Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 34
________________ ‘ગુરુદેવ આપને કમરના દર્દમાં...” રાહત છે' “સંપૂર્ણ ?' ‘તો આ યોગપટ્ટ ગૃહસ્થને પાછો આપી દઈએ...' ના. મારે હજી એને કમરે બાંધવાનો જ છે.' તમારા જવાબની સામે શિષ્ય મૌન તો થઈ ગયો છે પણ એને પાકો ખ્યાલ આવી ગયો છે કે આ યોગપટ્ટ ગુરુદેવ માટે જરૂરિયાતનું કારણ ન રહેતા મૂચ્છનું કારણ બની ચૂક્યો છે. એ સિવાય કમર દર્દરહિત થઈ ગયા પછીય એને કમર પર બાંધી રાખવાનો અર્થ શો છે? પણ, એને લાગ્યું છે કે કેટલોક સમય પસાર થઈ ગયા બાદ ગુરુદેવને ચોક્કસ યોગપટ્ટે છોડી દેવા સમજાવી શકાશે. માટે હમણાં તો જેમ ચાલે તેમ ચાલવા દો. પણ આચાર્યશ્રી, એ શિષ્યની ધારણા ખોટી પડી છે. સમય પુષ્કળ પસાર થઈ ગયો છે. એ પછી ય તમારી યોગપટ્ટ પ્રત્યેની મૂચ્છમાં કડાકો તો નથી બોલાયો પણ સતત વધારો જ થતો ગયો છે. અલબત્ત, કમરે યોગપટ્ટ બાંધવાનું તો તમારું બંધ થઈ ગયું છે, પણ રજોહરણની જેમ યોગપટ્ટ તમે સાથે ને સાથે જ રાખી રહ્યા છો. વરસો પસાર થઈ ગયા છે અને એ મંગળ દિવસ આવી ગયો છે કે જ્યારે શરીરમાં કોઈ કસ ન લાગવાના કારણે તમે જીવનભરનું અનશન સ્વીકારી લીધું છે. મનને તમે શુભભાવોમાં લીન બનાવી દીધું છે. શિષ્યોના યોગક્ષેમની જવાબદારી તમે અન્ય યોગ્ય શિષ્યના શિરે મૂકી દીધી છે. શરીર પરની મૂર્છાને તમે તિલાંજલિ આપી દીધી છે અને એ છતાં ય પેલા યોગપટ્ટને તો તમે તમારી પાસે જ રાખી મૂક્યો છે. | ગીતાર્થ શિષ્યો ભારે ચિંતિત થઈ ગયા છે. ‘યોગપટ્ટ પ્રત્યેની આ જ મૂર્છા સાથે ગુરુદેવની આંખ જો મીંચાઈ ગઈ તો પરલોકમાં ગુરુદેવના આત્માની ગતિ કઈ થશે ?' આ વિચાર સાથે એ સહુએ આપની પાસે આવીને ગદ્ગદ હૈયે અને અશ્રુસભર નયને આપને વિનંતિ કરી છે, ‘ગુરુદેવ, એક વિનંતિ છે આપને...” “બોલો’ ‘પેલો યોગપટ્ટ...” ‘નાલાયકો! તમે એ યોગપટ્ટની પાછળ કેમ પડી ગયા છો? તમને મારું અનશન નથી દેખાતું અને યોગપટ્ટ જ દેખાયા કરે છે ?' તમારા આ આક્રોશ સામે શિષ્યો મૌન થઈ ગયા છે અને યોગપટ્ટ પ્રત્યેની જાલિમ મૂચ્છના પાપે જીવન સમાપ્ત કરીને તમે પરલોકમાં અનાર્યદેશમાં પહોંચી ગયા છો ! પ્રભુ, સંપત્તિના વ્યાજને તો એકવાર પહોંચી વળાય છે પરંતુ પ્રમાદનું જે વ્યાજ ચૂકવવાનું આત્માના લમણે ઝીંકાઈ જાય છે એને પહોંચી વળતા તો છઠ્ઠીનાં ધાવણ છૂટી જાય છે. તને એક વિનંતિ કરું? પ્રમાદનું દેવું હું કરું જ નહીં એવી તાકાત તું મારામાં પેદા કરી દે, વ્યાજ ચૂકવવાનો પછી પ્રશ્ન જ ઊભો નહીં રહે ને? ૩૩

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100