Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 46
________________ ગુણમંજરી ! પૂર્વભવમાં પુત્રો પરનો તમારો રાગ અત્રે જ્ઞાન પ્રત્યેના દ્વેષમાં પરિણમ્યો છે અને એ જ્ઞાનદ્દેષના કારણે તમે જ્ઞાન અને જ્ઞાનનાં ઉપકરણો આગના ચરણે ધરી દઈને ભયંકર જ્ઞાનાવરણીય કર્મ ઉપાર્જી લીધું છે. શ્રેષ્ઠી જિનદેવને આ હકીકતની જાણ થતાં એણે સુંદરીને ઠપકો પણ આપ્યો છે પરંતુ સુંદરીએ જિનદેવને ય સંભળાવી દીધું છે કે ‘તમે પોતે ય પંડિત જ છો ને? તમે જગતનું કયું દારિદ્રય કાપ્યું છે? બાકી સુખ તો પુણ્યથી જ મળે છે. કાંઈ ભણવા-ભણાવવાની જંજાળથી મળતું નથી.' જિનદેવ એ વખતે તો મૌન થઈ ગયા છે પણ એક દિવસ સુંદરીને એણે કહ્યું છે કે “તેં પુત્રોને અભણ રાખીને એમનો જન્મ વ્યર્થ કરી નાખ્યો છે કારણ કે એમને કન્યા આપવા કોઈ જ તૈયાર થતું નથી.” ‘એમાં મારો કોઈ જ દોષ નથી. દોષ બધો ય તમારો જ છે. કારણ કે પુત્રો પિતા જેવા જ હોય છે અને પુત્રીઓ માતા જેવી હોય છે’ સુંદરીના આ જવાબથી શ્રેષ્ઠી જિનદેવ ભારે આવેશમાં આવી ગયા છે. ‘દુર્ભાગી ! પાપિણી ! શંખણી ! તું મારી સામે બોલે છે?’ આમ કહીને એમણે બાજુમાં પડેલ પથ્થર ઉઠાવીને સુંદરીના મર્મસ્થાન પર માર્યો છે અને ચોટ લાગવાથી મરણ પામેલી સુંદરી ત્યાંથી મરીને શેઠ, તમારી પુત્રી ગુણમંજરી થઈ છે. પ્રભુ, મને તું જ્ઞાન ન બનાવે તો કાંઈ નહીં પણ જ્ઞાનની કે જ્ઞાનીની હું આશાતના ન કરી બેસું એટલી સબુદ્ધિ તો તું મને આપીને જ રહેજે. કારણ? સઘળાંય દુઃખોનું મૂળ અજ્ઞાન છે અને એ અજ્ઞાન જ્ઞાન-જ્ઞાનીની આશાતના કરતા રહેવાથી વણમાગ્યું લમણે ઝીંકાતું જ રહે છે એવું મેં સાંભળ્યું છે. એ દુર્ભાગ્યનો શિકાર બનવા હું નથી માગતો. ૪૫

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100