SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ખૂબ આનંદ આવ્યો. સુપાત્રદાનનો આવો લાભ મળી જવા બદલ હું તો ધન્ય બની ગયો !” ‘અરે કાકા ! આવી બેવકૂફી કરી ?’ ‘પ્રેમ શું થયું ?” ‘થાય શું ? તમારે મુનિ ભગવંતને ગોચરી વહેરાવવી જ હતી તો બીજું કોઈ પણ દ્રવ્ય વહોરાવવું હતું. આ સિંહ કેસરિયો લાડવો વહોરાવી દીધો ?’ VID મમ્મા શેઠ ! કેટલું બધું દુર્ભાગ્ય તમારું કે મુનિવરને ગોચરી તો તમે ઉલ્લાસપૂર્વક વહોરાવી પણ પછી સુપાત્રદાનના એ સુકૃતને વખોડીને તમે જીતની બાજી હારમાં પલટાવી દીધી ! ‘એમાં વાંધો શું આવ્યો ?’ ‘વાંધો ? જિંદગીમાં તમે એવો સ્વાદ નહીં અનુભવ્યો હોય જેવો સ્વાદ આ સિંહ કેસરિયા લાડવાનો હતો આવો સ્વાદિષ્ટતમ લાડવો જીવનમાં પહેલી જ વાર નો તમારા હાથમાં આવ્યો હતો અને તમે એ આપી દીધું મુનિભગવંતને ! બેવકૂફી નહીં તો બીજું શું ? અને ‘અરર, મેં આ લાડવો વહોરાવી દેવાની બેવકૂફી કાં કરી ?' આ પશ્ચાતાપમાં તમે ચડ્યા અને તમારા દાનના સુક્તને તમે કલંકિત કરી દીધું જેના દુષ્પ્રભાવે આજે સાતમી નરકમાં આવી ચડ્યા છો. પ્રભુ ! સુકૃતસેવન વખતના મારા ઉત્સાહને, સુકૃતસેવન બાદ અનુમોદનાના અમૃતથી હું ધબકતો જ રાખું પરંતુ પશ્ચાતાપના ઝેરથી હું એની સ્મશાનયાત્રા તો ક્યારેય ન કાઢી બેસું એવી સદ્ગુદ્ધિનું સ્વામિત્વ તું મને અર્પીને જ રહેજે.
SR No.008908
Book TitleBaap re Baap
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy