Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 38
________________ મૃગાપુત્ર! અશાતા વેદનીય કર્મ તમારા લમણે કેવું જોરદાર ઝીંકાયું છે કે ખુદ ગણધર ગૌતમસ્વામી તારું રોગગ્રસ્ત શરીર નિહાળીને ખળભળી ઊઠ્યા છે ! એક દિવસ અચાનક એના શરીરમાં એક સાથે શ્વાસ, ખાંસી, જ્વર, દાહ, ભગંદર, હરસ, અજીર્ણ, કોઢ, ખુજલી, જલોદર, કર્ણવ્યાધિ, શૂળ, નેત્રભ્રમ, સોજા, અન્ન પર દ્વેષ, નેત્ર પીડા, આ સોળ રોગો ઉત્પન્ન થઈ ગયા. એ રોગોની જાલિમ રિબામણો વચ્ચે જીવન સમાપ્ત કરીને એ પહેલી નરકમાં પહોંચી ગયો અને ત્યાં આયુષ્ય પૂર્ણ કરીને એ અહીં મૃગાવતીના પુત્ર તરીકે ઉત્પન્ન થયો છે કે જેને તું હમણાં જ જોઈને અત્રે આવ્યો છે. ગૌતમ, તેને મુખ ન હોવાથી તેની માતા રાબ કરીને તેના શરીર પર રેડે છે. તે આહાર રોમના છિદ્ર દ્વારા અંદર પેસી પરુ અને રુધિરપણાને પામી પાછો બહાર નીકળે છે. ‘એનું આયુષ્ય?' ‘બત્રીસ વર્ષનું છે? ‘પછી ?' ‘ચોરાશી લાખ યોનિમાં અનંત અનંતકાળ સુધી પરિભ્રમણ !' પ્રભુ, જે સત્તા, જે સંપત્તિ અને જે સૌદર્ય મને ક્રૂર બનાવે, પુણ્યનો જે ઉદય મને પરપીડન માટે તૈયાર કરતો રહે, જે શક્તિઓ અમને બીજાના સુખને ખતમ કરવા પ્રેરતી રહે એ તમામ અધમ પરિબળોથી તું મને દૂર જ રાખજે. પાપના ઉદયે હું દુઃખી થવા તૈયાર છું પરંતુ પુણ્યના ઉદયકાળમાં પાપી બની જવા તો હું હરગિજ તૈયાર નથી. ૩૭

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100