Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 35
________________ ૧૮ મહારાણી દુર્ગંધા ! આજે સમવસરણમાં પરમાત્મા મહાવીરદેવને મહારાજા શ્રેણિક એક પ્રશ્ન પૂછી બેઠા છે. ‘સૈન્ય સહિત પ્રભુ, હું આવી રહ્યો હતો અને માર્ગમાં દુર્ગંધ સહન ન થવાથી વસ્ત્રના છેડા વડે નાસિકા બંધ કરીને ચાલી રહેલા મારા સૈનિકોને મેં જોયા. મેં એક સૈનિકને આમ કરવા પાછળનું કારણ પૂછ્યું તો એણે મને એટલું જ કહ્યું કે ‘અહીં માર્ગમાં તરતની જન્મેલી એક બાલિકા પડી છે. તેના શરીરમાંથી અત્યંત દુર્ગંધ છૂટી રહી છે. એના ત્રાસથી બચવા અમો સહુ સૈનિકોએ નાસિકા આગળ વસ્ત્ર ગોઠવી દીધું છે. પ્રભુ, જાણવું તો મારે એ છે કે એ બાલિકાએ ગયા જનમમાં એવું તો કયું અકાર્ય કર્યું છે કે જેના દુષ્પ્રભાવે જન્મતાંની સાથે જ એની માતાથી એ ત્યજાઈ ગઈ છે અને એના શરીરમાંથી આવી જાલિમ દુર્ગંધ પ્રસરી રહી છે ?’ શિકના આ પ્રશ્નનો જવાબ આપતા પ્રભુ બોલ્યા છે કે 'રાજન, અહીં નજીક રહેલા શાલિ નામના ગામડામાં ધનમિત્ર નામનો શ્રેષ્ઠિ રહેતો હતો. તેને ધનશ્રી નામની એક પુત્રી હતી. યુવાનવયમાં તે આવી અને એના પિતાએ એક યુવક સાથે એનાં લગ્ન નક્કી કર્યા. ઘર આંગણે વિવાહનો ઉત્સવ શરૂ થયો. એજસમયે કોઈ મુનિ ગોચરી વહોરવા ઘનમિત્રના ઘરે આવ્યા. ઘનમિત્ર પોતાની પુત્રીને ગોચરી વહોરાવવા માટે આજ્ઞા કરી એટલે તે મુનિને ગોચરી વહોરાવવા ગઈ તો ખરી પરંતુ વિવાહનો ઉત્સવ હોવાથી પોતાના શરીરનાં સર્વ અંગો અલંકારોથી શણગારાયેલા હતા, મનોહર સુગંધી અંગરાગથી વિલેપન કરાયેલા હતા જ્યારે ગોચરી વહોરવા આવેલા મુનિ નાનવિલેપનાદિ ગ્રુપાથી રહિત હોવાના કારણે એમનાં વસ્ત્રોમાંથી અને શરીરમાંથી સ્વેદ તથા મળ વગેરેની દુર્ગંધ આવતી હતી. યુવાવસ્થાના ઉદયથી મત્ત થયેલ ધનશ્રીથી આ દુર્ગંધ શેં સહન થાય ? એણે ગોચરી વહોરાવી તો ખરી પણ મોં મચકોડીને. વળી એન્ને વિચાર્યું પણ ખરું કે “ઓહો ! નિર્દોષ જૈન માર્ગમાં રહેલા આ સાધુઓ છે કદાચ પ્રાસુક જળથી પણ સ્નાન કરી લેતા હોય તો એમાં વાંધો શું છે ?” રાજન્, મુનિ પ્રત્યે એણે જુગુપ્સા તો કરી જ પણ એ જુગુપ્સાની એણે કોઈ આલોચના ન કરી અને કેટલાક સમય બાદ એનું આયુષ્ય પૂર્ણ થતાં એ આ જ નગરીની એક ગણિકાના ઉદરમાં પુત્રીપર્ણ ઉત્પન્ન થઈ. ગણિકાના ઉદરમાં છે ‘હા’ અને આ જ નગરમાં ‘હા’ ‘પછી ?’ આ તો ગણિકામાતા હતી. એણે વિચાર કર્યો કે ગર્ભપાત જ શા માટે ન કરી નાખવો ?' ‘પછી શું ? દુષ્કર્મના પ્રભાવે ગર્ભમાં રહી છતી માતાને પણ એ અત્યંત અસુખ ઉત્પન્ન કરવા લાગી. અને રીતે દુ:ખમાં ને દુ:ખમાં જ ગર્ભકાળ પૂરો કરવો એના બદલે આ ‘અરર !' ૩૪

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100