Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 70
________________ એ ચોકીદાર રાજવૈદને બોલાવવા ગયો છે અને સૂર્યકાંતા, તું વિચારમાં ચડી છે. “જો સમયસર રાજવૈદ અત્રે આવી ગયો અને એણે પ્રદેશને ઊલટી કરાવી દીધી તો ચોક્કસ એ દૂધમાં ભેળવેલા ઝેરને પકડી જ પાડવાનો અને દૂધમાં ઝેર ભેળવવાના કાવતરામાં મારી સામેલગીરી જ છે એ નક્કી થઈ જવાનું તો મારું તો મોત જ થઈ જવાનું ને? એવું કાંઈ થાય એ પહેલાં હું જ આ પ્રદેશીને પરલોકમાં રવાના શા માટે ન કરી દઉં? અને સૂર્યકાંતા, એક વખતના તારા પ્રાણપ્યારા રાજવી પ્રદેશ પર તું કૂદી છે અને ક્રૂરતાપૂર્વક એનું ગળું દાબી દઈને તે એ ધર્માત્મા પ્રદેશીનું જીવન સમાપ્ત કરી દીધું છે. મહારાણી સૂર્યકાંતા ! એક વખતના તારા પ્રાણપ્યારા રાજવીનું ક્રૂરતાપૂર્વક ગળું દબાવી દેતા તને કોઈ શરમ પણ નથી આવી? પ્રભુ, બૉમ્બ જેમ મિત્ર અને દુશ્મન બંનેને મારી નાખે છે તેમ કામાંધતા સ્વજન અને પરજન બંનેને ખતમ કરી નાખે છે એ જાણ્યા પછી તને એક જ પ્રાર્થના કરવાનું મને મન થાય છે. જન્માંધતાના દુઃખને તો હું એકવાર જીરવી જઈશ પણ લોભાંધતા અને કામાંધતાના પાપથી તો તું મને કાયમ દૂર જ રાખજે. ૬૯

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100