Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 56
________________ નૃત્ય કરવા તો હું તૈયાર છું પણ જ્યાં સુધી કોઈ તબલાં નથી વગાડતું ત્યાં સુધી મને નાચવાની મજા નથી આવતી અને તબલાં વગડાનાર જો કોઈ ભૂલ કરી બેસે છે તો મારું મગજ ફાટી જાય છે અને હું એને કડક સજા કરી બેસું છું. બોલો, તબલાં વગાડવાની તમારી તૈયારી છે ખરી ?” મહારાજ, અમને તબલાં વગાડતા તો નથી આવડતું પણ તમે એક કામ કરો. અમારી સાથે મલ્લયુદ્ધ કરો” અને સાગરચન્દ્ર મુનિરાજે એ બંને સાથે મલ્લયુદ્ધ શરૂ તો કરી દીધું પરંતુ એ યુદ્ધમાં એક સમય એવો આવ્યો કે સાગરચન્દ્ર મુનિરાજે એ બંનેનાં હાડકાં સંધિસ્થાનેથી ઉતારી દીધા અને એમને ચીસો પાડતા મૂકીને ત્યાંથી નીકળી ગયા. આ બાજુ એ બંનેની ચીસોના અવાજો સાંભળીને આજુબાજુમાં રહેલા સિપાઈઓ અંદર આવી ગયા. બંનેની આવી દયનીય હાલત જોઈને એમણે રાજાને વાત કરી. રાજાએ ત્યાં આવીને બંનેને પૂછ્યું છે, “થયું શું?' અને એ બંનેએ રાજાને સત્ય હકીકત જણાવતાં રાજા પહોંચી ગયા છે સાગરચન્દ્ર મુનિરાજ પાસે પોતાના બંધુ મુનિવરને જોતાં રાજા સ્તબ્ધ થઈ ગયો છે. “ભગવંત, બંને કુમારોને આપે સજા કરી છે ?' ‘રાજનું, એ બંનેની આટલી બધી નાલાયકી ચલાવીને તે પોતે ભયંકર અપરાધ કર્યો છે એવું તને નથી લાગતું?’ ‘ભગવંત, એમના એ અપરાધને ક્ષમા કરો’ એક શરતે, ક્ષમા આપી દઉં” ફરમાવો’ એ બંને કુમારો જો ચારિત્ર ગ્રહણ કરે તો એમનાં હાડકાં હું બરાબર ચડાવી દઉં.’ રાજાએ બંને કુમારો પાસે આવીને આ વાત કરી છે. ‘રિબાઈ રિબાઈને જિંદગી પૂરી કરવી એના કરતાં દીક્ષા લઈને શાંતિથી જીવન પૂરું કેમ ન કરવું?” આ ખ્યાલે એ બંને કુમારોએ મુનિભગવંતની શરત સ્વીકારીને સંયમજીવન અંગીકાર કરી તો લીધું છે પરંતુ સંયમજીવન અંગીકાર કર્યા બાદ એનું સુંદર પાલન પણ કરી રહ્યા છે. આમ છતાં મુનિ બનેલા પુરોહિત પુત્રે એકવાર વિચાર્યું છે કે “સંયમજીવનમાં બધું ય બરાબર છે પણ ગુરુદેવે પરાણે દીક્ષા આપી એ બરાબર નથી કર્યું” આ નબળા વિચારે પુરોહિત પુત્રમાંથી મેતાર્ય બનેલા તમને કર્મસત્તાએ નીચ ગોત્રમાં જન્મ આપી દીધો અને ચરમશરીરી છતાં દુર્લભબોધિ બનાવી દીધા છે. પ્રભ. એક નબળો વિચાર જો આત્માની આવી પથારી ફેરવી દેતો હોય તો નબળા વિચારોનું ગોડાઉન લઈને બેઠેલા મારી હાલત કર્મસત્તા કેવી કરી નાખશે એની તો હું કલ્પના કરી શકતો નથી. તું મને કાં તો સાત્ત્વિક સંજ્ઞી બનાવી દે અને કાં તો સંમૂચ્છિમ... ૫૫

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100