Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 93
________________ રુદ્રદેવ ! તમારી પત્નીનું નામ છે સોમા. તમે બંને યુવાન છો, શ્રીમંત છો અને તંદુરસ્ત છો. પુણ્ય તમારું ઠીક ઠીક પ્રમાણમાં કહી શકાય તેવું અનુકૂળ છે. અને એટલે જ પાંચેય ઇન્દ્રિયોના વિષયો ભોગવવામાં તમો બંને ગુલતાન છો પણ, એક વાર બન્યું છે એવું કે તમારી પત્ની સોમા કોક ગુરુભગવંતના પરિચયમાં આવી છે. સાંભળ્યા છે એણે એમના પ્રભુનાં વચનો અને એ વિષયોથી વિમુખ થઈ ગઈ છે. એને વિષયોમાં વિષ્ટાનાં દર્શન થવા લાગ્યા છે અને વિષયસેવનની ચેષ્ટા એને પશુતાનું પ્રતિનિધિત્વ ધરાવતી હોય એવું લાગવા માંડ્યું છે. ‘તું હમણાં ખોવાયેલી કેમ રહે છે?” તમે સોમાને પૂછ્યું છે. એમ જ’ ‘ખાવામાં તને કોઈ રુચિ..” ‘નથી” ‘ફરવા-જવાનું ?' ગમતું નથી” કારણ કાંઈ?” ‘આ અતિ ઉત્તમ જીવનને હું વિષયો પાછળ વેડફી દેવા નથી માગતી. મારે આ જીવનને શીલ-સદાચારથી સુવાસિત રાખવું છે અને મારે એમાં તમારો સહકાર જોઈએ છે.” મને એમ લાગે છે કે તને કોઈએ છેતરી છે” ‘કોઈએ પણ નથી છેતરી’ એ વિના તું આવું શું બોલવા લાગે ?” એવું હું શું બોલી છું?” આ જ કે મને વિષયસુખોમાં રસ નથી. બાકી, જોયેલાં અને અનુભવેલાં વિષયસુખોને છોડીને ન જોયેલાં એવા પરલોકનાં સુખો પાછળ પાગલ બન્યા રહેવું એ ગાંડપણ નથી તો બીજું શું છે ?' એક વાત તમને કરું?’ ‘બોલ’ આયુષ્ય અતિ ચંચળ છે અને વિષયસુખો ક્ષણભંગુર તો છે જ પણ સર્વપશુસુલભ પણ છે. આવા બેકાર સુખો પાછળ પાગલ બન્યા રહીને શું જીવન વેડફી નાખવાનું છે ?' રુદ્રદેવ, સોમાના આ જવાબે તમને એના પ્રત્યે ભારે દ્વેષ ઊભો કરાવી દીધો છે. તમે એની સાથે સૂવાનું તો બંધ કર્યું જ છે પણ બોલવાનું ય બંધ કર્યું છે. એ તો ઠીક પણ તમે એ જ નગરના શ્રેષ્ઠી નાગદેવ પાસે ગયા છો. એની પુત્રી નાગશ્રીના હાથની તમે માગણી કરી છે. ‘તમારી પત્ની સોમા વિદ્યમાન તો છે ને?' ૯૨

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100