Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 86
________________ m/11 રોહિણી ! સહેલીઓ સાથે નિંદારસમાં મશગૂલ તારી વાતો રસ્તે જતી દાસી સાંભળી ગઈ છે. ‘હું?' ‘હા’ રોહિણી, તારી આ વાત સાંભળી લીધી છે એ જ રસ્તેથી પસાર થઈ રહેલ રાણીની દાસીએ. એણે રાજમહેલમાં જઈને રાજાને આ વાત કરી છે. રાજા તો આ વાત સાંભળીને સ્તબ્ધ જ થઈ ગયો છે. “મારી પત્ની કુલટા ?' એણે તુર્ત જ તારા ઘરે તારા પિતાને બોલાવી લાવવા માણસ મોકલ્યો છે. તારા પિતા રાજા સમક્ષ હાજર થયા છે. ‘તમારી પુત્રી રોહિણી જે બોલી છે એનો તમને ખ્યાલ છે?' એણે રાણીને દુ:શીલા કહી છે? શું વાત કરો છો ?' ‘હા, જાણવું તો મારે એ છે કે તમારી પુત્રીએ મારી રાણીનું કુશીલપણું ક્યાં જોયું ? શી રીતે જોયું ?” રાજનું, મારી પુત્રીનો સ્વભાવ જ દુષ્ટ છે' તારા પિતાજીના આ જવાબથી ગુસ્સે થયેલ રાજાએ તને નગરમાંથી કાઢી મૂકી છે. અરણ્યમાં દુઃખોનો અનુભવ કરીને મૃત્યુ પામેલી તું એકેન્દ્રિયાદિ ગતિઓમાં અનંતકાળ સુધી ભમતી રહી છે. પ્રભુ, અનંતકાળે તો મને વચનલબ્ધિ મળી છે. તારી પાસે એટલું જ માગું છું હું કે તું મને વિવેકરૂપી ચોકીદાર આપીને જ રહેજે. કારણ કે એ એક જ ચોકીદાર એવો છે કે જે જીભને વિકથામાં પ્રવૃત્ત થવા દેતો નથી. જીભ વિકથારહિત બને એટલે સત્કથામાં રસ લીધા વિના એને ચેન પડતું જ નથી અને મારે એ જ તો જોઈએ છે.

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100