Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 79
________________ so રાજર્ષિ ત્રિવિક્રમ ! આમ તો શ્રાવસ્તી નગરીના રાજવી હતા તમે. જંગલમાં ગયા છો તમે એક વાર અને ત્યાં કોક વૃક્ષ પરના માળામાં રહેલ પંખીનો વિરસ અવાજ તમારા કાને પડ્યો છે અને તમને અપશુકન થયું એમ લાગ્યું છે. તમે પળની ય વાર લગાડ્યા વિના એના પર બાણ છોડ્યું છે. બાણ લાગવાથી એ પંખી માળામાંથી નીચે પૃથ્વી પર પડ્યું છે અને તરફડવા લાગ્યું છે. એના આ તરફડાટને જોઈને તમને એના પર અનુકંપા પણ જાગી છે અને કરી દીધેલા આ દુષ્કાર્ય બદલ તમને પશ્ચાત્તાપ પણ થયો છે. બન્યું છે એવું કે તમે ત્યાંથી થોડુંક જ આગળ ચાલ્યા છો અને કોક વૃક્ષ નીચે બેઠેલા એક મહામુનિ પર તમારી નજર પડી છે. તમે એમની પાસે આવીને બેસી ગયા છો અને યોગાનુયોગ એ મુનિવરે તમને અહિંસા ધર્મનો ઉપદેશ આપ્યો છે. એ ઉપદેશ સાંભળીને તમને એમ લાગ્યું છે કે ‘પંખીને બાણ મારવાનું મેં જે કામ કર્યું તેની જાણ કોઈને ય નહોતી પણ આ મુનિવરને એની જાણ થઈ ગઈ લાગે છે. એ સિવાય એ મને સીધો અહિંસા ધર્મનો ઉપદેશ જ શા માટે આપે? પણ, વાંધો નહીં. એ પાપનો નાશ કરવા હું આ જ મુનિવર પાસે દીક્ષા ગ્રહણ કરી લઉં.' આમ વિચારી રાજ્યની વ્યવસ્થા બરાબર ગોઠવી દઈને તૃણની જેમ રાજ્યનો ત્યાગ કરીને રાજવી ત્રિવિક્રમમાંથી તમે રાજર્ષિ ત્રિવિક્રમ બની ગયા છો. પાપનાશ માટે તમે એ હદે તપશ્ચર્યાના માર્ગે ચડી ગયા છો કે તપશ્ચર્યાના પ્રભાવે તમને તેજલેશ્યાની લબ્ધિ ઉત્પન્ન થઈ ગઈ છે. રાજર્ષિ ત્રિવિક્રમ! પૂર્વજન્મનું વૈર લઈને આવેલા ભિલે તમારા પર લાકડીનો પ્રહાર કરી તો દીધો પણ આવેશમાં તમે ય એના પર તેજલેશ્યા મૂકી દીધી? ૭૮

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100