Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 91
________________ 26. દેવાનંદા ! સમવસરણમાં આજે એક ચમત્કાર સર્જાઈ ગયો છે. પ્રભુવીરનાં તમે દર્શન કર્યા છે, એમનું કમનીય રૂપ તમારી આંખે નિહાળ્યું છે અને તમે હર્ષવિભોર બની ગયા છો એ તો ઠીક છે પરંતુ તમારા સ્તનમાંથી દૂધની ધારા વહેવા લાગી છે. ગણધર ગૌતમ ભગવંત આ જોઈને સ્તબ્ધ બની ગયા છે. ‘વીરનાં દર્શને એક અપરિચિત સ્ત્રીનાં સ્તનમાંથી દૂધની ધારા? શું રહસ્ય હશે આની પાછળ?' એ સીધા આવ્યા છે પ્રભુ વીર પાસે અને પૂછી લીધો છે એમને પ્રશ્ન. ‘પ્રભુ, આપનાં દર્શને જે સ્ત્રીનાં સ્તનમાંથી દૂધની ધારા વહી રહી છે એ સ્ત્રી આખરે છે કોણ?' ‘ગૌતમ, એ મારી માતા છે” પ્રભુએ જવાબ આપ્યો છે. “આપની માતા તો ત્રિશલાદેવી છે? ગૌતમ, આ દેવાનંદા પણ મારી માતા છે? ‘તો પછી એની કૂખેથી આપ જન્મ્યા કેમ નથી?’ ‘કર્મના ઉદયે’ ‘એટલે?” અને દેવાનંદા, સમવસરણમાં પ્રભુએ સ્વમુખે તમારા પૂર્વભવની એ દાસ્તાન રજૂ કરી છે કે જેની જાણ કોઈને ય નથી. +- - - ચોરાયેલ રત્નોવાળો ડબ્બો ખોલીને જોતાંની સાથે જ દેરાણીને શંકા ગઈ છે કે રત્નો જેઠાણીએ જ ચોર્યા હોવા જોઈએ. co

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100