Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 29
________________ (૧પજ લબ્ધિધર ફૂલવાલક મુનિવર ! તમારું મૂળ નામ શું છે એની તો મને ખબર નથી પણ સંયમજીવન જેવું સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ અને સર્વશ્રેષ્ઠ જીવન તમારી પાસે હોવા છતાં તમે તમારી અપાત્રતાને જીવનમાંથી દૂર કરી શક્યા નથી. ઈર્ષા તમારા સ્વભાવરૂપ બની ગઈ છે તો વિનય સાથે તમે જાલિમ દુશ્મનાવટ ઊભી કરી દીધી છે. ઉદ્ધતાઈ તમારા લોહીમાં વણાઈ ગઈ છે તો આવેશને તમે તમારા જીવનમાં આગવું સ્થાન આપી દીધું છે. એક દિવસ તમે તમારા ગુરુદેવ સાથે ગિરનારની યાત્રાએ ગયા છો. વચ્ચે કોક કારણસર તમારું ચિત્ત વ્યગ્ર બન્યું છે અને ગુરુદેવે તમને એ અંગે થોડીક ટકોર કરી છે. એ ટકોરથી એ હદે તમે આવેશમાં આવી ગયા છો કે યાત્રા કરીને નીચે ઊતરતી વખતે તમે ગુરુદેવથી પાછળ રહી જઈને આગળ જઈ રહેલા ગુરુદેવને ખતમ કરી નાખવા એમના પર શિલા ફેંકી છે. ગુરુદેવને અણસાર આવી જવાથી પોતાની જાતને એમણે શિલાથી બચાવી તો લીધી છે પરંતુ આવેશમાં આવી જઈને એમણે તમને શ્રાપ આપી દીધો છે. ‘નાલાયક ! સ્ત્રીથી તારું પતન થઈને જ રહેશે.” ગુરુના વચનને નિષ્ફળ કરવા તમે ગુરુથી અલગ થઈ જઈને કોક જંગલમાં નદીના તીરે પહોંચી ગયા છો અને ઘોર તપ આચરવા લાગ્યા છો. ત્યાં ક્યારેક કોક માણસ આવી જાય છે અને તમને પારણું એ કરાવે છે તો તમે પારણું કરો છો, બાકી તમે તપમાં જ રત રહો છો. તમારા આ ઘોર તપથી પ્રભાવિત થઈ ગયેલ નદીની અધિષ્ઠાયિકા દેવીએ ‘વર્ષા ઋતુમાં નદીનો પ્રવાહ આ મુનિને તાણી ન જાય' એ ખ્યાલે નદીના પ્રવાહને બીજી દિશામાં વાળી દીધો છે અને ત્યારથી તમારું નામ “કૂલવાલક' પડી ગયું છે. આ બાજુ રાજગૃહીના રાજવી શ્રેણિકે દેવતાએ આપેલ દિવ્યકુંડળની જોડી, અઢાર સેરનો હાર અને દિવ્ય વસ્ત્રો સહિત સેચનક હાથી પણ પોતાના પુત્ર હલ્લ-વિહલ્લને આપી દીધા છે અને તેથી ક્રોધે ભરાયેલ કોણિકે શ્રેણિકને જેલમાં નાખ્યા છે. ત્યાં શ્રેણિકનું મોત થઈ ગયા બાદ ચંપા નામની નવી નગરી વસાવીને કોણિક ત્યાં રહેવા ચાલ્યો ગયો છે. એક દિવસ રાણી પદ્માવતીએ કોણિક પાસે દિવ્યકુંડલની જોડી વગેરેની માગણી કરી છે અને પત્નીના આગ્રહથી કોણિકે હલ્લ-વિહલ્લને એ ચારેય વસ્તુઓ પોતાને આપી દેવા જણાવ્યું છે. હલ્લ અને વિહલ્લને ખ્યાલ આવી ગયો છે કે “આ માગણી અનર્થનું મૂળ છે. વધુ સારું તો એ છે કે એ ચીજો લઈને અહીંથી આપણે ભાગી જઈએ.' રાતના ને રાતના એ બંને ભાઈઓ ત્યાંથી બધી વસ્તુઓ લઈને ભાગ્યા છે અને વિશાળ નગરીમાં માતામહ ચેટક રાજાના શરણમાં આવી ગયા છે. કોણિકને એની જાણ થઈ જતાં એણે ચેટક રાજાને કહેવડાવી દીધું છે કે હલ્લ-વિહલ્લ અમને પાછા સોંપી દો.' શરણે આવેલા દૌહિત્રોને હું પાછા શું સોપું?” ચેટક રાજાના આ જવાબે કોણિકને અકળાવી દીધો છે અને એ વિરાટ સૈન્ય લઈને ચટક રાજા સામે યુદ્ધ આદરી બેઠો છે. દિવસોના દિવસો પસાર થયા પછી ય, પુષ્કળ નરસંહાર પછીય કોણિકને જ્યારે ચટક રાજાને હરાવવામાં સફળતા નથી મળી ત્યારે કૂલવાલક ! તમે ગુવંજ્ઞાના ૨૮

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100