Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 36
________________ ‘ગર્ભપાત માટે એણે જાતજાતના ઔષધ પ્રયોગો કર્યા પરંતુ આયુષ્ય એનું બળવાન હોવાથી ગર્ભપાત થયો નહીં.” ‘પછી ?' ‘જેમ તેમ કરીને, ઉદ્વેગ સાથે ગર્ભકાળ પૂરી થતાં ગણિકાએ બાળકીને જન્મ તો આપ્યો પરંતુ જન્મથી જ એના શરીરમાંથી દુર્ગધ પ્રસરતી હોવાના કારણે ગણિકા માતાએ વિષ્ટાની જેમ એને તજી દીધી કે જેને તમે રસ્તામાં જોઈ.” દુર્ગધા, આગળ તમારું જે થયું હોય તે પણ મુનિ પ્રત્યેની જુગુપ્સાના દેખીતા નાનકડા પણ પાપે તમારા પરલોકને કેટલો બધો બિહામણો બનાવી દીધો છે? તમને ગણિકા, માતા તરીકે મળી છે. તમને ગર્ભમાં જ ખતમ કરી નાખવા એણે ક્રૂરતમ પ્રયાસો કર્યા છે અને એ પછી ય જન્મતાંની સાથે જ એણે તમારો ત્યાગ કરી દીધો છે. જુગુપ્સાના એ પાપે તમને શરીરમાં દુર્ગધ જન્મથી જ લમણે ઝીંકી છે ! દુર્ગધા ! મુનિજુગુપ્સાના પાપે તમને માતા ગણિકા મળી છે અને જન્મતાંની સાથે તમારા શરીરમાંથી દુર્ગધ પ્રસરી હોવાના કારણે એણે તમારો ત્યાગ કરી દીધો છે. પ્રભુ, દેવું અલ્પ હોય છે, રોગ મામૂલી હોય છે, ચિનગારી નાની હોય છે તો ય એ જેમ જાલિમ હોનારતો સર્જતા રહે છે તેમ પ્રમાદ કે પાપ, કષાય કે અશુભભાવ નાનકડાં હોય છે તો ય આત્માનો એ ડૂચો કાઢી નાખતા હોય છે એ હકીકતને જાણ્યા પછી એમ લાગે છે કે કરોડ ભવ પછી ય મારી મુક્તિ થવી મુશ્કેલ છે. ઊગરવાનો કોઈ ઉપાય ખરો? ૩૫

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100