી માતા ચુલની સાથે વ્યભિચારના ફાગ ખેલવા માંડ્યો.
તમારા પિતાજીના વખતથી મંત્રીપદે રહેલા ધેનુને આ પાપલીલાનો ખ્યાલ આવી ગયો છે. એણે પોતાના પુત્ર વરધેનુને બોલાવીને એટલું જ કહ્યું છે કે “મહારાણી ચુલની અને દીર્ઘ રાજવી વચ્ચેના આ પ્રણય ફાગની વાત તું રાજકુમાર બ્રહ્મદત્તના કાને નાખી દેજે.”
અને બ્રહ્મદત્ત, તમારા ખ્યાલમાં આ વ્યભિચારલીલા આવતાં જ તમે પગથી માથા સુધી સળગી ગયા છો. તમે કાગડાને અને કોયલને લઈને અંતઃપુરમાં માતા પાસે પહોંચી ગયા છો અને માતાની સામે જ કાગડાની ડોક મરડી નાખીને માતાને તમે કહી દીધું છે કે “બીજો જે કોઈ પણ આવું કરશે એના હું આ જ હાલ કરી નાખીશ.'
આટલું કહીને તમે અંતઃપુરમાંથી રવાના તો થઈ ગયા છો પણ તમારા આ ગૂઢ સંદેશાને સમજી ચૂકેલી તમારી માતા ચુલની થથરી ગઈ છે. એણે દીર્ઘને આ વાત કરી છે અને એ બંનેએ તમને ખતમ કરી નાખવાનું પયંત્ર રચ્યું છે પરંતુ તમારા પ્રબળ પુણ્યોદયે તમારો વાળ પણ વાંકો થયો નથી અને કાળક્રમે તમે ચક્રવર્તીપદે આરૂઢ પણ થઈ ગયા છો.
બન્યું છે એવું કે તમે જ્યારે ચુલની-દીર્થના સકંજામાંથી છૂટી એકાકીપણે ભમતા હતા ત્યારે તૃષાતુર થયેલા તમને જે એક બ્રાહ્મણે જળ પાયું હતું એ બ્રાહ્મણ આજે તમારી રાજસભામાં આવી ચડ્યો છે. એને ઓળખી ગયા છો તમે અને ખુશ થઈને તમે એને વરદાન માગી લેવા કહ્યું છે. અલ્પબુદ્ધિવાળા બ્રાહ્મણે સ્ત્રીના વચનથી ‘દરરોજ અનુક્રમે એકેક ગૃહે ભોજન અને દક્ષિણામાં બે સોનામહોર મળે' એવી માગણી કરી છે અને તમે એ માગણીનો સ્વીકાર કરી લઈને એ મુજબની ગોઠવણ પણ કરી દીધી છે. પણ એકદા એ બ્રાહ્મણે તમને વિનંતિ કરતા કહ્યું છે કે “રાજનું, એક વાર આપના ઘરનું ભોજન મને કરાવો.' મારું ભોજન તો મને જ પચે તેવું હોય છે? આપ શું આટલા બધા કૃપણ છો કે મને આપના ઘરનું ભોજન પણ આપી શકતા નથી?'
બ્રાહ્મણની આ દલીલ સમક્ષ ઝૂકી જઈને આપે એને સપરિવાર સ્વગૃહે બોલાવીને જમાડ્યો તો છે જ પણ પેટમાં ગયેલા એ ભોજને એના મનમાં વાસનાની એવી જાલિમ આગ લગાડી દીધી છે કે એ આગમાં એણે પોતાની માતા-બહેન સાથે પણ પશુવતું આચરણ કરી લીધું છે. પણ,
૩૮
Page #40
--------------------------------------------------------------------------
________________
ચક્રવર્તી બ્રહ્મદત્ત ! ચક્રવર્તીના તમારા ફાટફાટ વૈભવને તુચ્છ બનાવી દેવાનું કામ એક નાચીજ ગોવાળે કર્યું છે ! તમારી બંને આંખો અંન્ને ફોડી નાખી છે.
જ્યારે તમારા અન્નનો નશો ઊતરી ગયો છે ત્યારે એને ખ્યાલ આવ્યો છે કે મેં કેટલું બધું અધમ કૃત્ય કરી લીધું છે ? એ તમારા પર ક્રોધે ભરાણો છે. તમે જાણી-જોઈને એને આવા અપકૃત્યમાં ધકેલી દીધો છે એવું એના મનમાં ઠસી ગયું છે અને તમને જાલિમ શિક્ષા કરવાના ખ્યાલમાં એનું મન ચડી ગયું છે.
એણે એક ખતરનાક નિશાનબાજ ગોવાળને સાધીને એના દ્વારા તમારાં બંને નેત્રો દોડાવી નાખ્યા છે. રાજસેવકોએ એ ગોવાળને પકડી લીધો છે અને એ ગોવાળે પેલા બ્રાહ્મણનું નામ આપી દીધું છે. ભારે ક્રોધિત થઈ ચૂકેલા તમે એ બ્રાહ્મણને કુટુંબ સહિત મરાવી તો નાખ્યો છે પરંતુ એટલાથી ય શાંતિ ન થતા તમે મંત્રીને આજ્ઞા કરી દીધી છે કે ‘પ્રતિદિન અનેક બ્રાહ્મણોનાં નેત્રો કાઢીને મારી પાસે લાવો. એનું મર્દન કરતા રહીને મારે મારા વેરને શાંત કરવું છે’ અલબત્ત,
ડાહ્યા મંત્રીશ્વરે તમારી સામે નેત્રોને બદલે ભલે ગુંદાનો થાળ મૂકવાનો શરૂ કર્યો છે પરંતુ તમે તો બ્રાહ્મણોનાં નેત્ર સમજીને ક્રોધબુઢિથી ચોળી નાખવાનું હિચકારું કાર્ય સળંગ સોળ સોળ વરસ સુધી કરતા રહ્યા છો અને જીવન સમાપ્ત કરીને સાતમી નરકમાં રવાના થઈ ગયા છો.
પ્રભુ ! કલ્પનાનું ચાહે સુખ હોય કે પાપ, એ ય જો આત્મા માટે આટલું બધું દારૂણ બની શકતું હોય તો હું તો સમજી જ નથી શકતો કે જાગ્રત અવસ્થાનો મોટા ભાગનો સમય કાલ્પનિક સુખમાં અને પાપમાં જ વિતાવતા મારા આત્માનું ભવાંતરમાં થશે શું ? એક વિનંતિ કરું તને ? મને કલ્પનામાંથી તું ભાવનામાં લઈ જા. મારું કામ થઈ જશે.'
૩૯
Page #41
--------------------------------------------------------------------------
________________
s
નાગશ્રી !
ચંપાનગરીના સોમદેવ વિપ્રની તું પત્ની, સોમદેવના બે નાના ભાઈ સોમભૂતિ અને સોમદત્ત. એ બંનેની પત્નીનાં નામો અનુક્રમે યજ્ઞશ્રી અને ભૂતશ્રી. ત્રણે ય ભાઈઓએ ગૃહવ્યવહારની એવી સ્થિતિ બનાવી છે કે વારાફરતી એક એક દિવસ સર્વે એક એકને ઘેર ભોજન કરવા જઈ રહ્યા છે.
એક વખત બન્યું એવું કે નાગશ્રી, બધા તારા ઘરે જમવા આવ્યા છે. ભોજનમાં તે અન્ય દ્રવ્યો તો બનાવ્યા જ છે પરંતુ તેં જે શાક બનાવ્યું છે એ શાક અજાણતાં તારાથી કડવી તુંબડી દૂધી નું બની ગયું છે. અને તેને હિંગ વગેરે દ્રવ્યોથી સારી રીતે વધાર્યું છે. શાક બની ગયા પછી તેમાંથી તેં થોડુંક ચાખ્યું છે ત્યારે તને ખ્યાલ આવ્યો છે કે આ શાક તો કડવું વખ બની ગયું છે ! “આવું શાક તો સહુને જમવામાં શું દેવાય? વળી, આ શાક બનાવવામાં સંપત્તિનો જે વ્યય થયો છે અને એને ય શું જવા દેવાય?' આ વિચારે તે એ શાકને એક અલગ પાત્રમાં રાખી દીધું છે. અને અન્ય દ્રવ્યોથી સહુને જમાડી દીધા છે.
આ બાજુ બન્યું છે એવું કે આચાર્ય ભગવંત ધર્મઘોષસૂરિજીના શિષ્ય ધર્મરુચિ નામના મુનિરાજ મા ખમણ [૩૦ ઉપવાસ] ને પારણે તારે ત્યાં ગોચરી વહોરવા આવી ચડ્યા છે. અને તેં “આ શાક બનાવવામાં થયેલ સંપત્તિનો વ્યય વૃથા ન થાઓ” એ ખ્યાલે કડવી તુંબડીનું એ શાક ધર્મરુચિ મુનિવરને વહોરાવી દીધું છે.
એ શાક લઈને મુનિવર ગુરુદેવ પાસે આવ્યા છે અને ગુરુદેવને એ શાક એમણે બતાવ્યું છે. એ શાકને જોતાંની સાથે જ ગુરુદેવને ખ્યાલ આવી ગયો છે કે “આ આહાર તો વિષમિશ્રિત છે? તરત જ એમણે ધર્મરુચિ મુનિવરને કહી દીધું છે કે “વત્સ ! આ આહાર કોક શુદ્ધ સ્થળ પરઠવી દો’
ગુરુદેવની આજ્ઞાને પામીને ધર્મરુચિ મુનિ વનમાં ગયા તો ખરા પણ હાથમાં રહેલ પાત્રમાંથી કોઈ સ્થળે શાકનું એક બિંદુ પડી ગયું છે અને એ બિંદુના સ્વાદથી આકર્ષાઈને ત્યાં ઘણી કીડીઓ એકઠી થઈ ગઈ છે. જ્યાં એ કીડીઓએ એ શાકના બિંદુનો સ્વાદ લેવાનો પ્રયાસ કર્યો છે, એ જ પળે એ તમામ કીડીઓ મરી ગઈ છે.
આ જોઈને ધર્મરુચિ મુનિવર વિચારમાં ચડી ગયા છે. “એક બિંદુ પણ જો આટલું પ્રાણઘાતક છે તો આ સમગ્ર શાક તો કેટલા જીવોને ભસ્મસાત્ કરી નાખનારું બની રહેશે? માટે હવે હું કરું શું? બીજા જીવોને સુખ આપું કે મારી જિલ્ડાને સુખ આપું ? જો હું બીજા જીવોને અભય આપું છું અને આ આહાર વાપરી જાઉં છું તો મારી આ જિંદગીનો તો અંત થાય જ છે પરંતુ સાથે સંસારનો પણ અંત થવા સંભવ છે. નહીં તો ઊલટી સંસારની વૃદ્ધિ જ થવાની છે. અથવા જિનાજ્ઞાને સાચવી લેવી કે મારા જીવને બચાવી લેવો?
મને તો જિનાજ્ઞા પાળવી જ યોગ્ય લાગે છે. વળી, ગુરુદેવની પણ આજ્ઞા છે કે “શુદ્ધ સ્થળે જઈને આહાર પરઠવી દેવો’ તો મારા પેટ જેવું બીજું શુદ્ધ સ્થળ ક્યાંય જોવામાં આવતું નથી. અલબત્ત, આ આહાર દ્રવ્યથી દુષ્ટ જરૂર છે પણ પરિણામે જીવદયાના રસરૂપ હોવાથી વિશિષ્ટ છે. તેથી હે જીવ ! તું પોતે જ આ આહાર ખાઈ જા.'
આ પ્રમાણે ચિંતવી ધર્મરુચિ મુનવિરે સર્પ જેમ રાફડામાં પેસી જાય છે તેમ અદીન મન વડે તે આહાર પોતાના પેટમાં પધરાવી દીધો છે. આહાર આખરે તો વિષમિશ્રિત જ હતો ને ? પેટમાં એ આહાર પહોંચ્યો નથી અને મુનિવરની નસો ખેંચાવાની ચાલુ થઈ નથી. હાડકાં તૂટવા લાગ્યા છે. આંખોના ડોળા બહાર નીકળી ગયા છે. આખું ય શરીર લીલું બનવા લાગ્યું છે પરંતુ મુનિવરની સમાધિ અખંડ છે. સકલ જીવરાશિ પ્રત્યેનો એમનો
४०
Page #42
--------------------------------------------------------------------------
________________
મૈત્રીભાવ અકબંધ છે. એના પ્રતાપે કાળ કરીને એ મુનિવર સર્વાર્થસિદ્ધ વિમાનમાં પધારી ગયા છે.
આ બાજુ ધર્મરુચિ અણગારની ભાળ મેળવવા વનમાં આવી પહોંચેલા અન્ય મુનિઓને એ મુનિવરનું હાડપિંજરજ જોવા મળ્યું છે. તેઓએ સ્થાને આવીને ગુરુદેવને આ હકીકત જણાવી છે અને નાગશ્રી, ધર્મઘોષસૂરિજીએ લોક સમક્ષ તારા દુષ્કાર્યને જ્ઞાનથી જાણીને પ્રગટ કરી દીધું છે. તારા સ્વજનોને એનો ખ્યાલ આવતાં તને ઘરમાંથી બહાર કાઢી મૂકી છે અને સર્વ સ્થળોએ ભટકતાં ભટકતાં જંગલમાં આવી ચડેલી તું દાવાનળમાં દગ્ધ થઈને છઠ્ઠી નરકમાં રવાના થઈ ગઈ છે.
નાગશ્રી ! તપસ્વી મુનિવરના પાતરામાં કડવી તુંબડીનું શાક તે વહોરાવી તો દીધું છે
પણ તારા એ દુષ્કાયેં તારા જન્મજન્માન્તરો કડવા ઝેર જેવા બનાવી દીધા છે.
પ્રભુ, નબળા, નકામા, નિરર્થક અને નુકસાનકારી દ્રવ્યોનું દાન કરવાની દુર્બુદ્ધિનો શિકાર હું ક્યારેય ન બનું એવી કૃપા તું મારા પર વરસાવતો જ રહેજે. કારણ કે દાન દ્વારા મારે એ સ્થાન પામવું છે કે જે સ્થાને ન દુઃખ હોય કે ન દોષ હોય. ન પાપ હોય કે ન સંતાપ હોય. એ સ્થાનની પ્રાપ્તિ તુચ્છ હૃદય સાથે કરેલા દાનથી ક્યાંથી?
Page #43
--------------------------------------------------------------------------
________________
સાધ્વી રજા !
ભદ્રનામના આચાર્ય ભગવંતના ગચ્છમાં પ00 સાધુઓ છે અને ૧૨૦૦ સાધ્વીજી ભગવંતો છે. તમે એ જ આચાર્ય ભગવંતની નિશ્રામાં રહીને સંયમજીવનની સુંદર આરાધના કરી રહ્યા છો. એ સમયે તમારા ગચ્છમાં ત્રણ ઉકાળા આવેલું, આયામ [ઓસામણ] અને સૌવીર [કાંજી] એ ત્રણ જાતનું જળ જ વપરાઈ રહ્યું છે.
એકદા અચાનક તમારું શરીર પૂર્વનાં અશુભ કર્મોના ઉદયે કુષ્ઠ રોગથી વ્યાપ્ત બની ગયું છે. તમારા શરીર પર ફેલાઈ ગયેલ આ કુષ્ઠ રોગને જોઈને અન્ય સાધ્વીજીઓએ તમને પૂછવું છે,
હે દુષ્કર સંયમ પાળનારી! તને આ થયું શું?'
‘કુષ્ઠ રોગ” કારણ?” પ્રાસુક જળ”
એટલે ?' ‘આ પ્રાસુક જળ પીવાના કારણે મને કુષ્ઠ રોગ થયો છે' તમારો આ જવાબ સાંભળીને એક સાધ્વીજીને છોડીને શેષ સાધ્વીજીઓના હૃદયમાં પણ પ્રાસુક જળ છોડી દેવાનો વિચાર આવી ગયો છે. જે એક સાધ્વીજીને આ વિચાર સ્પર્ધો નથી એ સાધ્વીજી તો આ વિચારમાં ચડી ગયા છે કે -
- “મારું શરીર કોક મહાવ્યાધિનું અત્યારે કદાચ શિકાર પણ બની જાય અને જીવન સમાપ્ત થઈ જવાની પણ નોબત કદાચ વાગી જાય તો પણ પ્રાસુક જળ ત્યજી દેવાની ભૂલ તો હું કરું જ નહીં. કારણ કે પ્રાસુક જળ વાપરવાની આજ્ઞા તો અનંત તીર્થકર ભગવંતોએ કરેલી છે. આ સાધ્વીના શરીરમાં ઉત્પન્ન થયેલ કુષ્ઠ રોગ તો પૂર્વકૃત અશુભકર્મના ઉદયને આભારી છે. પોતાનાં કર્મોને જવાબદાર માનવાને બદલે પ્રાસુક જળને જવાબદાર ઠેરવતું વચન બોલીને આ સાધ્વીએ અનંત તીર્થકર ભગવંતોની આજ્ઞાનો લોપ તો કર્યો જ છે પરંતુ એ વચન બોલવા દ્વારા મહા ઘોર દુઃખોને આપનારું કર્મ પણ એણે ઉપામ્યું છે.'
આ પ્રકારના શુભ ધ્યાનમાં ચડેલા એ સાધ્વી વિશેષ શુદ્ધિના વશથી ઘાતકર્મોના ભુક્કા બોલાવીને કેવળજ્ઞાન પામી ગયા છે. દેવોએ એમનો મહિમા કર્યો છે ત્યારે તમને ખ્યાલ આવ્યો છે કે આ સાધ્વી તો કેવળજ્ઞાન પામી ચૂક્યા છે. તમે એમને વંદન કરી પૂછ્યું છે,
| ‘કયા કર્મથી હું કુષ્ઠ વ્યાધિની શિકાર બની છું?' ‘તને રક્તપિતનો દોષ છે છતાં તેં વિગઈ ભરપૂર આહાર કંઠ સુધી વાપર્યો છે. એ આહાર પાછો કરોળિયાની લાળથી મિશ્ર થયેલો હતો. વળી, તે આજે એક શ્રાવકના છોકરાના મુખ પર વળગેલી નાકની લીંટ મોહવશથી સચિત્ત જળથી ધોઈ છે. શાસનદેવીથી આ સહન થયું નથી. તારી જેમ બીજાઓ પણ આવું અકાર્ય કરે નહીં તે હેતુથી શાસનદેવીએ તે કર્મનું ફળ તને તુર્ત જ બતાવ્યું છે. તેમાં પ્રાસુક જળનો તો કોઈ જ દોષ નથી.’ જો હું યથાવિધિ તેનું પ્રાયશ્ચિત લઉં તો મારું શરીર સારું થાય કે નહીં?'
‘જો કોઈ પ્રાયશ્ચિત આપે તો સારું થાય ?
આપ જ પ્રાયશ્ચિત આપો’
૪૨
Page #44
--------------------------------------------------------------------------
________________
સાધ્વીજી રજજા ! કેવળજ્ઞાની સાધ્વીજી ભગવંતે તમને કહી દીધું છે કે તે જે દુષ્કાર્ય કર્યું છે એ એવું જાલિમ છે કે એની શુદ્ધિ કરી શકે એવું કોઈ પ્રાયશ્ચિત જ નથી.'
‘તું બાહ્ય રોગની શાંતિ માટે ઇચ્છા કરે છે પરંતુ તારા આત્માના ભાવરોગ વૃદ્ધિ પામ્યા છે તે શી રીતે જશે? તો પણ હું તો તને પ્રાયશ્ચિત આપું પરંતુ તેનું કોઈ પ્રાયશ્ચિત જ નથી કે જેનાથી તારી શુદ્ધિ થાય. કારણ કે તે પૂર્વે સર્વે સાધ્વીજીઓને કહ્યું છે કે “પ્રાસુક જળ પીવાથી મને કુષ્ઠરોગ થયો છે'
આવું મહા પાપી વાક્ય બોલીને તે સર્વ સાધ્વીઓના મનને ક્ષોભ પમાડ્યો છે. એ વચનથી તે એવું કર્મ ઉપાર્જન કર્યું છે કે એ કર્મના ઉદયે તારે કુષ્ઠ, ભગંદર, જળોદર, વાયુ, શ્વાસનિરોધ, ગુલ્મ, અર્શ, ગંડમાળ વગેરે અનેક વ્યાધિવાળા દેહ વડે અનંતાભવોમાં દીર્ઘકાળ સુધી નિરંતર દુઃખ, દારિદ્ય, દૌર્બલ્ય, અપયશ, અભ્યાખ્યાન, સંતાપ અને ઉગના ભાજન બનવાનું છે.
આ વચનો સાંભળતાની સાથે જ અન્ય સાધ્વીઓએ તો મિથ્યા દુષ્કૃત આપીને પોતાનું પાપ ત્યજી દીધું છે પરંતુ સાધ્વી રજ્જા, તમે તો સંસારની અનંત યાત્રાએ નીકળી પડ્યા છો.
પ્રભુ, એક બાજુ તો બુદ્ધિના ક્ષેત્રે હું આંધળો છું અને બીજી બાજુ કેવળજ્ઞાનની ચક્ષુ ધરાવતા તારાં વચનો સામે હું બળવો પોકારતો રહું છું. મારું થશે શું? એક વિચિત્ર માગણી કરું? તારાં વચનો સામે પડવાનું મને મન થાય એ પહેલા તું મને મૂંગો, આંધળો અને બહેરો બનાવી દેજે. વાંસ જ નહીં રહે તો વાંસળી ક્યાંથી વાગવાની છે?
૪૩
Page #45
--------------------------------------------------------------------------
________________
ગુણમંજરી !
તમારી માતાનું નામ છે કપૂરતિલકા અને તમારા પિતાનું નામ છે સિંહદાસ. સાત કરોડ સોનામહોરની સંપત્તિ છે એમની પાસે. તમે એમના એક માત્ર સંતાન છો પણ કરુણદશા તમારા જીવનમાં એ સર્જાઈ છે કે તમે જન્મથી જ મૂંગા પણ છો અને રોગી પણ છો. - તમારા એ દુર્ભાગ્યની મુક્તિ માટે તમારા પિતાજીએ પ્રયાસો કરવામાં કોઈ જ કચાશ રાખી નથી પણ ઊખર ભૂમિમાં પડતા વરસાદની જેમ, ખલ પુરુષના વચનની જેમ અને શરદઋતુમાં થતી મેઘગર્જનાની જેમ પિતાજીના એ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. તમારા શરીર પર સોળમી વસંત બેઠી છે પણ એક મૂરતિયો તમારા પિતાજી એવો શોધી શક્યા નથી કે જે તમારી સાથે લગ્નના સંબંધો બાંધવા તૈયાર થઈ જાય.
એમાં બન્યું છે એવું કે એ જ નગરીમાં પધારેલા ચારજ્ઞાનના ધારક આચાર્ય ભગવંત વિજયસેનસૂરિ મહારાજની દેશના સાંભળવા ગયેલા તમારા પિતાજીએ દેશનાની સમાપ્તિ બાદ આચાર્ય ભગવંત પાસે જિજ્ઞાસા વ્યક્ત કરી છે.
હે ભગવંત ! મારી પુત્રીએ એવું તે કયું કર્મ કર્યું છે કે જેના દુમ્રભાવે જન્મથી જ એ મૂંગી હોવા ઉપરાંત વ્યાધિગ્રસ્ત છે?'
અને ગુણમંજરી, જે હકીકતની જાણકારી કોઈને ય નહોતી એ હકીકતની જાણકારી આચાર્ય ભગવંતે તમારા પિતાજીની જિજ્ઞાસા શાંત કરવા શ્રોતાઓ સમક્ષ રજૂ કરી દીધી છે.
ઘાતકીખંડ. ખેટકપુર નગર. શ્રેષ્ઠી જિનદેવ. એની પત્ની સુંદરી. પુત્રો પાંચ અને પુત્રી ચાર. પાંચેય પુત્રોને શ્રેષ્ઠીએ અભ્યાસાર્થે ઉત્સવપૂર્વક અધ્યાપક પાસે મૂક્યા છે. પરંતુ પાંચેય પુત્રો આળસુ છે, ચપળ છે અને અવિનયી છે. ભણવામાં એમને કોઈ જ રસ નથી. અરસ-પરસ ગપ્પા-સુપ્પા લગાવતા તેઓ સમય પસાર કરી રહ્યા છે.
અધ્યાપકને એમ લાગ્યું છે કે શિક્ષા કર્યા વિના આ છોકરાઓ ભણવાના નથી જ. આ ખ્યાલે એમણે છોકરાઓને સોટી વડે ફટકાર્યા છે. છોકરાઓ રોતા રોતા ઘરે આવ્યા છે અને સોટીથી શરીર ઉપર પડેલા ક્ષત એમણે પોતાની માતાને બતાવ્યા છે.
“આ શું છે?”
| ‘અધ્યાપકે અમને સોટીથી માર્યા છે? ‘તમે એમ કરો. જન્મ, જરા અને મરણ ભણેલા કે અભણ કોઈને ય જ્યારે છોડતા નથી જ ત્યારે તમારે ભણવાની જરૂર જ શી છે? આ જગતમાં બોલબાલા એની જ છે કે જેની પાસે સંપત્તિ છે. પૈસાવાળો ભલે ને મહામૂર્ખ છે, નિર્ધન પંડિત એની પાસેય દૈન્ય વચનો બોલતો હોય છે.
જેની પાસે સંપત્તિ છે એ પુરુષ કુલીન છે, પંડિત છે, ગુણજ્ઞ છે, વક્તા છે, શાસ્ત્રનો જાણકાર છે અને તે જ દર્શન કરવા લાયક છે. તાત્પર્ય એ કે જેની પાસે લક્ષ્મી છે તે બધા જ ગુણોનો ભંડાર છે. માટે હે પુત્રો ! મૂર્ખતા જ શ્રેષ્ઠ છે. તેથી હવે તમારે ભણવા જવાનું નથી. તમારો અધ્યાપક તમને કદાચ તેડવા આવે તો તેને દૂરથી જ પથ્થર વડે મારજો' આ પ્રમાણે શિખામણ આપીને પુત્રો પરના રાગથી અને જ્ઞાન પરના દ્વેષથી લેખન, પાટી, પુસ્તક વગેરે બધું જ અગ્નિમાં નાખીને બાળી નાખ્યું છે.
४४
Page #46
--------------------------------------------------------------------------
________________
ગુણમંજરી ! પૂર્વભવમાં પુત્રો પરનો તમારો રાગ અત્રે જ્ઞાન પ્રત્યેના દ્વેષમાં પરિણમ્યો છે અને એ જ્ઞાનદ્દેષના કારણે તમે જ્ઞાન અને જ્ઞાનનાં ઉપકરણો આગના ચરણે ધરી દઈને ભયંકર જ્ઞાનાવરણીય કર્મ ઉપાર્જી લીધું છે.
શ્રેષ્ઠી જિનદેવને આ હકીકતની જાણ થતાં એણે સુંદરીને ઠપકો પણ આપ્યો છે પરંતુ સુંદરીએ જિનદેવને ય સંભળાવી દીધું છે કે ‘તમે પોતે ય પંડિત જ છો ને? તમે જગતનું કયું દારિદ્રય કાપ્યું છે? બાકી સુખ તો પુણ્યથી જ મળે છે. કાંઈ ભણવા-ભણાવવાની જંજાળથી મળતું નથી.'
જિનદેવ એ વખતે તો મૌન થઈ ગયા છે પણ એક દિવસ સુંદરીને એણે કહ્યું છે કે “તેં પુત્રોને અભણ રાખીને એમનો જન્મ વ્યર્થ કરી નાખ્યો છે કારણ કે એમને કન્યા આપવા કોઈ જ તૈયાર થતું નથી.”
‘એમાં મારો કોઈ જ દોષ નથી. દોષ બધો ય તમારો જ છે. કારણ કે પુત્રો પિતા જેવા જ હોય છે અને પુત્રીઓ માતા જેવી હોય છે’ સુંદરીના આ જવાબથી શ્રેષ્ઠી જિનદેવ ભારે આવેશમાં આવી ગયા છે. ‘દુર્ભાગી ! પાપિણી ! શંખણી ! તું મારી સામે બોલે છે?’ આમ કહીને એમણે બાજુમાં પડેલ પથ્થર ઉઠાવીને સુંદરીના મર્મસ્થાન પર માર્યો છે અને ચોટ લાગવાથી મરણ પામેલી સુંદરી ત્યાંથી મરીને શેઠ, તમારી પુત્રી ગુણમંજરી થઈ છે.
પ્રભુ, મને તું જ્ઞાન ન બનાવે તો કાંઈ નહીં પણ જ્ઞાનની કે જ્ઞાનીની હું આશાતના ન કરી બેસું એટલી સબુદ્ધિ તો તું મને આપીને જ રહેજે. કારણ? સઘળાંય દુઃખોનું મૂળ અજ્ઞાન છે અને એ અજ્ઞાન જ્ઞાન-જ્ઞાનીની આશાતના કરતા રહેવાથી વણમાગ્યું લમણે ઝીંકાતું જ રહે છે એવું મેં સાંભળ્યું છે. એ દુર્ભાગ્યનો શિકાર બનવા હું નથી માગતો.
૪૫
Page #47
--------------------------------------------------------------------------
________________
ઢંઢણ અણગાર !
આ એ ઢંઢણ અણગાર છે કે જેમણે પ્રબળ વૈરાગ્યથી સંયમજીવન અંગીકાર તો કર્યું જ છે પરંતુ એમણે અભિગ્રહ પણ લીધો છે કે જ્યારે હું મારી પોતાની લબ્ધિથી અન્ન પામીશ ત્યારે જ હું પારણું કરીશ અન્યથા પારણું નહીં કરું. વળી બીજા મુનિઓએ લાવેલો આહાર પણ હું વાપરીશ નહીં.
હા. આવો અભિગ્રહ એમણે એટલા માટે લીધો છે કે ભિક્ષાને માટે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં એમને શુદ્ધ ભિક્ષા મળતી જ નથી. અલબત્ત, અભિગ્રહ લીધા પછી ય આજે એમની સ્થિતિ પૂર્વવતુ જ છે. રોજ ગોચરી જાય છે અને ગોચરી વિના જ પાછા આવે છે. પણ એમનામાં કૈલાસ પર્વત કરતાં પણ અનંતગણું ધૈર્ય છે. કેમકે તેમને ભિક્ષા મળતી નથી તો પણ તે ઉદ્વેગ પામતા નથી તેમજ બીજાઓની નિંદા પણ કરતા નથી પરંતુ દીનતા ધારણ કર્યા વિના જ હંમેશાં અલાભપરિષદને સહન કરે છે અને સર્વપ્રકારે પુદ્ગલથી ઉત્પન્ન થયેલા અને અનેક જીવની હિંસાદિ વડે નીપજેલા આહારના દોષોનું ચિંતન કરીને અણાહારીના ગુણોની પ્રશંસા કરતા કરતા ચિક્કાર સકામ નિર્જરા કરી રહ્યા છે.”
ઢંઢણ અણગાર, તમારી આ પ્રશંસા અન્ય કોઈએ કરી નથી, પ્રભુ નેમનાથે પોતે સમવસરણમાં બાર પર્ષદા વચ્ચે કરી છે. અરે, એક વખત તમારા સંસારીપણે પિતા કૃષ્ણ મહારાજાએ ખુદે પ્રભુને સમવસરણમાં પૂછ્યું છે કે
હે ભગવંત! અઢાર હજાર શીલાંગરૂપી રથમાં બેઠેલા આપના અઢાર હજાર મુનિઓમાં વિશેષ દુષ્કર કાર્ય કરનાર કોણ છે ?'
પ્રભુએ જવાબ આપ્યો છે કે “હે કૃષ્ણ ! બધા જ સાધુઓ દુષ્કર ક્રિયા, ગુણરત્ન સંવત્સરાદિ તપ, જિનકલ્પની તુલના અને બાવીશ પરિસહોનું સહન કરવું ઇત્યાદિ સ્કૂલના પામ્યા વિના કરે છે તો પણ તે સર્વેમાં માયારૂપી પૃથ્વીને વિદારણ કરવામાં ખેડૂત સમાન તમારો પુત્ર ઢંઢણર્ષિ હાલમાં અતિ ઉત્કૃષ્ટ છે. તે અદીન મન વડે છ માસથી અલાભ પરિસરને સહન કરી રહ્યો છે.'
પ્રભુના મુખે થયેલ તમારી આ પ્રશંસા સાંભળીને સહુ સાધુઓ આનંદિત તો થઈ જ ગયા છે પણ સહુનાં મનમાં એક જિનાજ્ઞા પણ ઉત્પન્ન થઈ ગઈ છે કે તમે એવું તે કયું કર્મ બાંધીને આવ્યા છો કે જેના કારણે તમને શ્રાવકોનાં ઘરોમાં પણ ભિક્ષા મળતી નથી?
મનમાં ઉત્પન્ન થયેલી આ જિજ્ઞાસાને તેઓએ પ્રભુ પાસે વ્યક્ત કરી છે અને પ્રભુએ એ જિજ્ઞાસાનો જવાબ આપતાં ફરમાવ્યું છે કે -
ધાન્યપુર નામના ગામમાં પારાસર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. રાજાનો એ માનીતો હતો અને એટલે રાજાએ એને અધિકારી બનાવીને એના હાથમાં પાંચસો ખેતરનો અધિકાર આપ્યો હતો.
એક દિવસ,
ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતોને માટે એમના ઘરેથી ભોજન આવી ગયું હતું તો બળદો માટે ઘાસ પણ આવી ગયું હતું. ખેડૂતો અને બળદો, બધા ભૂખ્યા પણ થયા હતા પણ તે પારાસરે પાંચસો ખેડૂતોને જમવાની રજા ન આપી.
‘પણ અમને ભૂખ ખૂબ લાગી છે’
૪૬
Page #48
--------------------------------------------------------------------------
________________
‘તમારે હમણાં જમવાનું નથી' ‘પણ કારણ કાંઈ?” એક કારણ છે
‘શું ?' મારા ખેતરમાં એક એક ચાસ ખેડી દો’ ‘જમવાની રજા તમે પછી જ આપશો?'
શું કરે એ પાંચસો ખેડૂતો? એમના શરીરમાં કોઈ હોંશ નહોતા છતાં પારાસરના આગ્રહના કારણે પરાણે પણ તેઓ પારાસરના ખેતરમાં ચાસ પાડવા તૈયાર થઈ ગયા. તેઓએ ચાસ પાડી પણ દીધો અને પછી તેઓ જમવા ભેગા થયા. પાંચસો ખેડૂતો અને બળદોને ભોજનમાં અંતરાય કરવાની પારાસરે કરેલી એ ભૂલે એને જે અશુભકર્મનો બંધ કરાવ્યો એ કર્મ ઉદયમાં આવીને ઢંઢણ અણગારને અત્યારે અલાભ પરિષહનો શિકાર બનાવી રહ્યું છે.
ઢંઢણ અણગાર, પ્રભુ નેમનાથનું શરણ સ્વીકારીને તમે તો પ્રચંડ સત્ત્વ ફોરવીને કેવળજ્ઞાન પણ પામી ચૂક્યા છો અને તમારું સિદ્ધિગતિ ગમન નક્કી પણ કરી દીધું છે. અનંત વંદન છે અમારા તમને !
ઢંઢણ અણગાર ! પૂર્વના ભવમાં તમે તમારા હાથ નીચે કામ કરી રહેલ ખેડૂતોને જમવાના સમયે ખેતર ખેડવાની આજ્ઞા કરી તો દીધી પણ એ આજ્ઞાએ તમને ઘોર અંતરાયકર્મનો બંધ કરાવી દીધો !
પ્રભુ, અમારા જીવનની કથા એક જ વાક્યમાં કરવી હોય તો આ રહ્યું એ વાક્ય “અમે સહુને આડા આવ્યા જ કરીએ છીએ.” ઢંઢણ અણગારે તો તમને પામીને કર્મોને આડા પાડી દીધા છે પણ અમારી હાલત કર્મસત્તા શી કરશે? એક વિનંતિ કરું? અમારી દુબુદ્ધિની આડે તમે આવી જાઓ. એ સિવાય અમારું બચવું અસંભવિત જ છે.
૪૭
Page #49
--------------------------------------------------------------------------
________________
પિતા
રિપ જ
સાધ્વી રૂક્ષ્મિ!
સંસારી અવસ્થામાં તમે રાજકુમારી તરીકે જીવન વ્યતીત કર્યું છે. બન્યું છે એવું કે પાણિગ્રહણ થતાંની સાથે જ તમારા પતિનું મોત થયું છે. તમે વિધવા બન્યા છો. સ્ત્રી શરીર, અદૂભુત રૂપ અને યુવાનવય. તમને એમ લાગ્યું છે કે આ સ્થિતિમાં શીલ ટકાવી રાખવું અશક્ય જ છે અને એ ખ્યાલે તમે પિતા પાસે ચિતામાં પ્રવેશ કરવાની રજા માગી છે.
‘પુત્રી ! ચિતામાં પ્રવેશ કરીને ઉત્તમ એવું આ જીવન સમાપ્ત કરી દેવાને બદલે તું સર્વજ્ઞના ધર્મમાં રત થઈ જા અને શીલવ્રતનું પાલન કર. પ્રાપ્ત માનવજીવન સફળ બનીને જ રહેશે.'
પિતા તરફથી મળેલ આ સલાહને સ્વીકારીને તમે ધર્મમાં રત થઈ ગયા છો અને પૂર્ણ પ્રસન્નતાથી શીલનું પાલન કરી રહ્યા છો. પણ બન્યું છે એવું કે તમારા પિતાજી અચાનક પરલોકની વાટે સંચરી ગયા છે. સંતાનમાં એમને તમે એક જ હતા એટલે મંત્રીઓએ રાજગાદી પર તમને જ બેસાડી દીધા છે. લોકમાં તમે ‘રૂક્મિ રાજા” તરીકે ખ્યાતિ પામ્યા છો.
તમારી રાજસભામાં શીલસન્નાહ નામે એક મંત્રીશ્વર છે. કાયા એમની સશક્ત છે. રૂપ એમનું મસ્ત છે અને વ્યકિતત્વ એમનું આકર્ષક છે અને છતાં પવિત્રતા એમની ગજબનાક છે. એક દિવસ તમે એમની સામે નજર તો નાખી છે પણ એ નજર વિકારસભર છે એની એ મંત્રીશ્વરને ખાતરી થઈ ગઈ છે. એમને એમ લાગી ગયું છે કે
અહીં રહેવામાં મારા શીલ પર અચૂક ભારે જોખમ છે. હું ય યુવાન છું. રાજા રૂક્ષ્મિ પણ યુવાન છે. કોઈ પણ પળે કાંઈ પણ અનિષ્ટ થઈ શકે છે. બહેતર છે કે એવું કાંઈ બને એ પહેલાં જ હું અહીંથી ભાગી છૂટું.’
રૂમિ રાજા ! તમારી નજર મંત્રીશ્વર શીલસનાહ પર પડી અને તમારું અંતઃકરણ મોહપાશમાં બંધાઈ ગયું.
४८
Page #50
--------------------------------------------------------------------------
________________
આ વિચાર સાથે મંત્રી શીલસન્નાહ તમારી નગરીમાંથી ગુપ્ત રીતે નીકળી જઈને અન્ય કોક રાજ્યના વિચારસાર નામના રાજાને ત્યાં સેવક તરીકે ગોઠવાઈ તો ગયા છે પરંતુ એક દિવસ એ રાજાએ શીલ સન્નાહને પૂછ્યું છે કે, “મારા પહેલાં તે જે રાજાની સેવા કરી છે તેનું નામ તથા તારું કુળ, જાતિ વગેરે કહે
“રાજનું, મેં જે રાજાની પ્રથમ સેવા કરી છે તેની આ મુદ્રા જુઓ. બાકી તેનું નામ તો ભોજન કર્યા પહેલાં લેવું યોગ્ય નથી. કેમ કે જો ભોજન કર્યા પહેલા તેનું નામ લેવામાં આવે છે તો તે દિવસ અન્ન વિનાનો જાય છે' શીલસન્નાહે આપેલા આ જવાબથી સ્તબ્ધ થઈ ગયેલ રાજવી વિચારસારે રાજસભામાં જ ભોજન સામગ્રી મંગાવી છે અને હાથમાં કવળ લઈને મંત્રીને કહ્યું છે કે હવે તો એ રાજાનું નામ જણાવ.'
જ્યાં ‘રૂક્મિ રાજા’ આમ શીલસન્નાહ બોલ્યો છે એ જ પળે રાજસભામાં દોડી આવેલા દૂતે રાજાને સમાચાર આપ્યા છે કે ‘શત્રુરાજાએ આપણાં નગરને ઘેરો ઘાલ્યો છે” આ વાક્ય સાંભળતાની સાથે જ હાથમાં રહેલ કવળને મૂકી દઈને રાજા યુદ્ધ કરવા નીકળી પડ્યો છે. મંત્રી શીલ સન્નાહ પણ રાજા પાછળ જ ગયો છે પણ દુશ્મન રાજાના સુભટો
જ્યાં મંત્રી સન્મુખ આવી ગયા છે ત્યાં “બ્રહ્મચર્યમાં આસક્ત એવા શીલસન્નાહને નમસ્કાર છે' આવી આકાશવાણી કરવા સાથે શાસનદેવીએ એ સુભટોના હાથ ખંભિત કરી દીધા છે અને શીલસન્નાહ પર પુષ્પવૃષ્ટિ કરી છે.
આ વાક્ય શીલસન્નાહના કાને પડતાં જ એ વિચારમાં ચડી ગયો છે. તુર્ત એને જાતિસ્મરણજ્ઞાન તો થઈ ગયું છે પરંતુ સાથોસાથ એને અવધિજ્ઞાન પણ ઉત્પન્ન થઈ ગયું છે અને ત્યાં ને ત્યાં જ પંચમુષ્ટિ લોચ કરીને એણે સંયમજીવન અંગીકાર કરી લીધું છે.
રૂક્મિ ! આ જ શીલસન્નાહ મુનિવર વિહાર કરતાં એક દિવસ તમારી નગરીમાં પધાર્યા છે અને એમની દેશના સાંભળીને તમે ય ચારિત્રજીવન અંગીકાર કરી લીધું છે. અનુક્રમે વિહાર કરતાં સમેતશિખર પહોંચેલા એ મુનિવર જ્યારે અનશન કરવા તૈયાર થઈ ગયા છે ત્યારે એમની સાથે તમે ય અનશન ઝુકાવી દેવાની તૈયારી દાખવી છે. ‘ભવસંબંધી સર્વ પાપોની આલોચના લઈને પહેલ્યાં શલ્ય રહિત થઈ જાઓ અને પછી અનશન ઝુકાવો” મુનિવરની આ સલાહ સાંભળી તમે દૃષ્ટિવિકાર વિનાનાં સર્વ પાપોની આલોચના લીધી છે. “રાજસભામાં તમે મારી સામે વિકારી નજરે જોયું હતું એનું શું?’ મુનિવરના આ કથન સામે ‘એ તો મેં સહજ નિર્દભપણે જોયું હતું.' આવો જવાબ તમે આપી દીધો છે અને તમારા આ દંભપૂર્વકના ઉત્તરે તમારા સંસારના એક લાખ ભાવ વધારી દીધા છે !
પ્રભુ, પાપનો આટલો પણ બચાવ જો લાખ ભવનું ભ્રમણ વધારી દેતો હોય તો હું તો સમજી જ નથી શકતો કે મારા કેટલા અબજો ભવો હું આ જીવનમાં વધારી રહ્યો હોઈશ! પાપ છોડી દેવાનું સત્ત્વ મારી પાસે ન હોય તો ય પાપ સ્વીકારની સબુદ્ધિ તો તું મને આપી દે!
૪૯
Page #51
--------------------------------------------------------------------------
________________
મુનિવર વસુદેવ !
પિતા વસુસારના બે પુત્ર. એકનું નામ વસુસાર અને બીજાનું નામ વસુદેવ. તમે બંને ભાઈઓ એક દિવસ ક્રીડા કરવા જંગલમાં ગયા છો અને ત્યાં તમને એક મુનિ ભગવંતની દેશના સાંભળવાનું સદ્ભાગ્ય સાંપડી ગયું છે. દેશના સાંભળીને તમે બંને વૈરાગ્યવાસિત બની ગયા છો. ઘરે આવીને માતા-પિતા સમક્ષ તમે તમારા મનના ભાવો રજૂ કર્યા છે. અને માતા-પિતાની સંમતિ મળતાં તમે બંને ભાઈઓ સંયમજીવન અંગીકાર કરવાના માર્ગે નીકળી પડ્યા છો.
બન્યું છે એવું કે કોઈ પણ કારણસર તમારા વડીલ બંધુ મુનિ વસુસાર સ્વાધ્યાયના ક્ષેત્રે સાવ સુસ્ત જ રહ્યા છે જ્યારે તમે સ્વાધ્યાયના ક્ષેત્રે ભારે ઉત્સાહી રહ્યા છો. પરિણામ એ આવ્યું છે કે મુનિ વસુસાર કશું જ ભણી શક્યા નથી અને તમે ભારે વિદ્વત્તા હાંસલ કરી લીધી છે. સિદ્ધાંતરૂપી સમુદ્રના તમે પારગામી બની ગયા છો. તમારી આ યોગ્યતાને જોઈને-જાણીને ગુરુદેવે તમને આચર્યપદે બિરાજમાન તો કર્યા જ છે પણ એ પદે બિરાજમાન થયા પછી ય તમે સ્વાધ્યાયયોગમાં સદાય ઉત્સાહી જ બન્યા રહ્યા છો. રોજ ૫00/૫00 મુનિઓને તમે વાચના આપી રહ્યા છો.
મુનિવર વસુદેવ ! સૂવાના સમયે પણ તમારી પાસે મનની જિજ્ઞાસાને શાંત કરવા મુનિભગવંત આવી ચડ્યા છે અને તમે દુર્ગાનમાં ચડી ગયા છો. “આના કરતા તો હું ન ભણ્યો હોત તો સારું હતું. શાંતિથી સૂવા તો મળત !
પ૦
Page #52
--------------------------------------------------------------------------
________________
એક દિવસ તમે સંચારામાં તા છો અને એ જ વખતે એક મુનિ ભગવંત તમારી પાસે આવી ચૂક્યા છે. ‘ગુરુદેવ, આગમની આ પંક્તિનો અર્થ નથી સમજાતો'
તમારી આંખ મીચાવાની તૈયારી હતી છતાં એ મુનિ ભગવંતના મનની જિજ્ઞાસા શાંત કરવા તમે સંઘારામાં બેઠા થઈ ગયા છો અને એ મુનિ ભગવંતે રજૂ કરેલ આગમની પંક્તિનો અર્થ તમે એને પ્રસન્નચિત્તે સમજાવ્યો છે. ખૂબ પ્રસન્ન થઈને એ મુનિ ભગવંત આપની પાસેથી ગયા છે અને તમે સૂઈ જવા પુનઃ સંથારામાં લંબાવ્યું છે પણ,
તમારી આંખ મીંચાય એ પહેલાં અન્ય એક મુનિ ભગવંત તમારી સમક્ષ આવીને ઊભા રહી ગયા છે. ‘ગુરુદેવ, આગમની આ પંક્તિની આગળનું પદ અને વાક્ય આપ મને કહો અને એનો અર્થ પણ સમજાવો’ હાથ જોડીને એ મુનિ ભગવંતે આપને વિનંતિ કરી છે અને સંચારામાં પુનઃ બેઠા થઈ જઈને આપે એમની જિજ્ઞાસા શાંત કરી છે. એ મુનિવર પોતાના સ્થાને પહોંચે એ પહેલાં એક ત્રીજા મુનિવર પોતાના મનની શંકાનું સમાધાન કરવા તમારી પાસે આવી પહોંચ્યા છે. તમે એમની શંકાનું સમાધાન પણ કરી આપ્યું છે પણ એ મુનિવર જતાંની સાથે જ એક ચોથા મુનિવર તમારી પાસે એવી જ કોક શંકા લઈને ઉપસ્થિતિ થઈ ગયા છે.
શરીર તમારું શ્રમિત છે. આંખો તમારી નિદ્રાથી ઘેરાયેલી છે. સંથારો વ્યવસ્થિત પથરાઈ ચૂક્યો છે પણ આગમ પંક્તિઓનાં સમાધાનો મેળવવા આવી રહેલ મુનિઓના કારણે તમે સૂઈ શક્યા નથી અને તમે વિચારમાં ચી ગયા છો.
મારા વડીલ બંધુ મુનિવર કશું જ ભળ્યા નથી તો કેટલા બધા મજામાં છે ? શાંતિથી એ સૂઈ જાય છે. સ્વેચ્છાએ એ ભોજન કરે છે અને સ્વેચ્છાએ એ બોલે છે. આ હું ઘણું ભણ્યો છું એની જ તકલીફ છે ને ? નથી મને આરામ કરવા મળતો કે નથી મને સૂવા મળતું. વડીલ બંધુ મુનિવર જેવું સુખ મારે ભોગવવું જ છે અને એટલે આજથી મારે ભણવાભણાવવાનું કામ બંધ !'
આ વિચાર સાથે તમે બાર દિવસ સુધી સંપૂર્ણ મૌન થઈ ગયા છો. નથી તમે એ સમય દરમ્યાન કાંઈ ભણ્યા કે નથી તમે એ ગાળા દરમ્યાન કોઈને ય ભણાવ્યા. આ પાપની આલોચના કર્યા વિના તમે જીવન સમાપ્ત કરીને અજિતસેન રાજાની પત્ની યશોમતીની કૂખે પુત્રપણે ઉત્પન્ન તો થયા છો, રાજકુમાર તરીકેનાં બધાં જ સુખો તમે ભોગવી તો રહ્યા છો પણ આઠ વરસની વયે તમને અધ્યાપક પાસે ભણવા મોકલ્યા છે અને તમે ભણવાનો સખત પુરુષાર્થ કરી રહ્યા છો છતાં તમને એક અક્ષરની પણ સ્ફૂર્તિ થઈ નથી એટલું જ નહીં, યુવાવસ્થામાં તમે આવ્યા છો ત્યારે પૂર્વકૃત કર્મના ઉદયથી તમારા શરીરમાં કુષ્ઠ રોગ ઉત્પન્ન થઈ ગયો છે અને તમારું શરીર સતત શ્રણ થતું ચાલ્યું છે. તમે તો દુઃખી છો જ, તમારાં માતા-પિતાની વ્યથાનો પણ પાર નથી.
પ્રભુ, શક્તિનો સદુપયોગ ન કરીએ તો ય શક્તિનો આવો અંતરાય જ ઊભો થઈ જતો હોય તો શક્તિના દુરુપયોગમાં તો આત્માની હાલત કેવી કફોડી બની જતી હશે એની કલ્પના કરતાં ય યઘરી જવાય છે. મને નથી લાગતું કે મારા પુરુષાર્થે હું બચી શકું. કરુણા વરસાવીને તારે જ મને બચાવી લેવો રહ્યો !
૫૧
Page #53
--------------------------------------------------------------------------
________________
ચક્રવર્તી સુભમ !
તમારા પિતા કૃતવીર્યની પરશુરામે જ્યારે હત્યા કરી નાખી છે ત્યારે તમે તો માતાના ગર્ભમાં જ છો. તમારી માતા પોતાનો અને તમારી જાન બચાવવા ત્યાંથી ભાગી છૂટીને તાપસીના આશ્રમમાં આવી ગઈ છે અને તાપસોએ તમારી માતાને “રાજાની રાણી’ સમજીને પોતાના આશ્રમના ભોંયરામાં ગુપ્ત રીતે રાખી દીધી છે.
એક દિવસ પરશુરામે પોતાની પાસે આવેલા નિમિત્તિઓને પૂછ્યું છે, “મારું મોત કોનાથી થશે?'
‘તમે મારી નાખેલા ક્ષત્રિય રાજાઓની દાઢ કઢાવી નાખીને એનો જે થાળ તમારી પાસે રાખી મૂક્યો છે એ થાળમાંની દાઢો જે માણસની દૃષ્ટિથી ખીરરૂપ થઈ જશે અને જે માણસ તે ખીર ખાઈ જશે તેના હાથથી તમારું મૃત્યુ થશે” નિમિત્તિઓની આ વાત સાંભળીને શત્રુની ભાળ મેળવવા પરશુરામે એક દાનશાળા કરાવી છે. તેમાં એક સિંહાસન રાખી તેના પર દાઢોવાળો થાળ મૂક્યો છે. અને ત્યાંથી ક્ષત્રિયોનો વધ કરવા એ ચોતરફ ભમવા લાગ્યો છે. જ્યાં જ્યાં કોઈ પણ ક્ષત્રિય હોય ત્યાં ત્યાં તેની પરશુમાંથી જ્વાળા નીકળતી હતી અને એને એ મારી નાખતો હતો.
આ બાજુ ભોંયરામાં તમારી માતાએ તમને જન્મ આપ્યો છે અને તમારું નામ સુભૂમ રાખ્યું છે. એકવાર પરશુરામ ત્યાં આવી ચડ્યો છે અને એના પરશુમાંથી જ્વાળા નીકળવા લાગતાં એણે તાપસીને પૂછ્યું છે.
‘આ આશ્રમમાં ક્ષત્રિય કોણ છે?'
‘અમે સર્વે તાપસો મૂળથી ક્ષત્રિયો જ છીએ” તાપસો તરફથી આ જવાબ મળતાં સંદેહરહિત થઈને પરશુરામ સ્વસ્થાને પહોંચીને રાજ્ય કરવા લાગ્યો છે.
એક દિવસ વૈતાદ્ય પર્વતના સ્વામી મેઘનાદ નામના વિદ્યાધરે નિમિત્તિઓને પૂછ્યું છે, “મારી પુત્રીનો પતિ કોણ થશે ?'
સુભૂમ નામે ચક્રવર્તી તમારી પુત્રીનો પતિ થશે” નિમિત્તિઓની આ વાત સાંભળતા મેઘનાદે પોતાની પુત્રી ભોંયરામાં જ રહેલા તમારી સાથે પરણાવી તો દીધી છે પણ એક વાર તમારી માતાને તમે પૂછી લીધું છે. “માતા ! શું પૃથ્વી આટલી જ છે ?'
ના. પૃથ્વી તો ઘણી છે પણ તારા પિતાને પરશુરામે મારી નાખ્યા છે અને હસ્તિનાપુરનું રાજ્ય તે કરે છે. તેના ભયથી આપણે ભોંયરામાં આવીને રહ્યા છીએ માતાના આ જવાબને સાંભળીને ક્રોધાવિષ્ટબની ગયેલા તમે ભોંયરામાંથી બહાર નીકળી જઈને મેઘનાદને સાથે રાખીને હસ્તિનાપુર જઈ ચડ્યા છો. પરશુરામની દાનશાળામાં રાખેલ દાઢોના થાળ પર તમે દૃષ્ટિ નાખી છે અને એ દાઢો ખીરરૂપ બની જતાં તમે એ ખીર પી ગયા છો. એ થાળને ભમાવીને તમે પરશુરામ પર મૂક્યો છે અને તુર્ત જ એ થાળ હજાર દેવતાઓથી અધિષ્ઠિત ચક્ર બની ગયું છે અને તેનાથી પરશુરામનું મોત થઈ ગયું છે.
તમે પખંડના અધિપતિ તો બની ગયા છો પણ લોભને લીધે તમને ઘાતકીખંડમાં આવેલ ભરતક્ષેત્રના છે ખંડ સાધવાની પણ ઇચ્છા થઈ ગઈ છે. તે વખતે દેવ-દાનવ અને વિદ્યાધરોએ તેમને કહ્યું છે કે
‘પૂર્વે ભરત ચક્રવર્તી વગેરેએ માત્ર આ ભરતક્ષેત્રના છ ખંડને જ પોતાની આજ્ઞામાં રાખ્યા હતા. અનંતકાળમાં અનંતા ચક્રીઓ થઈ ગયા છે અને અનંતા થવાના છે. તે સર્વેની એવી જ સ્થિતિ છે અને એવી જ નીતિ છે. ઘાતકીખંડના ભરતક્ષેત્રને સાધવા કોઈ જ ગયું નથી.’ પણ ,
૫૨
Page #54
--------------------------------------------------------------------------
________________
ચક્રવર્તી સુભૂમ! રાજાઓની દાઢાઓથી ભરેલ થાળ પર તમારી નજર પડતાં જ એ થાળ દેવતાઓથી અધિષ્ઠિત ચક્ર બની ગયું અને પરશુરામના મૃત્યુનું કારણ બની ગયું.
દેવતાદિકના ઉપદેશની અવગણના કરીને પણ તમે સૈન્ય સહિત લવણ સમુદ્રને કાંઠે આવ્યા છો અને તમારા ચર્મરત્નને હાથનો સ્પર્શ કરીને તમે વિસ્તાર્યું છે. તેની ઉપર સર્વ સૈન્યને બેસાડીને તમે લવણ સમુદ્રને પેલે પાર જવા ચાલ્યા તો છો પણ તે વખતે સર્વ દેવોએ પૃથક પૃથફ પોતપોતાના મનમાં વિચાર કર્યો છે કે
‘આ રાજાના ઘણા દેવો સેવક છે, તેથી મારી એકલાની શક્તિ શું કામની છે? હું જઈશ તો કશું જ અટકી પડવાનું નથી. માટે લાવ, હું દેવાંગનાને મળી આવું.’ આમ વિચારીને એકી સાથે બધા જ દેવોએ તમને છોડી દીધા છે.
અને
તમે સર્વ સેના સહિત બે લાખ યોજનના વિસ્તારવાળા લવણ સમુદ્રમાં ડૂબી જઈને સાતમી નરકમાં રવાના થઈ ગયા છો !
પ્રભુ, સાગરના ઊંડાણને કે મેરુ પર્વતની ઊંચાઈને સમજવામાં તો મને સફળતા મળે છે પણ મનની તૃષ્ણાની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ કે ઊંડાણ, એમાંનું કશું જ હું સમજી શકતો નથી અને છતાં એને શાંત કરવાના મારા પ્રયાસો પર હું પૂર્ણવિરામ મૂકવા તૈયાર નથી. શું મારી પાસે સુભૂમનું જ મન હશે?
૫૩
Page #55
--------------------------------------------------------------------------
________________
૨૮
મૈતારજ મુનિવર !
ઉજ્જયિની નગરીના રાજવી મુનિચન્દ્રના પુત્ર અને પુરોહિત પુત્ર વચ્ચે ગાઢ દોસ્તી તો છે જ પણ એ બંનેની ઉચ્છંખલતાએ નગરીમાં કાળો કેર વર્તાવ્યો છે. નગરીમાં કોઈ પણ મુનિ ભગવંત આવે છે અને એની જાણ જો આ બેમાંથી એકને પણ થઈ જાય છે, મુનિ ભગવંતને તે રાજમહેલમાં લઈ આવે છે અને નૃત્ય કરવા મજબૂર કરે છે. જો મુનિ ભગવંત એ માટે તૈયાર નથી થતા તો એમને હંટરના માર મારીને પણ નૃત્ય કરવા મજબૂર કરે છે.
સંધને આની જાણ થતાં રાજા પાસે જઈને એ અંગેની ફરિયાદ પણ કરી છે પરંતુ રાજાએ સંધની આ ફરિયાદ પર કોઈ જ ધ્યાન આપ્યું નથી. આખરે આ ત્રાસના શિકાર બનેલા કેટલાક મુનિ ભગવંતોએ રાજવીના જ બંધુ મુનિવર સાગરચન્દ્ર મુનિ કે જેઓ ઉજ્જયિનીથી દૂર દેશમાં વિચરી રહ્યા છે એમને આ વાત કરી છે.
“તે આ જ રીતે ઉજિનીમાં મુનિઓની હેરાનગતિ ચાલુ રહેશેતો એક દિવસ એવો આવશે કે ઉજ્જયિની મુનિ વિનાની જ થઈ જશે અને જો એમ થઈ જાય તો લોકો ધર્મથી વિમુખ થઈને ઉત્તમ એવું માનવજીવન હારી જશે. એ તો થવા જ શેં દેવાય ?’ આમ વિચારી સાગરચન્દ્ર મુનિવર ઉજ્જયિનીમાં તો આવી જ ગયા છે પણ ગોચરી વહોરવા રાજાને ત્યાં પણ પહોંચી ગયા છે. રાજપુત્ર અને પુરોહિત પુત્ર, બંને પહોંચી ગયા છે સાગરચન્દ્ર મુનિ પાસે.
‘મહારાજ, નૃત્ય કરો’ “ન કરું તો ?” ‘ૉટર મારશે’
મહારાજ ! નૃત્ય કરો નહિતર તમને હેટરથી ફટકાર' રાજપુત્ર અને રોહિતપુત્ર બંનએ મુનિવરને આજ્ઞા કરી દીધી.
૫૪
Page #56
--------------------------------------------------------------------------
________________
નૃત્ય કરવા તો હું તૈયાર છું પણ જ્યાં સુધી કોઈ તબલાં નથી વગાડતું ત્યાં સુધી મને નાચવાની મજા નથી આવતી અને તબલાં વગડાનાર જો કોઈ ભૂલ કરી બેસે છે તો મારું મગજ ફાટી જાય છે અને હું એને કડક સજા કરી બેસું છું. બોલો, તબલાં વગાડવાની તમારી તૈયારી છે ખરી ?”
મહારાજ, અમને તબલાં વગાડતા તો નથી આવડતું પણ તમે એક કામ કરો. અમારી સાથે મલ્લયુદ્ધ કરો” અને
સાગરચન્દ્ર મુનિરાજે એ બંને સાથે મલ્લયુદ્ધ શરૂ તો કરી દીધું પરંતુ એ યુદ્ધમાં એક સમય એવો આવ્યો કે સાગરચન્દ્ર મુનિરાજે એ બંનેનાં હાડકાં સંધિસ્થાનેથી ઉતારી દીધા અને એમને ચીસો પાડતા મૂકીને ત્યાંથી નીકળી ગયા.
આ બાજુ એ બંનેની ચીસોના અવાજો સાંભળીને આજુબાજુમાં રહેલા સિપાઈઓ અંદર આવી ગયા. બંનેની આવી દયનીય હાલત જોઈને એમણે રાજાને વાત કરી. રાજાએ ત્યાં આવીને બંનેને પૂછ્યું છે, “થયું શું?'
અને એ બંનેએ રાજાને સત્ય હકીકત જણાવતાં રાજા પહોંચી ગયા છે સાગરચન્દ્ર મુનિરાજ પાસે પોતાના બંધુ મુનિવરને જોતાં રાજા સ્તબ્ધ થઈ ગયો છે.
“ભગવંત, બંને કુમારોને આપે સજા કરી છે ?' ‘રાજનું, એ બંનેની આટલી બધી નાલાયકી ચલાવીને તે પોતે ભયંકર અપરાધ કર્યો છે એવું તને નથી લાગતું?’
‘ભગવંત, એમના એ અપરાધને ક્ષમા કરો’ એક શરતે, ક્ષમા આપી દઉં”
ફરમાવો’ એ બંને કુમારો જો ચારિત્ર ગ્રહણ કરે તો એમનાં હાડકાં હું બરાબર ચડાવી દઉં.’
રાજાએ બંને કુમારો પાસે આવીને આ વાત કરી છે. ‘રિબાઈ રિબાઈને જિંદગી પૂરી કરવી એના કરતાં દીક્ષા લઈને શાંતિથી જીવન પૂરું કેમ ન કરવું?” આ ખ્યાલે એ બંને કુમારોએ મુનિભગવંતની શરત સ્વીકારીને સંયમજીવન અંગીકાર કરી તો લીધું છે પરંતુ સંયમજીવન અંગીકાર કર્યા બાદ એનું સુંદર પાલન પણ કરી રહ્યા છે. આમ છતાં મુનિ બનેલા પુરોહિત પુત્રે એકવાર વિચાર્યું છે કે “સંયમજીવનમાં બધું ય બરાબર છે પણ ગુરુદેવે પરાણે દીક્ષા આપી એ બરાબર નથી કર્યું” આ નબળા વિચારે પુરોહિત પુત્રમાંથી મેતાર્ય બનેલા તમને કર્મસત્તાએ નીચ ગોત્રમાં જન્મ આપી દીધો અને ચરમશરીરી છતાં દુર્લભબોધિ બનાવી દીધા છે.
પ્રભ. એક નબળો વિચાર જો આત્માની આવી પથારી ફેરવી દેતો હોય તો નબળા વિચારોનું ગોડાઉન લઈને બેઠેલા મારી હાલત કર્મસત્તા કેવી કરી નાખશે એની તો હું કલ્પના કરી શકતો નથી. તું મને કાં તો સાત્ત્વિક સંજ્ઞી બનાવી દે અને કાં તો સંમૂચ્છિમ...
૫૫
Page #57
--------------------------------------------------------------------------
________________
As Y
સંભૂતિ મુનિવર !
તમારા મોટાભાઈ ચિત્ર અને તમે, બંનેનો કંઠ સુરીલો છે. તમારા ગળામાંથી સંગીત વહે છે અને એને સાંભળવા યુવાન-યુવતીઓનાં ટોળેટોળાં તમારી પાછળ પાગલ બનીને દોડવા લાગે છે. યુવાનો પોતાના બજારના કામો છોડી રહ્યા છે તો યુવતીઓ પોતાનાં ઘરના કામો છોડી રહી છે.
નગરીના રાજાના કાને આ સમાચાર આવ્યા છે અને એના મનમાં ચિંતા ઉત્પન્ન થઈ છે. “રૂપ અને શબ્દ, એ તો બ્રહ્મચર્ય માટે ભારે ઘાતક છે. જો સંગીત પાછળ પાગલ બની રહેલ આ યુવક-યુવતીઓને રોકવામાં નહીં આવે તો ભારે અનર્થો સર્જાતા રહેશે. અલબત્ત, આ અનિષ્ટને રોકવાનો શ્રેષ્ઠ વિકલ્પ આ જ છે કે બંને ભાઈઓને જ નગરીમાંથી તગેડી દેવામાં આવે.”
અને, રાજાએ તમને બંને ભાઈઓને દેશનિકાલની સજા કરી દીધી છે. માત્ર કંઠ સુરીલો હોવાના કારણે આ સજા?' આ વિચારે તમે બંને ભાઈઓ હતાશ થઈ ગયા છો અને જિંદગી ટૂંકાવી દેવાનો નિર્ણય કરી બેઠા છો. એક પર્વત પર તમે બંને પહોંચી ગયા છો. ત્યાંથી તમે નીચે કૂદકો લગાવો એ પૂર્વે એક મુનિવરની તમારા પર નજર પડી છે અને એમણે તમને બંનેને બૂમ લગાવીને આપઘાત કરતા રોકી દીધા છે. પ્રેમથી તમને સંસારની અસારતા અને સંયમજીવનની મહાનતા સમજાવી છે અને તમે બંને સંયમના માર્ગે ચાલી નીકળ્યા છો.
કેટલાક સમય બાદ,
તમો બંને વિહાર કરીને હસ્તિનાપુરમાં આવ્યા છો. માસખમણના પારણે તમે ગોચરી વહોરવા નીકળ્યા છો અને તમારા પર ચક્રવર્તી સનકુમારના મંત્રીશ્વર નમુચિની નજર પડી છે.
ઓહ ! આ તો એ જ બે ભાઈઓ !'
કોણ ?’ જેમનો કંઠ સુરીલો હોવાના કારણે યુવક-યુવતીઓનાં ટોળેટોળાં જેમની પાછળ પાગલ બનીને ભટકતા હતા એ ચંડાલપુત્રો !”
‘સાધુ બની ગયા લાગે છે” ‘ભલે સાધુ બની ગયા હોય, આ નગરીમાં તો તેઓ ન જ હોવા જોઈએ’ આ ખ્યાલ સાથે નમુચિએ સિપાઈઓ દ્વારા તમને બંનેને નગરીની બહાર ધકેલાવી તો દીધા પણ, સંભૂતિ મુનિવર, તમે ક્રોધમાં આવી ગયા છો. અમે સાધુ બની ગયા છીએ તો ય આ અપમાન? આ અવગણના? આ તિરસ્કાર? આ નમુચિને જીવતો જ સળગાવી ન નાખું તો મારું નામ સંભૂતિ નહીં. આ ખ્યાલ સાથે નમુચિ પર તેજોવેશ્યા મૂકવા તમે તૈયાર થઈ ગયા છો. તમારા મુખમાંથી ધુમાડા નીકળવાના ચાલુ થઈ ગયા છે.
તમારું આ વિકરાળ સ્વરૂપ સનકુમાર ચક્રીના જોવામાં આવ્યું છે અને એ ડરી ગયો છે. એણે તમારી તો માફી માગી જ લીધી છે પરંતુ મંત્રીશ્વર નમુચિ પાસે પણ એણે માફી મંગાવી છે.
બંધુ ચિત્ર મુનિવરની સમજાવટથી તમે બધાયને માફી આપી તો દીધી છે પરંતુ તમે બંને જણા એક નિર્ણય પર આવી ગયા છો. ‘આ શરીર છે એટલે જ કષાયો કરવા પડે છે ને ? આપણે અનશન જ ઝુકાવી દઈએ. ન ગોચરીની જરૂર પડે, ન એ માટે ક્યાંય જવું પડે કે ન એ અંગે કષાયો કરવા પડે’
૫૬
Page #58
--------------------------------------------------------------------------
________________
અને
તમે બંનેએ અનશન ઝુકાવી જ દીધું છે. તમારા આ અનશનના સમાચાર જેમ જેમ પ્રસરતા ગયા છે તેમ તેમ ચારે ય બાજુથી લોકો તમારા દર્શનાર્થે તમારા સ્થળે આવવા લાગ્યા છે અને એક દિવસ તો ચક્રી સનકુમારની પત્ની ખુદ તમારા દર્શનાર્થે આવી છે.
બન્યું છે એવું કે વંદન કરતાં કરતાં સ્ત્રીરત્ન સુનંદાના વાળની લટ તમારા પગને સ્પર્શી ગઈ છે. જેના વાળની લટનો સ્પર્શ આટલો આલાદક છે એના સમગ્ર શરીરનો સ્પર્શ તો કેટલો આહલાદક હશે !' રાગની આ ઉત્કટ માત્રી વચ્ચે તમે નિયાણું કરી લીધું છે કે “સંયમપાલનના ફળ સ્વરૂપે મને પરભવમાં સ્ત્રીરત્ન મળે !” કાળ કરીને તમે દેવલોકમાં તો ગયા જ છો પરંતુ પછીના ભવમાં તમે બન્યા છો બ્રહ્મદત્ત ચક્રવર્તી. સ્ત્રીરત્નમાં કારમાં આસક્ત બનીને નીકળી પડ્યા છો સાતમી નરકની યાત્રાએ...
‘સંભૂતિ મુનિવર ! વંદન કરતાં કરતાં સુનંદાના વાળની લટ તમારા પગને સ્પર્શી ગઈ
અને એ મુલાયમ સ્પર્શે તમારા ચિત્તતંત્રને ખળભળાવી નાખ્યું. પ્રભુ, આસક્તિના બિંદુ જેટલા સુખના ગર્ભમાં રહેલ પીડાના મહાસાગરનાં દર્શન હું કરી શકું એવી નિર્મળ દૃષ્ટિનો સ્વામી તો તું મને બનાવી જ દેજે. કારણ કે હું તો દુઃખ વિનાના સુખનો ચાહક છું અને એ સુખ અનાસક્ત ભાવના સ્વામીને જ સુલભ છે.
પ
Page #59
--------------------------------------------------------------------------
________________
30 %
કામાંધ કમલશ્રી !
શિવભૂતિની પત્ની તું, તારા જ દિયર વસુભૂતિ પ્રત્યે આસક્ત બની છે. અલબત્ત, તું વસુભૂતિ પાછળ પાગલ છે પણ વસુભૂતિને પોતાના સ્થાનનો ખ્યાલ છે, “કમલશ્રી તો મારી ભાભી હોવાના કારણે માતાના સ્થાને છે. એના અંગે મારાથી ક્યો નબળો વિચાર કરાય ? કોઈ જ નહીં' આ ખ્યાલે વસુભૂતિ તો તારાથી બિલકુલ સલામત અંતર રાખી રહ્યો છે પરંતુ તારું એના પ્રત્યેનું આકર્ષણ એવું ને એવું જ અકબંધ છે. અને એક દિવસ તો તેં નિર્લજ્જતાની તમામ હદ વટાવી દઈને વસુભૂતિ પાસે અનુચિત માગણી કરી જ દીધી છે.
વસુભૂતિ તારી આ હલકટ માગણી સામે ઝૂક્યો તો નથી પણ તારી આ માગણી સાંભળીને એનું અંતઃકરણ વૈિરાગ્ય વાસિત બની ગયું છે. વિષય વાસના આટલી બધી ભયંકર છે? દિયર-ભાભી વચ્ચેના પવિત્ર સંબંધમાં ય એ આવી આગ લગાડી શકે છે ? સર્યું આ વિષય વાસનાથી અને સર્યું આ વિષય વાસનાને બહેલાવતા સંસારવાસથી !' વસુભૂતિને આ વિચારણાએ સંયમમાર્ગે વાળી લીધો છે અને એક દિવસ સંયમજીવન અંગીકાર કરીને એ મુનિ બની ગયો છે.
કમલશ્રી ! તારી પાસે આ સમાચાર આવ્યા પછી ય તું એના પ્રત્યેના આકર્ષણથી મુક્ત થઈ શકી નથી. ચોવીસે ય કલાક તારું મન આર્તધ્યાનથી ગ્રસિત જ રહેવા લાગ્યું છે અને એ જ અવસ્થામાં મરીને પછીના ભાવમાં તું કૂતરી બની છે.
કામાંધ કમલશ્રી ! પૂર્વભવના રાગમાં લીન તું આ ભવે કૂતરી બનીને વસુભૂમિ
મુનિવરનો પડછાયો બની તેની પાછળ પાછળ ભટકવા લાગી છે !
૫૮
Page #60
--------------------------------------------------------------------------
________________
કમાલનું દુઃખદ આશ્ચર્ય તો એ સર્જાયું છે કે એકવાર ગોચરી માટે બહાર નીકળેલા વસુભૂતિ મુનિ પર તારી દૃષ્ટિ પડી છે અને પૂર્વ ભવના રાગના કારણે તું એમના પડછાયાની જેમ એની પાછળ ચાલવા લાગી છે. મુનિવર ઉપાશ્રયમાં હોય છે ત્યારે તું બહાર બેસી રહે છે પરંતુ જેવા મુનિવર ઉપાશ્રયમાંથી બહાર નીકળે છે, તું એમની પાછળ પાછળ ચાલવા લાગે છે. તારી આ પાગલતાને નિહાળીને અજ્ઞાની લોકોએ મુનિવર વસુભૂતિનું નામ “કૂતરી પતિ’ પાડી દીધું છે.
પોતાના પડી ગયેલા આ નામથી અત્યંત લજ્જા પામેલા એ વસુભૂતિ મુનિવર એકવાર તારી નજર ચુકાવીને અન્યત્ર વિહાર કરી ગયા છે અને મુનિવરના લાંબા સમય સુધી દર્શન ન થવાનાં કારણે અત્યંત વિહળ બની ગયેલ તું ટૂંક સમયમાં આર્તધ્યાનમાં મરી છે અને મરીને જંગલમાં વાંદરી તરીકે ઉત્પન્ન થઈ છે.
બન્યું છે એવું કે એકવાર વસુભૂતિ મુનિવર જંગલરસ્ત વિહાર કરી રહ્યા છે અને તારી નજર એમના પર પડી છે. પૂર્વભવના એ જ રાગના કારણે હું એમની સાથે થઈ ગઈ છે. મુનિવર જંગલમાંથી નગરીમાં ગયા છે ત્યાં ય તું એમની સાથે ને સાથે જ ચાલી રહી છે. અજ્ઞાની લોકોએ આ જોયું છે અને એમણે મુનિવરનું નામ “વાંદરી પતિ' પાડી દીધું છે. પાગલતાની વાત તો એ બની છે કે આ સાંભળીને ખુશ થતી રહેતી તું વિષયોની ચેષ્ટા કરી રહી છે !
મુનિવર તારી આ ગંદી ચેષ્ટાથી થાકી ગયા છે, લજ્જિત થઈ ગયા છે અને એકવાર તક મળતાં જ તારી નજર ચુકાવીને એ અન્યત્ર વિહાર કરી ગયા છે. તું એમના વિરહમાં ઝૂરતી રહીને આર્તધ્યાનમાં મરીને એક તળાવમાં હંસિણી તરીકે જન્મી છે.
સંયોગવશ શીત પરિસહ સહવાના નિમિત્તે વસુભૂતિ મુનિવર એ તળાવ પાસે કાઉસ્સગ્નધ્યાનમાં લીન છે અને તું પૂર્વના રાગના કારણે મધુર શબ્દ અને વિરહની વેદનાના અવાજો કાઢીને એમને આલિંગન કરવા લાગી છે. તારી આ સર્વથા અનુચિત ચેષ્ટાથી અકળાયેલા એ મુનિવર ત્યાંથી અન્યત્ર ચાલ્યા ગયા છે અને તું એમના વિરહમાં આર્તધ્યાનમાં મરીને વ્યંતર નિકાયમાં દેવી તરીકે ઉત્પન્ન થઈ છે.
વિર્ભાગજ્ઞાનથી મુનિ સાથેના તારા સંબંધની તને જાણ થઈ છે. મુનિવર તારી માગણીને વશ નથી થયા એ ખ્યાલે તું ક્રોધાવિષ્ટ બની જઈને મુનિની હત્યા કરવા તૈયાર થઈ ગઈ છે. એમાં તને સફળતા નથી મળી ત્યારે અનુકૂળ ઉપસર્ગો કરીને મુનિને વ્રતભ્રષ્ટ કરવા તૈયાર થઈ ગઈ છે પરંતુ મુનિવર તો પોતાના વ્રતમાં અડોલ રહીને શુભ ધ્યાનમાં લીન બની જઈને કેવળજ્ઞાન પામી ચૂક્યા છે !
પ્રભુ, આસક્તિ જો આ હદે ખતરનાક બની શકતી હોય તો મારે તને એટલું જ કહેવું છે કે હું વિજાતીયના શરીર પાછળ પાગલ ન બનતા વીતરાગતાના સૌંદર્યને લઈને બેઠેલા તારી પાછળ પાગલ બની જાઉં એવું હૈયું મને આપીને જ રહે, મારે વાસનાના ગંદવાડમાં તો નથી જ આળોટવું!
પ૯
Page #61
--------------------------------------------------------------------------
________________
કામાસક્ત રૂપસેન
બંગલાદેશના રાજા વાસુદત્તનો તું ચોથા નંબરનો પુત્ર. નામ તારું રૂપસેન. એકવાર તું પહોંચ્યો છે પૃથ્વીભૂષણ નામના નગરમાં. ત્યાંના રાજવી કનકધ્વજની પુત્રી કે જેનું નામ સુનંદા છે એ રાજમહેલના ગવાક્ષમાં ઊભી ઊભી નગરચર્યા નિહાળી રહી છે અને અચાનક એની નજર રસ્તાના નાકે રહેલ એક દુકાન પર પાન લેવા ઊભેલા તારા પર પડી છે અને તારા રૂપદર્શને એ કામવિહ્વળ બની ગઈ છે.
પોતાની વિશ્વાસુ દાસીને એણે તુર્ત તારી પાસે મોકલી છે અને કહેવડાવ્યું છે કે “કૌમુદી મહોત્સવના પ્રસંગ પર આપ રાજમહેલના પાછળના ભાગે આવી જજો.’
th 'A'
'
‘દાસી ! તું નીચે જા અને તે યુવાનને મારો સંદેશો આપ કે કૌમુદી મહોત્સવના પ્રસંગે તે મને રાજમહેલમાં આવીને મળે' રૂપસેન!
તમારા પર મોહાસક્ત બનેલી સુનંદાએ દાસીને આ આજ્ઞા કરી છે. રાજકુમારીનો સંગ મળવાના ખ્યાલે તું તો પાગલ પાગલ બની ગયો છે. ક્યારે કૌમુદી મહોત્સવ આવે અને ક્યારે હું રાજકુમારી પાસે પહોંચી જાઉં ?' આ વિચારોમાં ખોવાઈ ગયેલો તું જેમ તેમ કરીને દિવસો પસાર કરી રહ્યો છે અને આખરે દિવસ આવી જ ગયો. તું બની-ઠનીને ઘરની બહાર નીકળી રાજમહેલની દિશા તરફ ચાલવા
૬૦
Page #62
--------------------------------------------------------------------------
________________
તો લાગ્યો છે પણ બન્યું છે એવું કે રસ્તાના એક ખૂણે ઊભેલી જીર્ણ દીવાલ અચાનક કડડભૂસ થઈને તૂટી પડી છે તારા પર અને તારું જીવન ત્યાં જ સમાપ્ત થઈ ગયું છે.
આ બાજુ રાત્રિના સમયમાં મહાબલ નામનો એક જુગારી ચોરી કરવાના આશયે રાજભવન પાસે આવી ચડ્યો છે. પાછળના ભાગમાં દીવાલને અડીને લટકી રહેલા દોરડાને એણે જોયું છે અને એ દોરડા વાટે ચડીને એ સીધો રાજભવનમાં પહોંચી ગયો છે. સુનંદાની દાસીને એમ લાગ્યું છે કે સંકેત મુજબ તું જ આવી ગયો છે. એણે દીપક બુઝવી દીધો છે. પેલા જુગારીને એ રૂપસેન સમજીને સુનંદા પાસે લઈ ગઈ છે અને પેલો જુગારી સુનંદા સાથે વિષયસેવન કરીને દોરડા વાટે નીચે ઊતરીને રવાના થઈ ગયો છે.
| વિધિની વિચિત્રતાથી દીવાલ નીચે દબાઈને મરી ગયેલો તું સુનંદાની કુક્ષિમાં જ આવી ગયો છે. અને સુનંદાના શરીર પર દાસીને ગર્ભવતીનાં લક્ષણ દેખાતા એણે જલદ દવાઓ વગેરે આપીને સુનંદાના ગર્ભને ગળાવી નાખ્યો છે.
ભયંકર વેદના અનુભવતો તું ત્યાંથી મરીને સર્પ બન્યો તો છે પણ એક વાર સુનંદા, પોતાના લગ્ન જે રાજકુમાર સાથે થયા છે એની સાથે એ બગીચામાં આવી છે કે જ્યાં તું સર્પ તરીકે જીવન પસાર કરી રહ્યો છે. સુનંદાને જોતા વેંત તારી દૃષ્ટિ તો એના પર સ્થિર થઈ છે પણ તને એ રીતે સ્થિર થઈ ગયેલો જોઈને સુનંદા ભયભીત થઈ ગઈ છે અને એના પતિએ તને શસ્ત્રથી પતાવી દીધો છે.
તું ત્યાંથી મરીને કાગડો થયો છે. એક વાર સુનંદા એના પતિ સાથે બગીચામાં સંગીતનો આનંદ માણી રહી છે અને કાગડા બનેલા તારી નજર એના પર પડતાંની સાથે તું ‘કા...કા...' અવાજ કરવા લાગ્યો છે. તારા એ કર્કશ અવાજને શાંત કરી દેવા સુનંદાના પતિએ તારા પર બાણ ફેંકીને તને પતાવી દીધો છે.
ત્યાંથી મરીને તું હંસ થયો છે. એક કાગડા સાથે તારે દોસ્તી થઈ તો ગઈ છે પણ એક વાર એ સ્થળે આવેલ સુનંદા પર તારી દષ્ટિપડી છે અને એને નિહાળવામાં તું મગ્ન બની ગયો છે. આ બાજુ કાગડો તો રાજા પર ચરકીને ઊડી ગયો છે પણ રાજાની નજર ઉપર જતાં એને તું દેખાયો છે અને એણે તને બાણથી વીંધી નાખ્યો છે.
ત્યાંથી મરીને તું જંગલમાં હરણ બન્યો છે. એકવાર રાજા અને રાણી પોતાના કાફલા સાથે ઘોડા પર બેસીને જંગલમાં શિકાર કરવા નીકળી ગયા છે. જેવી એમની નજર હરણ બનેલા તારા પર પડી છે, તારો શિકાર કરવા એમણે ઘોડાને તારી પાછળ ભગાવ્યો છે. ઘોડાને જોઈને તું ય ભાગ્યો તો છે જ પણ તારી નજર અચાનક પાછળ ગઈ છે અને ઘોડા પર રાજાની સાથે જ બેઠેલી સુનંદા દેખાઈ ગઈ છે અને એનું રૂપ નિહાળવા તું ત્યાં ને ત્યાં જ સ્થિર ઊભો રહી ગયો છે. પળની ય વાર લગાડ્યા વિના રાજાએ તારા પર તીર ફેંક્યું છે અને એ તીર લાગવાથી ઢળી પડેલો તું ત્યાંથી મરીને સીધો હાથણીના પેટમાં રવાના થઈ ગયો છે.
પ્રભુ, ચક્ષુકુશીલતાનું માત્ર એક જ વખતનું પાપ પણ જો આત્માની આ હદની બેહાલી કરી નાખતું હોય તો જીવનભર વિજાતીયના રૂપને જોવા ઝાંવા નાખતી આંખો, આત્માને દુર્ગતિની કેવી યાત્રાએ મોકલી દેતી હશે એની કલ્પના કરતાં ય કંપારી છૂટી જાય છે. એક વિનંતિ કરું તને? મારી આંખોને તું તારા રૂપની લંપટ બનાવી દે. હું નિર્વિકારી બનીને જ રહીશ.
૧
Page #63
--------------------------------------------------------------------------
________________
૩ર
મુનિવરો પીઠ અને મહાપીઠ !
નિષ્પાપ એવું સંયમજીવન તમારા હાથમાં છે. એના વિશુદ્ધ પાલન માટેની તમારા બંનેની જાગૃતિ વંદનીય પણ છે અને અનુમોદનીય છે. સંયમજીવનમાં એક પણ અતિચાર ન લાગી જાય એ બાબતમાં તમે ગજબનાક હદે સાવધ પણ છો. વળી, સ્વાઘ્યાયક્ષેત્રે પણ તમારો પરિશ્રમ દાદ માગી લે તેવો છે. લોહીનું પાણી થઈ જાય એવો ઉત્કટ સ્વાધ્યાય તમે બંને કરી રહ્યા છો.
પણ,
બન્યું છે એવું કે ચક્રવર્તીના બે પુત્રો કે જેમાંના એકનું નામ બાહુ છે અને બીજાનું નામ સુબાહુ છે, એ બંને પણ તમારી સાથે જ ચારિત્રજીવનની સાધના કરી રહ્યા છે. તમારી જેમ એ બંનેના જીવદળ પણ એટલા જ ઊંચા છે. બન્યું છે એવું કે એક દિવસ બા મુનિવર ગુરુદેવ પાસે આવ્યા છે. 'ભગવંત, એક વિનંતિ છે’
‘કહો’
‘સમુદાય આપણો બહુ મોટો છે'
‘હા, પ૦૦ સાધુઓનો'
‘એ તમામની ગોચરી-પાણીથી ભક્તિ મારે કરવી એવી મારી ભાવના છે.’
‘તમારી એ ભાવનાને ખુશીથી ચરિતાર્થ કરો’
ગુરુદેવ તરફથી મળી ગયેલ આ અનુજ્ઞા અને આશીર્વાદથી પ્રસન્ન પ્રસન્ન બની ગયેલ બાકુ મુનિવરે બીજા જ દિવસથી એ યોગમાં ભરપૂર ઉલ્લાસથી ઝુકાવી દીધું છે. નથી એ પોતાના શરીરના શ્રમને ગણકારતા કે નથી એ પોતાનાં ગોચરી-પાણીની પરવા કરતા. એમણે તો એક જ લક્ષ્ય બનાવી દીધું છે. ‘ગોચરી-પાણીથી સહુ મુનિઓની એવી મસ્ત ભક્તિ કરું કે સહુને સુંદર શાતા મળતી રહે અને શાતાને પામીને સહુ સંયમજીવનને પ્રસન્નતાપૂર્વક આરાધતા રહે.
એક બાજુ બાહુ મુનિવરે ગોચરી-પાણીની ભક્તિનો આ મહાયજ્ઞ આરંભી દીધો છે તો બીજી બાજુ સુબાહુ મુનિવર પણ એક વાર ગુરુદેવ પાસે આવ્યા છે.
અને
‘ભગવંત, એક વિનંતિ છે’ ‘કહો’
‘પ∞ મુનિવરોના આવડા મોટા વિશાળ સમુદાયમાં કો’ક મુનિવરો તપસ્વી પણ છે તો કોક મુનિવરો પ્લાન પણ છે. કેટલાક મુનિવરો વૃદ્ધ પણ છે તો કેટલાક મુનિવરો વિશિષ્ટ અભિમહધારી પણ છે. કો'ક મુનિવર લોહી-પાણી એક કરી નાખતા સ્વાધ્યાયમાં લીન છે તો કો’ક મુનિવર કલાકોના કલાકો ધ્યાનમાં રત છે.
આ તમામ મુનિવરોની વૈયાવચ્ચ અતિવિશ્રામણા હું કરું એવા મારા મનના કોડ છે. આપ જો સંમતિ આપો તો મનના એ કોડને હું પૂરા કરીને જ રહું.’
‘મારી તમને અનુજ્ઞા પણ છે અને મારા તમને અંતરના આશીર્વાદ પણ છે કે ખુશીથી તમારા મનના એ કોડ
પૂર્ણ કરો’
૨
Page #64
--------------------------------------------------------------------------
________________
સુબાહુ મુનિવરે પૂર્ણ ઉત્સાહ સાથે પોતાની તમામ તાકાત પ00/૫00 મુનિ ભગવંતોની વૈયાવચ્ચમાં એ રીતે લગાડી દીધી છે કે નથી એમને પોતાનાં ગોચરી-પાણી યાદ આવતા કે નથી એ પોતાના શારીરિક થાકની પરવા કરતા. સહુની શાતામાં અને સમાધિમાં નિમિત્ત બન્યા રહેવાના એક માત્ર ખ્યાલ સાથે એ વૈયાવચ્ચના યોગમાં આગળ વધી રહ્યા છે.
એક દિવસ, સહુ મુનિઓ વચ્ચે તમારા ગુરુદેવે શબ્દો ચોર્યા વિના દિલ દઈને બાહુ-સુબાહુ મુનિવરોના આ ભવ્યતમ વૈયાવચ્ચ ગુણની પ્રશંસા કરી છે. એ સાંભળીને સહુ મુનિઓ તો ભાવવિભોર બની ગયા છે પણ તમારા બંનેના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઈ ગઈ છે. તમે વિચારમાં ચડી ગયા છો કે ‘વૈયાવચ્ચમાં આ બંને મુનિઓ શારીરિક શ્રમ સિવાય બીજું કરે છે શું? છતાં ગુરુદેવ એમની પ્રશંસા કરી રહ્યા છે કારણ કે એ બંને ચક્રવર્તીના દીકરા છે જ્યારે અમે શાસ્ત્ર સ્વાધ્યાયનો બૌદ્ધિક શ્રમ કરી રહ્યા છીએ છતાં ગુરુદેવને મન એની કોઈ કિંમત નથી કારણ કે અમે ચક્રવર્તીના દીકરા નથી ને?' ઈષ્યના આ વિચારે તમે બંને મુનિવરો પહેલે ગુણસ્થાનકે આવી જઈને સ્ત્રીવેદ બાંધી બેઠા છો !
બાહુ-સુબાહુના વૈયાવચ્ચ ગુણની પ્રશંસા ગુરુદેવના મુખે સાંભળતા પીઠ અને મહાપીઠ મુનિવરો !
તમારા અંતરમાં ઈષ્યની આગળ સળગી ગઈ છે. પ્રભુ, પ્રશંસનીય સત્કાર્યો કરવા જેટલું સત્ત્વ હોવું એ જુદી વાત છે અને અન્યના સત્કાર્યોની થતી રહેતી પ્રશંસા સાંભળીને પ્રસન્નતા અનુભવી શકતી સબુદ્ધિના સ્વામી બન્યા રહેવું એ જુદી વાત છે. સત્ત્વ તો મારી પાસે છે જ પણ સબુદ્ધિની હું તારી પાસે યાચના કરું છું.
૬૩
Page #65
--------------------------------------------------------------------------
________________
રુહ
કુવલયપભ આચાર્ય!
અનંત ચોવીસી પહેલાંની આ વાત છે. ૨૪ મા તીર્થંકર ભગવંત ધર્મશ્રીનું નિર્વાણ થઈ ચૂક્યું છે. એમનું શાસન ચાલી રહ્યું છે પણ કાળના પ્રભાવથી એમના શાસનમાં અસંયતોની, શિથિલાચારી વગેરેની પૂજા ચાલુ થઈ ચૂકી છે. અસંવિગ્ન અને અગીતાર્થ આચાર્યોએ આ પરિસ્થિતિનો ભરપૂર ગેરલાભ ઉઠાવવાનું ચાલુ કર્યું છે. એમણે શ્રાવકો પાસેથી ધન કઢાવડાવી ચૈત્યો દેરાસરો તૈયાર કરાવડાવ્યા છે અને દેરાસરોમાં જ અડિંગો જમાવીને તેઓ ચૈત્યવાસી બની ગયા છે. અપાર સંપત્તિના તેઓ માલિક બની બેઠા છે.
પણ, ઉકરડામાં મોતી ચમકે એમ કુવલયપ્રભાચાર્ય, તમે જિનાજ્ઞાને વફાદાર જ રહ્યા છો. નથી તમે નિત્ય વાસ સ્વીકાર્યો કે નથી તમે સાવદ્ય ભાષાઓ દ્વારા ચૈત્યો કરાવ્યા.
એક દિવસ,
વિહાર કરતાં કરતાં તમે શિથીલાચારીઓના સ્થાનમાં આવી ચડ્યા છો. એમણે તમારી જોરદાર આગતાસ્વાગતા કરી છે. થોડોક સમય વિશ્રામ કરી લઈને જેવી તમે ત્યાંથી વિહાર કરવાની તૈયારી કરી છે, એ શિથીલાચારીઓએ તમને વિનંતિ કરી છે. ‘તમે જો અહીં ચોમાસું કરો તો તમારા પ્રભાવથી અત્રે એક નવું દેરાસર થઈ જાય.’
તમે એમને જરાય ગભરાયા વિના સ્પષ્ટ ભાષામાં જવાબ આપી દીધો છે કે “આ કામ દેરાસર સંબંધી છે એટલે સારું છે પણ મારા-તમારા માટે સાવદ્ય-પાપ છે. માટે હું વચન માત્રથી પણ આ બોલવા તૈયાર નથી કે શ્રાવકો ! તમે દેરાસર બંધાવો.'
સામે બધા જ ચૈત્યવાસીઓ હતા, એમના ભક્તો હતા. છતાં કોઈની પણ શેહ-શરમમાં તણાયા વિના તમે જે સસૂત્ર પ્રરૂપણા કરી છે, જિનાજ્ઞાની વફાદારી જાળવી છે એના પ્રતાપે તમે ત્યાં ને ત્યાં જ તીર્થકર નામકર્મનો બંધ કર્યો છે.
પણ એ ભેગા થયેલા ચૈત્યવાસી આચાર્યાદિને તો તમારી આ પ્રરૂપણાએ ઝાળ લગાડી દીધી છે. તમારી ઠેકડી ઉડાડતા તેઓ એટલું જ બોલ્યા છે કે “દેરાસરમાં પણ તમને જો સાવદ્ય જ દેખાય છે તો તમારું નામ સાવદ્યાચાર્ય જ રાખવું જોઈએ.”
તમારું ‘સાવદ્યાચાર્ય' નામ ચારેય બાજુ પ્રસિદ્ધ થવા લાગ્યું છે. તમારી સર્વત્ર નિંદા પણ થવા લાગી છે પણ તમે જિનાજ્ઞા પ્રત્યેની તમારી વફાદારી પકડી જ રાખી છે.
આ બાજુ
કેટલોક કાળ પસાર થયા બાદ ચૈત્યવાસીઓ વચ્ચે જ આગમિક પદાર્થોમાં મોટો વિવાદ ઉત્પન્ન થયો છે અને એનો નિવેડો લાવવાની જવાબદારી તમારા શિરે નખાઈ છે. તમે વિહાર કરતા સાત મહિને આ સ્થાન પર આવી પહોંચ્યા તો છો પણ તમારા નગર પ્રવેશ વખતે તમારા સંયમના તેજથી પ્રભાવિત થઈ ગયેલ એક સાધ્વીજી ભગવંત જાહેર રસ્તા પર તમને પ્રદક્ષિણા આપીને સીધા તમારા પગમાં પડ્યા છે અને પગને સ્પર્યા છે. તમે પગ પાછો ખેંચી લેવાને બદલે એમ ને એમ ઊભા રહી ગયા છો. સાધ્વીજીને ચરણ સ્પર્શ કરવા દીધો છે. એ પ્રસંગે હાજર રહેલા શિથીલાચારીઓએ આ જોયું છે અને એમણે આ બધું મનમાં ધારી લીધું છે.
૬૪
Page #66
--------------------------------------------------------------------------
________________
ભાજપ
કુવલયપ્રભાચાર્ય! નગર પ્રવેશ વખતે તમારા સંયમના તેજથી પ્રભાવિત એક સાધ્વીજી ભગવંત જાહેર રસ્તા પર પ્રદક્ષિણા આપીને સીધા તમારા ચરણમાં ઝૂકી ગયા છે અને તમારા ચરણને સ્પર્શી ગયા છે.
આગમવાના શરૂ થઈ છે અને ‘જે ગચ્છમાં આચાર્ય જેવી મહાન વ્યક્તિ પણ કારણસર પણ પરંપરાએ પણ સ્ત્રીના હાથનો સ્પર્શ કરે છે તે ગચ્છ મૂલગુણ રહિત જાણવો’ આવી તમે સ્પષ્ટ પ્રરૂપણા કરી છે. એ જ વખતે શિથીલાચારીઓએ તમને પ્રશ્ન પૂછ્યો છે, ‘જાહેરમાં તમારા પગને સાધ્વીજી સ્પર્યા છે અને તમે પગને પાછા ખેંચ્યા નથી તો પછી તમે પણ મૂલગુણથી ભ્રષ્ટ જ છો ને?'
તમે ભણ્યા છો? શાસ્ત્રોનો કોઈ બોધ છે તમને? શાસ્ત્રોના પ્રત્યેક પદાર્થોમાં ઉત્સર્ગ-અપવાદ હોય છે. ઉત્સર્ગ માર્ગે સ્ત્રીસ્પર્શવાળો મૂલગુણ ભ્રષ્ટ ગણાય પણ અપવાદ માર્ગે કોઈ સ્ત્રી કરસ્પર્શ કરી દે એટલા માત્રથી આચાર્ય મૂલગુણ ભ્રષ્ટ ન બને કેમકે આચાર્યના મનમાં કોઈ પાપ નથી.”
તમે આ ઉત્સુત્ર પ્રરૂપણા કરવા દ્વારા શિથીલાચારીઓની બોલતી તો બંધ કરી દીધી છે પણ ઉત્સુત્ર પ્રરૂપણાના આ પાપે તમે તીર્થંકર નામકર્મનો નાશ કરીને અનંત સંસારનું ઉપાર્જન કરી બેઠા છો !
પ્રભુ, સર્પના મુખમાં હાથ નાખવાનું જોખમ ઉઠાવનાર તો કદાચ એક જ જીવનથી હાથ ધોઈ નાખે છે પણ ઉત્સુત્ર પ્રરૂપણાનું પાપ કરી બેસનાર તો પોતાના આત્માના જનમોજનમ બરબાદ કરી બેસે છે આ સત્ય સદાય મારા સ્મૃતિપથમાં રહે એવી મજબૂત યાદદાસ્ત તું મને આપીને જ રહેજે.
૫
Page #67
--------------------------------------------------------------------------
________________
રુહ
ર
મહારાજા કોણિક !
પરમાત્મા મહાવીરદેવના રાજગૃહી પ્રવેશને તમે જે ભવ્યતા અર્પે છે એનું વર્ણન શાસ્ત્રોનાં પાને વાંચ્યા પછી મગજમાં આ વાત બેસતી જ નથી કે તમને મોતના મુખમાંથી ઉગારનાર, પરમાત્મા મહાવીરદેવના અનન્ય ભક્ત, ક્ષાયિક સમકિતના માલિક, આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર અને તમારા ખુદના પિતા મહારાજા શ્રેણિકને, એમની પાછલી વયમાં તમે જેલમાં ધકેલી દીધા છે અને જેલરના હાથે એમના બરડે તમે રોજ કોરડાના માર ઝીંકાવ્યા છે.
પણ,
ના, મગજમાં ન બેસતી આ વાત વાસ્તવિક બની જ છે. ઇતિહાસના ચોપડે તમારું નામ “પિતૃઘાતી' તરીકે જ લખાયું છે. બાકી, સમય તો એ હતો કે તમારી ખુદની માતાએ બાલ્યવયમાં તમને ઉકરડે નાખી દીધા હતા અને ઉકરડામાં કુકડાએ તમારા હાથની એક આંગળી પણ કરડી ખાધી હતી. અલબત્ત, કારણ આની પાછળ એ હતું કે તમે ગર્ભમાં હતા ત્યારે તમને પિતાના હત્યારા થવાના એંધાણ આપતા દોહદો તમારી માતાને ઉત્પન્ન થયા હતા. તમારી માતાને આ દોહદોથી ખ્યાલ આવી જ ગયો હતો કે તમે પિતા માટે ભવિષ્યમાં આફતરૂપ પુરવાર થવાના જ છો. એ સંભિવત અપાયથી બચવા જ તમારી માતાએ તમને ઉકરડે નખાવી દીધા હતા પણ,
તમારા પિતાજીની જાણમાં આ હકીકત આવી જતાં ઉકરડેથી એ તમને લઈ આવ્યા છે રાજમહેલે અને કુકડાએ કરડી ખાધેલ આંગળીને પોતાના મોઢામાં રાખીને તમારી એ આંગળીને પરુરહિત બનાવી દીધી છે.
આવા ઉપકારી પિતાજીને પણ તમે એમની પાછલી વયે જેલમાં ધકેલી દીધા છે અને કોરડાના માર મરાવ્યા છે. અલબત્ત એક દિવસ તમારો જ ખુદનો દીકરો તમારા ખોળામાં બેઠો બેઠો પેશાબ કરી ગયો છે અને એના પેશાબના ઊડેલા છાંટા ભોજનની થાળીમાં જવા છતાં તમે એ ભોજન આરોગી ગયા છો અને એ વખતે તમારી માતાને તમે પૂછ્યું છે કે –
મારા જેવો પુત્રપ્રેમ તમે ક્યાંય જોયો છે ખરો?’
તમારા આ પ્રશ્નના જવાબમાં તમારી માતાએ તમારી સમક્ષ તમારા બાલ્યવયના એ પ્રસંગને તીવ્ર દુ:ખ સાથે રજૂ કરી દીધો છે કે જેની તમને ખુદને જાણ જ નહોતી.
‘બેટા ! જે બાપે તને બચાવ્યો એ બાપને તે આજે જેલમાં કેદ કર્યો છે અને અધૂરામાં પૂરું તું એમના બરડે રોજ કોરડાના માર મરાવી રહ્યો છે” આટલું બોલતાં બોલતાં તમારી માતા રડી પડી છે.
આ સાંભળીને તમે અંદરથી દ્રવી ઊઠ્યા છો. પિતાને કરી દીધેલ આ સજા બદલ તમારું અંતર રડી ઊઠ્યું છે. તમે એ જ પળે પિતાજીને કેદમાંથી મુક્ત કરી દેવા કેદ તરફ જવા રવાના તો થઈ જ ગયા છો પરંતુ જેલના કમરે લગાવી દીધેલ તાળાની ચાવી સાથે લઈ લેવા જેટલી રાહ પણ જોવા તમે તૈયાર ન હોવાના કારણે હાથમાં કુહાડો લઈને દોડ્યા છો. ‘કુહાડાના એક જ ઘાએ તાળું તોડી નાખું, પિતાજીના ખોળામાં માથું મૂકીને ચોધાર આંસુએ રડી લઉં. પિતાજીની ક્ષમા માગી લઈને એમને જેલમાંથી મુક્ત કરી દઉં” આ ખ્યાલ સાથે તમે જેલ તરફ દોડ્યા તો છો પણ,
તમને હાથમાં કુહાડી સાથે જેલ તરફ આવતા જોઈને તમારા પિતાજી એક જુદા જ વિચારમાં ચડી ગયા છે.
၄ ၄
Page #68
--------------------------------------------------------------------------
________________
દીકરાના શિરે પિતૃહત્યાનું કલંક ચડે એ પહેલાં હું જ શા માટે જીવન સમાપ્ત ન કરી દઉં ?' આ ખ્યાલ સાથે પિતાજીએ પોતાની આંગળી પર રહેલ વીંટીમાંનું ઝેર ચૂસી લીધું છે અને જીવન સમાપ્ત કરીને પરલોકની વાટે સંચરી ગયા છે.
પણ, મહારાજા કોણિક, તીર્થકરના આત્મા એવા તમારા પિતાજી પ્રત્યેય તમારા અંતરમાં પ્રગટેલી દ્વેષના દાવાનળની ચિનગારી તમારા કોક ભવમાં શ્રેણિકના જીવ દ્વારા હેરાનગતિ પામી ચૂકેલા તમે ત્યાં નિયાણું કરી બેઠા હતા કે ‘તપના આ ફળ તરીકે આવતા જનમમાં હું એનો વધ કરનારો થાઉં” વેરના એ જનમમાં તમે વાવેલાં બી આ જનમમાં હિંસાનું ફળ લાવી ચૂક્યા હતા. ઓહ! વેરની આ હદની ભયંકરતા?
મહારાજા કોણિક ! તમને હાથમાં કુહાડી લઈને આવતાં જોઈને કેદી અવસ્થામાં રહેલ તમારા પિતા મહારાજા શ્રેણિકે તમારા શિરે પિતૃહત્યાનું પાતક ન લાગી જાય એ ખ્યાલ
પોતાની આંગળીમાં રહેલ વીંટીમાંનું ઝેર ચૂસી લીધું છે. પ્રભુ, ક્રોધ, વૈર અને હિંસાની ખતરનાક ત્રિપુટીને જન્મ આપી દેતી અપેક્ષા, આવેશ અને અહંકારની ત્રાસદાયક ત્રિપુટીથી દૂર રહેવામાં મને સફળતા મારા પુરુષાર્થથી નથી જ મળવાની. તારું શરણ એ જ મારી મોટી તાકાત છે. હું તારે શરણે છું. તું મને શાંતિ-સમાધિ-ઉપશમભાવની ત્રિપુટી આપી જ દે.
૬૭.
Page #69
--------------------------------------------------------------------------
________________
૩પ જ
મહારાણી સૂર્યકાંતા !
રાજવી પ્રદેશની પટરાણી બનવાનું સદ્ભાગ્ય તને મળ્યું છે. તારું રૂપ આમે ય એવું અદ્ભુત છે કે ભલભલો મરદ પણ એ રૂપનો ગુલામ થઈ જાય છે ત્યારે તને પતિ તરીકે મળેલો રાજા પ્રદેશી ખુદ નાસ્તિક છે. પુણ્ય-પાપ, ધરમ-કરમ, આત્મામોક્ષ વગરે એક પણ પરિબળ પર એને શ્રદ્ધા નથી અને એટલે એ તો તારી પાછળ પૂરેપૂરો પાગલ છે. સત્તા છે એની પાસેયુવાની છે એની પાસે. અમાપ સંપત્તિ છે એની પાસે. તારા જેવી રૂપવતી સ્ત્રી છે એની પાસે. જલસા કરવામાં એ શું કામ બાકી રાખે? તને જલસા કરાવવામાં ય એ શું કામ કોઈ કચાશ રાખે? તું પોતે એની નાસ્તિકતાથી ખુશ છે, તારા પાછળની એની પાગલતાથી તું પોતે બેહદ આનંદિત છે. અને એટલે જ,
એક પણ પરિબળ, કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ તારા આ સુખમાં બાધક બને એવું તું અંતરથી ઇચ્છતી નથી પણ એક દિવસ એક વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે.
રાજા પ્રદેશીને એનો મંત્રી, કેશિ ગણધર પાસે લઈ આવ્યો છે. અલબત્ત, પ્રદેશીએ શરૂઆતમાં તો કેશિ ગણધર સમક્ષ જાતજાતના કુતર્કો રજૂ કર્યા છે. ‘ચોરી કરતા પકડાઈ ગયેલા એક ચોરના મેં રાઈ રાઈ જેટલા ટુકડા કરાવ્યા છે છતાં મને આત્મા નથી તો દેખાયો કે નથી તો મળ્યો. જો આત્મા જેવી કોઈ ચીજ હોય તો દેખાવી કે મળવી જોઈએ ને ?'
આવા સંખ્યાબંધ કુતર્કોનાં કેશિ ગણધરે ચોટદાર સમાધાનો આપ્યા છે પ્રદેશીને અને એ સમાધાનોથી માત્ર સંતુષ્ટ જ નહીં અત્યંત પ્રસન્ન પણ થઈ ગયેલ પ્રદેશી એ જ દિવસથી ધર્મ માર્ગે વળી જવાનો નિર્ણય કરી બેઠો છે.
એ ઘરે આવ્યો છે તો ખરો પણ તારા ચેનચાળાની સામે એ સર્વથા ઉદાસીન બની ગયો છે. તારું રૂપ, તારું સૌંદર્ય, તારી કામોત્તેજક ચેષ્ટાઓ, એ તમામ સામે એ જાણે કે બરફ જેવો ઠંડો બની ગયો છે એ તો ઠીક પણ એણે છઠ્ઠને પારણે છઠ્ઠની તપશ્ચર્યા શરૂ કરી દીધી છે.
એનાં આ જીવન પરિવર્તનથી તું સમસમી ગઈ છે. એનું આ સંયમિત સ્વરૂપ કે જેની તેં ક્યારેય કલ્પના પણ નથી કરી એ તારી સામે જ તને જોવા મળી રહ્યું છે અને તારી વેદનાનો કોઈ પાર નથી. “યુવાની મારી નિષ્ફળ જઈ રહી છે” એવું તને લાગી રહ્યું છે અને તે પ્રદેશની તારા પ્રત્યેની આ ઉદાસીનતાનો બદલો અલગ રીતે લેવાનું નક્કી કરી દીધું છે.
આજે રાજવી પ્રદેશીને ધર્મ માર્ગે વળ્યાને ઓગણચાલીસમો દિવસ છે. તેરમા છઠ્ઠનું આજે પારણું છે. તેર છઠ્ઠના છવ્વીસ દિવસ, એમાં કરેલા બાર છઠ્ઠના પારણાના કુલ બાર દિવસ અને તેરમા છઠ્ઠનો આ તેરમો દિવસ છે. એને કલ્પના ય નથી કે આજે તું તારા મગજમાં કોક ભયંકર જયંત્ર રચીને બેઠી છે.
પ્રદેશી છઠ્ઠનું પારણું કરવા આજે બેઠો છે અને તે પોતે એને પારણામાં જે દૂધ આપ્યું છે એ વિષમિશ્રિત છે. જેવું એ દૂધ પ્રદેશના પેટમાં ગયું છે, દૂધમાં ભળેલા ઝેરે પોતાનો ભાગ ભજવવાનું ચાલુ કરી દીધું છે. એની નસો તણાવા લાગી છે. એનું માથું ફાટફાટ થવા લાગ્યું છે. એના મોઢામાંથી ફીણ છૂટવાના ચાલુ થઈ ગયા છે.
‘બહાર કોણ છે ?” પ્રદેશીએ બૂમ પાડી છે. એની બુમ સાંભળીને બહાર ઊભેલો ચોકીદાર એકદમ અંદર ધસી આવ્યો છે. ‘આજ્ઞા કરો’
‘જલદી રાજવૈદને બોલાવી લાવ’
૬૮
Page #70
--------------------------------------------------------------------------
________________
એ ચોકીદાર રાજવૈદને બોલાવવા ગયો છે અને સૂર્યકાંતા, તું વિચારમાં ચડી છે. “જો સમયસર રાજવૈદ અત્રે આવી ગયો અને એણે પ્રદેશને ઊલટી કરાવી દીધી તો ચોક્કસ એ દૂધમાં ભેળવેલા ઝેરને પકડી જ પાડવાનો અને દૂધમાં ઝેર ભેળવવાના કાવતરામાં મારી સામેલગીરી જ છે એ નક્કી થઈ જવાનું તો મારું તો મોત જ થઈ જવાનું ને? એવું કાંઈ થાય એ પહેલાં હું જ આ પ્રદેશીને પરલોકમાં રવાના શા માટે ન કરી દઉં?
અને સૂર્યકાંતા, એક વખતના તારા પ્રાણપ્યારા રાજવી પ્રદેશ પર તું કૂદી છે અને ક્રૂરતાપૂર્વક એનું ગળું દાબી દઈને તે એ ધર્માત્મા પ્રદેશીનું જીવન સમાપ્ત કરી દીધું છે.
મહારાણી સૂર્યકાંતા ! એક વખતના તારા પ્રાણપ્યારા રાજવીનું ક્રૂરતાપૂર્વક
ગળું દબાવી દેતા તને કોઈ શરમ પણ નથી આવી?
પ્રભુ, બૉમ્બ જેમ મિત્ર અને દુશ્મન બંનેને મારી નાખે છે તેમ કામાંધતા સ્વજન અને પરજન બંનેને ખતમ કરી નાખે છે એ જાણ્યા પછી તને એક જ પ્રાર્થના કરવાનું મને મન થાય છે. જન્માંધતાના દુઃખને તો હું એકવાર જીરવી જઈશ પણ લોભાંધતા અને કામાંધતાના પાપથી તો તું મને કાયમ દૂર જ રાખજે.
૬૯
Page #71
--------------------------------------------------------------------------
________________
(૩૬
વેગવતી !
પુરોહિત શ્રીભૂતિની પત્ની સરસ્વતી. એની કૂખે તારો જન્મ થયો છે. યુવાવસ્થામાં તું આવી છે. રૂપ તારું ભારે આકર્ષક છે. શરીર તારુ હૃષ્ટપુષ્ટ છે. પિતાજી વિપુલ સંપત્તિના માલિક છે અને છતાં આનંદ ઉપજાવે એવી હકીકત એ છે કે તને ધર્મ પ્રત્યે આકર્ષણ ભારે છે. ધર્મકાર્યોમાં તારી રુચિ ગજબની છે.
એક દિવસ,
તું રસ્તા પરથી પસાર થઈ રહી છે અને નગરજનોનાં ટોળેટોળાં એક જ દિશામાં જઈ રહ્યાનું તને દેખાયું છે. કુતૂહલથી તું પણ એ જ દિશામાં વળી છે અને આગળ જતાં તને ખ્યાલ આવી ગયો છે કે નગરજનો શા માટે અહીં આવી રહ્યા છે?
જબરદસ્ત ત્યાગી અને ભીખ તપસ્વી એવા સુદર્શન નામના મુનિવર કાઉસ્સગ્નધ્યાને ઊભા છે અને નગરજનો ભારે બહુમાનભાવપૂર્વક એમને વંદનાદિ કરી રહ્યા છે. કોણ જાણે શું સૂઝયું તને, તે મશ્કરીમાં એ પવિત્ર મુનિવર પર લોકોની વચ્ચે આરોપ મૂકી દીધો છે.
‘તમે જે મુનિવરને ઉછળતા હૈયે વંદનાદિ કરી રહ્યા છો એ મુનિવરને તો મેં એક સ્ત્રી સાથે ક્રીડા કરતા જોયા છે'
‘હા’
ક્યાં છે એ સ્ત્રી ?'
‘ક્યાંક મોકલી દીધી છે એમણે’ ખલાસ ! જે મુનિવર પાછળ લોકો પાગલ હતા એ મુનિવરના અવર્ણવાદ કરવામાં લોકો વ્યસ્ત તો બની ગયા છે પણ મુનિવર સુદર્શન પોતાના પર મુકાયેલ આળથી થઈ રહેલ શાસન હીલનાથી ભારે વ્યથિત થઈ ગયા છે. એમણે અભિગ્રહ ધારણ કરી લીધો છે કે
‘મારા પર મુકાયેલ આ કલંક જ્યાં સુધી નહીં ઊતરે ત્યાં સુધી હું કાઉસ્સગ્ગ ધ્યાનમાં લીન જ રહીશ.'
અને, કાઉસ્સગ્ન ધ્યાનના આ પ્રભાવે, વેગવતી, શાસન દેવતાએ તારા મુખને એકદમ શ્યામ અને વિકૃત બનાવી દીધું છે. કોલસા કરતાં ય વધુ કાળા અને વક્ર તારા મુખને જોઈને તારા પિતા શ્રીભૂતિ સ્તબ્ધ થઈ ગયા છે. એમણે તને પૂછ્યું છે.
‘વેગવતી, કોઈ દવા લઈ લીધી છે ?”
કોઈ ઔષધાદિનો પ્રયોગ કર્યો છે?”
‘કોઈએ તારા પર કોઈ પ્રયોગ કર્યો છે ?'
‘ના’ ‘તે કોઈ ભૂલ વગેરે કરી છે?”
૭૦
Page #72
--------------------------------------------------------------------------
________________
પિતાજી ! મેં બીજું તો કાંઈ નથી કર્યું પરંતુ નગરની બહાર જે સુદર્શન નામના મુનિરાજ છે ને, એમના માટે મેં લોકોને એમ કહ્યું છે કે “આ મુનિરાજને તો એક સ્ત્રી સાથે મેં ક્રીડા કરતા જોયા છે.'
સાચે જ તે જોયા છે?’
‘તો ?'
તો મજાકમાં આમ કહ્યું છે? અરર...વેગવતી, આ તે શું કરી દીધું છે? એક પવિત્ર મુનિરાજ પર આવું આળ? અત્યારે ને અત્યારે જ તું એ મુનિરાજ પાસે પહોંચી જા. એમની હૃદયપૂર્વક માફી માગી લે અને ઉપસ્થિત લોકો સમક્ષ ખુલાસો પણ કરી દે કે મેં જે કાંઈ કહ્યું છે એ મજાકમાં જ કહ્યું છે.” શ્રીભૂતિએ ક્રોધમાં આવી જઈને તને સ્પષ્ટ આજ્ઞા જ કરી દીધી છે.
મનથી ભારે ભયભીત થઈ ગયેલ થરથર કાંપતી તું તુર્ત જ મુનિ ભગવંત પાસે આવી છે. “મશ્કરીમાં મેં આપના ઉપર અસતુ આરોપ મૂકીને કલંક લગાડ્યું છે. બાકી આપ તો સંપૂર્ણપણે નિર્દોષ જ છો. મારા એ અધમતમ અપરાધની આપ મને ક્ષમા આપો' ત્યાં હાજર રહેલ લોકો સમક્ષ તેં એ મુનિવરની ક્ષમા તો માગી લીધી છે પણ વેગવતી, તારા એ જઘન્યતમ અપરાધે તને સીતાના ભવમાં મોકલીને એવા જ કલંકની શિકાર બનાવી છે કે જેનાથી મુક્ત થતાં તારા નવનેજાં પાણી ઊતરી ગયા છે.
AGO
TUS
આ 5
વેગવતી ! પવિત્ર મુનિવર પર તે મૂકી દીધેલા આળની સજા કરવા
શાસનદેવતાએ તારા મુખને એકદમ શ્યામ કરી દીધું છે. પ્રભુ, કરુણતા મારા જીવનમાં એ સર્જાઈ છે કે મારી પીડાની કક્ષા પણ જો તુચ્છ છે તો મારા આનંદની કક્ષા પણ તુચ્છ છે. અને આ તુચ્છ કક્ષાની પીડાએ અને આનંદે મને તુચ્છ ભવોની જ ભેટ ધરી છે. એક વિનંતિ કરું તને? મને તું પીડાની અને આનંદની એ મહાન કક્ષા દે કે જે મને મહાન બનાવીને જ રહે.
૭૧
Page #73
--------------------------------------------------------------------------
________________
૩૦
અરુણદેવ - દેવની !
તાપ્રલિપ્ત નગરના શ્રેષ્ઠી પુત્ર તમે અરુણદેવ અને પાટલિપુત્ર નગરની શ્રેષ્ઠીપુત્રી તમે દેવની. બંને પતિપત્નીના સંબંધે જોડાયા છો.
એક દિવસ અરુણદેવ, તમારા મિત્ર સાથે તમે જહાજમાં સમુદ્ર સફરે નીકળ્યા તો છો પણ અશુભકર્મોના ઉદયે મધદરિયે જહાજ તોફાનમાં સપડાઈ ગયું છે. ખલાસીના પુષ્કળ પ્રયાસો છતાં જહાજને તૂટતું બચાવી શકાયું નથી પણ તમારા તથા તમારા મિત્રના, બંનેના હાથમાં જહાજનું એક મજબૂત લાકડું આવી ગયું છે અને એના સહારે તમે બંને સમુદ્રના કોક અજાણ્યા કિનારે આવી ગયા છો. ત્યાંથી ચાલતા ચાલતા તમે પાટલિપુત્ર નગરની બહાર આવી ગયા છો.
‘અરુણદેવ, તારા શ્વશુર આ જ નગરમાં રહે છે ને ? ચાલો, આપણે એમને ત્યાં પહોંચી જઈએ.’ ‘મિત્ર, આવી અવસ્થામાં હું શ્વશુરને ત્યાં જઈને શું કરું ?'
એક કામ કર. તું અહીં બેસ. હું તારા શ્વશુરને ત્યાં જઈને આવું છું. અરુણદેવ, મિત્ર તમારો ગયો છે ગામમાં અને તમે ત્યાં રહેલા એક દેવમંદિરમાં આરામ કરવા આડા પડ્યા છો તો ખરા પણ શરીર તમારું અત્યંત શ્રમિત હોવાના કારણે તમે ગણતરીની પળોમાં તો નિદ્રાધીન થઈ ગયા છો.
આ બાજુ તમારી પત્ની દેવની ઉપવનમાં અલંકારોથી સજ્જ થઈને આવી છે અને એના પર એક ચોરની નજર પડી છે. દેવનીના કાંડા પર રહેલ સોનાનાં કડાં જોઈને એની આંખો ચમકી ગઈ છે અને સિફતપૂર્વક એ દેવનીની પાછળ આવ્યો છે અને લાગ જોઈને એણે દેવનીના હાથ પર વાર કર્યો છે અને કાંડા કાપીને કડાં લઈને એ ભાગ્યો છે.
દેવનીએ ચીસાચીસ કરી મૂકતા એની સાથે આવેલ સિપાઈ ચોરને પકડવા એની પાછળ દોડ્યો છે અને પકડાઈ જવાના ભયે ચોર દેવ-મંદિરમાં ઘૂસી ગયો છે અને અરુણદેવ, નિદ્રાધીન બની ગયેલ તમારી પાસે તલવાર અને કડાં મૂકીને ભાગી ગયો છે.
ચોરનો પીછો કરતો સિપાઈ એ દેવમંદિરમાં આવી ચડ્યો છે અને એણે તલવાર તથા કડાં તમારી બાજુમાં પડેલ જોઈને તમને જ ચોર ધારી લીધા છે. તમને એણે ઉઠાડ્યા છે, પકડીને માર્યા છે અને રાજા સમક્ષ હાજર કર્યા છે. ક્રોધાવિષ્ટબની ગયેલ રાજાએ તમને શૂળીએ ચડાવી દેવાની સૈનિકને આજ્ઞા કરી દીધી છે. શંકા તો મનમાં એ ઊઠી છે કે તમારા બંનેના જીવનમાં આ અનિષ્ટ સર્જાયું જ કેમ? કારણ કે કારણ વિના તો કાર્ય સર્જાતું જ નથી. પણ શાસ્ત્રદર્પણમાં ઝાંકીને જોયું ત્યારે એનો તાળો બરાબર મળી ગયો.
વર્ધમાન નગર, કુલપુત્ર સુઘડ. પત્ની ચન્દ્રા અને પુત્ર સર્ગ. ઘરમાં ભારે દરિદ્રતા છે. ક્યારેક ક્યારેક તો ખાવાના ય વાંધા પડી રહ્યા છે અને એના જ કારણે સુઘડ અને ચન્દ્રા, બને મજૂરી કરીને જીવન વીતાવી રહ્યા છે. અને એમાં બન્યું છે એવું કે યુવાવસ્થામાં જ કોક રોગનો શિકાર બની જવાના કારણે સુઘડ પરલોક ભેગો રવાના થઈ ગયો છે.
‘બેટા, મારી તને એક વિનંતિ છે” ચન્દ્રાએ પોતાના પુત્ર સર્ગને બોલાવીને વાત કરી છે.
૭૨
Page #74
--------------------------------------------------------------------------
________________
મંદિરના પરિસરમાં નિદ્રાધીન અરુણદેવ! તમારી બાજુમાં કંકણ અને તલવાર મૂકીને ચોર ભાગી રહ્યો છે.
બોલ, શું છે?' ‘તારા પિતાજી હવે હાજર નથી. ઘરમાં હાંલ્લાં કુસ્તી કરી રહ્યા છે. હું તો કામ કરવા બહાર જાઉં જ છું પણ હવેથી તારે ય કામ કરવા બહાર જવું જ પડશે. રોટલા-પાણી ભેગા આપણે તો જ પહોંચી શકશું.'
“હું ચોક્કસ જઈશ.' અને પછી તો આ ક્રમ રોજનો બની ગયો છે. મા અલગ કામ કરી રહી છે અને દીકરો અલગ કામ કરી રહ્યો છે. પણ એમાં એક દિવસ બન્યું છે એવું કે પુત્ર સર્ગ જંગલમાંથી લાકડાનો ભારો લઈને ઘરે આવ્યો છે. ઘરમાં ચારે ય બાજુ તપાસ કરવા છતાં એને ભોજન મળ્યું નથી અને એ જ સમયે મા ચન્દ્રા ઘરમાં દાખલ થઈ છે.
‘તું શું શૂળીએ ચડવા ગઈ હતી ? આટલી વાર તને ક્યાં લાગી ?' સર્ગ બરાડી ઊઠ્યો છે.
‘તારા કાંડા કપાઈ ગયા હતા? આ સીકા પરનું ભોજન તેં લીધું નહીં? ચન્દ્રાએ સામે સંભળાવી દીધું છે. અરુણદેવ, એ સર્ગ મરીને તમે બન્યા અને દેવની, એ ચન્દ્રા મરીને તું બની. હિસાબ બરાબર મળી ગયો.
પ્રભુ, ક્રોધના આવેશ તો દારૂના નશા કરતાં ય ભયંકર છે એ વાત હવે બરાબર સમજાઈ ગઈ છે. દારૂ તો એક જ જીવન બગાડે છે પણ ક્રોધ તો ભવોભવ બગાડી નાખે છે. મારી તને એક જ પ્રાર્થના છે. મારા પુણ્યને તું તીવ્ર ન બનાવે તો કાંઈ નહીં. મારા ક્રોધને તો તું મંદ અને અલ્પ બનાવી જ દે. મારો પરલોક બગડતો અટકી જ જશે.
93
Page #75
--------------------------------------------------------------------------
________________
૩૮
રાણી કલાવતી !
રાજરાણી બનવાનું સદ્ભાગ્ય તમને સાંપડ્યું છે. રૂપ, યૌવન અને તંદુરસ્તી આ બધું ય તમને હાથવગું હોવા સાથે પતિ તરીકે તમને રાજા મળ્યો છે અને એટલે જ તમે ધરતી પર સ્વર્ગના સુખનો અનુભવ કરી રહ્યા છો.
પણ, એક દિવસ બન્યું છે એવું કે તમારા હાથમાં તમારી દાસીને એકદમ ચળકતા અને આકર્ષક કંકણ જોવા મળ્યા છે અને એ કંકણ જાઈને એ સ્તબ્ધ થઈ ગઈ છે.
‘આ કંકણ તમે લાવ્યા ક્યાંથી ?” જે હંમેશાં મારા મનમાં રહે છે”
‘કમાલ !' જેના મનમાં હું હંમેશાં રહું છું'
‘ઓહ !' રાત-દિવસ હું જેને ભૂલી શકતી નથી”
‘આશ્ચર્ય !” ‘જેનાં દર્શને મારા આનંદનો પાર નથી રહેતો
વાહ !' એના તરફથી મને આ કંકણ મળ્યા છે”
કલાવતી ! “જેનાં દર્શનથી મારા આનંદનો પાર નથી રહેતો, એમણે આ સુંદર કંકણો મને મોકલ્યા છે” દાસીને
તમે કરેલી આ વાત પરદા પાછળ છુપાયેલ રાજાએ સાંભળી લેતાં એને કારમો આઘાત લાગ્યો છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
બન્યું છે એવું કે તમારી દાસી અને તમારા વચ્ચે જ્યારે આ વાર્તાલાપ ચાલી રહ્યો છે ત્યારે ગુપ્ત સ્થળે ઊભા રહેલા રાજાએ વાર્તાલાપના આ શબ્દો સાંભળી લીધા છે અને એ આવેશમાં આવી ગયા છે.
‘મારી પત્નીના મોઢામાં આવા શબ્દો ? નક્કી, એનું મન મારા સિવાય કોઈ અન્ય પુરુષમાં છે, કે જેવો એના પર આ કંકણ મોકલાવ્યા છે. આવી વ્યભિચારિણી સ્ત્રી સાથે એક દિવસ પણ હવે રહેવાય જ શી રીતે ? એને તો એવી જાલિમ સજા કર્યું અને એવી ખતરનાક જગાએ મોકલી દઉં કે જીવનભર એ રિબાતી જ રહે' બસ, આ વિચાર સાથે રાજાએ સિપાઈને બોલાવ્યો છે.
‘એક જોખમી કામ તારે કરવાનું છે’ ‘ફરમાવો’
‘એનો અણસાર સુદ્ધાં કોઈને આવવો ન જોઈએ' ‘નહીં આવે’
‘મહારાણી કલાવતી છે ને ?’ ‘હા’
એને જગલમાં લઈ જવાનાં છે ‘પછી ?’
'એના કાંડા કાપીને અને ત્યાં જ મૂકી આવવાના છે’
રાજાની આ આજ્ઞા સાંભળીને સિપાઈ સ્તબ્ધ તો થઈ ગયો પણ આખરે એ હતો તો રાજાનો નોકર ને ? એ લાચાર હતો. તમે ગર્ભિણી અવસ્થામાં હતા અને છતાં તમને એ જંગલમાં લઈ ગયો છે. અને ત્યાં કંકણ સહિત તમારા કાંડા એન્ને કાપી નાખ્યા છે. એ લઈને રાજમહેલે આવીને એણે રાજાને આપી દીધા છે.
અલબત્ત, તમે જંગલમાં પુત્રને જન્મ તો આપ્યો જ છે પરંતુ સતીત્વના પ્રભાવે દેવતાએ તમારા બંને હાથ ઠીક કરી દીધા છે અને જંગલને ય મંગલ બનાવી દીધું છે.
આ બાજુ રાજાના હાથમાં જેવા તમારા હાથમાંનાં કંકણ આવ્યા છે. એમની નજર સીધી કેકા પર લખેલા અક્ષરો પર પડી છે અને એ અક્ષરો વાંચતા જ એમની આંખો આધાનથી ફાટી પડી છે. કંકણ પર લખ્યું હતું જયવિજય' ઓહ ! આ તો રાણીના જ સગા ભાઈઓ ! મેં પાપીએ મહારાણીના હાથ કપાવી નાખ્યા ?
રાજાએ જંગલમાં સિપાઈઓ મોકલીને તમારી તપાસ કરાવી છે. તમે મળી આવતા તેઓ તમને સબહુમાન રાજમહેલમાં લઈ આવ્યા છે. રાજાએ તમારી ક્ષમા તો માગી લીધી છે પરંતુ એ જ અરસામાં નગરમાં પધારેલા કેવળજ્ઞાની ભગવંત પાસે રાજાએ જિજ્ઞાસા વ્યક્ત કરી છે, ‘મહારાણીના કાંડા કપાવી નાખવાની દુર્બુદ્ધિ મને કેમ થઈ’
‘મહારાણીએ ગત જન્મમાં એક પોપટની બંને પાંખો કપાવી નાખી હતી. અને મનમાં રાજીપો અનુભવ્યો હતો. પોપટનો જીવ તું થયો અને એ સ્ત્રીનો જીવ કલાવતી બની. કર્મોના એ ઉદયે આ જનમમાં આ સ્થિતિ સર્જાઈ છે.
પ્રભુ, અજ્ઞાન, આવેશ અને અહંકારના પ્રભાવ હેઠળ ન જાણે આવાં તો કેટકેટલા અકાર્યો હું ભૂતકાળના ભવોમાં કરી ચૂક્યો હોઈશ ? એક જ પ્રાર્થના કરું છું તને. એવી સબુદ્ધિ તું મને આપી દે કે આવું કોઈ પણ અકાર્ય હું આચરું જ નહીં અને કર્મના વિષમ ઉદયમાં મનની સમાધિને ખંડિત થવા જ દઉં નહીં.
૭૫
Page #77
--------------------------------------------------------------------------
________________
૩૯
મુનિવર ભુવનતિલક !
ધનદ તમારા પિતાનું નામ છે. તમારી માતાનું નામ છે પદ્માવતી અને તમારું નામ છે ભુવનતિલક, માતાપિતા તમારાં રાજા-રાણી છે. તમે રાજકુમાર છો. યુવાવસ્થામાં તમારો પ્રવેશ થઈ ચૂક્યો છે. પિતા તમારે યોગ્ય કન્યાની તપાસમાં છે અને એવામાં એક દિવસ રાજવી અમચન્દ્રનો પ્રધાન રાજસભામાં આપની સમક્ષ ઉપસ્થિત થઈ ગયો છે.
'રાજન, અમારા રાજ અમરચન્દ્રની પુત્રી યશોમતી ઉદ્યાનમાં કીડ કરવા ગઈ હતી. ત્યાં વિદ્યાધરીઓના સમૂહથી ગવાયેલા તમારા પુત્ર ભુવનતિલકકુમારના ગુણ સમૂહનું એણે શ્રવણ કર્યું છે અને મનોમન એણે ભુવનતિલકકુમાર સાથે જ લગ્ન કરવાનો નિર્ધાર કરી લીધો છે. હું અમારા રાજાના આદેશથી આપની પાસે એ વાત મૂકવા આવ્યો છું. મને શ્રદ્ધા છે કે આ પ્રસ્તાવને આપ સ્વીકારી જ લેશો.’
અને
રાજકુમાર ભુવનતિલક, તમારા પિતાજીએ રાજવી અમરચન્દ્રના આ પ્રસ્તાવને સ્વીકારી લીધો અને એક શુભ દિવસે મંત્રી અને સામંત રાજાઓ સહિત તમે યશોમતી સાથે લગ્ન કરવા પ્રયાણ કર્યું છે.
પણ, વચ્ચે આવ્યું છે સિદ્ધપુર નામનું એક ગામ અને ત્યાં તમે રથમાં ને રથમાં જ મૂર્છા ખાઈને ઢળી પડ્યા છો. આંખો અને વાચા, બંને તમારી બંધ થઈ ગયેલ છે. તમને બોલતા કરવાના દરેકના દરેક પ્રયાસો નિષ્ફળ જ જતા એ સહુ આજુબાજુથી માંત્રિકોને બોલાવી લાવ્યા છે. એમના જાતજાતના પ્રયાસોને જ્યારે નિષ્ફળતા જ સાંપડી છે ત્યારે મંત્રી વગેરે સહુ ભયભીત થઈ ગયા છે. હવે કરવું શું ?'
પણ, ત્યાં એમના કાને સમાચાર આવ્યા છે કે ‘એક કેવળી ભગવંત સુવર્ણના કમળપત્ર પર બેસીને દેશના આપી રહ્યા છે” અને મંત્રી વગેરે સહુ તુર્ત જ કેવળીના દેશના સ્થળ પર પહોંચી ગયા છે અને ચાલુ દેશનામાં જ કેવળીને એમણે પ્રશ્ન પૂછ્યો છે.
‘હે ભગવંત ! અમારા રાજકુમાર ભુવનતિલક પર અણધાર્યું જે દુઃખ આવ્યું છે એની પાછળ કારણ શું છે ?” અને ભુવનતિલક,
કેવળી ભગવંતે એ સહુ સમક્ષ અસંખ્યકાળ પહેલાંના તમારા એક ભવની દાસ્તાન રજૂ કરી દીધી છે.
‘ઘાતકીખંડના ભરતક્ષેત્રમાં ભુવનાગાર નામનું નગર છે. ત્યાં એક દિવસ એક આચાર્ય ભગવંત પોતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે પધાર્યા છે. એ આચાર્ય ભગવંતના શિષ્યોમાં એક વાસવ નામનો શિષ્ય છે કે જે હંમેશાં દુર્વિનયરૂપ સમુદ્રમાં જ નિમગ્ન રહે છે. ગુરુ ભગવંત સહિત સહુ મુનિઓને હેરાન કરતા રહેવાનો જાણે કે એણે જીવનમંત્ર બનાવી લીધો છે.
એક દિવસ તો આચાર્ય ભગવંત એને વિનયના લાભો અને અવિનયનાં નકસાનો અંગે સારી એવી હિતશિયા પણ આપી છે પરંતુ સર્પના મોઢામાં જતું દૂધ પણ જેમ ઝેરરૂપ બની જાય છે તેમ આચાર્ય ભગવંતની હિતશિક્ષા એના માટે વિપરીત પડી છે. એ ભારે આવેશમાં આવી ગયો છે અને એણે ગુરુદેવ સહિત તમામ સાધુઓને ખતમ કરી નાખવા પ્રાસુક જળમાં તાલપુટ વિષે ભેળવી તો દીધું છે પણ પકડાઈ જવાના ભયે ત્યાંથી નાસી જઈને કોક જંગલમાં જઈને સૂઈ ગયો છે.
૭
Page #78
--------------------------------------------------------------------------
________________
ક
તમામ સાધુઓને ખતમ કરી નાખવાના દુષ્ટાશય સાથે વાસવ ! તે પ્રાસુક જળમાં તાલપુટ વિષ ભેળવી દેવાનું હિચકારું કૃત્ય આચરી દીધું છે.
પણ, જંગલમાં અચાનક સળગી ઊઠ્યો છેદાવાનળ અને એમાં એ ભડથું થઈને રવાના થઈ ગયો છે સાતમી નરકમાં. અને આ બાજુ જાગ્રત એવા શાસનદેવતાએ પેલું તાલપુટ વિષયુક્ત જળ ઢોળી દઈને આચાર્ય ભગવંત વગેરે સહુના પ્રાણ બચાવી લીધા છે.
પેલો વાસવ, સાતમી નરકમાંથી નીકળીને મત્સાદિક વગેરે ભવોમાં ભમીને અત્યારે ભુવનતિલક રાજકુમાર થયો છે. શેષ રહેલા પાપના ઉદયથી એ આવી દુર્દશાને પામેલો છે. તો ત્યાં જઈને પૂર્વભવનું આ વૃત્તાંત એને સંભળાવો. એ સજ્જ થઈ જશે.
અને ભુવનતિલક, એ વૃત્તાંત સાંભળીને તમે માત્ર સજ્જ જ નથી થઈ ગયા, કેવળી ભગવંત પાસે આવીને સંયમજીવન પણ અંગીકાર કરી ચૂક્યા છો અને કેવળજ્ઞાન પામી મોક્ષમાં પણ પધારી ગયા છો.
પ્રભુ! શ્વાસ વિના જો શરીર નથી ટકતું તો વિનય વિના સંસાર પણ સીધો નથી જ ચાલતો. વાસ્તવિકતા આ હોવા છતાં જનમોજનમથી તગડેબાજ બની રહેલો અહં, આત્માને ઉત્તમજીવનમાં ય ઉદ્ધત બનાવતો જ રહે છે. મારી એક જ વિનંતિ છે. મારા અહંને તું તારી પાસે રાખી લે. હું સેવક ખરો પણ તારો! હું ભક્ત ખરો પણ તારો ! મારું કામ થઈ જશે.
Page #79
--------------------------------------------------------------------------
________________
so
રાજર્ષિ ત્રિવિક્રમ !
આમ તો શ્રાવસ્તી નગરીના રાજવી હતા તમે. જંગલમાં ગયા છો તમે એક વાર અને ત્યાં કોક વૃક્ષ પરના માળામાં રહેલ પંખીનો વિરસ અવાજ તમારા કાને પડ્યો છે અને તમને અપશુકન થયું એમ લાગ્યું છે. તમે પળની ય વાર લગાડ્યા વિના એના પર બાણ છોડ્યું છે. બાણ લાગવાથી એ પંખી માળામાંથી નીચે પૃથ્વી પર પડ્યું છે અને તરફડવા લાગ્યું છે. એના આ તરફડાટને જોઈને તમને એના પર અનુકંપા પણ જાગી છે અને કરી દીધેલા આ દુષ્કાર્ય બદલ તમને પશ્ચાત્તાપ પણ થયો છે.
બન્યું છે એવું કે તમે ત્યાંથી થોડુંક જ આગળ ચાલ્યા છો અને કોક વૃક્ષ નીચે બેઠેલા એક મહામુનિ પર તમારી નજર પડી છે. તમે એમની પાસે આવીને બેસી ગયા છો અને યોગાનુયોગ એ મુનિવરે તમને અહિંસા ધર્મનો ઉપદેશ આપ્યો છે. એ ઉપદેશ સાંભળીને તમને એમ લાગ્યું છે કે ‘પંખીને બાણ મારવાનું મેં જે કામ કર્યું તેની જાણ કોઈને ય નહોતી પણ આ મુનિવરને એની જાણ થઈ ગઈ લાગે છે. એ સિવાય એ મને સીધો અહિંસા ધર્મનો ઉપદેશ જ શા માટે આપે? પણ, વાંધો નહીં. એ પાપનો નાશ કરવા હું આ જ મુનિવર પાસે દીક્ષા ગ્રહણ કરી લઉં.'
આમ વિચારી રાજ્યની વ્યવસ્થા બરાબર ગોઠવી દઈને તૃણની જેમ રાજ્યનો ત્યાગ કરીને રાજવી ત્રિવિક્રમમાંથી તમે રાજર્ષિ ત્રિવિક્રમ બની ગયા છો. પાપનાશ માટે તમે એ હદે તપશ્ચર્યાના માર્ગે ચડી ગયા છો કે તપશ્ચર્યાના પ્રભાવે તમને તેજલેશ્યાની લબ્ધિ ઉત્પન્ન થઈ ગઈ છે.
રાજર્ષિ ત્રિવિક્રમ! પૂર્વજન્મનું વૈર લઈને આવેલા ભિલે તમારા પર લાકડીનો પ્રહાર કરી તો દીધો પણ આવેશમાં તમે ય એના પર તેજલેશ્યા મૂકી દીધી?
૭૮
Page #80
--------------------------------------------------------------------------
________________
આ બાજુ તમારા બાણના પ્રહારથી ઘાયલ થયેલ પંખીએ પળવારમાં પ્રાણ છોડી દીધા છે અને મરીને એ ભિલ્લ થયું છે. એક વખત એક ગામથી બીજે ગામ વિહાર કરીને જઈ રહેલા તમારા પર એ ભિલ્લની નજર પડી છે અને પૂર્વભવના વૈરના લીધે એણે તમારા પર લાકડીનો પ્રહાર કરી દીધો છે. તમે તમારા મુનિપણાને ભૂલી જઈને એના પર તેજલેશ્યા મૂકીને એને ભસ્મીભૂત કરી નાખ્યો છે.
એ ભિલ્લ મરીને સિંહ બન્યો છે. એક વખત જંગલ રસ્તે તમે વિહાર કરી રહ્યા છો અને તમારા પર એની નજર પડતાંની સાથે જ એ પૂંછડું ઉલાળતો તમારા પર ઘસ્યો છે. એ વખતે પણ ઉપશમભાવ ગુમાવી દઈને એના પર તમે તેજલેશ્યા મૂકી દીધી છે અને એને પરલોક ભેગો રવાના કરી દીધો છે.
એ સિંહ મરીને હાથી તો બન્યો છે પણ હાથીના અવતારમાં ય તમારાં દર્શને પૂર્વભવના વૈરના એના સંસ્કાર જાગ્રત થયા છે અને તમને પગ તળે કચડી નાખવા એ તમારા તરફ દોડ્યો છે. પણ તમારી નજીક એ આવી ચડે એ પહેલા તમે એને ય તેજલેશ્યા દ્વારા ખતમ કરી નાખ્યો છે.
એ હાથી મરીને જંગલી સાંઢ બન્યો છે. અહીં પણ એના મનમાં તમારા પ્રત્યેના વૈરના સંસ્કાર એવા જ જીવંત છે. તમે એની નજરમાં આવ્યા છો અને શિંગડા મારવા એ તમારી તરફ ઘસી પડ્યો છે. શિંગડા મારવામાં એ સફળ બને એ પહેલાં એના પર તેજલેશ્યા મૂકી દેવામાં તમે સફળ બની ગયા છો અને એના જીવન પર તમે પૂર્ણવિરામ મૂકી દીધું છે.
એ સાંઢ મરીને સર્પ થયો છે. વિહાર કરી રહેલા તમે એના દૃષ્ટિપથ પર આવી ગયા છો અને તમને ડંખ મારીને યમસદન પહોંચાડી દેવા એ અધીરો બની ગયો છે. તમે એની એ ચેષ્ટા જોઈને જ સચેત થઈ ગયા છો અને એના પર તેજોવેશ્યા મૂકીને તમે એને બાળી નાખ્યો છે.
એ સર્પ મરીને બ્રાહ્મણ તો થયો છે પણ એક વખત એણે તમને ક્યાંક જોઈ લીધા છે અને જે પણ મળે એની સમક્ષ એણે તમારી નિંદા કરવાનું ચાલુ કરી દીધું છે. તમારા કાને એની આ હરકતો આવી છે અને એક દિવસ તક મળતાં તમે એના પર પણ તેજોવેશ્યા મૂકી દઈને એનું જીવન સમાપ્ત કરી દીધું છે.
કોઈ પણ કારણસર શુભધ્યાનમાં એ બ્રાહ્મણ મરીને વારાણસી નગરીમાં મહાબાહુ નામે રાજા થયો છે અને કોક મુનિનાં દર્શને એને થઈ ગયેલ જાતિ સ્મરણ જ્ઞાનમાં એણે પોતાના સાત ભવો જોઈ લીધા છે. તમારી ભાળ મેળવવા એણે ‘પક્ષી, ભિલ્લ, સિંહ, હાથી, સાંઢ, સર્પ અને બ્રાહ્મણ’ આ અર્ધા શ્લોક લોકો વચ્ચે રમતો મૂક્યો છે. તમારા કાને આ શ્લોકાર્થ આવતા તમને જાતિસ્મરણ જ્ઞાન આ શ્લોકાર્ધના રચયિતાને થઈ ગયું હોવું જોઈએ એ ખ્યાલ આવી જતા ‘ક્રોધથી જેમણે આ હણ્યા, તેમનું અરેરે શું થશે?' એ શ્લોકાર્ધ બનાવીને શ્લોક પૂર્ણ કરી આપ્યો છે. તમારું અને રાજાનું મિલન થઈ જતા વૈરભાવને અરસપરસ ખમાવી દઈને તમે બંને સિદ્ધિ ગતિમાં પહોંચી ગયા છો.
પ્રભુ, ક્રોધમાં તું મને સર્પનાં, અગ્નિનાં, વિષનાં અને સિંહનાં દર્શન હું કરી શકું એવી દૃષ્ટિ આપી દે. તારો એ ઉપકાર મારું દુર્ગતિગમન સ્થગિત કરીને જ રહેશે.
૭૯
Page #81
--------------------------------------------------------------------------
________________
જ
(૪૧૪
ક
મહર્ષિ તારાચંદ !
પિતા મહેન્દ્ર અને માતા તારાના પુત્ર છો તમે, નામ તમારું છે તારાચંદ. આઠ વરસની તમારી વય છે અને એ સમયે કોશલ દેશના રાજવીએ તમારા પિતાજીના નગરને ઘેરો ઘાલ્યો છે. તમારા પિતાએ સામી છાતીએ એને લડત તો આપી છે પણ એ લડતમાં તમારા પિતાજીએ પોતાનો જાન ગુમાવ્યો છે.
પિતાજીના મોતના સમાચાર સૈન્યમાં ફેલાતાંની સાથે જ હતાશ થયેલા સૈનિકોએ હથિયારો નીચે મૂકી દીધા છે. લોકો જાન બચાવવા ભાગી નીકળ્યા છે. તમારી માતા પણ તમને આંગળીએ વળગાડીને લોકોની સાથે ભાગી છૂટી છે અને લપાતા-છુપાતા તમે બંને ભરૂચ શહેરમાં આવી ચડ્યા છો.
ક્ષુધા અને તૃષાથી પીડિત તમારી માતા ‘ક્યાં જાઉં અને ક્યાં ન જાઉં? શું કરું અને શું ન કરું? ક્યાં પ્રવેશ કરું? કોને પૂછું? શું વાત કરું ?” આવા વિચારોમાં રમી રહી છે અને એ જ સમયે રસ્તા પર ગોચરી વહોરવા નીકળેલ સાધ્વી યુગલ પર એની દૃષ્ટિ પડી છે. “ઓહ ! ધર્મમાં નિરત આ પવિત્ર સાધ્વીજીઓ તો મેં પૂર્વે મારા પિતાના ઘરે પણ અવારનવાર આવતા જોયા જ છે. એમના જ શરણે ચાલ્યા જવા દે, બધું સારું થઈને જ રહેશે’ આમ વિચારી તમારી આંગળી પકડીને એ સાધ્વીયુગલ પાસે આવી છે અને એમને વંદન કર્યું છે.
ક્યાંથી આવો છો ?'
‘વિંધ્ય પુરથી” કોના મહેમાન છો?'
કોઈના ય નહીં? ‘જો આ નગરમાં તમારું કોઈ જ નથી તો તમે ચાલો અમારી સાથે. અમારા પ્રવર્તિનીના મહેમાન થાઓ.
તમે એ સાધ્વી યુગલની આ વિનંતિ સ્વીકારીને એમની પાછળ પાછળ ચાલતા પ્રવર્તિની પાસે આવ્યા છો. પ્રવર્તિનીને તમે વંદન કર્યું છે અને પ્રવર્તિનીના પૂછવાથી તમારી માતાએ એમને અથથી ઇતિ સુધીનો વૃતાંત જણાવી દીધો છે.
પ્રવર્તિનીએ તમને બંનેને શય્યાતરને સોંપ્યા છે અને શય્યાતરે પોતાની પુત્રી સમજીને તમારી માતાને સાચવી લીધી છે અને તમને પણ બધી જ અનુકૂળતા કરી આપી છે. એક દિવસ પ્રવર્તિનીએ તમારી માતાને પૂછ્યું છે,
‘હવે તમારે શું કરવું છે?' મારા પતિ ગુજરી ગયા છે. રાજ્ય ચાલ્યું ગયું છે. પરિવાર નષ્ટ થઈ ગયો છે. કોશલ નરેશ ક્રૂર છે. બાળક અપરિપક્વ છે. રાજ્ય મળવાની કોઈ આશા નથી. હવે આપ જ કોક એવો રસ્તો બતાવો કે જેથી ભવિષ્યમાં આવી કોઈ આપત્તિઓ અમારા પર આવે જ નહીં.'
જો આ જ તમારો નિશ્ચય હોય તો એક કામ તમે કરો, પુત્ર તારાચંદને તમે આચાર્ય મહારાજને સોંપી દો અને તમે અમારી પાસે સંયમજીવન અંગીકાર કરી લો. જેના પ્રભાવે આ સંસારના તમામ પ્રકારનાં દુ:ખો સમાપ્ત થઈને જ રહેશે.
તમારી માતાએ પ્રવર્તિનીની આ સલાહનો સ્વીકાર કરી ચારિત્રજીવન અંગીકાર કર્યું અને તમે અનંતનાથ
૮૦
Page #82
--------------------------------------------------------------------------
________________
ભગવાનના શાસનના સુનંદ નામના આચાર્ય ભગવંત પાસે સંયમી બન્યા.
કાળક્રમે તમે યુવાનવયમાં આવ્યા છો અને એ વયસુલભ તમારા મનમાં જાતજાતના વિકૃત વિચારો આવવાના શરૂ થયા છે. કંઈક ગીત-નૃત્યાદિ ચેષ્ટાઓ કરવાનું પણ તમે શરૂ કર્યું છે. તમારી આ ચેષ્ટાને રોકવા આચાર્ય ભગવંતે, ઉપાધ્યાય ભગવંતે અને સહવર્તી સહુ સાધુ ભગવંતોએ તમને પ્રેરણા કરી છે અને તમે અટકી પણ ગયા છો.
પણ,
એક દિવસ આચાર્ય ભગવંત અંડિલ ભૂમિએ બહાર ગયા છે અને એની પાછળ તમે પણ ગયા છો. ત્યાં તમે ઉંદરોને રમતા અને મજા કરતા નિહાળ્યા છે અને તમે વિચારમાં ચડી ગયા છો. “ધન્ય છે આ ઉંદરોને કે જેઓને કોઈ પણ પ્રકારનાં બંધન નથી. જ્યારે મારા પર તો પાર વિનાનાં બંધનો છે ‘આ ભક્ષ્ય છે, આ અભક્ષ્ય છે. આ પ્રમાદ છે. આ પાપ છે. આને વંદન કરો. આની ભક્તિ કરો” મને એમ લાગે છે કે મારા કરતાં તો આ ઉંદરો પાર વિનાના સુખી છે.”
મુનિવર, તમારા અનાલોચિત આ વિચારે તમે જ્યોતિષ દેવ પછીના ભવમાં સીધા ઉંદરડીના પેટમાં આવી ગયા છો. જે જીવન તમને મજાનું લાગ્યું છે એ જીવનની કર્મસત્તાએ તમને ભેટ આપી દીધી છે !
બાળમુનિ તારાચંદ ! કુતુહલવૃત્તિ અને રસપૂર્વક ઉંદરોને રમતા જોઈને તમે
એમના આ સ્વતંત્ર ?િ] જીવન પ્રત્યે આકર્ષિત થઈ ગયા છો. પ્રભુ, મનને હું મારું તો માની બેઠો છું પરંતુ એ મનમાં ચાલી રહેલા અને આવી રહેલા વિચારો પર મારું કોઈ જ નિયંત્રણ હોય એવું મને લાગતું નથી. શું આ અનિયંત્રિત વિચારો એ જ મારા સંસાર પરિભ્રમણનું એક માત્ર મૂળ હશે? એક કામ તું ન કરે? કાં મારું મન તું લઈ લે અને કાં તારું મન તું મને આપી દે, એ સિવાય મારોનિસ્તાર શક્ય જ નથી.
૮૧
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠી નાગદત્તા!
જે મહેલને ચણાવતાં બાર-બાર વરસનાં વહાણાં વીતી ગયા છે એ મહેલ હવે સંપૂર્ણપણે ચણાઈ ગયો છે અને તમે ચિત્રકારને બોલાવીને કઈ દીવાલ પર કેવાં ચિત્રો કરવા એની સૂચના આપી રહ્યા છો અને એ જ સમયે ત્યાંથી ચાર જ્ઞાનના સ્વામી એક મુનિ ભગવંત પસાર થઈ રહ્યા છે. એમના કાને ચિત્રકારને તમારા દ્વારા અપાઈ રહેલ સૂચનાના શબ્દો પડ્યા છે અને તેઓ હસી પડ્યા છે.
તમે આ જોયું છે અને વિચારમાં ચડી ગયા છો. ‘હું મારા મહેલ અંગે ભલામણ કરતો હોઉં એમાં મુનિ ભગવંતે હસવાની જરૂર શી છે? જરાક નવરો થાઉં એટલે એમની પાસે જઈને આ અંગે ખુલાસો કરી લઉં છું.”
તમે ઘરે જમવા આવ્યા છો. થાળી પીરસાઈ ગઈ છે અને તમે નાના દીકરાને ખોળામાં બેસાડીને રમાડી રહ્યા છો. એ જ વખતે એ દીકરાએ પેશાબ કર્યો છે. એના છાંટા થાળીમાં રહેલ ભોજનનાં દ્રવ્યો પર પડ્યા છે અને એ છતાં ય તમે પ્રસન્નતાપૂર્વક એ ભોજન પેટમાં પધરાવી રહ્યા છો.
ખોળામાં બેસાડેલ બાળકે કરેલ પેશાબ થાળીમાં ગયાનું જાણવા છતાં થાળીમાં પીરસાયેલ ભોજન ટેસથી આરોગતા તમને જોઈને નાગદત! ગોચરી વહોરવા આવેલ મુનિ ભગવંતના ચહેરા પર સ્મિત ફરકી ગયું છે.
૮૨
Page #84
--------------------------------------------------------------------------
________________
બન્યું છે એવું કે એ સમયે પણ પેલા મુનિ ભગવંત ગોચરી વહોરવા તમારે ત્યાં પધાર્યા છે અને એમની નજર તમારી ચેષ્ટા પર પડી છે અને ત્યાંય એ હસી પડ્યા છે. તમે સ્તબ્ધ થઈ ગયા છો. “મુનિનો આ આચાર જ નથી અને છતાં તેઓ જ્યારે હસ્યા જ છે ત્યારે નક્કી એની પાછળ કોક કારણ હોવું જ જોઈએ. હું વહેલી તકે એમની પાસે જઈને એ અંગેનું કારણ જાણી જ લઉં છું' આમ વિચારી જમીને તમે દુકાને આવ્યા છો.
એ સમયે કોક કસાઈ એક બોકડાને લઈને જઈ રહ્યો છે અને એ બોકડો અચાનક તમારી દુકાનમાં ચડી ગયો છે. તમે એને દુકાનમાંથી ઉતારી મૂકવામાં સફળ તો થાઓ છો પરંતુ એ ફરી ફરીને દુકાનમાં ઘૂસી રહ્યો છે. કસાઈએ તમારી પાસે બોકડાને રાખી લેવાના પૈસા માગ્યા છે પરંતુ તમે પૈસા આપવાનો ઇનકાર કરીને બોકડાને નીચે ધકેલી દીધો છે. કસાઈ જ્યારે એ બોકડાને ઢસડીને લઈ જઈ રહ્યો છે ત્યારે બોકડાની આંખમાં આંસુ આવી ગયા છે.
પેલા મુનિ ભગવંત એ વખતે પણ ત્યાંથી જ પસાર થઈ રહ્યા છે અને બોકડાની આંખમાંથી વહી રહેલા આંસુ જોઈને એ ત્યાં પણ હસી પડ્યા છે. હવે તમારાથી રહેવાયું નથી. તમે સીધા પહોંચ્યા છો પૌષધશાળામાં બિરાજમાન મુનિ ભગવંત પાસે અને પૂછી લીધું છે એમને. “આપ ત્રણ ત્રણ વાર હસ્યા છો મારે ત્યાં બનેલા પ્રસંગોમાં. મારે એનાં કારણો જાણવા છે. મારા જ મહેલમાં બનાવી રહ્યો છું હું ચિત્રો, એ માટે હું ચિત્રકારને સૂચનાઓ આપી રહ્યો હતો ત્યારે આપ હસ્યા છો. કારણ શું છે?'
‘નાગદત્ત, સાતમા દિવસની સાંજે તો તમારું મોત છે. અને તમે મહેલની દીવાલો પર સુંદર ચિત્રો બનાવવાનું આયોજન કરી રહ્યા હતા. હસું નહીં તો બીજું કશું શું?' મુનિ ભગવંતે આપેલા આ જવાબને સાંભળીને તમે થથરી ગયા છો. ‘સાત જ દિવસનું મારું શેષજીવન છે? મરીને મારે જવાનું ક્યાં? મારી સાથે કોણ? આ વિચારે તમારું મુખ પીળું તો પડી ગયું છે છતાં હિંમત કરીને મુનિ ભગવંતને બીજી વખતના હાસ્યનું કારણ પૂછી લીધું છે.
‘શેઠ, ખોળામાં તમે જે પુત્રને રમાડી રહ્યા હતા એ પુત્ર તો તમારી પત્નીના યારનો જીવ છે કે જેનું ખૂન તમે પોતે કર્યું છે. તમારા ગયા પછી એ તમારી પત્નીનું ખૂન કરવાનો છે. આગળ જતાં વ્યસની થવાનો છે અને તમારા આ મહેલને પણ વેચી નાખવાનો છે. તમે એના પેશાબના છાંટાવાળું ભોજન મજેથી આરોગી રહ્યા હતા ! હસું નહીં તો બીજું કશું શું?
અને
ત્રીજી વખત હસવાનું કારણ પણ તમે જાણી લો. એક વખત તમારી દુકાનમાં માલ લેવા આવેલ ચંડાળને તમારા પિતાએ કપટ કરીને ઓછો માલ આપ્યો હતો. ઘરે ગયા બાદ ચંડાળને એની જાણ થતાં એ પૈસા પાછા લેવા દુકાને આવ્યો હતો પણ તમારા પિતાએ એને પૈસા આપ્યા નહીં અને માયાના સેવને તમારો બાપ મરીને બોકડો થયો કે જે તમારી દુકાનમાં ઘૂસી ગયો હતો. તમે પૈસા આપીને એને બચાવ્યો નહીં અને જાતિસ્મરણ જ્ઞાનને પામેલો એ બોકડો એ હિસાબે રડી રહ્યો હતો. તું જ કહે, આ જોઈને હસવું ન આવે તો બીજું થાય શું?'
પ્રભુ, વિષમતા અને વિકૃતિથી ભરેલા આ સંસામાં રાગ કોના પર કરવો એ જ સમજાતું નથી તો દ્વેષ કોના પર કરવો એ ય સમજાતું નથી. “સંસાર અસાર છે” ની તારી વાત હવે સમજાય છે. હીરો જો પથ્થર બની જતો હોય અને પથ્થર જો હીરો બની જતો હોય તો એ હીરા-પથ્થર પર રાગ-દ્વેષ કરવાનો કોઈ અર્થ નથી રહેતો. બાપ બોકડો બની જતો હોય અને દુશ્મન દીકરો બની જતો હોય તો ત્યાંય રાગ-દ્વેષ શું કરવા?
૮૩
Page #85
--------------------------------------------------------------------------
________________
૪૩
સુશ્રાવિકા રોહિણી !
કુંડનપુરી નગરીના સુભદ્ર નામના શ્રેષ્ઠીની પુત્રી છે તું. નામ તારું રોહિણી છે. પૂર્વના અશુભના ઉદયે તું નાની વયમાં વિધવા થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં અન્ય કોક સ્ત્રી હોય તો એ કદાચ આપવાત પણ કરી બેસે કે અન્ય કોક ગલત રસ્તો પણ અપનાવી બેસે પણ તું એ બાબતમાં નોખી માટીની નીકળી છે. નથી તો તારા મનને તેં તૂટવા દીધું કે નથી તો તારા મનને તે હતાશાની ગર્તામાં ધકેલાવા દીધું.
તું આવી ગઈ છે કોક સાધ્વીજી ભગવંતના પરિચયમાં અને એમની પાસે તેં શરૂ કરી દીધું છે અધ્યયન. બુદ્ધિ તારી કુશાગ્ર છે. સ્વાધ્યાયની તારી રુચિ ગજબનાક છે, અને સાધ્વીજી ભગવંત પ્રત્યે તારા હૈયામાં બહુમાનભાવ ભારે છે. આ તમામના સહારે સ્વાધ્યાયક્ષેત્રે તું કલ્પનાતીત હદે આગળ વધી રહી છે. કમ્મપયડિ જેવા કઠિન ગ્રંથો તેં સ્વનામવત્ કંઠસ્થ તો કરી જ દીધા છે પરંતુ નિત્ય અધ્યયન કરતા રહેવાના કારણે લગભગ એક લાખ જેટલા શ્લોકો તને કંઠસ્થ થઈ ગયા છે.
કમાલનું સુખદ આશ્ચર્ય તો એ સર્જાયું છે કે તેં માત્ર સ્વાધ્યાયયોગમાં જ પ્રગતિ નથી સાધી. નિત્ય ત્રિકાળ પૂજા અને ઉભયટંક આવશ્યક વગેરેને પણ તેં તારા જીવનમાં નિત્ય સ્થાન આપી દીધું છે. આ તમામ યોગોના સહારે કઠિન પણ ગણાતા બ્રહ્મચર્ય પાલનને તેં બિલકુલ સહજ અને સરળ બનાવી દીધું છે.
પણ, એક કરુણતાને તેં તારા જીવનમાં સામે ચડીને આમંત્રણ આપી દીધું છે. એ કરુણતા એટલે જ વિકથા ! આહાર કથા, ભક્તકથા, દેશ કથા અને રાજ્યકથા. હું પોતે તો આ વિકથામાં ડૂબી ગઈ છે પણ બીઇઓને ય તે વિકથામાં રસ લેતા કરી દીધા છે.
તારા આ વિકથારસને જોઈને એક દિવસ તો સાધુ ભગવંતોએ અને સાધ્વીજી ભગવંતોએ તને હિતશિક્ષા આપતા કહ્યું પણ છે કે
‘તારા જેવી સુજ્ઞાતને પરિનંદા અને વિકથા કરવી એ બિલકુલ યોગ્ય નથી. કારણ કે શાસ્ત્રકારોએ સલાહ આપી છે કે ‘જો એક જ કર્મથી તું આ જગતને વશ કરવા ઇચ્છતો હો તો પરિનંદારૂપ ઘાસને ચરતી એવી તારી વાણીરૂપ ગાયને તેમાંથી નિવૃત્ત કર’
પણ, રોહિણી ! આ હિતશિક્ષાની તને કોઈ અસર તો નથી થઈ પરંતુ તું તો વધુ ઉલ્લાસથી વિકથામાં રત થઈ ગઈ છે. એ હદે વિકથામાં તું ડૂબી ગઈ છે કે તેં નવું અધ્યયન કરવાનું તો છોડી દીધું છે પરંતુ સ્વાધ્યાયનું પુનરાવર્તન પણ છોડી દીધું છે.
બન્યું છે એવું કે એક દિવસ તું તારી કેટલીક સાહેલીઓ સાથે રસ્તા પરથી પસાર થઈ રહી છે અને તેં એ સાહેલીઓને કહ્યું છે,
તમને ખબર છે શુરી ક
‘શેની ?’
‘રાજાની રાણીની’ ‘ના. શી વાત છે ?” એ દુઃશીલા છે”
८४
Page #86
--------------------------------------------------------------------------
________________
m/11
રોહિણી ! સહેલીઓ સાથે નિંદારસમાં મશગૂલ તારી વાતો રસ્તે જતી દાસી સાંભળી ગઈ છે.
‘હું?'
‘હા’ રોહિણી, તારી આ વાત સાંભળી લીધી છે એ જ રસ્તેથી પસાર થઈ રહેલ રાણીની દાસીએ. એણે રાજમહેલમાં જઈને રાજાને આ વાત કરી છે. રાજા તો આ વાત સાંભળીને સ્તબ્ધ જ થઈ ગયો છે. “મારી પત્ની કુલટા ?'
એણે તુર્ત જ તારા ઘરે તારા પિતાને બોલાવી લાવવા માણસ મોકલ્યો છે. તારા પિતા રાજા સમક્ષ હાજર થયા છે.
‘તમારી પુત્રી રોહિણી જે બોલી છે એનો તમને ખ્યાલ છે?'
એણે રાણીને દુ:શીલા કહી છે?
શું વાત કરો છો ?' ‘હા, જાણવું તો મારે એ છે કે તમારી પુત્રીએ મારી રાણીનું કુશીલપણું ક્યાં જોયું ? શી રીતે જોયું ?” રાજનું, મારી પુત્રીનો સ્વભાવ જ દુષ્ટ છે'
તારા પિતાજીના આ જવાબથી ગુસ્સે થયેલ રાજાએ તને નગરમાંથી કાઢી મૂકી છે. અરણ્યમાં દુઃખોનો અનુભવ કરીને મૃત્યુ પામેલી તું એકેન્દ્રિયાદિ ગતિઓમાં અનંતકાળ સુધી ભમતી રહી છે.
પ્રભુ, અનંતકાળે તો મને વચનલબ્ધિ મળી છે. તારી પાસે એટલું જ માગું છું હું કે તું મને વિવેકરૂપી ચોકીદાર આપીને જ રહેજે. કારણ કે એ એક જ ચોકીદાર એવો છે કે જે જીભને વિકથામાં પ્રવૃત્ત થવા દેતો નથી. જીભ વિકથારહિત બને એટલે સત્કથામાં રસ લીધા વિના એને ચેન પડતું જ નથી અને મારે એ જ તો જોઈએ છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
જ
વેશ્યા કુબેરસેના !
મથુરાપુરીની તું અતિ સુપ્રસિદ્ધ વેશ્યા છે. રૂપ તારું એવું છે કે તું સાક્ષાત્ જાણે કે કામદેવની સેના જ છે. અચ્છા અચ્છા મર્દોને તું તારા રૂપદર્શન માત્રથી પાણી પાણી કરી રહી છે. મથુરાપુરીના યુવાનોમાં તારું રૂપ હંમેશાં ચર્ચાનો વિષય બની રહ્યું છે. આવી રૂપરૂપના અંબર જેવી તું આજે ગર્ભવતી બની ગઈ છે. તારી માતાના પુષ્કળ આગ્રહ છતાં ગર્ભપાત ન કરાવતા તે એક બાળક અને બાળિકાને જન્મ તો આપી દીધો છે પણ યૌવનને સાચવી રાખવાના ખ્યાલે દસ દિવસ બાદ કુબરેદત્ત અને કુબેરદત્તા, એવી બે નામથી અંકિત બે મુદ્રા કરાવી, તેમની આંગળીમાં પહેરાવી અને તેમને એક પેટીમાં પૂરી તે પેટી તે યમુનાનદીના પ્રવાહમાં વહેતી મૂકી દીધી છે.
કુબેરસેના ! યૌવનને સાચવી રાખવાના ખ્યાલે બંને બાળકોને જન્મના દસ દિવસ બાદ
લાકડાની પેટીમાં મૂકીને યમુનાના જળપ્રવાહમાં વહેતા મૂકી દીધા છે.
જળના તરંગોના પ્રવાહ સાથે તણાતી તણાતી તે પેટી શૌર્યપુર નજીક આવી છે અને ત્યાંના બે શ્રેષ્ઠિઓએ એ પેટીમાંનાં બાળક-બાળિકાને પોતાના પુત્ર-પુત્રીપણે રાખી લીધા છે એ તો ઠીક પણ યૌવનવયને તેઓ પામ્યા ત્યારે બંનેને પરસ્પર યોગ્ય જાણી મોટા ઉત્સવથી એમનો વિવાહ પણ કરી દીધો છે.
૮૬
Page #88
--------------------------------------------------------------------------
________________
એક વખત સોગઠાબાજી રમતા રમતા કુબેરદત્તના કરમાંથી નીકળીને પેલી નામાંકિત મુદ્રિકા કુબેરદત્તાના ખોળામાં પડી છે અને તે લઈને જતાં કુબેરદત્તા વિચારમાં પડી છે. અને બોલી છે, ‘લાગે છે કે આપણે બંને સહોદર યુગલીઆ હોઈશું પરંતુ દૈવયોગે આપણો વિવાહ થઈ ગયો છે. પછી એ બંનેએ જઈને પોતપોતાની માતાને પૂછયું છે અને એમને વસ્તુસ્થિતિ સમજાઈ ગઈ છે.
વ્યથિત થયેલ કુબરેદત્ત વ્યાપાર કરવાના બહાને શૌર્યપુરથી નીકળીને મથુરાપુરી આવી તો ગયો છે પણ કેટલાક દિવસ બાદ એ પોતાની જ માતા કુબેરસેના! તારી સાથે સંબંધ બાંધી બેઠો છે અને એ સંબંધથી તને એક પુત્ર પણ થયો છે.
આ બાજુ કુબેરદત્તાએ વિષયોથી વિરક્ત થઈને દીક્ષા લીધી છે. ઉગ્ર તપસ્યા કરતાં એને અવધિજ્ઞાન તો થયું છે પરંતુ કુબેરદત્તને તારી સાથે વિલાસ કરતાં જોઈને એ સ્તબ્ધ થઈ ગઈ છે. આ અકાર્યને અટકાવવા એ મથુરાપુરીમાં આવી છે અને એક દિવસ ગોચરી વહોરવાના બહાને એ તારે ત્યાં આવી છે. એ વખતે પારણામાં સૂતો સૂતો તારો પુત્ર રડતો હતો. એ સાધ્વી એને ફુલરાવતાં ફુલરાવતાં આ પ્રમાણે બોલી છે,
વત્સ ! તું રડે છે શું કામ? તું તો મારો ભાઈ થાય છે કારણ કે આપણા બંનેની માતા એક જ છે. તું મારો પુત્ર પણ થાય છે કારણ કે તું મારા પતિનો પણ પુત્ર છે. તું મારો દિયર પણ થાય છે કારણ કે તું મારા પતિનો નાનો ભાઈ પણ છે. તું મારો ભત્રીજો પણ થાય છે કારણ કે તું મારા ભાઈનો પુત્ર પણ છે. તું મારો કાકો પણ થાય છે કારણ કે તું મારી માતા પતિનો ભાઈ પણ છે અને તું મારા પુત્રનો પુત્ર પણ છે. કારણ કે મારી પત્ની કુબેરસેનાના પુત્ર કુબેરદત્તનો તું પુત્ર છે.
વળી, તારા પિતા સાથે મારે છે સંબંધ છે. તારો પિતા એ મારો ભાઈ છે કારણ કે અમારા બંનેની માતા એક જ છે. તારો પિતા તે મારો પણ પિતા છે કારણ કે તે મારી માતાનો પતિ છે. તારો પિતા તે મારો પિતામહ છે કારણ કે મારી માતા કુબેરસેનાના પતિ કુબેરદત્તનો તું અનુજબંધુ છે તેથી કાકો અને તેના પિતા કુબેરદત્ત તેથી વૃદ્ધ પિતા થાય છે. તારો પિતા તે મારો સ્વામી છે કારણ કે તેની સાથે મારા વિવાહ થયા છે. તું મારો પુત્ર પણ છે કારણ કે તું મારી શોક્યનો પુત્ર છે. વળી, તારા પિતા તે મારા સસરા પણ થાય છે કારણ કે તે મારા દિયરના પિતા છે.
વળી, તારી માતા સાથે પણ મારે છ સંબંધ છે. તારી માતા તે મારી પણ માતા છે કારણ કે મારો જન્મ એની કુખે થયો છે. તારી માતા તે મારી પિતામહી થાય છે કારણ કે તે મારા કાકાની માતા છે. તારી માતા તે મારી ભોજાઈ થાય છે કારણ કે તે મારા ભાઈની સ્ત્રી છે. તારી માતા તે મારી પુત્રવધૂ પણ છે કારણ કે મારી શોક્યના પુત્ર કુબેરદત્તની તે સ્ત્રી થાય છે. તારી માતા મારી સાસુ પણ છે કારણ કે તે મારા પતિની માતા છે. તારી માતા તે મારી શોક્ય પણ છે કારણ કે તે મારા પતિની જ બીજી સ્ત્રી છે.
કુબરેસેના, આ સાંભળ્યા બાદ તારું અને કુબરેદત્તનું માથું ઠેકાણે શું રહે? સાધ્વીને તમે બંનેએ સઘળો વૃત્તાંત પૂક્યો છે અને રહસ્યોદ્ઘાટન થતાં તમે બંને સન્માર્ગ પર આવી ગયા છો.
પ્રભુ, શું આનું જ નામ સંસાર છે? કોઈ પણ સંબંધ સ્થિર નહીં, કોઈ પણ સબંધ સ્પષ્ટ નહીં અને કોઈ પણ સંબંધ શુદ્ધ નહીં! આ સંસારનું કોઈ પણ સુખ સ્વચ્છ નહીં, સ્વાધીન નહીં અને શાશ્વત નહીં! ક્યારે સંસારની આ જાલિમ કેદમાંથી મારો છુટકારો થશે?
૮૭
Page #89
--------------------------------------------------------------------------
________________
ROછે.
રુકિમણી !
પ્રભુ નેમનાથ સમવસરણમાં બિરાજમાન થઈને દેશના આપી રહ્યા છે. દેશના-શ્રવણે સહુનાં મસ્તક ડોલી રહ્યા છે અને હૈયાં આનંદમાં ગરકાવ થઈ રહ્યા છે. દેશના સાંભળવા તમે પણ આવ્યા છો. અને તમે તમારા મનની એક જિજ્ઞાસા પ્રભુ પાસે વ્યક્ત કરી છે. “પ્રભુ, એવું તે કયું પાપ મેં ભૂતકાળના ભાવોમાં આચરી લીધું કે જેના દુમ્રભાવે વર્તમાન જીવનમાં ૧૬/૧૬ વરસ સુધી મને પુત્રનો વિયોગ થયો છે ? એક વરસ માટે પણ થતો પુત્રવિયોગ કોઈ પણ માતા માટે જો વેદનાદાયક પુરવાર થતો હોય છે તો મારે લમણે તો પુત્રવિયોગનું દુઃખ ૧૬ ૧૬ વરસ સુધી ઝીંકાયેલું રહ્યું છે. કારણ શું છે એની પાછળ ?
અને રુકિમણી, પ્રભુએ તમારા ભૂતકાળના ભવના નહીં ખૂલેલાં પાનાં બારેય પર્ષદા સમક્ષ ખુલ્લાં મૂકી દીધા છે.
* * * તમે કોક નગરમાં એક બ્રાહ્મણના ઘરે લગ્ન કરીને ગયા છો. પતિ તમને પ્રેમાળ મળ્યો છે. સંપત્તિ એની પાસે અમાપ છે. પરસ્પર તમારા બંનેનો મનમેળ પણ સારો છે.
એક દિવસ તમે તમારી કેટલીક સખીઓ સાથે ક્રીડા કરવા જંગલમાં ગયા છો. કોક ગીત ગાય છે, કોક નૃત્ય કરે છે, કોક તાળી પાડી રહી છે તો કોક ફેરફૂદડી ફરી રહી છે. પુષ્કળ સમય આ ક્રીડામાં પસાર થયા બાદ તમારા સહિત બધી જ સખીઓ શ્રમિત થઈ ગઈ છે અને અલગ અલગ વૃક્ષ નીચે આરામ કરવા તમો સહુ બેસી ગયા છો.
in alli ,
રુકિમણી ! તમે કૂતુહલથી મોરનાં ઈંડાં હાથમાં તો લીધા પરંતુ કંકુવાળા હાથનો રંગ ઈડાં પર લાગી જતાં ઈડાં કંકુવરણા થઈ ગયા.
૮૮
Page #90
--------------------------------------------------------------------------
________________
બન્યું છે એમાં એવું કે જે વૃક્ષ નીચે તમે બેઠા છો ત્યાં એ ઢેલ બેઠી છે કે જેણે ઇંડાં મૂક્યાં છે. તમારા સહુના આવાગમનને કારણે અને કોલાહલને કારણે ઢેલ ભયભીત થઈ ગઈ છે અને ઇંડાંને ત્યાંને ત્યાં જ રહેવા દઈને ભાગી ગઈ છે.
તમે કૂતુહલથી એ ઇંડાંની નજીક તો ગયા જ છો પરંતુ તમે એ ઇંડાંને હાથમાં પણ લઈ બેઠા છો. તમારા હાથ હતા કંકુવાળા અને તમારા હાથમાંનું એ કંકુ ઇંડાં પર લાગી જવાથી ઇંડાં બની ગયા છે કંકુવરણાં !
તમે થોડી જ વારમાં એ ઇંડાં પાછા યથાસ્થાને મૂકી દીધા છે અને સહુ સખીઓ સહિત તમે ઘર તરફ જવા નીકળી ગયા છો. વૃક્ષ નીચે તમારી ગેરહાજરીનો ખ્યાલ આવી જતાં જ પેલી ઢેલ ઇંડાં પાસે આવી તો ગઈ છે પણ ઇંડાં કંકુવરણાં થઈ ગયેલા હોવાથી એ પોતાનાં ઇંડાંને ઓળખી શકી નથી.
‘મારાં ઇંડાં ક્યાં ગયા ?!
આ વિચાર સાથે એ શોકમાં ગરકાવ થઈ ગઈ છે. એની આંખમાંથી આંસુ વહેવાના ચાલુ થઈ ગયા છે. એ આકુળવ્યાકુળ બની ગઈ છે. વૃક્ષને ગોળ ગોળ ફરવાનું એણે ચાલુ કરી દીધું છે. એના મુખમાંથી કરુણસ્વરો નીકળી રહ્યા છે.
એ સમયે.
અચાનક આકાશમાં વીજળી ચમકવા લાગી છે. વાદળાના ગડગડાટના અવાજો ચાલુ થઈ ગયા છે. ઠંડો પવન ફૂંકાવાનો ચાલુ થઈ ગયો છે. મોરલાઓના કેકારવ શરૂ થઈ ગયા છે અને ગણતરીની પળોમાં તો વરસાદ વરસવાનો ચાલુ થઈ ગયો છે.
શરૂઆતમાં છાંટણાં. પછી ઝાપટાં અને પછી ધોધમાર. બારે બાર્ગ વરસી રહેલા આ વરસાદે એક ચમત્કાર ને સર્જી દીધો છે કે પેલાં પર લાગી ગયેલ કંકુનો રંગ ધોવાઈ ગયો છે. ઇંડાં એના મૂળ સ્વરૂપવાળાં બની ગયા છે. અને જ્યાં ઢેલની નજ૨ એ ઇંડાં પર પડી છે, આનંદવિભોર બનીને એ નાચવા લાગી છે. એને ખ્યાલ આવી ગયો છે કે આ એ જ ઇંડાં છે કે જેને સેવવાનું એણે બંધ કરી દીધું છે.
પુનઃ એણે એ ઇંડાં સેવવાનું ચાલુ તો કરી દીધું છે પરંતુ રુક્મિણી, ૧૬ થી સુધી એ ઇંડાં સેવવાથી એ દૂર થઈ ગઈ હતી, જેમાં નિમિત્ત તમે બન્યો હતો.
માત્ર મજાકમાં તમારાથી થઈ ગયેલ આ કૃત્યે તમને જે કર્મબંધ કરાવી દીધો હતો એ કર્મબંધે તમને ૧૬ ૧૬ વરસ સુધી પુત્રવિયોગ કરાવ્યો છે.
'પ્રભુ, ૧૬ ઘડીના વિયોગની સજા ૧૬ વરસ ? ”
‘હા’
પ્રભુ, કમાશી પાઈની ન હોય અને માથે દેવું રોજ વધતું જતું હોય, એ વેપારી જેવી કરુણ મારી હાલત છે. કર્મનિર્જરાનો કોઈ યોગ મારી પાસે નથી અને કર્મબંધ કરાવતા સંખ્યાબંધ અશુભ યોગોથી હું ઘેરાઈ ગયો છું. તું કરુણા કરે તો જ મારી મુક્તિ સંભવિત છે. આ પંક્તિ એ સંદર્ભમાં જ રચાઈ છે ને ? ‘ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.'
+
૮૯
Page #91
--------------------------------------------------------------------------
________________
26.
દેવાનંદા !
સમવસરણમાં આજે એક ચમત્કાર સર્જાઈ ગયો છે. પ્રભુવીરનાં તમે દર્શન કર્યા છે, એમનું કમનીય રૂપ તમારી આંખે નિહાળ્યું છે અને તમે હર્ષવિભોર બની ગયા છો એ તો ઠીક છે પરંતુ તમારા સ્તનમાંથી દૂધની ધારા વહેવા લાગી છે.
ગણધર ગૌતમ ભગવંત આ જોઈને સ્તબ્ધ બની ગયા છે. ‘વીરનાં દર્શને એક અપરિચિત સ્ત્રીનાં સ્તનમાંથી દૂધની ધારા? શું રહસ્ય હશે આની પાછળ?' એ સીધા આવ્યા છે પ્રભુ વીર પાસે અને પૂછી લીધો છે એમને પ્રશ્ન. ‘પ્રભુ, આપનાં દર્શને જે સ્ત્રીનાં સ્તનમાંથી દૂધની ધારા વહી રહી છે એ સ્ત્રી આખરે છે કોણ?'
‘ગૌતમ, એ મારી માતા છે” પ્રભુએ જવાબ આપ્યો છે.
“આપની માતા તો ત્રિશલાદેવી છે? ગૌતમ, આ દેવાનંદા પણ મારી માતા છે? ‘તો પછી એની કૂખેથી આપ જન્મ્યા કેમ નથી?’
‘કર્મના ઉદયે’ ‘એટલે?” અને દેવાનંદા, સમવસરણમાં પ્રભુએ સ્વમુખે તમારા પૂર્વભવની એ દાસ્તાન રજૂ કરી છે કે જેની જાણ કોઈને ય નથી.
+- - -
ચોરાયેલ રત્નોવાળો ડબ્બો ખોલીને જોતાંની સાથે જ દેરાણીને શંકા ગઈ છે કે રત્નો જેઠાણીએ જ ચોર્યા હોવા જોઈએ.
co
Page #92
--------------------------------------------------------------------------
________________
ગૌતમ, ગતજન્મમાં ત્રિશલાનો ય દેરાણી તરીકે હતો અને દેવાનંદાનો જીવ જેઠાણી તરીકે હતો. બંને વચ્ચે સ્ત્રીસુલભ ઈર્ષ્યાભાવ સતત ધબકતો રહેતો હતો. એમાં એક દિવસ કોણ જાણે શું થયું, જેણીના મનમાં લોભ જાગ્યો અને એણે દેરાણી પાસે રત્નોની જે બ્રુકલી હતી એમાંથી કેટલાંક કીમતી રત્નો ચોરી લીધા.
કોક અવસરે દેરાણીએ એ મુખી ખોલી અને એને ખ્યાલ આવી ગયો કે આ ડબ્બીમાંથી થોડીક રત્નો ચોરાયા છે અને એ રત્નો જેઠાણીએ જ ચોર્યા હોવા જોઈએ, જેઠાણી સાથે એણે ઝઘડો કર્યો. શરૂઆતમાં તો જેઠાણીએ ‘રત્નો મેં લીધા જ નથી' એવી વાત પકડી જ રાખી પણ દેરાણી પોતાની વાતમાં મક્કમ રહેતા આખરે થોડુંક સમાધાન થયું. જેઠાણીએ થોડાંક રત્નો પાછા તો આપ્યા પણ જેઠાણી દ્વારા થયેલ આ અન્યાયથી ત્રાસી જઈને
દેરાણીએ એને શ્રાપ આપી દીધો. ‘તમને સંતાન થશે જ નહીં’
ગૌતમ, જેઠાણી તરીકેના એ ભવમાં બાંધેલ કર્મ દેવાનંદાના આ ભવમાં ઉદયમાં આવ્યું છે અને એ કર્યે જ એના માટે આ સ્થિતિ સર્જી છે કે એના ગર્ભમાં હું આવ્યો ખરો પણ જન્મ્યો નહીં’
“પ્રભુ, એની પાછળનું કારણ પણ સમજીતું નથી'
‘ગૌતમ, એ મારો મરીચે તરીકેનો ત્રીજો ભવ હતો કે જેમાં એક વાર ચક્રવર્તી ભરત મહારાજા કે જે મારા પિતા હતા એમણે પરમાત્મા ઋષભદેવને પ્રશ્ન પૂછ્યો હતો કે ‘પ્રભુ, આ સમવસરણમાં એવો કોઈ આત્મા હાજર
છે ખરો કે જે આત્મા તીર્થંકરનો જીવ હોય ?’
'ભરત, આ તારો પુત્ર મરીચિ કે જે ત્રિદી છે, એ આ અવસર્પિણીકાળનો ચોવીસમો તીર્થંકર થવાનો છે,' પ્રભુનો આ જવાબને સાંભળીને ભરત મહારાજાએ મારી પાસે આવીને મને ત્રણ પ્રદક્ષિણા દઈને નમસ્કાર કર્યા હતા. અને એ વખતે મેં ‘મારા દાદા પ્રથમ તીર્થંકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી અને હું પોતે ભાવિનો વાસુદેવ, ચક્રવર્તી અને તીર્થંકર ! કમાલ ! કમાલ !' આ વિચાર સાથે કુળનો મદ કર્યો હતો અને એ કુળમદથી બંધાયેલ અશુભકર્મ ખપતાં ખપતાં ૮૨ દિવસનું બાકી રહ્યું હતું. એ ૮૨ દિવસ મેં દેવાનંદાની કુક્ષિમાં વિતાવ્યા અને જ્યાં એ કર્મ ખતમ થઈ ગયું, હરિણૈગમિષી દેવ દ્વારા હું ત્રિશલાની કુક્ષિમાં મુકાયો અને ત્રિશલાની કુક્ષિમાં જે જવ હતો એ દેવાનંદાની કુક્ષિમાં મુકાર્યો.
ગૌતમ, જેદેવાનંદાના ગર્ભમાં મેં ૮૨ દિવસ વિતાવ્યા છે એ માતા દેવાનંદા અને પિતા ઋષભદત્ત સંયમજીવન અંગીકાર કરીને મોક્ષમાં જવાના છે અને જે ત્રિશલાએ મને જન્મ આપ્યો છે એ માતા ત્રિશલા અને પિતા સિદ્ધાર્થ બારમા દેવલોકમાં જવાના છે’
દેવાનંદા, પ્રભુ વીરના મુખે તમારી આ દાસ્તાન સાંભળીને તમે સ્તબ્ધ થઈ ગયા છો. જડ એવાં રત્નોની કરેલ ચોરીની કર્મસત્તાએ તમને જે સજા કરી છે એ સજાના ખ્યાલે તમારી આંખોમાંથી બોર બોર જેટલાં આંસુઓ પડી ગયા છે. કરમ ! તારી આ કુટિલતા ?
પ્રભુ, દારૂના નશા કરતાં ય નિદ્રા હજી ઓછી ખરાબ. કારણ કે નિદ્રામાં માણસ ખીસામાં રહેલ પૈસા ફેંકી ન હૈ જ્યારે દારૂના નશામાં તો માણસ હાથમાં રહેલ કીમતી રત્નો થ ફેંકી દે. મને એમ લાગે છે કે હું મોહના નશામાં જ છું. મહામૂલા આ જીવનની કીમતી પળોને વિષય-કષાયની ગટરમાં ફેંકી રહ્યો છું. તું મને થપ્પડ લગાવીને ૫ નશામુક્ત ન કરી દે ?
૯૧
Page #93
--------------------------------------------------------------------------
________________
રુદ્રદેવ !
તમારી પત્નીનું નામ છે સોમા. તમે બંને યુવાન છો, શ્રીમંત છો અને તંદુરસ્ત છો. પુણ્ય તમારું ઠીક ઠીક પ્રમાણમાં કહી શકાય તેવું અનુકૂળ છે. અને એટલે જ પાંચેય ઇન્દ્રિયોના વિષયો ભોગવવામાં તમો બંને ગુલતાન છો
પણ,
એક વાર બન્યું છે એવું કે તમારી પત્ની સોમા કોક ગુરુભગવંતના પરિચયમાં આવી છે. સાંભળ્યા છે એણે એમના પ્રભુનાં વચનો અને એ વિષયોથી વિમુખ થઈ ગઈ છે. એને વિષયોમાં વિષ્ટાનાં દર્શન થવા લાગ્યા છે અને વિષયસેવનની ચેષ્ટા એને પશુતાનું પ્રતિનિધિત્વ ધરાવતી હોય એવું લાગવા માંડ્યું છે. ‘તું હમણાં ખોવાયેલી કેમ રહે છે?” તમે સોમાને પૂછ્યું છે.
એમ જ’ ‘ખાવામાં તને કોઈ રુચિ..”
‘નથી” ‘ફરવા-જવાનું ?'
ગમતું નથી”
કારણ કાંઈ?” ‘આ અતિ ઉત્તમ જીવનને હું વિષયો પાછળ વેડફી દેવા નથી માગતી. મારે આ જીવનને શીલ-સદાચારથી સુવાસિત રાખવું છે અને મારે એમાં તમારો સહકાર જોઈએ છે.”
મને એમ લાગે છે કે તને કોઈએ છેતરી છે”
‘કોઈએ પણ નથી છેતરી’ એ વિના તું આવું શું બોલવા લાગે ?”
એવું હું શું બોલી છું?” આ જ કે મને વિષયસુખોમાં રસ નથી. બાકી, જોયેલાં અને અનુભવેલાં વિષયસુખોને છોડીને ન જોયેલાં એવા પરલોકનાં સુખો પાછળ પાગલ બન્યા રહેવું એ ગાંડપણ નથી તો બીજું શું છે ?'
એક વાત તમને કરું?’
‘બોલ’ આયુષ્ય અતિ ચંચળ છે અને વિષયસુખો ક્ષણભંગુર તો છે જ પણ સર્વપશુસુલભ પણ છે. આવા બેકાર સુખો પાછળ પાગલ બન્યા રહીને શું જીવન વેડફી નાખવાનું છે ?'
રુદ્રદેવ,
સોમાના આ જવાબે તમને એના પ્રત્યે ભારે દ્વેષ ઊભો કરાવી દીધો છે. તમે એની સાથે સૂવાનું તો બંધ કર્યું જ છે પણ બોલવાનું ય બંધ કર્યું છે. એ તો ઠીક પણ તમે એ જ નગરના શ્રેષ્ઠી નાગદેવ પાસે ગયા છો. એની પુત્રી નાગશ્રીના હાથની તમે માગણી કરી છે.
‘તમારી પત્ની સોમા વિદ્યમાન તો છે ને?'
૯૨
Page #94
--------------------------------------------------------------------------
________________
તો પછી...'
‘એની સાથે મારે મેળ નથી” ‘તો એક વાત સાંભળી લો. સોમાના પિતા સાથે મારે સારો એવો મેળ છે. મારી પુત્રીનો સંબંધ તમારી સાથે બાંધું તો મારા પર એ નારાજ થયા વિના ન રહે. બની શકે કે સોમા પણ મારા પર નારાજ થઈ જાય.'
અને રુદ્રદેવ, નાગદેવનો આ જવાબ સાંભળીને તમે છંછેડાઈ ગયા છો. “સોમાં જ્યાં સુધી જીવતી હશે ત્યાં સુધી મને નાગશ્રી નહીં જ મળે. માટે સામાને ખતમ કરી જ નાખું' આ વિચાર સાથે તમે એક ઝેરી સર્પને ઘડામાં નાખીને ઘરના એક ખૂણામાં ઘડો મૂકી દીધો છે અને સોમાને એ ઘડામાંથી પુષ્પમાળા લઈ આવવાનો આદેશ કર્યો છે.
સોમાએ જેવો એ ઘડામાં હાથ નાખ્યો છે, અંદર રહેલા સર્વે સોમાના હાથ પર જોરથી ડંખ લગાવી દીધો છે. સોમાના શરીરમાં ફેલાઈ ગયેલા ઝેરે એનો ભાગ ભજવ્યો છે. એ તરફડવા લાગી છે. એની આંખોના ડોળા બહાર નીકળી ગયા અને પળવારમાં તો એનું પ્રાણપંખેરું ઊડી ગયું છે.
તમે એની વિદાય બાદ નાગદેવની પુત્રી નાગશ્રી સાથે લગ્ન તો કર્યા જ છે પરંતુ એની સાથે તીવ્રાસક્તિ સાથે ભોગો ભોગવતા નરકગતિમાં રવાના થઈ ગયા છો. ધર્મ પ્રત્યેના દ્વેષે તમારો પરલોક બગાડી નાખ્યો છે.
-
રુદ્રદેવ! માટીના ઘડામાંથી ફૂલનો હાર કાઢવા પત્ની સોમાને તમે આજ્ઞા તો કરી પણ...
પ્રભુ, કેવા ભયંકર છે આ વિષય સુખો? એની આસક્તિ ધર્મ પ્રત્યે, ધર્મી પ્રત્યેક ધર્મનાં અંગો પ્રત્યે ય દ્વેષ કરાવીને જ રહે! મારે તને એક જ વિનંતિ કરવાની છે. મને તું એવા રાગનો શિકાર તો ન જ બનવા દેતો કે જે રાગ મને તારાં વચનો પ્રત્યે દ્વેષ કરાવીને જ રહે !
૯૩
Page #95
--------------------------------------------------------------------------
________________
૦૯:
નંદ મણિયાર !
રાજગૃહીમાં પધારેલા પ્રભુ વીરનાં વચનો સાંભળવા તમે સમવસરણમાં પહોંચી તો ગયા છો પરંતુ એ તારકની દેશના સાંભળીને તમે અત્યંત દુર્લભ એવા સમ્યક્દર્શનના ગુણને સ્પર્શી પણ ગયા છો. જીવ-અજીવાદિ તત્ત્વોની જાણકારી તમે મેળવી લીધી અને તમારા જીવનને તમે શુભ આચારોમાં ઢાળવાનું શરૂ પણ કરી દીધું છે.
પણ,
ગટરની સોબતે ગંગાનું નિર્મળ પણ જળ જેમ પોતાની નિર્મળતા ગુમાવી બેસે છે, કાગડાની સોબતે વિવેકી એવો પણ હંસ જેમ પોતાની લોકપ્રિયતાને ગુમાવી બેસે છે, એક જ સડેલી કેરીની સોબતે બાકીની સારી પણ કેરીઓ જેમ પોતાનું સારાપણું ગુમાવી બેસે છે તેમ બન્યું છે એવું કે મિથ્યાત્વી વ્યક્તિના ગાઢ સહવાસમાં અને પરિચયમાં આવેલા તમે તમારું સમ્યકત્વરત્ન ગુમાવી બેઠા છો. અંતઃકરણ તમારું મિથ્યાત્વથી વાસિત બની ગયું છે.
અલબત્ત,
આમ છતાં જીવનમાં તમે ધર્મના બાહ્ય આચારો પકડી જ રાખ્યા છે. અવારનવાર તપશ્ચર્યા કરતા રહેવી, પૌષધ વગેરે વ્રતોમાં ઝુકાવી દેવું, સામાયિકાદિ કરતા રહેવું આ બધું તમે ચાલુ જ રાખ્યું છે.
એક દિવસ,
ગ્રીષ્મની સખત ગરમીમાં તમે અમનો તપ તો ઝુકાવ્યો જ છે પરંતુ એ તપશ્ચર્યા સાથે પૌષધવ્રત પણ તમે અંગીકાર કર્યું છે. અને એમાં રાતના સમયે તમને લાગી છે પાણીની સખત તરસ. અકળામણનો તમને પાર નથી. ધર્મક્રિયામાં તમારું મન લાગતું નથી. નિદ્રા તમારી વેરણ બની ગઈ છે. અને આ સ્થિતિમાં તમારું મન ચડી ગયું છે દુર્ગાનમાં.
ઘરમાં બેઠા બેઠા લાગી ગયેલ પાણીની તરસ જો મને આટલી બધી અકળાવી રહી છે તો જે મુસાફરો ધૂમતાપમાં રસ્તા પર ફરી રહ્યા હશે એમની હાલત તો પાણીના અભાવમાં કેવી કફોડી બની જતી હશે?
ધન્ય છે એ મહાપુરુષોને કે જેઓ વાવ-કૂવા ખોદાવીને પોતાનું નામ અમર કરીને સદ્ગતિમાં પધારી ગયા છે. એમનાં માતા-પિતાને પણ ધન્ય છે અને જીવતર પણ એમનું સફળ બની ગયું છે.
પૌષધ પારીને હું પણ પહોંચી જાઉં મહારાજા શ્રેણિક પાસે અને એમની સંમતિ લઈને હું પણ રાજગૃહીમાં કોક સરસ જગાએ બનાવી દઉં મસ્ત વાવડી અને કરી દઉં મારું નામ પણ અમર.'
નંદ મણિયાર,
આ વિચારો સાથે તમે પસાર કર્યો છે પૌષધનો સમય, અને એ પૂર્ણ થતાં જ પૌષધ પારીને તમે પહોંચ્યા છો રાજા શ્રેણિકની પાસે. નજરાણું ધરીને તમે એમની પાસે માગી છે વાવ નિર્માણની અનુમતિ અને અનુમતિ મળતાંની સાથે જ તમે સરસ જગા પસંદ કરીને વાવનિર્માણનું શરૂ કરી દીધું છે કાર્ય.
ચાર દિશામાં ચાર વાવડી. એક એક વાવડીમાં ચાર ચાર શિલા. એક એક શિલા પર અલગ અલગ વ્યવસ્થા.
૯૪
Page #96
--------------------------------------------------------------------------
________________
નજરાણું ધરીને શ્રેણિક રાજાના દરબારમાં રાજા પાસે વાવનિર્માણની
અનુમતિ માગી રહ્યા છે નંદ મણિયાર !
કાર્ય થઈ ગયું સંપન્ન અને લોકોનાં ટોળેટોળાં આવવાના શરૂ થઈ ગયા એ વાવડીઓની મુલાકાતે. વાવડીઓની ભવ્યતા નિહાળતાની સાથે જ સહુનાં મુખમાંથી નીકળી રહ્યા છે તમારી ભરપેટ પ્રશંસા કરતા શબ્દો અને એ શબ્દો સાંભળીને તમને એમ લાગી રહ્યું છે કે “જન્મારો મારો થઈ ગયો છે સફળ ! આખી રાજગૃહીમાં મારા જેવું કોઈ જ ઉદાર નથી. બધાય મારી હેઠ જ છે” એમાં,
એક દિવસ અચાનક તમારા શરીરમાં ઉત્પન્ન થઈ ગયા છે સોળ રોગો. પારાવાર વેદના વચ્ચે તમારું મન વાવડીના ધ્યાનમાં જ લીન છે. એ વાવડીમાં રહેલા દેડકાઓ તમને લાગી રહ્યા છે ભારે નસીબદાર અને એ જ અધ્યવસાયમાં સમાપ્ત થઈ ગયું છે તમારું જીવન અને તમારી પોતાની જ વાવડીમાં દેડકા તરીકે તમે થઈ ગયા છો ઉત્પન્ન !
પ્રભુ! “જ્યાં આસક્તિ ત્યાં જ ઉત્પત્તિ' ના ગણિતને આંખ સામે રાખ્યા વિના જો હું જ્યાં ત્યાં અને જેના તેના પર આસક્તિ કરતો રહ્યો તો મારી હાલત પણ આવી જ થવાની ને? એક વિનંતિ કરું તને? મારું મન તને છોડીને અન્ય કોઈના ય પર આસક્ત ન થઈ જાય એવું તું મને વરદાન આપી દે.
૯૫
Page #97
--------------------------------------------------------------------------
________________
૪૯ જ
s
નોકર અર્જુન
શ્રેષ્ઠી પુરંદર ભટ્ટને ત્યાં તું નોકર તરીકે રહ્યો છે અને શ્રેષ્ઠી પત્ની નર્મદા સાથે તું આડો સંબંધ બાંધી બેઠો છે. પુરંદર ભટ્ટના કાને ઊડતી ઊડતી આ વાત આવી તો છે પણ સ્વપત્ની પ્રત્યેના અતિરાગના કારણે એમણે એ વાતને બહુ વજન આપ્યું નથી; પરંતુ એક દિવસ પુરંદર ભટ્ટને એમની માતાએ ચેતવ્યો છે.
‘બેટા ! તારી પત્નીની ચાલચલગત બહુ સારી નથી. તારે એના પર ખાસ જાપ્તો રાખવાની જરૂર છે? બેત્રણ વખત માતા દ્વારા જ્યારે આ ચેતવણી મળી છે ત્યારે પુરંદર ભટ્ટે વિચાર્યું છે કે “આમ તો સાસુ-વહુને કાયમનું વૈર જેવું જ હોય છે છતાં મારી માતા ઈર્ષાળુ નથી. આજ સુધી એણે મને મારા હિતની જ સલાહ આપી છે અને વળી મારી પત્ની કામને વશ પડી હોય એ બની શકે છે. જોઉં તો ખરો.”
આમ વિચારી રાજાના કામે બહાર જવાનું બહાનું કાઢી પુરંદર ભટ્ટ ત્રણ દિવસ માટે ઘરની બહાર નીકળી તો ગયા છે પરંતુ એ જ રાત્રે ઘરના પાછલા બારણેથી એ ઘરમાં દાખલ થઈને શયનગૃહ પાસે આવ્યા છે અને અંદર ડોકિયું કરીને જોયું તો તને નર્મદા સાથે સૂતેલો જોયો છે.
અર્જુન ! નર્મદા સાથે સૂતેલા તમને જોઈને ક્રોધાવિષ્ટ બની ગયેલા પુરંદર ભટ્ટે તારું ડોકું ધડથી અલગ કરી દેવા તલવાર ઉગામી દીધી.
Page #98
--------------------------------------------------------------------------
________________
મારી પત્નીને આ માણસે ફસાવી હશે' એમ વિચારી એમણે તલવારથી તારું મસ્તક ધડથી અલગ કરી દીધું છે. તું એ જ પળે પરલોકમાં રવાના થઈ ગયો છે.
તારી હત્યા કરીને પુરંદર ભટ્ટ તો ઘરની બહાર નીકળી ગયા છે પરંતુ તારા કપાઈ ગયેલા દેહના લોહીનો રેલો નર્મદાના દેહને સ્પર્શે છે અને એ સફાળી જાગી ગઈ છે. “અરર ! મારા પ્રિયતમની કોકે હત્યા કરી નાખી લાગે છે” આ વિચાર સાથે એણે ઘરના એક ખૂણામાં ખાડો કરીને, તારા શરીરના ટુકડા કરીને તેને ત્યાં દાટી દીધો છે. એ તો ઠીક પણ એ જ સ્થાન પર ઇટો વગેરે ગોઠવીને નાનકડા ચબૂતરા જેવું બનાવી દીધું છે.
અંધારામાં લપાઈને પુરંદર ભટ્ટે આ બધું સગી આંખે નિહાળ્યું છે અને એ સ્તબ્ધ થઈ ગયા છે. આ સ્ત્રી ચરિત્ર? ત્રણ દિવસ નગરમાં જુદી જુદી જગાએ ફરીને એ ઘરે આવ્યા છે. | નર્મદા રોજ પેલા ચબૂતરા આગળ ફૂલો ચઢાવે છે, દીપક કરે છે, બનાવેલી રસોઈ ત્યાં મૂકે છે અને એને આલિંગન પણ કરે છે. પુરંદર ભટ્ટ આ બધું જોઈ રહ્યા છે અને છતાં જાણી-જોઈને એની ઉપેક્ષા કરી રહ્યા છે. કારણ કે એમને તો ભોગવટા માટે નર્મદાની જ જરૂર હતી.
બાર-બાર વરસ સુધી એમણે નર્મદા સાથે વિષય સેવન કર્યું છે પરંતુ પાંચ દિવસ પૂર્વે જ પિતૃના શ્રાદ્ધ નિમિત્તે નર્મદાએ ઘરે બ્રાહ્મણોને જમવા બોલાવ્યા છે અને એમને જમાડતાં પૂર્વે થાળ લઈને એ ચબૂતરા આગળ ભોગ ધરવા ગઈ છે. પુરંદર ભટ્ટે આ જોયું છે અને હસતાં હસતાં એ બોલી પડ્યા છે.
આજે પણ ત્યાં શું જાય છે?'
નર્મદા આ સાંભળીને ચોંકી ગઈ છે. એને શંકા પડી ગઈ છે કે “નક્કી, મારા આ પતિએ જ મારા પ્રિયતમને મોતને ઘાટ ઉતારી દીધો લાગે છે. ઓહ! બાર-બાર વરસ સુધી મને આની જાણ જ ન થઈ? ખેર, આજે ને આજે જ હવે એને ન પતાવી દઉં તો મારું નામ નર્મદા નહીં.'
અને અર્જુન,
તારી એ કાતિલ પ્રિયતમાએ સાંજના ભોજનમાં પોતાના પતિને તો ઝેર આપીને પરલોકમાં રવાના કરી દીધો છે પણ શેરીનો એક કૂતરો કે જે વારંવાર પેલા ચબૂતરા પાસે આવીને બેસી જતો હતો એને ય ભોજનમાં ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દીધો છે.
અર્જુન,
કાન ખોલીને તું સાંભળી લે. નર્મદા પ્રત્યેની કારમી આસક્તિના પાપે તું પુરંદર ભટ્ટથી કપાયા બાદ કૃમિ બન્યો છે. ઢેઢગીરોળી બન્યો છે. ઉંદર બન્યો છે. દેડકો બન્યો છે. અળસિયો બન્યો છે. સર્પ બન્યો છે અને નર્મદા દ્વારા જે કૂતરાને ઝેર આપીને મારી નખાયો છે એ કૂતરો પણ તું જ બન્યો છે. સાતેસાત ભવો તું નર્મદાના ઘર પાસે જ જન્મ્યો છે અને દરેક ભવમાં નર્મદા દ્વારા જ તું મરાયો છે ! કમેં તારા આ બેહાલ કર્યા છે !
પ્રભુ! કાચીંડાના કયા રંગ પર ભરોસો કરવો? વાદળના કયા આકાર પર વિશ્વાસ મૂકવો? સંસારના કયા સંબંધ પર દિલને ઠારવું? એમ લાગે છે કે તારા સિવાય આ જગતમાં ક્યાંય ઠરવા જેવું નથી. અર્પણ કર દૂ દુનિયાભરકા હર પ્યાર તુમ્હારે ચરણોં મેં...
9
Page #99
--------------------------------------------------------------------------
________________
ઝ
પુરોહિતપુત્ર વિભાવસુ !
ગંધારપુર નગરના સોમવસુ પુરોહિતનો તું પુત્ર છે. શરીર પર યુવાની છે. વિપુલ સંપત્તિનો તું માલિક છે. બુદ્ધિ તારી તીવ્ર છે અને આ તમામને કલંક લગાડે એવા અવિવેકનો તું ગુલામ છે. ઉદ્ધતાઈ અને તોછડાઈ તારા સ્વભાવમાં - શરીરમાં વહી રહેલ લોહીની જેમ વણાઈ ગઈ છે. ઝૂકવાનું તું ક્યાંય શીખ્યો નથી. વાણીમાં કર્કશતા અને કઠોરતા મેળવ્યા વિના તને ફાવતું નથી.
એક દિવસ મદનમહોત્સવ નિમિત્તે આકર્ષક વાહનમાં બેસીને તું ગામની બહાર જઈ રહ્યો છે અને તેં જોયું છે કે કેટલાક ધોબીઓ પણ ગામની બહાર તારા જેવા જ વાહનમાં બેસીને જઈ રહ્યા છે. તારો અહં છંછેડાયો છે.
‘હું પુરોહિતપુત્ર જેવા વાહનમાં જઈ રહ્યો હોઉં, એવા જ વાહનમાં આ ધોબીઓ પણ જાય? એ ચાલે જ શી રીતે ?' કોઈ પણ જાતનાં કારણ વિના એ ધોબીઓને તે લાગવગ લગાડીને સૈનિકો પાસે પકડાવીને માર ખવડાવ્યો છે અને જેલમાં પુરાવ્યા છે. અને એમાં ય એ ધોબીઓના આગેવાન પુષ્પદત્ત નામના ધોબીને તો તે વિશેષ કરીને માર ખવડાવ્યો છે.
વિભાવસુ! રથમાં બેસીને ઉત્સવમાં જઈ રહેલા તે ધોબીઓને પણ રથમાં આવતા જોયા છે અને તું છંછેડાઈ ગયો છે.
૯૮
Page #100
--------------------------------------------------------------------------
________________ પણ, કર્મના ગણિતને કોઈ ચમરબંધી પણ ક્યાં સમજી શક્યો છે કે તું સમજી શકે? જાતિમદની આ પળોમાં તારા પરભવના આયુષ્યનો બંધ પડી ગયો છે અને તું પુષ્યદત્તના ઘરે રહેલી કૂતરીના પેટે કૂતરા તરીકે જન્મવાનું નક્કી કરી બેઠો છે. આયુષ્ય સમાપ્ત થતાં જ તું કૂતરા તરીકે જન્મ્યો છે તો ખરો પણ જન્મથી જ શરીર તારું રોગગ્રસ્ત છે. કીડાઓ તારા શરીરમાં ખદબદી રહ્યા છે. શ્વાસ તને જોરદાર ચડી રહ્યો છે. ચાલ તારી અતિમંદ છે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતાં તું પુષ્યદત્તના ઘરે જ ફરી ગધેડીના પેટે ગધેડા તરીકે જન્મ્યો છે. નથી ત્યાં તું પૂરતું ખાવાનું પામ્યો કે નથી ત્યાં પુષ્પદત્તે તને શાંતિથી જીવવા દીધો. જીવનભર તારા શરીર પર ભારે બોજો પડકતા રહીને એણે તને દુ:ખી દુ:ખી કરી નાખ્યો છે. તારી આંખોમાંથી વહી રહેલ આંસુની ધાર જોવા છતાં એણે તારી દયા ખાધી નથી અને દુર્ગાનમાં ને દુર્ગાનમાં જ એ જીવન તે સમાપ્ત કરી દીધું છે. ત્યાંથી મરીને તું પુષ્યદત્ત દ્વારા ભોગવાયેલ એક ચંડાળ સ્ત્રીના પેટે નપુંસક તરીકે જન્મ્યો છે. કુરુપ, કલંક અને દૌર્ભાગ્ય વગેરે દોષોથી દૂષિત, વિષયસંગથી અજ્ઞાત એવો તું નાની વયમાં જ સિંહ વડે ફાડી નંખાયો છે અને એ જ ચંડાળ સ્ત્રીના પેટે પુત્રી તરીકે તું જભ્યો છે તો ખરો પણ જન્મતાવેંત સર્પદંશથી તારું મોત થયું છે અને પુષ્યદત્તની નોકરાણીના પેટે નપુંસક તરીકે તું જભ્યો છે તો ખરો પણ જન્મથી જ અંધ, વામન અને ખૂંધ નીકળેલો તું સર્વલોકથી અપમાનિત થતો કેટલોક કાળ નપુસંકપણે રહી નગરદાહમાં સળગી ગયેલ શરીરવાળો તું એ જ દાસીના પેટે પુત્રી તરીકે જન્મ્યો છે. શરીર ત્યાં તને એવું મળ્યું છે કે તું પગથી ચાલી નથી શક્યો. પીઠથી જ તારે ચાલવું પડ્યું છે અને એ જ નગરમાં રાજમાર્ગ પર ચાલી રહેલ એક પાગલ હાથીના પગ નીચે જીવન તારું સમાપ્ત થઈ ગયું છે. ત્યાંથી તું પુષ્યદત્તની કાલાંજલિકા નામની પત્નીના પેટે પુત્રી તરીકે જન્મ પામ્યો છે. યૌવનવયમાં પુષ્પરક્ષિત નામના અત્યંત ગરીબ ભિખારી સાથે તારાં લગ્ન થયા છે. પ્રસૂતિ સમયે ગાઢ વેદનાથી જીવન તારું સમાપ્ત થઈ ગયું છે અને તું તારી જ માતાના પેટે પુનઃ પુત્ર તરીકે જન્મ્યો છે. બાલ્યવયે તું રમવા ગયો છે ગાંધાર નદીના તીરે અને ત્યાં પુષ્યદત્ત ધોબીના શત્રુ કિરાતની નજરે તું ચડી ગયો છે. “આ તો દુશ્મનનો દીકરો છે' એ ખ્યાલ આવતા જ કિરાતે તને પકડી લીધો છે. તારું મોઢું દબાવી દઈને એણે તારા ગળે મોટો પથ્થર બાંધી દીધો છે અને નદીના કુંડમાં ફેંકી દઈને એણે તને પતાવી દીધો છે. એક જ ભવમાં કેળવેલ જાતિમદના આ દેખીતા નાનકડા પાપે તારા આત્માની આ હદે રેવડી દાણાદાણ કરી નાખી છે. નથી એ ભવોમાં કોઈએ તારાં આંસુ લૂક્યા કે નથી તારા બરડે વાત્સલ્યનો હાથ ફેરવ્યો ! પ્રભુ! અભિમાન જો આ હદે આત્માના અરમાનોને ચૂરચૂર કરી દેતું હોય તો એનો અર્થ તો એટલો જ થાય છે કે તારા સેવક હોવાના અભિમાનને છોડીને બીજું કોઈ પણ પ્રકારનું અભિમાન મારે કરવા જેવું નથી. તને એક વિનંતિ કરું? તું મને “સેવક કહીને બોલાવતો રહે. પેલાં દુર્ગતિદાયક અભિમાનો રવાના થઈને જ રહેશે. 99