Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 43
________________ સાધ્વી રજા ! ભદ્રનામના આચાર્ય ભગવંતના ગચ્છમાં પ00 સાધુઓ છે અને ૧૨૦૦ સાધ્વીજી ભગવંતો છે. તમે એ જ આચાર્ય ભગવંતની નિશ્રામાં રહીને સંયમજીવનની સુંદર આરાધના કરી રહ્યા છો. એ સમયે તમારા ગચ્છમાં ત્રણ ઉકાળા આવેલું, આયામ [ઓસામણ] અને સૌવીર [કાંજી] એ ત્રણ જાતનું જળ જ વપરાઈ રહ્યું છે. એકદા અચાનક તમારું શરીર પૂર્વનાં અશુભ કર્મોના ઉદયે કુષ્ઠ રોગથી વ્યાપ્ત બની ગયું છે. તમારા શરીર પર ફેલાઈ ગયેલ આ કુષ્ઠ રોગને જોઈને અન્ય સાધ્વીજીઓએ તમને પૂછવું છે, હે દુષ્કર સંયમ પાળનારી! તને આ થયું શું?' ‘કુષ્ઠ રોગ” કારણ?” પ્રાસુક જળ” એટલે ?' ‘આ પ્રાસુક જળ પીવાના કારણે મને કુષ્ઠ રોગ થયો છે' તમારો આ જવાબ સાંભળીને એક સાધ્વીજીને છોડીને શેષ સાધ્વીજીઓના હૃદયમાં પણ પ્રાસુક જળ છોડી દેવાનો વિચાર આવી ગયો છે. જે એક સાધ્વીજીને આ વિચાર સ્પર્ધો નથી એ સાધ્વીજી તો આ વિચારમાં ચડી ગયા છે કે - - “મારું શરીર કોક મહાવ્યાધિનું અત્યારે કદાચ શિકાર પણ બની જાય અને જીવન સમાપ્ત થઈ જવાની પણ નોબત કદાચ વાગી જાય તો પણ પ્રાસુક જળ ત્યજી દેવાની ભૂલ તો હું કરું જ નહીં. કારણ કે પ્રાસુક જળ વાપરવાની આજ્ઞા તો અનંત તીર્થકર ભગવંતોએ કરેલી છે. આ સાધ્વીના શરીરમાં ઉત્પન્ન થયેલ કુષ્ઠ રોગ તો પૂર્વકૃત અશુભકર્મના ઉદયને આભારી છે. પોતાનાં કર્મોને જવાબદાર માનવાને બદલે પ્રાસુક જળને જવાબદાર ઠેરવતું વચન બોલીને આ સાધ્વીએ અનંત તીર્થકર ભગવંતોની આજ્ઞાનો લોપ તો કર્યો જ છે પરંતુ એ વચન બોલવા દ્વારા મહા ઘોર દુઃખોને આપનારું કર્મ પણ એણે ઉપામ્યું છે.' આ પ્રકારના શુભ ધ્યાનમાં ચડેલા એ સાધ્વી વિશેષ શુદ્ધિના વશથી ઘાતકર્મોના ભુક્કા બોલાવીને કેવળજ્ઞાન પામી ગયા છે. દેવોએ એમનો મહિમા કર્યો છે ત્યારે તમને ખ્યાલ આવ્યો છે કે આ સાધ્વી તો કેવળજ્ઞાન પામી ચૂક્યા છે. તમે એમને વંદન કરી પૂછ્યું છે, | ‘કયા કર્મથી હું કુષ્ઠ વ્યાધિની શિકાર બની છું?' ‘તને રક્તપિતનો દોષ છે છતાં તેં વિગઈ ભરપૂર આહાર કંઠ સુધી વાપર્યો છે. એ આહાર પાછો કરોળિયાની લાળથી મિશ્ર થયેલો હતો. વળી, તે આજે એક શ્રાવકના છોકરાના મુખ પર વળગેલી નાકની લીંટ મોહવશથી સચિત્ત જળથી ધોઈ છે. શાસનદેવીથી આ સહન થયું નથી. તારી જેમ બીજાઓ પણ આવું અકાર્ય કરે નહીં તે હેતુથી શાસનદેવીએ તે કર્મનું ફળ તને તુર્ત જ બતાવ્યું છે. તેમાં પ્રાસુક જળનો તો કોઈ જ દોષ નથી.’ જો હું યથાવિધિ તેનું પ્રાયશ્ચિત લઉં તો મારું શરીર સારું થાય કે નહીં?' ‘જો કોઈ પ્રાયશ્ચિત આપે તો સારું થાય ? આપ જ પ્રાયશ્ચિત આપો’ ૪૨

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100