Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 51
________________ મુનિવર વસુદેવ ! પિતા વસુસારના બે પુત્ર. એકનું નામ વસુસાર અને બીજાનું નામ વસુદેવ. તમે બંને ભાઈઓ એક દિવસ ક્રીડા કરવા જંગલમાં ગયા છો અને ત્યાં તમને એક મુનિ ભગવંતની દેશના સાંભળવાનું સદ્ભાગ્ય સાંપડી ગયું છે. દેશના સાંભળીને તમે બંને વૈરાગ્યવાસિત બની ગયા છો. ઘરે આવીને માતા-પિતા સમક્ષ તમે તમારા મનના ભાવો રજૂ કર્યા છે. અને માતા-પિતાની સંમતિ મળતાં તમે બંને ભાઈઓ સંયમજીવન અંગીકાર કરવાના માર્ગે નીકળી પડ્યા છો. બન્યું છે એવું કે કોઈ પણ કારણસર તમારા વડીલ બંધુ મુનિ વસુસાર સ્વાધ્યાયના ક્ષેત્રે સાવ સુસ્ત જ રહ્યા છે જ્યારે તમે સ્વાધ્યાયના ક્ષેત્રે ભારે ઉત્સાહી રહ્યા છો. પરિણામ એ આવ્યું છે કે મુનિ વસુસાર કશું જ ભણી શક્યા નથી અને તમે ભારે વિદ્વત્તા હાંસલ કરી લીધી છે. સિદ્ધાંતરૂપી સમુદ્રના તમે પારગામી બની ગયા છો. તમારી આ યોગ્યતાને જોઈને-જાણીને ગુરુદેવે તમને આચર્યપદે બિરાજમાન તો કર્યા જ છે પણ એ પદે બિરાજમાન થયા પછી ય તમે સ્વાધ્યાયયોગમાં સદાય ઉત્સાહી જ બન્યા રહ્યા છો. રોજ ૫00/૫00 મુનિઓને તમે વાચના આપી રહ્યા છો. મુનિવર વસુદેવ ! સૂવાના સમયે પણ તમારી પાસે મનની જિજ્ઞાસાને શાંત કરવા મુનિભગવંત આવી ચડ્યા છે અને તમે દુર્ગાનમાં ચડી ગયા છો. “આના કરતા તો હું ન ભણ્યો હોત તો સારું હતું. શાંતિથી સૂવા તો મળત ! પ૦

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100