Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 19
________________ ઉo તપસ્વિની સાધ્વી લક્ષ્મણા ગૃહસ્થપણામાં તમે રાજાના ઘરે જનમ તો પામ્યા પણ રાજાને તમે સૌથી વધુ પ્રિય એટલા માટે બની ગયા કે રાજાને પુત્રો ઘણા હતા, પુત્રી તરીકે તમે એકજ હતા. તમે યુવાનીમાં આવ્યા. રૂપ તમારું અદ્ભુત હતું. પોતાની જીવન સંગાથિની તમને જ બનાવવા ઘણા રાજકુમારો આતુર હતા પણ પિતાએ યોજેલા સ્વયંવરમાં તમે તમારા માનીતા રાજકુમારના ગળામાં વરમાળા આરોપી અને અન્ય રાજકુમારોના હૈયામાંથી તમને ન પામી શકવા બદલના ઊનાના નિઃસાસાઓ નીકળી ગયા. પણ, વિધિએ તમને એક જબરદસ્ત ફટકો લગાવી દીધો. જે રાજકુમારના ગળામાં તમે વરમાળા પહેરાવી દીધી હતી એ રાજકુમાર વિવાહવિધિ ચાલતી હતી એ દરમ્યાન ચોરીમાં જ પરલોકની વાટે સિધાવી ગયો! ચારે ય બાજુ હાહાકાર મચી ગયો. તમે ય સ્તબ્ધ બની ગયા પણ કર્મોના વિચિત્ર વિપાકોને સમજી ચૂકેલા તમે મનને ધર્મારાધનાના માર્ગે વાળી દીધું. ઉત્તમ એવા શ્રાવક ધર્મનું પાલન કરવા દ્વારા તમે સુશીલ સતીઓમાં તમારો નંબર લગાવી દીધો અને એક મંગળ પળે વૈરાગ્યવાસિત બની ચૂકેલા તમે ખુદ તીર્થકર ભગવંતના વરદ હસ્તે સંયમજીવન અંગીકાર કરી સાધ્વી બની ગયા ! સાધ્વી લક્ષ્મણા ! ચકવા-ચકવીના સંયોગના કામોત્તેજક દશ્યને રસપૂર્વક નિહાળીને તમે કેટલી બધી જાલિમ નુકસાનીમાં ઊતરી ગયા છો! ૧૮

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100