Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 53
________________ ચક્રવર્તી સુભમ ! તમારા પિતા કૃતવીર્યની પરશુરામે જ્યારે હત્યા કરી નાખી છે ત્યારે તમે તો માતાના ગર્ભમાં જ છો. તમારી માતા પોતાનો અને તમારી જાન બચાવવા ત્યાંથી ભાગી છૂટીને તાપસીના આશ્રમમાં આવી ગઈ છે અને તાપસોએ તમારી માતાને “રાજાની રાણી’ સમજીને પોતાના આશ્રમના ભોંયરામાં ગુપ્ત રીતે રાખી દીધી છે. એક દિવસ પરશુરામે પોતાની પાસે આવેલા નિમિત્તિઓને પૂછ્યું છે, “મારું મોત કોનાથી થશે?' ‘તમે મારી નાખેલા ક્ષત્રિય રાજાઓની દાઢ કઢાવી નાખીને એનો જે થાળ તમારી પાસે રાખી મૂક્યો છે એ થાળમાંની દાઢો જે માણસની દૃષ્ટિથી ખીરરૂપ થઈ જશે અને જે માણસ તે ખીર ખાઈ જશે તેના હાથથી તમારું મૃત્યુ થશે” નિમિત્તિઓની આ વાત સાંભળીને શત્રુની ભાળ મેળવવા પરશુરામે એક દાનશાળા કરાવી છે. તેમાં એક સિંહાસન રાખી તેના પર દાઢોવાળો થાળ મૂક્યો છે. અને ત્યાંથી ક્ષત્રિયોનો વધ કરવા એ ચોતરફ ભમવા લાગ્યો છે. જ્યાં જ્યાં કોઈ પણ ક્ષત્રિય હોય ત્યાં ત્યાં તેની પરશુમાંથી જ્વાળા નીકળતી હતી અને એને એ મારી નાખતો હતો. આ બાજુ ભોંયરામાં તમારી માતાએ તમને જન્મ આપ્યો છે અને તમારું નામ સુભૂમ રાખ્યું છે. એકવાર પરશુરામ ત્યાં આવી ચડ્યો છે અને એના પરશુમાંથી જ્વાળા નીકળવા લાગતાં એણે તાપસીને પૂછ્યું છે. ‘આ આશ્રમમાં ક્ષત્રિય કોણ છે?' ‘અમે સર્વે તાપસો મૂળથી ક્ષત્રિયો જ છીએ” તાપસો તરફથી આ જવાબ મળતાં સંદેહરહિત થઈને પરશુરામ સ્વસ્થાને પહોંચીને રાજ્ય કરવા લાગ્યો છે. એક દિવસ વૈતાદ્ય પર્વતના સ્વામી મેઘનાદ નામના વિદ્યાધરે નિમિત્તિઓને પૂછ્યું છે, “મારી પુત્રીનો પતિ કોણ થશે ?' સુભૂમ નામે ચક્રવર્તી તમારી પુત્રીનો પતિ થશે” નિમિત્તિઓની આ વાત સાંભળતા મેઘનાદે પોતાની પુત્રી ભોંયરામાં જ રહેલા તમારી સાથે પરણાવી તો દીધી છે પણ એક વાર તમારી માતાને તમે પૂછી લીધું છે. “માતા ! શું પૃથ્વી આટલી જ છે ?' ના. પૃથ્વી તો ઘણી છે પણ તારા પિતાને પરશુરામે મારી નાખ્યા છે અને હસ્તિનાપુરનું રાજ્ય તે કરે છે. તેના ભયથી આપણે ભોંયરામાં આવીને રહ્યા છીએ માતાના આ જવાબને સાંભળીને ક્રોધાવિષ્ટબની ગયેલા તમે ભોંયરામાંથી બહાર નીકળી જઈને મેઘનાદને સાથે રાખીને હસ્તિનાપુર જઈ ચડ્યા છો. પરશુરામની દાનશાળામાં રાખેલ દાઢોના થાળ પર તમે દૃષ્ટિ નાખી છે અને એ દાઢો ખીરરૂપ બની જતાં તમે એ ખીર પી ગયા છો. એ થાળને ભમાવીને તમે પરશુરામ પર મૂક્યો છે અને તુર્ત જ એ થાળ હજાર દેવતાઓથી અધિષ્ઠિત ચક્ર બની ગયું છે અને તેનાથી પરશુરામનું મોત થઈ ગયું છે. તમે પખંડના અધિપતિ તો બની ગયા છો પણ લોભને લીધે તમને ઘાતકીખંડમાં આવેલ ભરતક્ષેત્રના છે ખંડ સાધવાની પણ ઇચ્છા થઈ ગઈ છે. તે વખતે દેવ-દાનવ અને વિદ્યાધરોએ તેમને કહ્યું છે કે ‘પૂર્વે ભરત ચક્રવર્તી વગેરેએ માત્ર આ ભરતક્ષેત્રના છ ખંડને જ પોતાની આજ્ઞામાં રાખ્યા હતા. અનંતકાળમાં અનંતા ચક્રીઓ થઈ ગયા છે અને અનંતા થવાના છે. તે સર્વેની એવી જ સ્થિતિ છે અને એવી જ નીતિ છે. ઘાતકીખંડના ભરતક્ષેત્રને સાધવા કોઈ જ ગયું નથી.’ પણ , ૫૨

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100