Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 55
________________ ૨૮ મૈતારજ મુનિવર ! ઉજ્જયિની નગરીના રાજવી મુનિચન્દ્રના પુત્ર અને પુરોહિત પુત્ર વચ્ચે ગાઢ દોસ્તી તો છે જ પણ એ બંનેની ઉચ્છંખલતાએ નગરીમાં કાળો કેર વર્તાવ્યો છે. નગરીમાં કોઈ પણ મુનિ ભગવંત આવે છે અને એની જાણ જો આ બેમાંથી એકને પણ થઈ જાય છે, મુનિ ભગવંતને તે રાજમહેલમાં લઈ આવે છે અને નૃત્ય કરવા મજબૂર કરે છે. જો મુનિ ભગવંત એ માટે તૈયાર નથી થતા તો એમને હંટરના માર મારીને પણ નૃત્ય કરવા મજબૂર કરે છે. સંધને આની જાણ થતાં રાજા પાસે જઈને એ અંગેની ફરિયાદ પણ કરી છે પરંતુ રાજાએ સંધની આ ફરિયાદ પર કોઈ જ ધ્યાન આપ્યું નથી. આખરે આ ત્રાસના શિકાર બનેલા કેટલાક મુનિ ભગવંતોએ રાજવીના જ બંધુ મુનિવર સાગરચન્દ્ર મુનિ કે જેઓ ઉજ્જયિનીથી દૂર દેશમાં વિચરી રહ્યા છે એમને આ વાત કરી છે. “તે આ જ રીતે ઉજિનીમાં મુનિઓની હેરાનગતિ ચાલુ રહેશેતો એક દિવસ એવો આવશે કે ઉજ્જયિની મુનિ વિનાની જ થઈ જશે અને જો એમ થઈ જાય તો લોકો ધર્મથી વિમુખ થઈને ઉત્તમ એવું માનવજીવન હારી જશે. એ તો થવા જ શેં દેવાય ?’ આમ વિચારી સાગરચન્દ્ર મુનિવર ઉજ્જયિનીમાં તો આવી જ ગયા છે પણ ગોચરી વહોરવા રાજાને ત્યાં પણ પહોંચી ગયા છે. રાજપુત્ર અને પુરોહિત પુત્ર, બંને પહોંચી ગયા છે સાગરચન્દ્ર મુનિ પાસે. ‘મહારાજ, નૃત્ય કરો’ “ન કરું તો ?” ‘ૉટર મારશે’ મહારાજ ! નૃત્ય કરો નહિતર તમને હેટરથી ફટકાર' રાજપુત્ર અને રોહિતપુત્ર બંનએ મુનિવરને આજ્ઞા કરી દીધી. ૫૪

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100