Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 44
________________ સાધ્વીજી રજજા ! કેવળજ્ઞાની સાધ્વીજી ભગવંતે તમને કહી દીધું છે કે તે જે દુષ્કાર્ય કર્યું છે એ એવું જાલિમ છે કે એની શુદ્ધિ કરી શકે એવું કોઈ પ્રાયશ્ચિત જ નથી.' ‘તું બાહ્ય રોગની શાંતિ માટે ઇચ્છા કરે છે પરંતુ તારા આત્માના ભાવરોગ વૃદ્ધિ પામ્યા છે તે શી રીતે જશે? તો પણ હું તો તને પ્રાયશ્ચિત આપું પરંતુ તેનું કોઈ પ્રાયશ્ચિત જ નથી કે જેનાથી તારી શુદ્ધિ થાય. કારણ કે તે પૂર્વે સર્વે સાધ્વીજીઓને કહ્યું છે કે “પ્રાસુક જળ પીવાથી મને કુષ્ઠરોગ થયો છે' આવું મહા પાપી વાક્ય બોલીને તે સર્વ સાધ્વીઓના મનને ક્ષોભ પમાડ્યો છે. એ વચનથી તે એવું કર્મ ઉપાર્જન કર્યું છે કે એ કર્મના ઉદયે તારે કુષ્ઠ, ભગંદર, જળોદર, વાયુ, શ્વાસનિરોધ, ગુલ્મ, અર્શ, ગંડમાળ વગેરે અનેક વ્યાધિવાળા દેહ વડે અનંતાભવોમાં દીર્ઘકાળ સુધી નિરંતર દુઃખ, દારિદ્ય, દૌર્બલ્ય, અપયશ, અભ્યાખ્યાન, સંતાપ અને ઉગના ભાજન બનવાનું છે. આ વચનો સાંભળતાની સાથે જ અન્ય સાધ્વીઓએ તો મિથ્યા દુષ્કૃત આપીને પોતાનું પાપ ત્યજી દીધું છે પરંતુ સાધ્વી રજ્જા, તમે તો સંસારની અનંત યાત્રાએ નીકળી પડ્યા છો. પ્રભુ, એક બાજુ તો બુદ્ધિના ક્ષેત્રે હું આંધળો છું અને બીજી બાજુ કેવળજ્ઞાનની ચક્ષુ ધરાવતા તારાં વચનો સામે હું બળવો પોકારતો રહું છું. મારું થશે શું? એક વિચિત્ર માગણી કરું? તારાં વચનો સામે પડવાનું મને મન થાય એ પહેલા તું મને મૂંગો, આંધળો અને બહેરો બનાવી દેજે. વાંસ જ નહીં રહે તો વાંસળી ક્યાંથી વાગવાની છે? ૪૩

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100